Saturday, April 29, 2017

શ્રદ્ધાનું બળ

એક વેપારી પોતાની ફ્લાઈટ પકડવામાં મોડો પડ્યો હતો. અતિ ઉતાવળે તે એરપોર્ટ પર પોતાનો માર્ગ કાપી બોર્ડીંગ ગેટ બંધ થાય પહેલા ત્યાં જઈ પહોંચ્યો.પસીને રેબઝેબ હાલતમાં હાંફતા હાંફતા તેણે કાઉન્ટર પર પોતાનો બોર્ડીંગ પાસ બતાવ્યો. છેવટે તે વિમાન સુધી પહોંચ્યો ત્યારે તેણે હાશ અનુભવી.
તે પોતાની બેઠક પાસે પહોંચ્યો અને તેણે જોયું કે તેની જમણી બાજુ બારી પાસેની બેઠક એક આધેડ વયની મહિલાને ફાળવાયેલી હતી જ્યારે ડાબી બાજુની બેઠક પર એક નાનકડી બાળકી બેઠી હતી. પોતાની બેગ માથા પરના ખાનામાં મૂકી તેણે વચ્ચેની પોતાની બેઠક ધારણ કરી.
ફ્લાઈટ શરૂ થયા બાદ તેણે નાનકડી બાળકી સાથે વાર્તાલાપ શરૂ કર્યો. બાળકીની ઉંમર વેપારીની નાનકડી દિકરીની ઉંમર જેટલી હતી. વિમાનમાં બેઠા બેઠા પોતાની ચિત્રકલાની ચોપડીમાં એકાદ ચિત્રમાં રંગ પૂરવામાં વ્યસ્ત હતી.
વેપારીએ તેને કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા જેમકે તેની વય ( વર્ષ), તેના શોખ (કાર્ટૂન્સ અને ચિત્રકામ) અને તેના મનપસંદ પ્રાણી (ઘોડા સુંદર હોય છે પણ તેને તો બિલાડીઓ ખુબ વ્હાલી!). તેને ભારે નવાઈ લાગી રહી હતી કે આટલી નાની બાળકી વિમાનમાં એકલી પ્રવાસ ખેડી રહી હતી પણ તેને અંગે પૃચ્છા કરવાનું મુનાસીબ લાગ્યું અને તેણે મનોમન જ ફ્લાઈટ ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાય ત્યાં સુધી બાળકીનું ધ્યાન રાખવા નક્કી કર્યું.
એકાદ કલાક બાદ અચાનક વિમાને તોફાની વાતાવરણ નો સામનો કરવો પડ્યો અને વિમાન જાણે ધ્રુજવા માંડ્યુ. પાઈલોટે માઈક પર પ્રવાસીઓને સીટબેલ્ટ બાંધી લેવા અને પોતાની સીટ જાળવી રાખવા અનુરોધ કર્યો અને બહારની વિષમ પરિસ્થિતીથી તેમને માહિતગાર કર્યા.
પછી અડધા કલાક સુધી વિમાન સતત ધ્રુજારીઓ અનુભવતું રહ્યું, ઘડીક ઉંચુ તો ઘડીક નીચુ ઉડતું રહ્યું. કેટલાક પ્રવાસીઓ ડરના માર્યા રડવા માંડ્યા તો કેટલાક પ્રભુ સ્મરણમાં લીન થઈ ગયા.વેપારીની જમણી બાજુએ બેઠેલી સ્ત્રી પણ મોટે થી પ્રાર્થના ગાવા માંડી. વેપારી પોતે પણ ઘણો ગભરાઈ ગયો અને પસીનો પસીનો થઈ ગયો અને તેણે પોતાની સીટના હાથ રાખવાના સ્ટેન્ડ સખત ભીંસીને પકડી રાખ્યા.
પણ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન નાનકડી છોકરી શાંતિથી બેસી રહી હતી. તેના કલરીંગ બુક અને ક્રેયોન કલર્સ તેણે શાંતિથી સામે સીટ પોકેટમાં ગોઠવી દીધા હતા અને તે પોતાના બંને હાથ આર્મ રેસ્ટ પર રાખી શાંતિથી પોતાની બેઠક પર બેસી હતી. તેના ચહેરા પર ભય કે ચિંતાનું નામોનિશાન નહોતું.
છેવટે થોડી વારમાં તોફાન શમી ગયું. પાઈલોટે પ્રવાસીઓની અગવડભરી યાત્રા માટે માફી માગી અને જાહેર કર્યું કે તેઓ હવે ટૂંક સમયમાં જમીન પર સુરક્ષિત ઉતરાણ કરશે. વિમાને ધીમે ધીમે ઉતરાણ શરૂ કર્યું દરમ્યાન વેપારીએ નાનકડી છોકરી ને કહ્યું ," તુ આટલી નાની છોકરી છે પણ સાચુ કહુ છુ મેં તારા કરતા બહાદુર વ્યક્તિ આજ પર્યંત મારા જીવન માં જોઈ નથી.અમે બધા વયસ્કો આટલા બધા ગભરાઈ ગયા હતા ત્યારે તું આટલી શાંત કેવી રીતે રહી શકી?"
તેની આંખોમાં સીધા જોતા બાળકીએ કહ્યું," વિમાનના પાઈલોટ મારા પિતા છે અને મને મારા ઘરે લઈ જઈ રહ્યા છે."
જો આપણે શ્રદ્ધાના બળને પારખી શકીશું તો આપણે ચમત્કારો માટે રાહ નહિ જોવી પડે. જો તમારા માતાપિતા તમારી સાથે હોય તો તમારે ચમત્કારો ની જરૂર નહિ પડે.


('ઈન્ટરનેટ પરથી')

Thursday, April 27, 2017

નાનકડી આંખો ઘણું બધુ જુએ છે

સંદેશ દરેક વયસ્કે વાંચવા જેવો છે કારણ બાળકો તમને જોતા હોય છે અને તેઓ કરે છે જે તમે કરો છો, નહિ કે એ, જે તમે એમને કરવા કહો છો.
બાળકના શબ્દોમાં :
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને મારું પહેલું ચિત્ર આપણા રેફ્રિજરેટર પર ટીંગાડતા જોયા અને મને તરત બીજું ચિત્ર દોરવાની પ્રેરણા મળી.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને પંખીઓને ચણ નાખતા જોયા અને મને સમજાયું કે પશુપંખીઓ અને અન્ય જીવો પ્રત્યે ઉદાર બનવું એક સારો ગુણ છે.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને મારા માટે મારી મનપસંદ કેક બનાવતા જોયા અને મને સમજાયું કે નાની નાની બાબતો પણ જીવનમાં ખાસ હોઈ શકે છે.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને તમારા બિમાર મિત્ર માટે ખાવાનું બનાવીને લઈ જતા જોયા ત્યારે મને સમજાયું કે આપણે સૌએ એકબીજાની કાળજી રાખવી જોઇએ, એક બીજાને મદદ કરવી જોઇએ.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને આપણા ઘરની અને તેમાં વસતા દરેક સભ્યની કાળજી રાખતા જોયા અને મને સમજાયું કે આપણને પ્રભુએ જે કંઈ આપ્યું છે તેની આપણે કદર કરવી જોઇએ , કાળજી રાખવી જોઇએ.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને બિમાર હોવા છતા તમારી જવાબદારી નિભાવતા જોયા ત્યારે મેં નિર્ણય કર્યો કે હું પણ મોટા થઈ મારી જવાબદારી દરેક સંજોગોમાં નિભાવવીશ.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં જોયું કે તમે બહાર અન્યો માટે તેઓ બહાર નિકળી જાય ત્યાં સુધી દરવાજો પકડી રાખો છો અને વારંવાર 'થેન્ક યુ' અને 'યુ આર વેલ્કમ' જેવા શબ્દો ઉચ્ચારો છો ત્યારે મને સમજાયું કે અન્યો ને આદર આપતા શિખવું જીવવાની સાચી રીત છે.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં જોયું કે તમારી આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા અને મને સમજાયું કે ક્યારેક કેટલીક વસ્તુઓ આપણને દુખ પહોંચાડે છે પણ ત્યારે રડી લેવું જોઇએ.એમાં કંઈ ખોટુ નથી.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં જોયું કે તમે કાળજી રાખો છો અને મને શ્રેષ્ઠ બનવાની પ્રેરણા મળી. સારા અને ઉપયોગી બનવા માટે જરૂરી મોટા ભાગના પાઠ મેં ઉંમરમાં મોટા થતી વખતે શિખ્યા છે.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... હું તમારી સામે જોતો હતો કારણ મારે તમને કહેવું હતું કે તમે તમારી જાણ વગર મને જે જે દેખાડ્યું, શિખવ્યું   બદલ તમારો ખુબ ખુબ આભાર.
નાનકડી આંખો ઘણું બધુ જુએ છે.
આપણે બધાં (માતા, પિતા, દાદા, દાદી, કાકા, કાકી, માસા, માસી, ફોઈ, ફુઆ, શિક્ષક કે મિત્ર તરીકે) એક બાળકના જીવન ને પ્રભાવિત કરતા હોઇએ છીએ.
સાદાઈથી જીવો.
ઉદારતાથી પ્રેમ કરો.
ઉંડી કાળજી કરો.
સારી વાણી બોલો.


('ઈન્ટરનેટ પરથી')

'ઇન્ટરનેટ કોર્નર'ના ૬૫૦ હપ્તા પુરા

પ્રિય વાચકમિત્રો,

આજે આ કટાર 'ઇન્ટરનેટ કોર્નર'ના ૬૫૦ હપ્તા પુરા થયા છે. ઇન્ટરનેટ પર થી લીધેલા સારા વિચારો તમારા બધા સુધી પહોંચાડવાના શુભાશય સાથે શરુ કરેલી આ કટાર દ્વારા આજે બારેક વર્ષ કરતા પણ વધુ સમયથી સતત વિષય વૈવિધ્ય સાથે દર અઠવાડિયે તમને કઈંક ને કઈંક નવું જ પિરસવાનો મારો હંમેશા પ્રયત્ન રહ્યો છે. સાહિત્યના નવેનવ રસ આવરી લેતા મારા ભાષાંતરિત લેખો વિષે તમારા પત્રો, ઈમેલ કે ફોન સંદેશ દ્વારા ફીડબેક મળતો રહે છે અને મને સતત આ કટારમાં નવું નવું સારું સારું હકારાત્મક અને પ્રેરણાત્મક લખવા પ્રેરતો રહે છે.

ગૂર્જર ગ્રંથ રત્ન દ્વારા  પ્રકાશિત અને પુન:પ્રકાશિત આ કટાર પર આધારિત આઠ પુસ્તકો કથાકોર્નર, મહેક, કરંડિયો, આભૂષણ, ઝરૂખો, કથાકળશ, સ્પર્શ અને ઉપહાર તમે વાંચી અને તમારા મિત્રો-સ્વજનોને ભેટમાં આપી વંચાવી સારા વિચારો વહેતા કરવામાં સહભાગી બને શકો છો. આ પુસ્તકો ઓનલાઈન તેમજ મોટા ભાગના ગુજરાતી પુસ્તકવિક્રેતાઓ પાસે પ્રાપ્ય છે.

જન્મભૂમિ અને ગૂર્જર ગ્રંથ રત્ન પરિવારનો તથા તમારા સહુ વાચકમિત્રોનો અંત:કરણ પૂર્વક આભાર. ઇશ્વરને આભાર-સહ પ્રાર્થના કે મને આ કટારના માધ્યમથી હજી વધુ સારા વિચારો પ્રસરાવવાની શક્તિ અર્પે!

- વિકાસ ઘનશ્યામ નાયક

Sunday, April 16, 2017

બાદબાકીની એક સરળ પણ અતિ ઉપયોગી યુક્તિ

આજે ગણિતની બાદબાકી માટેની એક અતિ સરળ પણ ખુબ અસરકારક યુક્તિ જોઇએ જે તમારા ચોક્કસ પ્રકારની રકમની બાદબાકીને અતિ ઝડપી અને ડાબા હાથના ખેલ સમાન બનાવી દેશે.
જ્યારે આપણે ૧૦, ૧૦૦, ૧૦૦૦, ૧૦૦૦૦ વગેરે જેવી સંખ્યામાંથી અન્ય સંખ્યા બાદ કરવાની હોય ત્યારે આ યુક્તિ લાગુ કરી શકાય છે.
જ્યારે ૧૦૦, ૧૦૦૦, ૧૦૦૦ , ૧૦૦૦૦  ૧૦૦૦૦૦ કે આવી ૧ પછી ગમે તેટલાં મીંડા ધરાવતી કોઈ પણ સંખ્યામાંથી અન્ય કોઈક સંખ્યા બાદ કરતી વખતે સૌ પ્રથમ તે સંખ્યાના પહેલા આંકડાથી શરૂ કરી બધા અંકોને નવ માંથી બાદ કરતા જાવ અને છેલ્લા અંકને (એકમ સ્થાનના અંકને) દસ માંથી બાદ કરો. તમારો જવાબ તૈયાર!
#ઉદાહરણ :
. જ્યારે ૧૦૦૦ માંથી ૬૭૪ બાદ કરવા હોય ત્યારે પહેલા માંથી , પછી માંથી અને છેલ્લે ૧૦માંથી બાદ કરો.
- =
- =
૧૦ - =
તમારો જવાબ છે ૩૨૬!

. ૧૦૦૦૦ - ૪૩૨૮ = ?
- =
- =
- =
૧૦ - =
જવાબ છે ૫૬૭૨ !

. ૧૦૦૦૦૦ - ૬૬૭૫૮ = ?
- =
- =
- =
- =
૧૦ - =
જવાબ છે ૩૩૨૪૨ !

નોંધ : અહિ જે સંખ્યાને બાદ કરવાની છે તેના જેટલા મીંડા એકડા પછી મૂળ સંખ્યામાં હોવા જોઇએ.જો કરતા વધુ મીંડા એકડા પછી હોય તો જેટલા વધારાના મીંડા હોય એટલા નવડા જવાબની આગળ લગાડી દેવા.
દા.. ૧૦૦૦ માંથી ૬૭૪ બાદ કરતાં જવાબ મળ્યો હતો ૩૨૬ તો ૧૦૦૦૦ માંથી ૬૭૪ બાદ કરતા જવાબ મળશે ૯૩૨૬. ૧૦૦૦૦૦ માંથી ૩૨૬ બાદ કરતા જવાબ મળશે ૯૯૩૨૬

યુક્તિ વિદ્યાર્થીઓને પણ ઝડપી ગણતરી કરવામાં ખાસ્સી ઉપયોગી સાબિત થઈ શકે એમ છે.
કોણે કહ્યું ગણિત રસપ્રદ નથી?!


('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 8, 2017

શું તમે ભગવાન છો?

એક વાર કેટલાક સેલ્સમેનનું એક જૂથ શિકાગો ખાતે તેમના એક અગત્યના સેમિનારમાં હાજરી આપી પાછું ફરી રહ્યું હતું. સૌએ પોતપોતાના પરીવારજનોને પોતે જલ્દી પાછા ફરશે એવી ખાતરી આપી હતી જેથી હવે પછી તેમને મળવાની થોડી રજાઓમાં તેઓ પોતપોતાના પ્રિયજનો સાથે વધુમાં વધુ સમય ગાળી શકે.
તેઓ માર્ગમાં ટ્રાફીકની સમસ્યાને કારણે એરપોર્ટ પહોંચવામાં  મોડા પડ્યા હતાં. ઉતાવળે ભાગવામાં એક સેલ્સમેનની બ્રિફકેસ બેગ માર્ગમાં એક નાનકડી ખુલ્લી દુકાનના ટેબલ સાથે અથડાઈ જેના પર સફરજન એકની ઉપર એક પિરામીડ આકારે વેચાણ માટે પ્રદર્શનાર્થે ગોઠવેલા હતાં. બેગ સાથે અફળાતા બધાં સફરજન ચારે દિશામાં વેરાઈ ગયાં. સેલ્સમેને તો પાછું વળીને જોયું પણ નહિ કે તેણે કોને કેટલું નુકસાન પહોંચાડ્યું હતું અને તેની સાથેના બીજા સેલ્સમેન પણ ફ્લાઈટ ચૂકી જવાય ડરથી એક ક્ષણ પણ ત્યાં ઉભા રહ્યા નહિ સિવાય કે એક ભલો સંવેદનશીલ સેલ્સમેન.
સેલ્સમેન  ફ્લાઈટ ચૂકી જવાના ભય છતાં માણસાઈ ચૂક્યો નહિ. તે સફરજન વાળા પેલા સ્ટોલ કરતા થોડે આગળ ઉભો રહી ગયો અને તેણે સ્ટોલ સંભાળી રહેલી ગરીબડી છોકરી પ્રત્યે સંવેદના અનુભવી અને તેના અંતરાત્માએ તેને છોકરીને મદદ કરવા સૂચવ્યું. તેણે નક્કી કરી લીધું કે પોતે સેલ્સમેન મિત્રો સાથે ફ્લાઈટ પકડવા ઉતાવળે નહિ જાય.તેણે એક મિત્રને પોતાને ઘેર સંદેશો આપવા જણાવી દીધું કે પોતે પછીની જે ફ્લાઈટ પ્રાપ્ય હશે તે પકડી ઘેર આવશે.અને તે ફરી પાછો જગાએ આવ્યો જ્યાં સફરજન વેરાયેલા પડ્યા હતાં. તેને પાછા ફરવા બદલ મનમાં એક અજબની ખુશી થઈ રહી હતી. તેને જાણ થઈ કે સોળ વર્ષની યુવતિ સંપૂર્ણપણે અંધ હતી. તે ધીમે ધીમે રડી રહી હતી. તેના ગાલ પરથી હતાશા ભર્યા અશ્રુ વહી રહ્યા હતાં. તે પોતાના વેરાઈ ગયેલા ફળો સમેટવાનો નિરર્થક પ્રયાસ કરી રહી હતી. તેની આસપાસથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતાં પણ કોઈ પાસે તેને મદદ કરવાની કે તેની પરવા કરવાની ફુરસદ નહોતી. પેલો ભલો સેલ્સમેન તેની બાજુમાં ઘૂંટણિયે બેસી ગયો અને તેણે એક પછી એક બધાં સફરજન ઉપાડી તેને ફરી પિરામીડ જેવા આકારમાં ટેબલ પર પ્રદર્શન માટે ગોઠવવા માંડ્યા.આમ કરતી વેળા તેણે જોયું કે કેટલાક ફળો દબાઈ ગયા હતાં,ચગદાઈ ગયા હતાં. તેણે બાજુમાં પડેલા એક ટોપલામાં અલગ રાખ્યાં. બધાં સફરજન લેવાઈ ગયા બાદ તેણે પોતાના પાકીટ માંથી વીસ ડોલરની નોટ કાઢી અને યુવતિના હાથમાં મૂકતા કહ્યું," અમારાથી થયેલા નુકસાનની ભરપાઈ તરીકે વીસ ડોલર ને સ્વીકારી લો. તમે ઠીક તો છો ને?"
તેણે રડતા રડતા હકારમાં ડોકુ ધૂણાવ્યું.
સેલ્સમેને કહ્યું,"અમે તમારો દિવસ ખરાબ કરી નાખ્યો નહિ?અમને માફ કરી દેજો." આટલું કહી જેવું સેલ્સમેને ચાલવાનું શરૂ કર્યું કે યુવતિએ તેને સાદ પાડ્યો," સર..." તે થોભી ગયો અને પાછું વળી તેણે યુવતિની દ્રષ્ટીવિહીન આંખોમાં ડોકિયું કર્યું.
તે પૂછી રહી હતી,"શું તમે ભગવાન છો?"
તેણે વ્હાલથી યુવતિના માથે હાથ ફેરવ્યો અને પ્લેન ની હવે પછીની ફ્લાઈટ લેવા આગળ તરફ પ્રયાણ કર્યું.તેના મનમાં યુવતિના શબ્દો પડઘો પાડી રહ્યા હતાં," શું તમે ભગવાન છો?" તેનો આત્મા ઉંડા ચિંતનમાં ખોવાઈ ગયો હતો.
જીવવું રીતે જોઇએ કે લોકો તમારામાં ઇશ્વરને જુએ.પ્રેમ, સહાય અને માનવતાનો ધોધ વહાવીને પળો વિતાવવી જોઇએ.
ચાલો ઓછામાં ઓછા એક જણના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંલલ્પ કરીએ.


('ઈન્ટરનેટ પરથી')