Saturday, July 29, 2017

બાળકને ઉતારી પાડવું નહિ

હાલમાં હું કલાસ-1 અધિકારી તરીકે  સ્પિપામાં ફરજ બજાવું છું. સ્પિપા એ ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપતી સંસ્થા છે. સરકારમાં નવા નિમાયેલા કર્મચારીઓની તાલીમ બેચમાં હું રેગ્યુલર લેક્ચર લેવા જાવ.મારા સ્વાભાવ પ્રમાણે લેક્ચરમાં એકદમ હળવું વાતાવરણ રાખું અને તાલીમાર્થીઓ પણ કંઇક બોલે એવો પ્રયાસ કરું.

એક બેચમાં એક હોશિયાર કર્મચારી ક્યારેય ચર્ચામાં ભાગ લેતો નહોતો. લેખિત પેપરમાં સારામાં સારા માર્ક હોઈ પણ કલાસમાં કંઈ જ ના બોલે. એકદિવસ મેં એને કલાસ પૂરો થયા પછી મારી ચેમ્બરમાં બોલાવ્યો. મેં એને પૂછ્યું કે તું કંઈ બોલતો કેમ નથી ? મને કહે 'સાહેબ, બોલવાની ઈચ્છા બહુ થાય પણ બોલી શકાતું નથી. શબ્દો બહાર નીકળતા જ નથી' મેં કહ્યું 'પણ આવું કેમ થાય છે ?' એણે મને જે વાત કરી એ શિક્ષકો અને માતા-પિતાને એક અદભૂત સંદેશો આપી જાય છે.

એ યુવકે કહ્યું, "સાહેબ, હું 7માં ધોરણમાં ભણતો ત્યારે અમારી આખી શાળામાં મારા જેવું પ્રવચન બીજું કોઈ ના કરી શકતું. હું અભિમાન નથી કરતો પણ હું ખુબ સારો વક્તા હતો. એકવાર અમારી શાળાના એક શિક્ષકે એમણે લખેલી વાર્તા મારી પાસે તૈયાર કરાવી. આ વાર્તા મારે શનિવારની સભામાં બોલવાની હતી. ગામના લોકો અને આગેવાનોની હાજરીમાં મારે આ વાર્તા કહેવાની હતી. મેં ખૂબ સરસ રીતે વાર્તા તૈયાર કરી હતી પણ ખબર નહિ હું થોડી વાર્તા બોલ્યો અને પછી ભૂલી ગયો. આવું પહેલી વખત થયું. કેમ આવું થયું એ મને આજે પણ નથી સમજાતું પણ થયું એ વાસ્તવિકતા છે. પછીતો શાળાના બધા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની હાજરીમાં મારા શિક્ષકે મારું અપમાન કર્યું. બસ તે દિવસથી મારી જીભ જતી રહી. ઈચ્છા હોય પણ થોડા લોકો હાજર હોય તો શબ્દો બહાર નીકળે જ નહિ." 

પેલા શિક્ષકે તો થોડા શબ્દો બોલીને પોતાનો ગુસ્સો ઠાલવી દીધો પણ એને ખબર જ નહિ હોય કે એણે કોઈની જીભ છીનવી લીધી છે. અમુક બાળકો ખુબ લાગણીશીલ હોય છે આપણે કરેલું અપમાન એના હૃદય પર ઊંડા ઘા પાડે છે જે જીવનભર રુજાતા નથી. જરૂર પડે તો બાળકને ઠપકો જરૂર આપીએ પણ જાહેરમાં એને ઉતારી પાડવાનું કૃત્ય નાં થવું જોઈએ. આ છોકરા સાથે વાત કરી ત્યારે ખબર પડી બાકી બિચારા કેટલાયને શબ્દોનાં બાણ વાગ્યા હશે અને એનાથી એની જિંદગી બરબાદ થઇ ગઈ હશે. આપણને બોલવું સાવ સહજ લાગે પણ સામેવાળાને એ ચોંટી જતું હોય.

માતા-પિતાએ પણ આ બાબતે a રાખવું જરૂરી છે. એક કોલેજિયાન  છોકરાએ મારી પાસે કબુલેલું "હું જ્યારે પરિણામ લઈને પપ્પા પાસે જાવ ત્યારે ગમે તેટલું સારું પરિણામ હોય તો પણ મારા પગ ધ્રુજતા કારણકે એકવાર પપ્પા ખીજાયા અને મારું અપમાન કર્યું ત્યારે મારું પેન્ટ ભીનું થઇ ગયું હતું બસ ત્યારથી એમની બહુ બીક લાગે છે. આજે તો મારા લગ્ન થઇ ગયા છે પણ પપ્પાની હાજરીમાં આજે પણ બોલી શકતો નથી."

જેને ભરપૂર પ્રેમ કરતા આવડતું હોય એને જ ખિજાવાનો અધિકાર છે. બાળકને કંઈ બોલ્યા હોય તો બીજી જ ક્ષણે બધું ભૂલીને એને ગળે લગાડતા પણ આવડવું જોઈએ અને જાહેરમાં બધાની વચ્ચે તો  બાળકને ઉતારી પાડવાનું કામ ક્યારેય ના થવું જોઈએ. 

યાદ રાખજો તમારા બે ચાર કડવાં શબ્દો કોઈની આખી જિંદગીને કડવી કરી નાંખશે.

('ઈન્ટરનેટ પરથી')

માતાપિતાએ શીખવા જેવો એક પાઠ

બે અલગ અલગ મકાન એક સાથે હતા જેમના ક્મ્પાઉન્ડ અલગ હતા તેમાં બે અલગ અલગ પરિવાર રહેતા હતા જેમાંના એક પરિવારના મોભી રીટાયર્ડ હતા અને બીજા પરિવારના મોભી એવા હતા જેને ટેકનોલોજીમાં ખુબ રસ હતો જેને આપણે ‘ટેકી’ કહીશું. તે બંનેએ પોતપોતાના ક્મ્પાઉન્ડમાં અલગ અલગ જાતના છોડ ઉગાડેલા હતા.

ટેકી તેને ખુબ પાણી આપતા અને ખુબ ધ્યાન આપતા જયારે રીટાયર્ડ ઓછુ પાણી નાખતા ને વધારે કાળજી નહોતા લેતા. ટેકીના છોડ લીલા ભરાવદાર હતા જયારે રીટાયર્ડના છોડ સાધારણ પણ ખુબ સરસ દેખાતા હતા.એકવાર રાતે જોરદાર પવન સાથે વરસાદ આવ્યો. બીજા દિવસે સવારે બંને પોતાના છોડને જોવા બહાર નીકળ્યા.

ટેકીના છોડ મૂળમાંથી ઉખડી ગયા હતા જયારે રીટાયર્ડ ના છોડને કઈ નહોતુ થયુ. ટેકી રીટાયર્ડ ને પૂછ્યું, “હું તમારા કરતા વધારે પાણી આપું, વધારે માવજત કરું તો પણ મારા છોડ ઉખડી ગયા અને તમારા છોડને કઈ ના થયુ ! કેમએવું

ત્યારે રીટાયર્ડએ જવાબ આપ્યો બધા પેરેન્ટ્સ માટે શીખ છે!

તમે છોડને બધું આપ્યું જેની તેને જરૂર હતી, ખરું ને ? પાણી પણ પુષ્કળ આપ્યું ! એટલે તેને પોતાની રીતે મેળવનાની જરૂર ના પડી!”

“ જયારે મેં થોડું પાણી અપ્યુ અને થોડું એને નીચે જમીનમાંથી લેવા માટે જાતે મેહનત કરવા છોડી દીધા! માટે મારા છોડના મૂળ એક્દમ નીચે સુધી ગયા હોવાથી વરસાદ અને જોરદાર પવન સામે ટકી શક્યા અને તમારા મેહનત ના કરી હોવાથી ઊંડા નહોતા માટે ઉખડી ગયા.”

વાત આપણા બાળકો પર લાગુ પડે છે. તેને કેટલા લાડ લડાવા અને કેટલા જીવનસત્ય અને કડક શિસ્ત શીખવાડવા બંને માં આપણે બેલેન્સ કરવું પડશે ! ખરું ને ?


('ઈન્ટરનેટ પરથી')

Sunday, July 16, 2017

વોટ્સ-એપ પર એકના એક મેસેજ

મિત્રો,

છેલ્લા પાંચ વરસથી એકના એક મેસેજો મોકલવા બદલ આભાર. તમારે કારણે આજે મારા જીવનમાં ધરખમ ફેરફારો થઈ ચૂક્યા છે. જેમકે...

- મેં કુરકુરે ખાવાનું બંધ કર્યું છે કારણકે એમાં પ્લાસ્ટિક હોય છે.

- મેં ફ્રુટી પીવાનું પણ બંધ કર્યું છે કારણ કે દર મહિને ફ્રુટીની ફેક્ટરીમાં કામ કરતો એઈડઝનો દરદી મરી જાય છે અને તેનું લોહી ફ્રુટીમાં મિક્સ થઈ જાય છે.

- મેં પેપ્સી પીવાની પણ બંધ કરી છે કારણકે દર ચાર મહિને એમાંથી એકનો એક કોક્રોચ નીકળે છે.

- મારા શરીરમાંથી સડેલા ઈંડા જેવી વાસ આવે છે કારણકે મેં ડિઓ વાપરવાના બંધ કર્યા છે કેમકે તેનાથી કેન્સર થાય છે.

- મેં સાત વરસની એક છોકરીની જિંદગી બચાવવા માટે ૭૦૦ વાર મારી બચતમાંથી દાન કર્યું છે પણ બિચારી હજી બચતી નથી. હજી દાન માટે અપીલો આવતી રહે છે.

- ગઈકાલે આપણા રાષ્ટ્રગીતને દુનિયાનું શ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું છે. આપણને એનો ગર્વ હોવો જોઈએ. અને હા, બે વરસથી 'ગઈકાલે' જાહેર થાય છે.

- અમુક મેસેજો ૧૦ જણાને ફોરવર્ડ કરવાથી ફ્રી બેલેન્સ મળે છે એમ માનીને મેં હજારો મેસેજ ફોરવર્ડ કર્યા છે પણ હજી ફ્રી બેલેન્સ આવ્યું નથી. કદાચ માલ્યા લઈને ભાગી ગયો હશે.

- હું હજી ફોન ચાર્જિંગમાં હોય ત્યારે કોલ પર વાત નથી કરતો કારણ કે દર બે મહિને એમ કરવા જતાં ફોન ફાટી જાય છે અને કોઈને કોઈ મરી જાય છે.

- છેલ્લા પાંચ વરસથી પહેલગાંવનો એક પાંચ વરસનો બાબો ખોવાઈ ગયો છે તે હજી પાછો નથી પહોંચ્યો. તો ઠીક, પાંચ વરસથી બિચારો પાંચ વરસનો રહી ગયો છે.

- જો તમે મેસેજ તમારા ૧૦ મિત્રોને ફોરવર્ડ નહિ કરો તો તમારા માથે નાળિયેર પડશે, ભલે તમે કચ્છના રણમાં કેમ ના હો !

- અને હા, વોટ્સ-એપ તમને પાંચ કિલો ચોખા અને બે લિટર દૂધ આપી રહ્યું છે. મેસેજ પાંચ ગુ્રપમાં મોકલ્યા પછી દસ મિનીટ રહીને તમારા કીચનમાં ચેક કરો !
માન્યામાં નથી આવતું ને ? બટ ઈટ ઈઝ ટ્રુ !

અમુક લોકો.. કે જેની પાસે કોઇ બીજો કામધંધો નથી...ઉંઘ આવતી નથી અને ઘરના વહેલા હંઘરતા નથી. એટલે આવા નમુનાઓ 24 કલાક...કોઇ ઝાડના થડીયા નીચે બેસી અને આવા મેસેજીસની ઠોકમ ઠોક કર્યા કરે છે..કેટલાક બબુચકો તો આપણા મેસેજ અને વાસી થઇ ગયેલા જોક આપણને ફોરવર્ડ કરે છે અને પાછા હરખ પદુડા થઇને લખે પણ ખરા...તદ્દન નયા હૈ..ફટાફટ આગે ભેજો"  હવે આઇટેમને કોણ સમજાવે ??????..બસ પ્રભુને પ્રાર્થના...આવા લોકોને કોઇ ધંધે વળગાડી દો બાપ.. કમ સે કમ અમારા મગજ અને બેટરીના હીત ખાતર. .

('ઈન્ટરનેટ પરથી')