Sunday, July 3, 2016

પ્રિન્સ ડાન્સ ગ્રુપની પ્રેરણાત્મક કહાણી (ભાગ - ૧)

[હાલમાં કલર્સ ટી.વી. પરથી પ્રસારીત થઈ રહેલ 'ઇન્ડીઆ હેઝ ગોટ ટેલેન્ટ - સીઝન-૭' મારો સૌથી વધુ પસંદીદા કાર્યક્રમ છે.તેમાં દેશના ખૂણે ખૂણેથી આવતા સ્પર્ધકો કોઈ જાતની વિધિવત તાલીમ વગર પોતાના કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કરી આંખના ખૂણા ભીના કરી જાય છે. હાલમાં આ કાર્યક્રમની સીઝન-૭ પ્રસારીત થઈ રહી છે પણ તેની પ્રથમ સીઝનમાં વિજેતા નિવડેલ ઓરિસ્સાનાં કૃષ્ણા રેડ્ડીનું પ્રિન્સ ડાન્સ ગ્રુપ કેટલો સંઘર્ષ કરી આ સ્પર્ધા સુધી પહોંચ્યું તેની રસભરી ગાથા રશ્મિ બન્સલ લિખીત પુસ્તક 'Connect The Dots'માં વાંચવામાં આવી અને તે એટલી હ્રદયસ્પર્શી અને પ્રેરણાત્મક હતી કે એ થોડી લાંબી હોવા છતાં મેં તમારા સૌ સાથે શેર કરવાનો નિર્ણય લીધો અને પ્રસ્તુત છે આ પ્રેરણાત્મક અનુવાદ આજથી 'ઇન્ટરનેટ કોર્નર'માં.]
કૃષ્ણા રેડ્ડી બહેરામ પુરમાં જન્મ્યો હતો.તેનું કુટુંબ મૂળ આંધ્રપ્રદેશમાંથી હતું.પણ તેના પિતા સ્ટેટ ઇલેક્ટ્રીસીટીમાં કામદાર હતા અને તેમની બદલી ઓરિસ્સા ખાતે થઇ હતી.
ચાર ભાઇઓ અને બે બહેનોનાં બહોળા કુટુંબમાં કૃષ્ણા સૌથી નાનો હતો.તેને શાળાએ જવામાં  - ભણવામાં ઝાઝો રસ નહોતો. પણ એક વસ્તુને તે ખરા  હ્રદયથી ચાહતો હતો - નૃત્ય . તેણે નૃત્યમાં કોઇ તાલીમ લીધી નહોતી પણ જોઇ જોઇને તે ઘણું સારૂ નૃત્ય કરી લેતો.તેનો એક મોટો ભાઇ નૃત્યના ક્ષેત્રમાં હતો અને તેને જોઇ જોઇ ને પણ કૃષ્ણા તેના સ્ટેપ્સની નકલ કરતો. દિવસોમાં પ્રભુ દેવા ઘણો પ્રખ્યાત હતો અને તેનો હીરો-ગુરુ હતો.
વાર્ષિક ગણેશોત્સ પૂજા દરમ્યાન કૃષ્ણાને નાચવાનો મોકો મળતો અને બહેરામપુર અને તેની આસપાસ નાની નાની સ્પર્ધાઓમાં તે ભાગ લેતો.જ્યારે તેના ભાઇએ એક ડાન્સગૃપ બનાવ્યું ત્યારે કૃષ્ણા તેમાં જોડાયો. અહિ તેને નૃત્ય શિખવા અને પ્રદર્શિત કરવા એક બહોળું મંચ મળ્યું. તેના નાનકડા શહેરની બહારના વિશ્વમાં!
તેઓ ડાન્સ કાર્યક્રમો માટે ભુવનેશ્વર, પુરી અને હૈદરાબાદ જતાં. ક્યારેક તેઓ સ્પર્ધાઓમાં નાનકડા કપ કે શિલ્ડ પણ જીતી લાવતા જે કૃષ્ણા માટે ઘણું રોમાંચક હતું! તેણે 'પ્રિન્સ' નામ સાથે સ્ટેજ પર એકલા પણ પરફોર્મ કરવાનું શરૂ કર્યું.
૧૨મું ધોરણ પાસ કર્યા બાદ કૃષ્ણા Twinkle Feet રેડ્ડી નક્કી કર્યું 'બસ વે ભણતર બહુ થયું!' તેણે પોતાનું અલગ ડાન્સ ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું.પણ શરૂઆત કઈ રીતે કરવી?ગ્રુપ માટે મેમ્બર્સ ક્યાંથી લાવવા?
કૃષ્ણાએ ઘેર ઘેર જઈ ડાન્સ શિખવા ઇચ્છુક વિદ્યાર્થીઓની શોધ આદરી.તરત તેને વિદ્યાર્થી મળી પણ ગયા.ફી રાખી મહિનાના ૧૦૦ રૂપિયા.બે એક વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા વીસેકની થઇ ગઇ.તેનો ખર્ચો નિકળી જતો.પણ કૃષ્ણા ખુશ નહોતો.તેને પૈસા મળી રહેતા પણ મધ્યમ વર્ગીય માબાપ ડાન્સને સિદ્ધિ અને સફળતાના વધુ એક સાધન તરીકે જોતા.
જો તે એક વિદ્યાર્થીને કોઇ શો માટે સ્ટેજ પર પરફોર્મ કરવા લઇ જતો તો બીજાના માબાપ આવી કચકચ કરતા કે અમારા બાળકનું શું? સ્પર્ધાત્મકતા અને અદેખાઈ કૃષ્ણા ને અકળાવવા લાગ્યા.
૨૦૦૪માં કૃષ્ણા ડાન્સ ક્લાસ બંધ કરી દેવાનો નિર્ણય લીધો.તેણે મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને ડાન્સ શિખવાનું બંધ કરી દીધું.તે વે બહેરામપુરની આસપાસ ત્રીસેક કિલોમીટર વિસ્તારમાં આવેલા ગામોમાં ફરી ડાન્સ માટે જેને વિશેષ રસ અને ધગશ હોય એવા યુવાનો શોધવા માંડ્યો.એમાં ઝાઝી સફળતા મળી નહિ.

ટાટા કોલોનીમાં તેણે - છોકરાઓનું એક ગ્રુપ બનાવ્યું. બધું ઠીક ઠીક ચાલી રહ્યું હતું પણ વે ત્યાં વસતા લોકોએ પરેશાન કરવાનું ચાલુ કરી દીધું.તેઓ તેને કહેવા લાગ્યા 'તું અહિં ડાન્સ પ્રેક્ટીસ કરી શકે નહિ'. આવી નાની મોટી અનેક સમસ્યાઓ સામે તો ઝૂઝતો રહ્યો.

(ક્રમશ:)
(રશ્મિ બન્સલ લિખિત પુસ્તક Connect The Dotsમાંથી સાભાર)

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment