Sunday, December 24, 2017

કુટુંબ ક્ષમાનું ધામ છે

ખ્રિસ્તી ધર્મ ગુરુ પોપ ફ્રાન્સિસે પોતાની નિવૃત્તિ વેળા એ ૩જી ડિસેમ્બર ૨૦૧૭ ના રવિવારે આપેલ આ વક્તવ્ય માણવા લાયક છે. એમાં તેમણે કુટુંબ વિશે સુંદર વિચારો રજૂ કર્યા છે. 
કુટુંબ ક્ષમાનું ધામ છે. 
આદર્શ કે સંપૂર્ણ કુટુંબ જેવું કંઈ હોતું નથી. આપણા માતા પિતા સંપૂર્ણ હોતા નથી, આપણે પોતે સંપૂર્ણ હોતા નથી. આપણા લગ્ન સંપૂર્ણ પાત્ર સાથે થતા નથી કે નથી આપણા સંતાનો સંપૂર્ણ હોતાં. આપણને સૌ ને એકમેક માટે ફરીયાદો હોય છે. આપણે સતત નિરાશા માં રાચતા હોઈએ છીએ. 
ક્ષમા વગર લગ્નજીવન કે કુટુંબ ટકી શકે નહીં. આપણા પોતાના માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસ માટે ક્ષમા અતિ મહત્વ ની છે, જરૂરી છે. ક્ષમા વગર કુટુંબ ક્લેશ અને કકળાટનો અડ્ડો બની રહે છે. ક્ષમા વગર કુટુંબ માંદલું બની રહે છે. 
ક્ષમા આત્માની શુદ્ધિ છે, મનને શુદ્ધ કરવાનો માર્ગ છે, હ્રદયની મુક્તિનો ઉપાય છે. જે ક્ષમા આપતો નથી તેને ચિત્તમાં કે ઇશ્વર સાથે ના સંવાદ માં શાંતિ પ્રાપ્ત થતી નથી. 
મનની અશાંતિ એવું ઝેર છે જે માણસ ને ગૂંગળાવી ને મારી નાંખે છે. 
હ્રદયમાં દર્દ સંઘરી રાખવાથી આપણે પોતાનો વિનાશ નોતરીએ છીએ. હ્રદય માં પૂર્વગ્રહો, ઈર્ષ્યા, રોષ વગેરે નકારાત્મક લાગણીઓ સંઘરી રાખવી પોતાની હત્યા કરવા સમાન છે. 
જેઓ માફી આપી શકતા નથી તેઓ શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે બિમાર હોય છે. 
આ કારણો ને લીધે કુટુંબ એવી જગા છે જ્યાં જીવન છે, મૃત્યુ નહીં ; સ્વર્ગ છે, નરક નહીં ; રામબાણ ઇલાજ છે, રોગો નહીં ; ક્ષમા નું મંદિર છે, અપરાધ ભાવ નું પોટલું નહીં... 
ક્ષમા આનંદ લઈ આવે છે જ્યાં દુઃખ અને ગમગીની હોય, જ્યાં દુઃખ અને ગમગીની ના કારણે રોગ નું સામ્રાજ્ય હોય...

(ઇન્ટરનેટ પરથી)

Saturday, December 16, 2017

વેદિક ગણિત દ્વારા દ્વિઅંકી સંખ્યાનો ઘડીયો લખવાની સરળ અને મજેદાર રીત

દ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત રાંચીના  આર. કે. મલિકે શેર કરેલી એક વોટસ્ એપ પોસ્ટ દ્વારા જાણવા મળી. ગણિતના રસિયાઓને અને તમારા બાળકોને તે ચોક્કસ ગમશે અને ભારે ઉપયોગી પડશે.
જે દ્વિઅંકી સંખ્યા નો ઘડીયો લખવો હોય તેના બંને અંકો નાં ઘડીયા બાજુ બાજુમાં લખો.
દા..૮૭ નો ઘડીયો લખવો હોય તો અને ના ઘડીયા બાજુ બાજુમાં લખો.
                     
૧૬         ૧૪   
૨૪         ૨૧   
૩૨         ૨૮   
૪૦         ૩૫   
૪૮         ૪૨   
૫૬         ૪૯   
૬૪         ૫૬   
૭૨         ૬૩   
૮૦         ૭૦   

હવે પ્રથમ સંખ્યાને બીજી સંખ્યાના પ્રથમ અંક (દશક સ્થાનના અંક) માં ઉમેરી દો અને જવાબ ને બીજી સંખ્યાના બીજા અંક (એકમ સ્થાનના અંક) ની આગળ જોડી દો. જે સંખ્યા જવાબમાં મળી તે મૂળ દ્વિઅંકી સંખ્યા નાં ઘડીયા નો જવાબ છે.
દા.ત. ૮૭ X ૨ માટે,  ૧૬ ને ૧૪માં ના દશક સ્થાનના અંક માં ઉમેરો અને  (૧૬+‌)ના વાબ ૧૭ને, ૧૪માંના એકમ સ્થાનના અંક ની આગળ લખો. વાબ ૧૭૪ આવ્યો જે ૮૭ X નો વાબ છે. ‌ ‌
રીતે આગળ વધતાં તમે ૮૭નો આખો ઘડીયો લખી શકશો.

૧૬         ૧૪    (૧૬+)    ૧૭૪
૨૪         ૨૧    (૨૪+)    ૨૬૧
૩૨         ૨૮    (૩૨+)    ૩૪૮
૪૦         ૩૫    (૪૦+)    ૪૩૫
૪૮         ૪૨    (૪૮+)    ૫૨૨
૫૬         ૪૯    (૫૬+)    ૬૦૯
૬૪         ૫૬    (૬૪+)    ૬૯૬
૭૨         ૬૩    (૭૨+)    ૭૮૩
૮૦         ૭૦    (૮૦+)    ૮૭૦

નીચે આપેલા બે ઉદાહરણો રીત વધુ સારી રીતે સમજાવી શકશે.

૩૮નો ઘડીયો
                              ૩૮
         ૧૬   (+)      ૭૬
         ૨૪   (+)    ૧૧૪
૧૨       ૩૨   (૧૨+૧૫૨
૧૫       ૪૦   (૧૫+૧૯૦
૧૮       ૪૮   (૧૮+૨૨૮
૨૧       ૫૬   (૨૧+૨૬૬
૨૪       ૬૪   (૨૪+૩૦૪
૨૭       ૭૨   (૨૭+૩૪૨
૩૦       ૮૦   (૩૦+૩૮૦
૩૩       ૮૮   (૩૩+૪૧૮
૩૬       ૯૬   (૩૬+૪૫૬

હવે ૯૨ નો ઘડિયો
                                 ૯૨
  ૧૮                           ૧૮૪
  ૨૭                           ૨૭૬
  ૩૬                           ૩૬૮
  ૪૫       ૧૦      (૪૫+)૪૬૦
  ૫૪       ૧૨      (૫૪+)૫૫૨
  ૬૩       ૧૪      (૬૩+)૬૪૪
  ૭૨       ૧૬      (૭૨+)૭૩૬
  ૮૧       ૧૮      (૮૧+)૮૨૮
  ૯૦       ૨૦      (૯૦+)૯૨૦
  ૯૯       ૨૨      (૯૯+)૧૦૧૨
૧૦૮       ૨૪      (૧૦૮+)૧૧૦૪

રીતે તમે ૧૦ થી ૯૯ સુધીના દ્વિઅંકી સંખ્યાના ઘડીયા આસાનીથી લખી શકશો!
છે વેદિક ગણિતની તાકાત!


('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 9, 2017

આંધળો પુત્રપ્રેમ

હંમેશ  મુજબ સાંજે  છ  વાગ્યે ઓફીસ થી નીકળી ઘરે પાછા જવા સાડા છ  ની ભાયંદર ફાસ્ટ પકડી ઘરે જવા નીકળ્યો. રસ્તા માં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે. હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કીંગની રેલીગ પર બેઠો હતો.
એક 70-75 વર્ષના વૃદ્ધ જેને જાડા કાચ ના ચશ્મા પહેરેલા હતા અને મેલાં-ઘેલા કપડાં પહેર્યાં હતાં તે મારા પાસે આવી મારા પગ પકડીને બોલ્યા : “સાહેબ બહુ ભુખ લાગી છે એક વડાપાવ ખવડાવશો ?” તે કોઈ ભિખારી હોય તેવુ લાગતું ન હતું કે તેને ભિક્ષા માંગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું. અચાનક પગ પકડવાથી હું હડબડી ને નીચે ઉતરી ગયો. આ વ્યક્તિ ને જોઈ મને સંકોચ થયો. મેં કહ્યું: “કાકા ભુખ લાગી છે ?” ને પછી ખીસામાં હાથ નાખી પચાસ ની નોટ કાઢી તેમના હાથમાં મુકી તો તેઓએ તરતજ પાછી આપી કહે:” નહી ભાઇ આટલા બધા નહીં મને ફક્ત વડાપાઉ જેટલાં જ પૈસા આપો” . મે, . હું જઈ ને બે વડાપાઉં લઇ આવ્યો. કાકા ત્યાં જ નીચે બેસી ને ખાવા લાગ્યા.
મેં પૂછ્યું ,”કાકા ક્યાથી આવો છો? કયાં જાવું છે ? કોઇ ને શોધવા નીકળ્યા છો કે શું ?” તેમણે જવાબ આપ્યો.” હું પુના પાસેના એક ગામ થી આવું છું. તારા જેવડો મારો પુત્ર અહીં કોઇ મોટી કંપની માં ઇન્જિનીયર છે. બે વર્ષ પહેલાં તેને મુંબઈ માં લવમેરેજ કરેલાં. તેની ભણેલી પત્ની ને અમારા ગામડીયા સાથે રહેવું ગમતું નથી એટલે છોકરો અહીં તેની સાથે છેલ્લા બે વરસ થીઅલગથી રહે છે. પરમદિવસે તેનો અમારા પર ફોન આવ્યો હતો કે અમેરિકામાં નોકરી મળી છે. પત્નીને લઈને 10 વર્ષ માટે અમેરિકામાં જાય છે. મુંબઈ થી તો વરસે દિવસે એકાદવાર મળવા આવી જતો હતો પણ હવે આટલું દૂર પરદેશ જતાં પહેલાં એકવાર તો મળીને જા”,,, કહ્યું તો કહે,” જલ્દી જાવું છે એટલે સમય નથી. “મને થયું દસ વર્ષ હવે જીવન હશે કે નહીં કોનેખબર એટલે હુંજ મળી આવું.
કાલ સાંજ થી મુંબઈ માં ફરુ છુ પણ લોકો કહે છે કે અહીં ફાઉન્ટનમાં એરપોર્ટ નથી એ તો અંધેરીમાં છે. પરંતુ મારા પુત્ર એ તો મને આજ સરનામું લખાવ્યું હતું “… કહી ને તેણે ખીસ્સા માંથી એક ચબરખી કાઢી બોલ્યા,” આ મોબાઇલ પણ ખરાબ થઈ ગયો લાગે છે. કાલ નો મારા દિકરાનો એક પણ ફોન નથી આવ્યો.” મેં પૂછ્યું:” તમે કેમ ફોન કરી ને પૂછી લેતાં?” તો કહે,” મને ફોન કરતા નથી આવડતું.” મેં તેમનો ફોન લઈ રિસીવ્ડ કોલનું લીસ્ટ કાઢીને બેદિવસ પહેલાં આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામે થી ફોન કટ કરવામાં આવ્યો. મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ રિઝલ્ટ તેજ આવ્યું. છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું વાચ્યું
આંતર રાષ્ટ્રીય હવાઈ મથક-ફાઉન્ટન, ફોર્ટ, મુમ્બઈ.
મને સમજાઇ ગયું કે માં-બાપ ને ટાળવા માટેજ તેણે ખોટું સરનામું લખાવ્યું હતું અને હવે ફોન ઉપાડવા નું પણ ટાળતો હતો. મને સમજાઇ ગયું હતું કે જે દિશામાં તેનું વિમાન ગયું હતું તેના પાછા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી. મને સમજાઈ રહ્યું હતુંકે પુત્ર તરફ થી થઈ રહેલી ઊપેક્ષા તેને સમજાતી નહોતી અથવા તો જે સમજાય રહ્યું હતું કે તેનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે તે સ્વીકારવા તેમનું મન તૈયાર નહોતું. મેં કહ્યું, “કાકા હવે તો વિમાન નીકળી ગયું હશે તમે પાછા જાવ ઘરે કાકી તમારી રાહ જોતાં હશે.”
તેમના હાથ માંની જુની થેલીમાં ડબ્બા જેવું લાગ્યું મેં પૂછ્યું, “કાકા આમાં શું છે?” તેઓ બોલ્યા આતો મારા દિકરાને મગસ બહુ ભાવે એટલે તેની માં એ બનાવી ને મોકલ્યા હતાં.”..મારા દિલ માં એકદમ ધ્રાસકો પડ્યો. મને થયું સોય ના એક ઘા થી તેમનું હ્રદય વીંધી  નાખું અને તેમના નાલાયક દિકરા ની હકીકત તેમને સમજાવું પણ મારી હિંમત ખલાસ થઈ ગઇ હતી. મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા . હું નિ:શબ્દ બની તેમની સામે જોઈ રહ્યો હતો…. મેં કહ્યું,” કાકા હવે ઘરે જાવ મોડું થઈ જાશે વિમાન તો હવે જતું રહ્યું.” કહી ભારે પગલે હું ત્યાંથી ચાલતો થયો.
તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘ ના આવી રહી રહી ને એકજ વિચાર આવતો હતો કે ભુખ ના માર્યા એક વડાપાવ માટે કાકલૂદી કરતાં એ વ્રુદ્ધ શું પુત્ર માટે લાવેલા પોતાની પાસે ના ડબ્બા માંથી શું એક લાડવો ખાઈ શકતા ન હતા ?
આટલો પ્રેમ !!!

(ઇન્ટરનેટ પરથી) 

Saturday, December 2, 2017

તમારા બાળકને દાન - સખાવત વિશે શિખવવાના છ માર્ગ

કુદરતી આફતો અને આંતકવાદી હુમલાઓને કારણે વિશ્વભર માં દાન અને સખાવતી પ્રવૃત્તિઓએ નવી ઊંચાઈ હાંસલ કરી છે. ઘણાં માતાપિતા આવી આપત્તિ બાદ સર્જાયેલા વિનાશ સમયે  દાન-સખાવત દ્વારા પોતાનાં સંતાનોને મુશ્કેલીના સમયમાં એકમેકની મદદ કરવાનો પાઠ શીખવે છે. પણ જો તમારે તમારાં સંતાનોને દાન-સખાવત આવા એકાદ પ્રસંગોપાત કરાતી મદદ કરતાં કઇંક વિશેષ છે એમ શીખવવું હોય તો? કઈ રીતે તમે તમારાં સંતાનોને અન્યોને મદદ રુપ થવાની આદત પાડતાં શીખવી શકો? માટે પારિવારીક વ્યૂહરચના તમને મદદ રુપ થઈ પડશે.
. વસ્ત્ર દાન કરો. સમયાંતરે તમારું કબાટ ચકાસ્તા રહો અને જુઓ કે કયા વસ્ત્રો તમે ઘણાં લાંબા સમય થી પહેર્યાં નથી. વસ્ત્રો તમે જરૂરિયાતમંદ લોકોને આપી શકો છો. તમારાં સંતાનોને પણ એમ કરવા પ્રેરો. તેમને તેમના કયા વસ્ત્રો કે રમકડાં તેઓ દાન માં આપી શકે છે તેની પસંદગી કરવા  કહો. તમે પોતે તેમનાં વતી પસંદગી કરશો તો તેઓ પોતે અન્યો ને મદદ કરવાની વૃત્તિ કેળવતાં શીખી શકશે નહીં.
.જન્મદિવસની ઉજવણી
જન્મદિવસની ઉજવણી રીતે આયોજીત કરો કે અન્યોને આપવાની એક ઉમદા તક સમાન બની રહે. તમારું બાળક શાળાએ જતું હોય ત્યાં સુધી તેની બર્થ ડે પાર્ટીમાં આવતા મહેમાનોને એકાદ નવું કે જૂનું પુસ્તક ભેટમાં લાવવા કહો અને ભેગા થયેલાં બધાં પુસ્તકો તમારાં સંતાનના હાથે સ્થાનિક સખાવતી સંસ્થા કે ગરીબો માટે ચાલતા પુસ્તકાલયને ભેટ માં અપાવો. તમારાં સંતાનો સાથે પુસ્તકો વિષે અને જેમની પાસે વાંચવા માટે પુસ્તકો નથી એમના વિશે વાત કરો. તમારાં સંતાનને વિકલ્પો આપી પુસ્તકો ક્યાં દાનમાં આપવા છે નક્કી કરવા દો. તમે જ્યારે પુસ્તકો તમારાં સંતાનના હાથે ભેટમાં અપાવી રહ્યાં હોવ ક્ષણો કેમેરા માં કેદ કરી ભવિષ્ય માં ક્ષણો વાગોળો.
.નિયમીત રીતે કૂતરા - બિલાડી અને અન્ય પશુ પક્ષીઓ માટે અન્ન ખરીદો અને તમારાં સંતાનના હાથે જે - તે પશુ પક્ષી ને પેટે જવા દો.
.રજાનાં દિવસે કે તહેવાર પ્રસંગોએ ખાદ્ય પદાર્થોનાં ખાસ પડીકાં કે ટોપલી તૈયાર કરો અને તેની જરૂરિયાતમંદ પરીવાર કે અનાથાલય કે આશ્રમમાં જઈ વહેંચણી કરો. ખાદ્યપદાર્થ ની પસંદગી કરતી વેળાએ તમારાં સંતાનોને પ્રક્રિયામાં સામેલ કરો. ભેટ આપવાની પ્રવૃત્તિ આખો પરિવાર સાથે મળીને કરો.
.ઘરમાં એક બરણી એવી રાખો જેમાં પરીવાર ના દરેક સભ્ય નિયમિત રીતે અમુક રકમ દાન માટે નાખી શકે. બાળકોને પોકેટ મની આપો ત્યારે એમાંથી નાની તો નાની પણ થોડી રકમ બરણીમાં નાખવાની ટેવ પાડો. બરણી ભરાઈ જાય એટલે ભેગી થયેલી બધી રકમ દાન - સખાવત માં વાપરો.
. ઘરડાં લોકો જે કામ પોતે કરી શકતા હોય પૂરાં કરવામાં તેમની મદદ કરો. તેમને ટેકનોલોજીની સમજ આપો. તેમને મોબાઇલ વાપરતાં શીખવો, તેમને કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં શીખવો. તેમને ફિલ્મ જોવા લઈ જાવ જ્યાં તેઓ પોતાનાં પૌત્ર - પૌત્રી સાથે સારી રીતે હળીમળી - હસી શકે.
      
આવા પગલાં દ્વારા તમે તમારાં સંતાનોને શીખવી શકશો કે દાન - સખાવત માત્ર આપત્તિ સમયે કરવી જોઈતી પ્રવૃત્તિ નથી. જરૂરિયાતમંદ ને મદદ કરવી જીવન જીવવાની રીત બની જવી જોઈએ એવો મહામૂલો પાઠ તમે એમને આચરીને સમજાવી શકશો.

(ઇન્ટરનેટ પરથી