Saturday, November 29, 2014

My 3 new books - Katha Kalash, Sparsh & Uphaar




વહાલા વાચકમિત્રો,

મને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે તમારી મનપસંદ કટાર 'ઇન્ટરનેટ કોર્નર' પર આધારીત ત્રણ વધુ નવા પુસ્તકો કથા કળશ,સ્પર્શ અને ઉપહાર ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પ્રકાશનસંસ્થા દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આશા છે આપ આ પુસ્તકોને પણ અગાઉ આ શ્રેણી હેઠળ પ્રકાશિત થયેલાં પાંચ પુસ્તકો કથાકોર્નર,મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખો જેટલાં જ ઉમળકા અને પ્રેમથી આવકારશો અને મિત્રો તથા સ્નેહીજનોને પણ એ વંચાવશો-ભેટમાં આપશો અને સારા વિચારો વધુ અને વધુ ફેલાવશો.

- વિકાસ ઘનશ્યામ નાયક
 


મુશ્કેલીઓનું રટણ ન કર્યાં કરો


એક શાણા માણસે પ્રેક્ષકો સમક્ષ એક રમૂજી ટૂચકો કહ્યો અને બધાં સાંભળી ખૂબ હસ્યાં.થોડી વાર રહીને તેણે ફરી પાછો ટૂચકો કહી સંભળાવ્યો. વખતે થોડાં લોકો સાંભળી હસ્યાં.ફરી પાછો ટૂચકો તેણે કહ્યો અને વખતે સાવ ઓછા લોકો સાંભળી હસ્યાં.છેવટે એક વખત એવો આવ્યો જ્યારે તેણે ફરી વાર ટૂચકો કહી સંભળાવ્યો અને વખતે કોઈ તેના ટૂચકા પર હસ્યું નહિ.તેણે સ્મિત કર્યું અને કહ્યું,"જો તમે એક નો એક ટૂચકો સાંભળી વારંવાર હસી શકતા નથી તો પછી કોઈ એક સમસ્યા પર શા માટે વારંવાર રડવું જોઇએ?ભૂતકાળ ને ભૂલી જવો જોઇએ અને સતત આગળ વધતા રહેવું જોઇએ."

('ઈન્ટરનેટ પરથી')

Friday, November 21, 2014

દોસ્ત


ફેસબુક પર મળવા કરતા કોકદી ફેસ ટુ ફેસ

મળને દોસ્ત,

ટ્વીટર પર ટ્વિટ કરવા કરતા મળીને બાથ

ભરને દોસ્ત.

લોકોની ટીકા કરવા કરતા તારી બુરાઈ

સામે લડને દોસ્ત,

કોમ્પુટરને બદલે દિલથી કોઈ

છોકરીના પ્રેમમાં પડને દોસ્ત.

હળહળતું જુઠ્ઠું બોલતા પહેલા ક્યારેક

ઈશ્વરથી ડરને દોસ્ત,

પોતાનુંજ ઝુડ ઝુડ કરે છે ક્યારેક બીજાનુંય

સાંભળને દોસ્ત.

દરેક વખતે લીફ્ટને બદલે કોઈ વાર

પગથીયા ચડને દોસ્ત,

આવેલા મહેમાનોને ક્યારેકતો ઉભો થઈને

પાણી ધરને દોસ્ત.

હાથમાં હમેશા મોબાઈલને બદલે સારું પુસ્તક

પકડને દોસ્ત,

ઘરના બધા સાથે બેસીને કોઈ વાર

પ્રેમથી વાતો કરને દોસ્ત.

આખો દિવસ ગુગલ શું કરે છે? ઘરની બહાર

નિકળને દોસ્ત,

કુદરતમાં ખોવાઈને નવા સ્વરૂપે તું તનેજ

ફરીથી જડને દોસ્ત

-     ‘અજ્ઞાત’


('ઈન્ટરનેટ પરથી')

Sunday, November 16, 2014

શોલેના ગબ્બર પાસેથી શીખવા જેવા ૯ મેનેજમેન્ટના પાઠ


સૌથી વધારે પ્રખ્યાત ફિલ્મી વિલનોમાં એક શોલેનો ગબ્બ્બર હશે! ગબ્બર માત્ર એક નિર્દયી ડાકુ નહોતો પરંતુ એક મેનેજમેન્ટ અને માર્કેટીંગ જિનિયસ હતો!

સલીમ-જાવેદની જોડી દ્વારા લખાયેલ એક ખૂબ સશક્ત પટકથા ‘શોલે’ના પાત્ર ગબ્બ્બર પાસેથી મેનેજમેન્ટના કેટલાક અતિ મૂલ્યવાન પાઠ શિખવા મળી શકે એમ છે જે આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ:

. जो डर गया समझो मर गया !!

શાશ્વતી સત્ય ગબ્બર સિવાય બીજું કોણ આટલી સારી રીતે સમજાવી શકે? હિંમત અને સાહસ વ્યવસાય કે સુખી જીવન બંને ક્ષેત્રે સફળતા માટે પાયાની જરૂરિયાત સમા છે.

. कितने आदमी थे ?

વ્યવસાયમાં વ્યૂહ-રચનાની ખૂબ અગત્યતા છે. ગબ્બરે જોયું કે માત્ર બે જણની ટીમે તેની ફોજને હરાવી હતી અને આમ તે સત્ય બરાબર સમજી શક્યો કે નાનકડી હોય તો પણ પણ એક સારી અને સાચી ટીમ કેટલો મોટો ભેદ સર્જી શકે છે.

. अरे सांभा, कितना ईनाम रखे हैं सरकार हम पर ?

ગબ્બર પોતાની 'બ્રાન્ડ'નું અને તેનો યોગ્ય પ્રચાર કરવાનું મહત્વ બરાબર સમજતો હતો. તેણે ખુબ સારી રીતે કર્યું પણ હતું.જ્યારે માતાઓ પોતાના બચ્ચાઓને સૂવડાવતી વખતે કહેતી કે "સો જાઓ નહિ તો ગબ્બર જાયેગા..." જોઇને તમને ખ્યાલ આવે છે કે કેટલા બેશરમ થઈને તમારે તમારા બિઝનેસને પ્રમોટ કરવો જોઇએ.

. गोली और आदमी बहुत नाइंसाफी है !!

ગબ્બર સિંઘ કટાક્ષ અને પરપીડન ખુબ સારી રીતે કરી જાણતો.તેણે એવો ભ્રમ ઉભો કર્યો હતો કે તેના માણસોને બચવાની તક છે.પણ બીજા દ્રષ્યમાં તેમને મારી નાંખે છે.

શીખ : સારો દેખાવ /મહેનત કરો નહિતો તમે બચશો નહિ.

. ले अब गोली खा !!

કેટલીક વાર વ્યવસાયમાં તમારે સખત નિર્ણયો લેવા પડતા હોય છે.ગબ્બર હંમેશા પોતાના ધંધાના હિત ને સ્વના હિત કરતાં વધુ પ્રાધાન્ય આપતો હતો. આથી તેણે ઘણી વાર પોતાની ટોળકીમાં કામ કરતા ડાકુઓને રુખસદ આપી દીધી હતી.

. बहुत याराना लगता है !!

ગબ્બર લાગણીઓને ખુબ સારી રીતે સમજતો હતો અને તેનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ પણ કરી જાણતો હતો. બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ તે જાણી ગયો હતો કે વીરુ અને બસંતી એકબીજાનાં પ્રેમમાં પાગલ હતાં. આથી તેણે બસંતીને એવી ધમકી આપી નાચવા મજબૂર કરી હતી કેजब तक तेरे पैर चलेंगे, इसकी साँसे चलेंगी ’.ગાજર અને લાકડીની મોટીવેશન થિયરીનો સમયાનુસાર ઉપયોગ ગબ્બર ખુબ સારી રીતે કરી જાણતો.

તેને સંગીત અને નૃત્ય પણ ખુબ ગમતાં.મહેબૂબા મહેબૂબા તેનું મનપસંદ બોનફાયર સોન્ગ હતું.

. बहुत पछताओगे ठाकुर !!

ગબ્બરે ક્યારેય છીછરા નિર્ણયો લીધા નહોતાં. ઠાકુરે તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો. ગબ્બરે મનમાં ગાંઠ વાળી અને કહ્યું,"બહોત પછતાઓગે ઠાકુર" અને તેણે એમ કર્યું. જેલમાંથી બહાર નિકળી તેણે ઠાકુરના પરિવારનું નામોનિશાન મિટાવી દીધું અને ઠાકુરના જે હાથે પોતાને જેલમાં પૂર્યો હતો તે હાથ તેણે કાપી નાંખ્યા.

તેની દ્રઢ નિર્ણયશક્તિ દર્શાવે છે જે સફળતા માટે અતિ જરૂરી છે.

. तेरा क्या होगा रे कालिया ??

વિધાન દર્શાવે છે કે ગમે તેટલો ફીડબેક કર્મચારીઓ આપે તેમ છતાં અંતિમ નિર્ણય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવાય છે.

. तू क्या लड़ेगा मुझसे ठाकुर ?

અંતિમ પાઠ. તમારા હરીફ તરફથી તમારી સાથે થતી સ્પર્ધાને ક્યારેય ઓછી આંકશો. ગબ્બરે ઠાકુરના બંને હાથ ભલે કાપી નાંક્યા પણ તેના આત્મવિશ્વાસ અને બુદ્ધિપ્રતિભાને તે ડગાવી શક્યો નહિ. ઠાકુર અંતે ગબ્બરને તેના ચરણોમાં લાવે છે અને તેના સામ્રાજ્યનો અંત આણે છે.

 
('ઈન્ટરનેટ પરથી')

Thursday, November 13, 2014

કાશ્મીર કોનું ?


સારા વક્તવ્ય અને રાજકારણના સમન્વય સમુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ થોડા સમય અગાઉ સંયુક્ત રાષ્ટ્રસંઘની સભા દરમ્યાન જોવા મળ્યું. પ્રસંગે સભાના દરેક સભ્યના મોં પર હાસ્ય લાવી દીધું!

ભારતના એક પ્રતિનિધિએ પોતાના વક્તવ્યની શરૂઆત રીતે કરી : "મારા વક્તવ્યની શરૂઆત કરતા પહેલા મારે તમને કાશ્મીરના એક ઋષિ કશ્યપ વિષે વાત કરવી છે જેમના નામ પરથી કાશ્મીર નામ પડ્યું.

એક વાર તેઓ લાંબા ભ્રમણ પર ગયા હતા ત્યારે તેમના માર્ગમાં ખડક આવ્યો જેના પર થઈને પાણી વહી રહ્યું હતું. તેમને વિચાર આવ્યો કે સ્નાન કરવાનો લહાવો તો અહિ લેવો જોઇએ. તેમણે પોતાના વસ્ત્રો ઉતારી ખડક પર એક બાજુએ મૂક્યાં અને તે પાણીમાં નહાવા કૂદી પડ્યા.

જ્યારે તે સ્નાન કરી પાણીની બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમના વસ્ત્રો તેમણે જ્યાં ઉતાર્યા હતાં ત્યાંથી ગાયબ થઈ ગયા હતાં. એક પાકિસ્તાનીએ તે ચોરી લીધા હતાં."

સાંભળી સભામાં હાજર પાકિસ્તાની પ્રતિનિધિ ઉછળી પડ્યો અને કહેવા લાગ્યો,"શું બકવાસ કરો છો? ત્યારે પાકિસ્તાનનું અસ્તિત્વ નહોતું."

વક્તવ્ય આપી રહેલા ભારતીય પ્રતિનિધિએ સસ્મિત કહ્યું,"હવે જ્યારે હકીકત સ્પષ્ટ થઈ ગઈ છે, હું મારા વક્તવ્યની શરૂઆત કરું છું. પાકિસ્તાનનું અસ્તિત્વ પણ નહોતું હકીકત હોવા છતાં તેઓ દાવો માંડે છે કે કાશ્મીર તેમની માલિકીનું છે!!!"

...અને પછી તેમણે પોતાનું વક્તવ્ય શરુ કર્યું!

 

('ઈન્ટરનેટ પરથી')