Saturday, September 24, 2011

કોર્પોરેટ જગતની કેટલીક રમૂજી વ્યાખ્યાઓ અને અપ્રેઝલ ગીતા

પ્રોજેક્ટ મેનેજર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે નવ સ્ત્રીઓ ભેગી મળી એક મહિનામાં બાળક પેદા કરી શકે. પ્રોજેક્ટ ડેવેલોપર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે એક બાળક પેદા કરવા માટે ઓછામાં ઓછા ૧૮ મહિના જોઈએ. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે એક સ્ત્રી એક મહિનામાં નવ બાળક પેદા કરી શકે છે. માર્કેટિંગ મેનેજર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે પુરુષ અને સ્ત્રી વિના પણ બાળક પેદા થઇ શકે. ક્વોલીટી કંટ્રોલ મેનેજર એટલે એવી વ્યક્તિ… જે એમ માને છે કે બાળક બનાવવાની આખી પ્રક્રિયા જ ખોટી છે. પ્રાયોગિક-રિસોર્સ ટીમ…. જે એમ માને છે કે સ્ત્રી-પુરુષ મળે તો સારું અને ન પણ મળે તોયે ‘અમે’ બાળક પેદા કરાવી દઈશું. ડોક્યુમેન્ટ્સ બનાવનાર ટીમ…જે એમ માને છે કે બાળક જન્મે કે ન જન્મે નવમાં મહિને આપણું થોથું તૈયાર…બધી ટીપ-ટોપ માહિતીઓ સાથે… ટેસ્ટર એટલે એવી વ્યક્તિ… જે હંમેશા પત્ની ને કહેતો ફરે છે કે ..યાઆર! આ બાળક આપણું છે? છેલ્લે…ગ્રાહક એટલે (બેચારી) એવી વ્યક્તિ… જે એમ માને છે કે “હ્મ્મ્મ્મ્મ?!?!?!….મને બાળક શાં માટે જોઈએ છીએ?!!!?!?!! ---------------------------------------------------------------------

Sunday, September 18, 2011

એ તો રામ જાણે !

શરૂવાત પત્રોની વાતથી કરીએં.

૧૯૪૦ સુધી પત્રની શરૂવાત આ પ્રમાણે થતી, "સ્વસત શ્રી મુંબઈ બંદર મધ્યે માવિત્ર (વડિલનુ નામ), વડોદરાથી છોરૂં (પત્ર લખનારનુ નામ)ના ૧૦૮ વાર પાયલાગણ વાંચસો.

ત્યાર બાદ જે સમાચાર લખવા હોય તે લખાતા.

૧૯૫૦ બાદ શરૂવાત આ પ્રમાણે થતી, "પુજ્ય પિતાશ્રી,...."

એ જમાનામા પત્ર લખવા તથા પત્ર વાંચવા સાથે ભાવનાઓ જોડાયલી હતી. દિકરીને પત્ર લખાવતી વખતે માતાઓ રડતી. દિકરીનો પત્ર આવે ત્યારે તો અચુક રડવું આવી જતું. સગા-સબંધીઓ, મિત્રો વગેરેની ભાવનાઓ પત્રોમા વ્યક્ત થતી. પત્ર-મિત્રો પણ પત્રોની આપ-લે દ્વારા સ્નેહ્-ભાવ વ્યક્ત કરતા. લોકો ટપાલની રાહ જોતા, અને પત્રો વર્ષો સુધી સાચવી રાખતા.
૧૯૯૫ સુધી આપણે પત્ર લખતા.


૧૯૯૫ થી ઈ-મેલ લખવાની શરૂવાત થઈ.

૧૯૯૬ ની આસપાસ મોબાઈલ ટેલિફોન મુંબઈમા આવ્યા.

૨૦૦૦ ની આસપાસ SMS ની શરૂઆત થઈ.

૨૦૦૮ મા Tweeter ની શરૂઆત થઈ ગઈ. ૧૪ વર્ષોમા ઘણું બધું બદલાઈ ગયું.

ઈ-મેલના આવિષકાર સાથે, લાગણી અને ભાષાનુ સ્થાન Technology એ લઈ લીધું.

You are નું u r થયું. Telegraphic ભાષા પણ વામણી લાગે, એવી ભાષાનો આવિષ્કાર થયો. તારા કરતાં Computer નુ મને વધારે knowledge છે એમ બતાવવાની હોડ શરૂ થઈ.

SMS ની શરૂઆત પછી તો communication નુ સ્તર એટલું નીચું ગયું કે તેનુ વર્ણન કરવું મુશ્કેલ છે. પચાસ ટકાથી વધારે SMS ગંદા jokes મોકલવા માટે થાય છે.

હવે Tweeter આપણને ક્યાં લઈ જશે એ તો રામ જાણે!

('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 10, 2011

ઘુવડની પુત્રીના લગ્ન

એક વાર એક ઘુવડને તેની ઉંમરલાયક પુત્રી જોઈને ચિંતા થવા લાગી. માટે તેણે સઘન તપાસને અંતે દૂરના એક ગામના સ્મશાનની પીપળી પર વસતા અન્ય એક ઘુવડકુટુંબના કુલદીપક સાથે પોતાની પુત્રીની વાત ચલાવી. છોકરા-છોકરીની મુલાકાત સફળ રહી અને બંન્નેએ એકબીજાને પસંદ કર્યા. હવે વાત રહી વડીલો અને તેમના વહેવારની.
કન્યાના પિતાએ કહ્યું, ‘જ્યારે મારી છોકરીને તમારો દીકરો અને ઘર બંને પસંદ જ છે ત્યારે મારે કશુંય કહેવાનું રહેતું નથી. તમે ફરમાવો,’
‘મારે તો શું કહેવાનું હોય’ છોકરાના પિતાએ કહ્યું, ‘મારી પાસે તો સર્વશક્તિમાનની દયાથી બધું જ છે. પણ તમારે તમારી પુત્રીની સુખાકારી માટે થોડુંક આપવું પડશે.’
‘ફરમાવો.’ કન્યાના પિતાએ અધીરતાથી કહ્યું.
‘મારે તો કંઈ જ જોઈતું નથી’ છોકરાના પિતાએ વાતમાં મોણ નાખતા કહ્યું, ‘પણ તમારી પુત્રીની સુખાકારી માટે તમારે ૧૦૦ ઉજ્જડ ગામ આપવા પડશે જેથી તેઓ ખાઈ-પીને મજા કરી શકે.’
પુત્રીના પિતા થોડીક ક્ષણો માટે ચિંતિત બની ગયા અને પછી તેણે પ્રાર્થના કરી, ‘હે સર્વશક્તિમાન, અમારા રાજાને એક વર્ષ વધું જીવાડજે.’
(Leo Tolstoy)

बरबाद गुलिस्तान करने को बस एक ही उल्लु काफी है;
अन्जाम-ए-गुलिस्तान क्या होगा, हर शाख पे उल्लु बैठा है।

('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 3, 2011

મુખવાસ

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.

[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાનનરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોનીસ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓઅને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !


('ઈન્ટરનેટ પરથી')

પ્યાલો નહિં, તળાવ બનો

એક સંત ગુરૂના આશ્રમમાં એક નવો શિષ્ય રહેવા આવ્યો અને તે વારંવાર સંતગુરૂને પૂછતો કે જીવનમાં દુ:ખદર્દ આપણને આટલી બધી તકલીફ શા માટે પહોંચાડે છે અને તેમાંથી મુક્તિ કઈ રીતે મળી શકે?
એક દિવસ શિષ્યે જ્યારે ગુરૂને ફરી પાછો આ પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુરૂએ તેને થોડું મીઠુ લઈ આવવા કહ્યું.જ્યારે પેલો ઉત્પાતિયો શિષ્ય મીઠુ લઈ પાછો આવ્યો એટલે સંતગુરુએ તેને એક પ્યાલામાં પાણી લઈ મીઠુ તેમાં ઓગાળવા કહ્યું. શિષ્યે તેમ કર્યું. ગુરુએ ત્યારબાદ એ પાણી શિષ્યને પી જવા કહ્યું અને પૂછ્યું તેને એ પાણીનો સ્વાદ કેવો લાગ્યો?
શિષ્યે જવાબ આપ્યો,"ખારો!"
ત્યારબાદ ગુરુએ શિષ્યને ચપટી મીઠુ હાથમાં લઈ પોતાની પાછળ પાછળ આવવા કહ્યું અને એ તેને પાસેના એક તળાવ તરફ દોરી ગયા. ત્યાં પહોંચ્યા બાદ ગુરુએ શિષ્યને મીઠુ તળાવના પાણીમાં નાંખવા કહ્યું અને પછી તળાવનું પાણી પીવા જણાવ્યું.
શિષ્યે ગુરુની આજ્ઞાનું કુતૂહલ સાથે પાલન કરતા મીઠુ તળાવમાં નાંખ્યું, ખોબામાં ભરાય એટલું પાણી તળાવમાંથી હાથમાં લીધું અને એ પાણી તે પી ગયો. તેના મોઢામાંથી થોડું પાણી બહાર ટપકી રહ્યું હતું એ તરફ આંગળી ચીંધી ગુરુ મહાત્માએ તેને પૂછ્યું,"તને આ તળાવના પાણીમાં મીઠાનો ખારો સ્વાદ વર્તાય છે?"
શિષ્યે જવાબ આપ્યો " બિલ્કુલ નહિં. મને પાણીનો સ્વાદ ખારો નહિં પણ મીઠો જ લાગે છે."

ગંભીર બની ગયેલા શિષ્યને પાસેના એક વૃક્ષના ઓટલે બેસાડી સંતે તેના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. તેમને પોતાની યુવાની વેળા પોતાની પણ એ શિષ્ય જેવી જ સ્થિતી અને મનોદશા યાદ આવી ગયાં.તેમણે શિષ્યને પ્રેમપૂર્વક સમજાવતા કહ્યું "વત્સ, જીવનના દુ:ખદર્દો અને મીઠામાં લેશમાત્ર ફરક નથી.
જીવનમાં દુ:ખની માત્રા ચોક્કસ જ હોય છે,વધતી કે ઘટતી નથી.આમછતાં ખારાશ કે કડવાશનો આધાર (એ દુ:ખ ની આપણા પર થતી અસર કે તેની તીવ્રતા) આપણે તેને કયા પાત્રમાં મૂકીએ છીએ તેના પર રહેલો છે.
આથી જ્યારે તમે વેદના કે દુ:ખ અનુભવતા હોવ ત્યારે તમારે જરૂર છે માત્ર તમારી લાગણીઓના સંવેદના તંત્રને વિસ્તારવાની...
પ્યાલો નહિં, તળાવ બનો."

('ઈન્ટરનેટ પરથી')