Saturday, December 25, 2010

ભાઈ બહેનની એક વાર્તા (ભાગ - ૧)

હું મારા ભાઈ માટે ૬ વાર રડી છું.


મારો જન્મ કોઈક પહાડ પર આવેલા નાના અને દૂરના એવા એક ગામમાં થયો હતો.મારા માતાપિતાને જીવનનિર્વાહ ચલાવવા ધોમધખતા તડકામાં ત્યાંની પીળી સૂક્કી માટી વાળા ખેતર ખેડી સખત પરિશ્રમ કરવો પડતો હતો.

મારે મારાથી ત્રણ વર્ષ નાનો એક ભાઈ હતો.એક વાર મારી બધી સહેલીઓ પાસે હતો એવો એક હાથરૂમાલ ખરીદવા મેં મારા પિતાના કબાટમાંથી પાંચ રૂપિયા ચોરી લીધા.મારા પિતાને ચોરીની તરત ખબર પડી ગઈ.

હું શોકથી દિગ્મૂઢ થઈ ગઈ અને કંઈ બોલી શકી નહિં.અમારા બન્ને માંથી કોઈએ કબૂલ ન કર્યું એટલે મારા પિતાએ કહ્યું કોઈ પોતાનો ગુનો કબૂલ કરી રહ્યું ન હોવાથી મારે બન્નેને મેથીપાક ચખાડવો પડશે.

તેમણે સોટી મને મારવા માટે હવામાં ઉગામી ત્યાં જ મારા નાના ભાઈએ પિતાનો હાથ પકડી લીધો અને કહ્યું કે તે પૈસા તેણે ચોર્યા હતા.પિતા એટલા બધા ગુસ્સામાં હતા કે તેમણે એકી શ્વાસે મારા ભાઈની પીઠ પર ઉપરાઉપરી સોટીના ઘા માર્યે રાખ્યા. મારા ભાઈની નાનકડી નાજુક પીઠ એ દિવસે સોટીના સોળથી ભરાઈ લાલઘૂમ થઈ ગઈ.

ત્યારબાદ મારા પિતા અમારા પલંગમાં બેસી પડ્યા અને મારા ભાઈને ધમકાવતા બોલ્યા "તે આજે તારા પોતાના ઘરમાં ચોરી કરી છે.ભગવાન જાણે ભવિષ્યમાં કયા આનાથીય વધુ ખરાબ કામ કરી અમને શરમજનક સ્થિતીમાં મૂકીશ?"

તે રાતે હું અને મારી માતા મારા ભાઈને વળગી પડ્યા.તેનું આખું શરીર જખમોથી ભરાયેલું હતું પણ તે જરા પણ રડ્યો નહોતો.

અચાનક મધરાતે મારું હૈયું ભરાઈ આવતા મેં મોટેથી પોક મૂકી રડવા માંડ્યું.

મારા ભાઈએ તેના નાનકડા હાથો વડે મારા આંસુ લૂછતા કહ્યું:"બહેન હવે રડો નહિં.જે થવાનું હતું એ થઈ ગયું.

આ વાત ને વર્ષો વિતી ગયા,પણ એ પ્રસંગ મારી સ્મૃતિમાં હજી તાજો છે.

મારું રક્ષણ કરી, એ રાતે મને સાંત્વન આપતી વેળાએ મારા ભાઈના મુખ પર જે ભાવ હતાં એ મને હજુ યાદ છે.

આ ઘટના વખતે હું ૧૧ વર્ષની હતી અને મારો ભાઈ ૮ વર્ષનો.

હવે અમારી શાળા નાની હોવાથી તેમાં કેટલાક ધોરણ સુધીના જ વર્ગો હતાં.મારે યુનિવર્સિટીમાં જવાનો વખત આવ્યો જ્યાં ફી ઘણી વધારે હતી.અમારા બન્નેનાં પરિણામ ખૂબ સારા આવ્યા હતાં.એ રાતે અમે બન્ને પપ્પાને બીડી પર બીડી ફૂંકતા જોઈ રહ્યા.માની આંખોમાં આંસુ હતાં. તે કહી રહી હતી, "ભણવામાં તો બન્ને અવ્વલ છે પણ આપણે બન્નેની ફી કેવી રીતે ભરી શકીશું? "

ત્યારે મારો ભાઈ પપ્પા સામે જઈ ઉભો રહ્યો અને તેણે કહ્યું,"પપ્પા મારું ભણવાનું બહુ થઈ ગયું. મને હવે ભણવામાં રસ રહ્યો નથી. થોથા ઉથલાવવામાં હવે મને કંટાળો આવે છે."

પપ્પાએ મારા ભાઈના ગાલ પર સણસણતો તમાચો ચોડી દેતા કહ્યું,"તને શરમ નથી આવતી આવી વાત કરતા?મારે ભીખ માગીને પણ તમને બન્નેને ભણાવવા પડશે તો એ હું કરીશ."

અને પછી તો પપ્પા આખા ગામમાં એકે એક ઘર ફરી વળ્યા,અમારી ફીના પૈસા ઉધાર માગવા માટે.

મેં પ્રેમ અને કરુણા પૂર્વક મારો હાથ ભાઈના સૂજી ગયેલા ગાલ પર ફેરવતા કહ્યું,"છોકરાએ તો ભણવું જ પડે.ભણીગણીને જ એ પોતાના કુટુંબને ગરીબાઈની ખાઈમાંથી બહાર ખેંચી શકે."

મેં નક્કી કરી લીધેલું કે હું ભણવાનો ત્યાગ કરીશ પણ બીજે દિવસે સવારે અમે જાગ્યા એ પહેલા જ મારો ભાઈ પહેર્યા કપડે ઘર છોડીને ચાલ્યો ગયો હતો મારા ઓશીકા પાસે એક પત્ર મૂકી ને જેમાં લખ્યું હતું "બહેન તને યુનિવર્સિટીમાં ભણવા જવાની જે તક પ્રાપ્ત થઈ છે તે બધાના નસીબમાં નથી હોતી.તેનો સદુપયોગ કરી ખૂબ અભ્યાસ કરજે અને આગળ વધજે.મારી ચિંતા તમે ન કરતા.હું નોકરી શોધી કાઢીશ અને તમને પૈસા મોકલતો રહીશ."

આ પત્ર વાંચી હું ચોધાર આંસુએ, મારો અવાજ બેસી ગયો ત્યાં સુધી રડી.

એ વર્ષે મારો ભાઈ ૧૭ વર્ષનો હતો અને હું ૨૦ વર્ષની.

મારા પપ્પાએ આખા ગામમાંથી ઉઘરાવેલા અને ભાઈએ દૂરના નાનકડા શહેરમાં પોતાની પીઠ પર સિમેન્ટની ગુણીઓ ઉંચકી કમાઈને જમા કરી અમને મોકલાવેલ પૈસાથી હું યુનિવર્સિટીના ત્રીજા વર્ષ સુધી પહોંચી.

એક દિવસ હું મારા હોસ્ટેલ રૂમમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે મારી એક સખીએ આવીને મને જણાવ્યું કે કોઈ લઘરવઘર ગામડિયો મને મળવા આવ્યો છે અને હોસ્ટેલ બહાર મારી રાહ જુએ છે.

મને નવાઈ લાગી કે મને ગામડેથી કોણ મળવા આવ્યું હશે?

(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 18, 2010

ઇન્ટરનેટ કાવ્યો

[

આજે ઇન્ટરનેટ કોર્નરમાં ઇન્ટરનેટ પર વાંચેલા કેટલાક સરસ કાવ્યો કે કાવ્યાત્મક વિચારો રજૂ કર્યા છે.ચાલો તેમનો આસ્વાદ માણીએ.
]

તૂટેલા રમકડાં વધુ સારા હતા !!



જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલીછે.
કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..
નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવેસમજાયું કે, અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરુંહોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!


************************************************

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ - રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

****************************************************

સગાં સગાં સૌ શું કરો છો ?

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.
જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી, અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.
પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારા સમજે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.

********************************************************************

ખરાં છો તમે.

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.

ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,

અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,

અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.

નવી ક્યાંથી લાવું, ખરાં છો તમેહતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ. નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 11, 2010

કોમ્પ્યુટર દ્વારા જીવનના અમૂલ્ય પાઠ શીખો...

કોમ્પ્યુટર શીખો, ચાલો ત્યારે થાવ તૈયાર.


સહુથી પહેલા કોમ્પ્યુટરની બધી ચાવી સમજવી પડશે. તૈયાર ?

જો જીવનમાં હોય...


ખુશી SAVE

ગમ DELETE

સંબંધ DOWNLAD

દોસ્તી FAVORITE

દુશ્મની ERASE

સત્ય KEY BOARD

જૂઠ SWITCH OFF

ચીંતા BACK SPACE

પ્યાર INCOMING ON

નફરત OUTGOING OFF

વાણી CONTROL

હંસી HOME PAGE

ગુસ્સો HOLD

મુસ્કાન SEND

દિલ WEB-SITE

આંસુ ALT

ધિક્કાર SPAM

સવારથી સાંજ ચીટકી રહો NET WORK

ઘરનાને ઘેલુ લગાવો VIRUS


ચાલો ત્યારે યાદ રાખવા બેસી જાવ.

વિદ્યાર્થિની ભાષામાં કહું તો ‘ગોખવા’ માંડો.!!!


('ઈન્ટરનેટ પરથી')

Sunday, December 5, 2010

સંબંધો અને નસીબ

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!


હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.

મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!

બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.

બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.

પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.

કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.

મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.

તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!

Everyone knows how to count but very few know ‘what to count?’


('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 27, 2010

હેપ્પી બર્થડે કસબ

મોહમ્મદ અજ્મલ કસબ,


તને 'વહાલા' તો શી રીતે લખી શકું? પણ હું તો માણસ છું ને? તારી જેમ થોડો...?

ખેર જવાદે...તને જન્મદિવસની ઘણી ઘણી શુભેચ્છાઓ...

હા...જો અમારા શાંતિ પ્રિય સત્તાવાળાઓએ તારી આટલી બધી અને સરસ કાળજી ન લીધી હોત તો તું તો ૨૬મી નવેમ્બર ૨૦૦૮ની એ ગોઝારી રાતે જ મરી ચૂક્યો હોત.

જ્યારે તે તારા બદ ઇરાદાને પાર પાડવા હજારો નિર્દોષ ભારતીયો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવેલી. તું કેટલો નસીબ વાળો છે કે તારી એક બંદૂકના ટ્રિગર વડે તે કેટલા બધાં મનુષ્યોનો વધ કરી નાંખ્યો હોવાં છતાં પોતે એક નવી ઝિંદગી મેળવી!

તું આમચી મુંબઈમાં ગેરકાનૂની રીતે ઘૂસ્યો અને તે અમારા સાંસ્ક્રુતિક વારસા સમી ભવ્ય ઇમારતોને નુકસાન પહોંચાડ્યુ, ક્રૂરતા પૂર્વક સેંકડો નિર્દોષ લોકોના જાન લીધા,કેટલીયે કમનસીબ સ્ત્રીઓને વિધવા બનાવી,કેટલાયે બાળકોને અનાથ બનાવ્યા અને તારા ઘ્રુણાસ્પદ હિચકારા હૂમલા દ્વારા અમારી પ્રિય મુંબઈ નગરીને મોટું, ન ભરપાઈ થઈ શકે એવું નુકસાન પહોંચાડ્યું.

હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શક્તો - તને જીવતો અને હ્રુષ્ટપુષ્ટ, અમારા કરોડો રૂપિયાના ખર્ચ પર નભતો ,ઉચ્ચ પ્રકારનું ખાવાનું આરોગી,અમારા લોહીપાણી એક કરી કમાયેલા પૈસા પર તાગડધિન્ના કરતો જોઈ મારું લોહી ઉકળે છે...

એ દુર્ભાગ્યની વાત છે કે અમારી કમાઈ અને કરમાં ભરેલા રુપિયા પર તારા જેવો રાક્ષસ નભે છે, ખાય છે,પીએ છે અને આરામ ફરમાવે છે અને અમે અહિં ફફડતા જીવીએ છીએ કે ક્યાંક બીજો કોઈ કસાબ આવી અમારું જીવવું હરામ ન બનાવી દે.

જ્યારે ભારતમાં લાખો લોકો રસ્તાઓ પર પોતાનું જીવન વ્યતિત કરે છે અને જીવવા માટેની મૂળભૂત જરૂરિયાત તેમજ દવાદારૂ પણ પામતા નથી અને સતત એવા ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે કે ક્યાંક તારા જેવો કોઈ જંગલી હેવાન તેમને આ દશામાં પણ જીવવા ન દે અને પોતે અંઅધાધૂંધ ગોળીબારનો ભોગ ન બની બેસે ત્યારે અમારા સત્તાધારીઓ એ વાતનું ધ્યાન બારીકાઈથી રાખે છે કે તને કોઈ હેરાનગતિ ન થાય,તું સગવડપૂર્વક આરામદાયી જીવન જીવી શકે.



મને ખાતરી છે કે પોલિસ કસ્ટડીમાં તારી આજુબાજુ ગોઠવાયેલા પહેરેદારો તારી નાનામાં નાની વાત - જરૂરિયાતનું ધ્યાન રાખતા હશે.



અમને અમારી ન્યાયપ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ છે.અને અમને ખબર છે કે પેટિયુ રળવાની કે બે છેડા પૂરા કરવાની કોઈ માથાકૂટ વગર તું હંમેશ માટે જેલની ચાર દિવાલો વચ્ચે આરામથી તારું જીવન જીવવા પામીશ.

અમારી પાસે તો બીજા કેટલા મોટા મુદ્દાઓ છે જેના પર અમારે ધ્યાન આપવાનું છે અને હિંસા અને દમનથી રાજ કરવાનું છે જેમકે કોઈ મરાઠી સિવાય બીજી ભાષાનો પ્રયોગ કરે તો તેને અમારો પરચો બતાવી દેવાનો કે પછી મુંબઈ ને બદલે કોઈ ભૂલથીયે બોમ્બે બોલે તો તેના હાડકા ખોખરા કરી નાંખવા.

તે તારો ગુનો કબૂલી લીધાને મહિનાઓ વીતી ગયા અને હવે તો તને ગુનેગાર કરાર આપી સજા પણ સુણાવી દીધાં છતાં, અમારી 'કાર્યક્ષમ' સિસ્ટમ આવનારા દિવસોમાં પણ તારું, તારી સુરક્ષિતતાનું અને તારા આરામદાયી જીવનનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખશે. અને અમે સામાન્ય માણસ બે ટંકના રોટલા કમાવાની અને જીવનજંગમાં ટકી રહેવાની પળોજણ માં જ ગળાડૂબ વ્યસ્ત રહીશું.

તને જન્મદિવસની અનેકગણી શુભેચ્છાઓ કસાબ!મને ખાતરી છે તને અમારી સરકાર અને ન્યાયપદ્ધતિ સામે કોઈ ફરિયાદ નહિં જ હોય!

- એક સાચો ભારતીય


[આ પત્ર ગયા વર્ષે જ્યારે કસાબને જેલમાં એક વર્ષ પૂર્ણ થયું હતું ત્યારે લખાયેલો જ્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર તેની પાછળ ૩૧ કરોડ રૂપિયા ખર્ચી ચૂકી હતી.અને એ પછીના એક વર્ષમાં તો તે ગુનેગાર પુરવાર થઈ ગયો હોવા છતાં,તેને મ્રુત્યુદંડની સજાનો ચુકાદો પણ જાહેર થઈ ગયા બાદ હજી કસાબ જેલમાં જીવન ગુજારી રહ્યો છે અને ૨૬મી નવેમ્બરે તેનો બીજો જન્મદિવસ (અને આ પછી પણ ભગવાન જાણે બીજા કેટલા જન્મદિવસો) ઉજવશે???]


('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 20, 2010

રજનીકાંત સ્પેશિયલ

દક્ષિણ ભારતીય ફિલ્મજગતના સુપરસ્ટાર રજનીકાંતના નામથી ભારતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે.તેની આંતરરાષ્ટ્રીય ફિલ્મોની હરોળમાં મૂકી શકાય તેવી તાજેતરમાં  રીલીઝ થયેલી રોબોટ ફિલ્મે સારી એવી સફળતા મેળવી છે અને તેને લીધે રજનીકાંતને લગતા ટૂચકાઓ, એસ. એમ. એસ વગેરે એ હાલમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આજે ઈન્ટરનેત કોર્નરમાં આવી રમૂજભરી એકોક્તિઓ માણીએ.
૧ મૃતસમુદ્રને મૃત્યુ રજનીકાંતે આપ્યુ હતુ.



૨ જ્યારે રજનીકાંત પુશ-અપ્સ કરતો હોય ત્યારે તે પોતાના શરીરને નથી ઉંચકતો,તે પૃથ્વીને નીચે ધકેલતો હોય છે.

૩ ઉત્ક્રાંતિ જેવી કોઈ ચીજ હોતી જ નથી,જે જીવો બચવા પામ્યા છે તે રજનીકાંતની રહેમને લીધે બચી ગયા છે.

૪ મોનાલિસાનું સ્મિત રજનીકાંતે તેને આપેલી ભેટ છે.

૫ રજનીકાંત શૂન્યથી પણ કોઈ સંખ્યાને ભાગી શકે છે.

૬ રજનીકાંત પુસ્તકને તેના કવર(મુખપૃષ્ઠ)પર થી કહી શકે છે તે કેવું હશે.

૭ રજનીકાંત માછલીને ડૂબાડી શકે છે.

૮ રજનીકાંત કમ્પ્યુટરના રીસાયકલ બીનને ડીલીટ કરી શકે છે.

૯ રજનીકાંતનો ઝગડો એક વાર વી.સી.આર સાથે થઈ ગયો.હવે એ ડી.વી.ડી જ બતાવે છે.

૧૦ રજનીકાંત આખા ગોળ ફરી જતા દરવાજાને પણ પછાડી શકે છે.

૧૧ રજનીકાંતે એક વાર એક ઘોડાને દાઢી પર જોરથી લાત મારી અને તે ઘોડાની ડોક એટલી ઉંચી થઈ ગઈ કે તે ઘોડાના વંશજ આજે જિરાફ તરીકે ઓળખાય છે.

૧૨ રજનીકાંતે એક વાર મેક્ડોનાલ્ડમાં ઇડલીનો ઓર્ડર આપ્યો અને તેને ઇડલી મળી પણ ખરા.

૧૩ રજનીકાંત સોલિટાયરની પત્તાની રમત ફક્ત ૧૮ પત્તાથી જીતી શકે છે.

૧૪ બર્મ્યુડા ત્રિકોણ, રજનીકાંતે જ્યાં સુધી તેના એક ખૂણાને લાત નહોતી મારી ત્યાં સુધી બર્મ્યુડા ચોરસ હતું.

૧૫ રજનીકાંત વરસાદમાંથી સ્નોમેન (હિમમાનવ) બનાવી શકે છે.

૧૬ રજનીકાંત કોર્ડલેસ ફોન વડે પણ તમારા ગળાને રૂંધી શકે છે.

૧૭ રજનીકાંત કાંદાને રડાવી શકે છે.

૧૮ રજનીકાંતે રસાયણશાસ્ત્રના (તત્વોની માહિતી ધરાવતું) આવર્તક કોષ્ટકનો નાશ કરી નાંખ્યો કારણ તે ફક્ત એક આશ્ચર્યના તત્વને જ જાણે છે.

૧૯ રજનીકાંત ૬૦ મિનિટના કાર્યક્રમને ૨૦ મિનિટમાં જોઈ શકે છે.

૨૦ રજનીકાંતે અનંત સંખ્યા ગણી કાઢી છે, એ પણ એક વાર નહિં બબ્બે વાર.

૨૧ વર્ષ ૨૦૧૩ સુધીમાં રજનીકાંતને સ્વતંત્ર રાજ્યનો ખિતાબ આપવાના છે.

૨૨ રજનીકાંતે એક જ દિવસમાં રોમ શહેર બાંધ્યું હતું.

૨૩ આખલા સામેની લડતમાં ઉતર્યો અને કહેવાની જરૂર છે કોણ જીત્યું? રજનીકાંત!

૨૪ રજનીકાંત વાયોલિન વડે પિયાનો વગાડી શકે છે.

૨૫ રજનીકાંતે બાળપણમાં ક્યારેય પથારી પલાળી નહોતી.પથારી એની મેળે જ ભયથી પલળી જતી હતી.

૨૬ રજનીકાંત સામે બાથ ભીડનાર એક માત્ર વીરલો સ્ટીફન હોકિંગ હતો અને જુઓ તેના કેવા હાલ થયા!

૨૭ રજનીકાંત ફાઈટ ક્લબ વિષે બોલી શકે છે.

૨૮ રજનીકાંત શ્વાસ નથી લેતો,હવા તેના ફેફસામાં ભયની મારી ભરાઈ છૂપાય છે.

૨૯ ઇરાકમાં સામૂહિક જનહત્યાનું કોઈ સાધન મોજૂદ નથી.રજનીકાંત ચેન્નાઈ ખાતે રહે છે.

૩૦ હેરી પોટરના આઠમાં પુસ્તકમાં રજનીકાંત તેની હત્યા કરે છે.

૩૧ રજનીકાંત સ્ટવ,માઈક્રોવેવ ઓવન કે ચૂલો કંઈ જ ધરાવતો નથી કારણ બદલો એક એવી વાનગી છે જે ઠંડી જ માણવાની મજા આવે છે.

૩૨ રજનીકાંત મંગળ પર જઈ આવ્યો છે તેથી જ ત્યાં સજીવ સ્રુષ્ટીના કોઈ એંધાણ નથી.

૩૩ રજનીકાંત પ્રકાશની ઝડપે ગતિ કરતો નથી,પ્રકાશ રજનીકાંતની ઝડપે ગતિ કરે છે.

૩૪ રજનીકાંત વિક્ટોરિયાનું રહસ્ય જાણે છે.

૩૫ રજનીકાંત જ્યારે ઉકળતા પાણી સામે તાકે છે ત્યારે પાણી ઝડપથી ઉકળવા માંડે છે.

૩૬ રજનીકાંત ઠાકરે બંધુઓને મુંબઈ બહાર ફેંકી દઈ શકે છે.

૩૭ રજનીકાંત એક પક્ષીથી બે કાંકરા મારી શકે છે.

૩૮ ગૂગલ રજનીકાંતને શોધી શકતું નથી કારણ તમે રજનીકાંતને નહિં પણ રજનીકાંત તમને ગમે ત્યાંથી શોધી શકે છે.

૩૯ રજનીકાંતે જોકરના ચહેરા પર ઉઝરડા પાડ્યા છે.

૪૦ રજનીકાંત બીપ પહેલા જ મેસેજ બોલી નાંખે છે.

૪૧ રજનીકાંતે એક વાર એક યુવતિને ચેતવણી આપી કાં તુ સારી બન અથવા બીજુ કંઈ. પરિણામ? મધર ટેરેસા.

૪૨ રજનીકાંતે સ્પાઈડરમેનને બેગોન ‘એન્ટી બગ’ સ્પ્રે વાપરી મારી નાંખ્યો.

૪૩ રજનીકાંત 'મેક' કરતા સારા 'પી.સી' બનાવી શકે છે.

૪૪ રજનીકાંત અદાલતમાં જઈ ન્યાયધીશને સજા સંભળાવે છે.

૪૫ રજનીકાંતને સત્ય ક્યારેય કડવુ લાગતુ નથી.

૪૬ રજનીકાંત men-slaughter માં પણ laughter શોધી કાઢે છે.

૪૭ રજનીકાંત બ્રેઇલ (અંધજનો માટેની ફક્ત વાંચી ને સમજી શકાય તેવી ભાષા) બોલી શકે છે.

૪૮ રજનીકાંત નાનો હતો ત્યારે તેને શીતળા થયેલા.ત્યારથી શીતળા નાબૂદ થઈ ગયા છે.

૪૯ રજનીકાંતનાં કેલેન્ડરમાં ૩૧મી માર્ચ પછી સીધી ૨જી એપ્રિલ આવે છે કારણ રજનીકાંતને કોઈ એપ્રિલફૂલ બનાવી શકે એમ નથી.

૫૦ રજનીકાંત કોફી પોતાના દાંત વડે જ પીસે છે ને પાણી તેના ગુસ્સાથી ઉકાળે છે.

૫૧ રજનીકાંતને એક વાર હાર્ટએટેક આવ્યો.તેનું હ્રદય હારી ગયું.

૫૨ રજનીકાંત એટલો બધો ઝડપી છે કે તે આખી પ્રુથ્વી ફરતે દોડી પોતાના જ માથે ટપલી મારી શકે છે.

૫૩ રજનીકાંત પોતાની કોણીએ જીભ અડાડી શકે છે.

૫૪ રજનીકાંત એક વાર ઉંઘવાની ગોળીઓની આખી શીશી ગળી ગયો.તેની અસર રૂપે ફક્ત તેને એક બગાસુ આવ્યું.

૫૫ રજનીકાંતને પગે નવા ચપ્પલના ડંખ પડતા નથી.તે નવા ચપ્પલને ડંખ પાડે છે.

૫૬ રજનીકાંત ઘડિયાળ પહેરતો નથી.તે સમયને નક્કી કરે છે.

૫૭ રજનીકાંતે ફક્ત ૧૬ સેકન્ડની વયે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યુ હતું.

૫૮ જ્યારે તમે કહો છો કે 'આ જગતમાં સંપૂર્ણ કોઈ નથી' ત્યારે રજનીકાંત તેને અંગત અપમાન ગણે છે.

૫૯ એક સામાન્ય ઓરડામાં, તે ઓરડાને પણ ગણીને એવી કુલ ૧૨૪૨ વસ્તુઓ હોય છે જેનાથી રજનીકાંત તમને મારી નાખી શકે છે.

૬૦ અદભૂત,વિશારદ,મહાન વગેરે શબ્દો ડિક્ષનરીમાં વર્ષ ૧૯૪૯માં ઉમેરાયા હતા.આ એ વર્ષ હતું જેમાં રજનીકાંતનો જન્મ થયેલો.

૬૧ મ્રુત્યુને કોઈ છેતરી શક્તુ નથી એ વિધાન રજનીકાંતના અપમાન જેવું છે.રજનીકાંત રોજ દિવસમાં કેટલીયે વાર મ્રુત્યુને હાથતાળી આપતો હોય છે.

૬૨ જ્યારે રજનીકાંતને કોઈ એવી વ્યક્તિને મારી નાંખવાનું કામ સોંપવામાં આવ્યું હોય છે જેને તે જાણતો ન હોય,ત્યારે તે બંદૂકમાંથી ગોળી છોડી દે છે અને ગોળીની દિશા જ્યારે તે વ્યક્તિને ઓળખી લે ત્યારે બદલી નાંખે છે.

૬૩ રજનીકાંત પેઇનકિલર્સને પેઇન અને એનાસિનને માથાનો દુખાવો આપી શકે છે.

૬૪ રજનીકાંત સ્ત્રીઓને સંપૂર્ણ અને સારી રીતે સમજી શકે છે.

૬૫ રજનીકાંત ટાઈમ અને ટાઈડ (સમય અને ભરતી) ની વાટ જુએ છે.

૬૬ રજનીકાંત જીવનમાં એક જ વાર છીંક્યો હતો ત્યારે હિંદી મહાસાગરમાં ત્સુનામી આવી ગયુ હતું.

૬૭ રજનીકાંત હની (મધ) પોતાના ખાનગી મૂન માં થી - હનીમૂનમાંથી મેળવે છે.

૬૮ રજનીકાંત મિસ્ડ કોલને પણ અટેન્ડ કરી શકે છે.

૬૯ રજનીકાંતને પરદેશ જવું હોય ત્યારે તેને વિઝાની જરૂર પડતી નથી.તે ફક્ત ચેન્નાઈના સર્વોચ્ચ બિલ્ડીંગ પર પહોંચી જાય છે અને ત્યાંથી હવામાં અધ્ધર તાલ લટકી રાહ જુએ છે જ્યાં સુધી પ્રુથ્વી ગોળ ફરી, તેને જ્યાં જવું હોય તે દેશ આવી ન જાય ત્યાં સુધી.

૭૦ રજનીકાંતનું મગજ ચાચા ચૌધરીના મગજ કરતા પણ વધુ ઝડપે વિચારી શકે છે.

૭૧ રજનીકાંત સામાન્ય પાણીમાં નહિં પણ સદાય લોહેની નદીમાં જ નહાય છે.

૭૨ જ્યાં આશા છે ત્યાં માર્ગ (નિકળી આવે)છે.જ્યાં રજનીકાંત છે ત્યાં કોઈ જ માર્ગ બચતો નથી.

૭૩ રજનીકાંતનું દરેક પગલું તોફાન અને વંટોળ જન્માવે છે.વાવાઝોડું કેટરિના રજનીકાંતના મોર્નિંગ વોકનું પરિણામ હતું.

૭૪ રજનીકાંત બોવ્લિંગ રમતી વખતે સ્ટ્રાઈક મારે ત્યારે ફક્ત એક જ પિનને પાડે છે,બાકીની નવ પિન ભયની મારી આપોઆપ પડી જાય છે.

૭૫ ભૂસ્તરશાસ્ત્રીઓને હાલમાં વર્ષ ૧૨૩૬ ની તારીખ ધરાવતી પ્રાચીન ડિક્ષનરી જમીનમાંથી મળી આવી.તેમાં મહામોટી વિનાશક લડાઈમાં મોતને ભેટેલા યોદ્ધાઓની ટક્કર રજનીકાંત સાથે થઈ હોવાની નોંધ છે.

૭૬ ગ્લોબલ વોર્મિંગ જેવું કંઈ છે જ નહિં.એ તો રજનીકાંતને થોડી ઠંડી લાગી એટલે તેણે થોડી ગરમી વધે એ માટે સૂરજને પ્રુથ્વીથી થોડો નજીક લાવી દીધો.

૭૭ એક વાર એક કોબ્રા નાગ રજનીકાંતને ડંખ્યો.પાંચ દિવસ ભારે વેદના સહન કર્યા બાદ ................. કોબ્રા મરી ગયો!

૭૮ રજનીકાંત સંતાકૂકડીની રમતમાં અતિ માહેર છે કારણ કોઈ રજનીકાંતથી છૂપું રહી શક્તુ નથી!

૭૯ રજનીકાંત ન્યુટનને હંમેશા ખોટો સાબિત કરતો રહ્યો છે.દરેક વેળાએ જ્યારે રજનીકાંત કોઈક ક્રિયા કરે છે ત્યારે પ્રતિક્રિયા આપી શકે એવા દરેકેદરેક તત્વાને તે મિટાવી દે છે.

૮૦ રજનીકાંત વિનાશના દિવસે પ્રુથ્વીનો નાશ કરી દેવા પ્રભુએ સર્જેલું શસ્ત્ર છે.

૮૧ પરગ્રહવાસીઓ ચોક્કસ અસ્તિત્વ ધરાવે છે.તેઓ રજનીકાંતથી ડરતા હોઈ પ્રુથ્વીની મુલાકાત લેતા નથી!

૮૨ આપણે સતત વિસ્તરી રહેલા બ્રહ્માંડનો એક ભાગ છીએ.બ્રહ્માંડ રજનીકાંતથી ડરીને જ ભાગી છોટવાના પ્રયાસ રૂપે અહિંતહિં જ્યાંથી શક્ય હોય ત્યાંથી વિસ્તાર પામી રહ્યું છે!

૮૩ જો તમે પ્રથમ પ્રયાસે જ સફળ ન થઈ શકો તો તમે રજનીકાંત નથી!

૮૪ રજનીકાંતની પ્રથમ નોકરી બસ કન્ડક્ટર તરીકેની હતી.એ બસમાંનુ કોઈ બચ્યુ નહોતું!

૮૫ રજનીકાંત ક્યારેય પોતે વાળ ઓળતો નથી, વાળ બિચારા ભયના માર્યા પોતાની મેળે પોતાની જગાએ ગોઠવાઈ જાય છે!

૮૬ ટેનિસની ગેમમાં રજનીકાંત એક માત્ર ખેલાડી છે જે ઇંટની દિવાલને હરાવી શકે છે!

૮૭ રજનીકાંત એક સાથે બે આઈકન્સ પર ડબલ ક્લિક કરી શકે છે!

૮૮ રજનીકાંત બાફેલા ઇંડામાંથી ઓમ્લેટ બનવી શકે છે!

૮૯ રજનીકાંત ગોગલ શા માટે પહેરે છે?તેની આંખોના તેજથી સૂરજનું રક્ષણ કરવા માટે!

૯૦ ઓબામા હાલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા.શા માટે ખબર છે?એવી ઓફર આપવા કે અમેરિકાની આખી સુરક્ષા ટુકડી લઈ લો પણ એક રજનીકાંત અમેરિકાને આપી દો!

૯૧ રજનીકાંત ૧૦૦ મીટર અંતરની દોડવાની હરિફાઈમાં પ્રથમ આવ્યો.પણ આ જોઈ આઈનસ્ટાઈન બેભાન થઈ ગયો.શા માટે ખબર છે?પ્રકાશ ની ઝડપ વિશ્વમાં સૌથી વધુ હોવા છતા તે દ્વિતિય આવ્યો હતો!

૯૨ રજનીકાંત એટલો ઝડપી છે કે તે હંમેશા આજે પહોંચવાનું હોય ત્યાં ગઈ કાલે પહોંચી જાય છે!

૯૩ કેટલાક જાદુગરો પાણી પર ચાલી શકે છે પણ રજનીકાંત જમીન પર તરી શકે છે!

૯૪ રજનીકાંત લક્ષ્યોને દાર્ટબોર્ડ પર ફેંકે છે!

૯૫ રજનીકાંત આંસુઓને પણ રડાવી શકે છે!

૯૬ સર આલ્ફ્રેડ નોબેલને રજનીકાંત એવોર્ડ મળ્યો હતો!

૯૭ એક વાર રજનીકાંત અને સુપરમેન વચ્ચે લડાઈ થઈ.શરત એવી હતી કે જે હારે તેણે જાંગિયો સદાયે પેન્ટની બહાર પહેરવાનો રહેશે!

૯૮ સ્પાઈડરમેન,સુપરમેન,બેટમેન બધાં મળીને એક દિવસ રજનીકાંતને મળવા ગયા.એ દિવસે શું હતું ખબર છે?ગુરૂપૂર્ણિમા!

૯૯ રજનીકાંત ત્યાં સુધી દોડે છે જ્યાં સુધી ટ્રેડમિલ થાકી ન જાય!

૧૦૦ રજનીકાંત જો ૧૦૦ વર્ષ પહેલાં જન્મ્યો હોત તો બ્રિટીશરોએ આઝાદી મેળવવા માટે લડવુ પડ્યું હોત!



('ઈન્ટરનેટ પરથી')

Sunday, November 14, 2010

શીખવા અને સમજવા જેવું...

હિન્દુ ધર્મની ઉત્તમ વસ્તુઓ


-----------------------------------

પુસ્તકોમાં - ગીતા

પ્રાણીઓમાં - ગાય

પક્ષીઓમાં - ગરુડ

પ્રવાહીમાં - ગંગાજળ

દેવોમાં - ગણપતિ

ભોજનમાં - કંસાર

પહાડમાં - હિમાલય

વાહનોમાં - રથ

તીર્થમાં - કાશી

ફળોમાં - નાળિયેર

નદીઓમાં - ગંગા

છોડમાં - તુલસી

શુકનમાં - કંકુ

ધર્મનું પ્રતીક - ૐ



કોણ શું કહે છે?

-----------------

ઘડિયાળ - સમય ચૂકશો નહિં

ધરતી - સહનશીલ બનો

દરિયો - વિશાળ દિલ રાખો

વૃક્ષ - પરોપકારી બનો

કીડી - સંગઠન બળ કેળવો

કૂકડો - વહેલા ઉઠી કામે લાગો

બગલો - કાર્યમાં ચિત્ત પરોવો

સૂર્ય - નિયમિત બનો

મધમાખી - ઉદ્યમી બનો

કોયલ - મીઠાં વચન બોલો

કૂતરો - ધંધામાં વફાદાર રહો

કાગડો - ચતુર બનો



('ઈન્ટરનેટ પરથી')

Sunday, October 31, 2010

પરોપકારી નારાયણ ક્રિષ્ણન

બીજાઓ માટે જીવેલું જીવન જ સાચા અર્થમાં જીવ્યું ગણાય. - આલ્બર્ટ આઈનસ્ટાઈન


પ્રેમ ને ઉદારતા ક્યારેય નકામા જતા નથી.તેમના કારણે હંમેશા ફેર પડે છે. આપનાર ને લેનાર બન્ને માટે તેઓ ફાયદાકારક સાબિત થાય છે. - બાર્બરા ડિ એન્જેલિસ



* * * * * *

તે ભારતનાં કેટલાક ઘરવિહોણા ભૂખ્યાં લોકોને ગરમાગરમ ખાવાનું આપે છે.મારી જેમ તમે પણ કદાચ આ લેખ વાંચતા પહેલા તેનું નામ - નારાયણ ક્રિષ્ણન નહિં સાંભળ્યું હોય.તેની સ્વ-વચનબદ્ધતાની વાત એક દ્રષ્ટાંત સમી છે, આપણાં સૌ માટે.

નારાયણ ક્રિષ્ણન ૨૯ વર્ષનો યુવાન છે અને તે એક પ્રોફેશનલ શેફ છે.તે લોકો માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે.પણ વિશેષતા એ છે કે ક્રિષ્ણન ફક્ત પંચતારક હોટલ જ્યાં તે વ્યવસાયિક ધોરણે ખાવાનું બનાવે છે એટલેથી જ અટકી જતો નથી.તે રોજ સવારે ચાર વાગે ઉઠી જાય છે,ગરમાગરમ ખાવાનું રાંધે છે અને તે બધું પોતાની વેનમાં ભરી લગભગ ૨૦૦ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડી તામિળનાડુ રાજ્યના મદૂરાઈ શહેરમાં રસ્તે રઝળતા બેઘર લોકોનું પેટ ભરી તેમને ખવડાવે છે.

ક્રિશ્ણન રોજ સવારે આ રીતે લગભગ ૪૦૦થીયે વધુ લોકોને પોતાના હાથે જમાડે છે.અને કેટલાંક જરૂર જણાય એવા લોકોના વાળ પણ તે પોતે કાપી આપે છે.

જાણીતી ન્યૂઝચેનલ સી.એન.એન. (CNN) મુજબ, આઠ વર્ષ પહેલાં, એક જાણીતી પંચતારક હોટલમાં શેફ તરીકે ફરજ બજાવતા આ પુરસ્કારવિજેતા રસોઈયાને સ્વિત્ઝરલેન્ડ ખાતે એક ઉચ્ચ હોદ્દાધારી જગા માટે જવાની તક મળી હતી.એ સમયે મદૂરાઈના એક મંદિરે દર્શન કરવા જતી વખતે તેણે એક ગરીબ બેઘર વૃદ્ધને ભૂખના માર્યા પોતાના જ મળને ખાતો જોયો.આ કરુણ કંપારી છૂટી જાય એવા દ્રષ્યે ક્રિષ્ણનનું જીવન બદલી નાંખ્યું.

પોતાના માતાપિતાની નારાજગી વહોરીને, સી. એન. એન મુજબ, ક્રિષ્ણને તેના કારકિર્દી વિષયક ધ્યેયો ત્યજી દઈ પોતાનું જીવન તેમજ વ્યવસાયિક પ્રશિક્ષણ, જેઓ પોતે પોતાનું ધ્યાન રાખી શક્તા નથી તેવા લાચાર નિસહાય લોકોની સેવામાં ખર્ચી નાંખવાનું નક્કી કર્યું.તેણે પોતે એક નોન-પ્રોફિટ સંસ્થા અક્ષય ટ્રસ્ટ સ્થાપી તેના દ્વારા બાર લાખ લોકોને ગરમાગરમ ખવડાવ્યું છે ને હજી વધુ બેઘર લોકોને હવે તે આ સંસ્થા દ્વારા આશ્રય આપવા ઇચ્છે છે.



સી. એન. એન દ્વારા વર્ષ ૨૦૧૦ માટેના ૧૦ સાચા હીરો માં ક્રિષ્ણન એક માત્ર ભારતીય છે.વિશ્વભરની જાહેર જનતા દ્વારા એક ઓન્લાઈન પોલ દ્વારા આ દસ હીરોઝ માંથી એકને સર્વષ્રેષ્ઠ હીરો ચૂંટી કાઢવામાં આવશે.જો આપણે વધુમાં વધુ ભારતીયો ક્રિષ્ણનને વોટ આપીશું તો તે આ ઓન્લાઈન પોલમાં જીતી શકે છે. જે ફક્ત ક્રિષ્ણન માટે જ નહિં, આપણાં સૌ માટે અને આપણાં દેશ - ભારત માટે ગૌરવની વાત બની રહેશે.



ટોપ ૧૦ની યાદીમાં નામાંકિત થવા માટે ક્રિષ્ણનને અમેરિકન ડોલર ૨૫૦૦૦ની ઇનામી રાશિ તો મળી જ છે પણ આપણે બધા તેને મત આપી જીતાડીશું તો ક્રિષ્ણનની વધુ એક લાખ અમેરિકી ડોલર ઇનામમાં મળશે.ક્રિષ્ણનનું સ્વપ્ન પૂર્ણ કરવા અક્ષય ટ્રસ્ટને ઘણાં મોટા નાણા ભંડોળની જરૂર છે,જે આ ઇનામી રાશી દ્વારા સિદ્ધ થઈ શકશે.ચાલો આપણે સૌ ક્રિષ્ણનને તેનું આ સ્વપ્ન સિદ્ધ કરવામાં તેની મદદ કરીએ.

ક્રિષ્ણનને વોટ આપવા http://heroes.cnn.com/vote.aspx આ વેબ સાઈટ પર જાઓ.

આ ઓન્લાઈન પોલ ૧૮મી નવેમ્બર સુધી ચાલુ રહેશે.

એક સારા કાર્યમાં સહભાગી બનીને પણ તમે પોતે તે સારુ કાર્ય કર્યા જેટલું પુણ્ય કમાઓ છો. આ ઓન્લાઈન પોલ વિષે શક્ય એટલા વધુ લોકોને - તમારા મિત્રો,સહપાઠીઓ,સહકર્મચારીઓ,સંબંધીઓ વગેરેને જાણ કરો ને ક્રિષ્ણનને સી. એન. એન હીરો બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરો.

Saturday, October 23, 2010

માણસ જેણે પોતાનું મૃત્યુ વ્હોર્યું...

એક માણસ રેલવેમાં કામ કરતો હતો.એક વાર એમ બન્યું કે એક રાતે તે પોતાનું
નિયત કામ કરવા માટે એક ફ્રીઝર ઉતર્યો અને અકસ્માતે ત્યાંનુ બારણું બંધ થઈ ગયું.તે
ત્યાં ફસાઈ ગયો.

તેણે મદદ માટે ઘણી બૂમો પાડી પણ ઘણું મોડું થયું હોવાથી આસપાસમાં કોઈ ન
હોવાથી કોઈએ તેની બૂમો ન સાંભળી. તેણે બારણું તોડી પાડવાના અથાગ પ્રયત્નો
કર્યા પણ તેની મહેનત નિષ્ફળ ગઈ.

હવે તેને ભય લાગવા માંડ્યો અને જેમ જેમ સમય પસાર થતો ચાલ્યો તેમ તેમ તેને
વધુ ને વધુ ઠંડી લાગવા માંડી.

ભય અને ઠંડી સાથે તેને વધારે ને વધારે અશક્તિ પણ લાગવા માંડી.

તેણે ત્યાંની ભીંત પર લખ્યું:
"મને ખૂબ ઠંડી લાગી રહી છે.હું ભારે નબળાઈનો અનુભવ કરી રહ્યો છું.ઠંડી
અને અશક્તિ વધતાં જ જાય છે...હું મરી રહ્યો છું. કદાચ આ મારા છેલ્લા
શબ્દો હશે..."

બીજે દિવસે સવારે જ્યારે બીજા કામદારોએ ફ્રીઝર કમ્પાર્ટમેન્ટનો દરવાજો
તોડી પાડ્યો ત્યારે તેમને અંદરથી પેલા માણસની લાશ મળી આવી. આ વાર્તામાં
કરુણ વળાંક એ હતો કે થોડા દિવસો અગાઉ તે ફ્રીઝીંગ કમ્પાર્ટમેન્ટનું ઠંડી
ઉત્પન્ન કરતું સાધન ખરાબ થઈ ગયું હતું.

બિચારા પેલા મરી ગયેલા માણસને સાધન ખરાબ થઈ ગયું હોવાની જાણ નહોતી અને
તેને તો એવો જ ખ્યાલ હતો કે ઠંડી ઉત્પન્ન કરનારું સાધન બરાબર કામ કરે જ
છે. આથી તેને તો વધુ ને વધુ ઠંડી અને અશક્તિનો અનુભવ જ થતો રહ્યો અને
છેવટે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.


સફળતાના રહસ્યો:

આપણાં અર્ધજાગૃત મનને છેતરી શકાય છે.આપણું અર્ધજાગૃત મન જાગૃત મન પાસેથી
જ આદેશો સ્વીકારે છે.તેની પાસે જાગૃત મન દ્વારા અપાતા આદેશ કે માહિતીનો
અસ્વીકાર કરવાની બિલકુલ ક્ષમતા નથી હોતી.

બિચારા મરી ગયેલા પેલા માણસે જાગૃત અવસ્થામાં એમ વિચાર્યું કે તેનું શરીર
ઠંડું પડી રહ્યું છે,તેની શારીરિક તાકાત ધીમે ધીમે ક્ષીણ થઈ રહી છે અને
તે મરી રહ્યો છે.તેના અર્ધજાગૃત મને તેના જાગૃત મન પાસેથી આ આદેશ અને
માહિતી મેળવ્યા અને તેને સ્વીકારી તેને ખરેખર અમલમાં મૂકવાનું શરૂ
કર્યું. તેના શરીર પર આની અસર થવા માંડી. અંતે તે મૃત્યુના મુખમાં ધકેલાઈ
ગયો.

ક્યારેક અતિ ઝડપી જીવનની ઘરેડમાં થંભી જતા પણ શીખો અને જીવનને માણો.અતિ
ઝડપી ગતિએ વહેતા જીવનમાં તમે ફક્ત કુદરતી સૌંદર્ય અને આસપાસના નાના નાના
આનંદોને જ માણવાનું નથી ચૂકી જતાં પણ તમે ક્યાં અને શા માટે જઈ રહ્યા છો
તેનું પ્રમાણ ભાન પણ ભૂલી જાઓ છો.

('ઈન્ટરનેટ પરથી')

૨૯ યાદ રાખવા જેવી વાતો

[1] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.


[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.

[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

[28] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !

[29] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ.


(ઇન્ટરનેટ પરથી)

તમે સુખી છો ?

નવાગંતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્નીને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું “તમારા પતિથી તમે સુખી છો ને?”

નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ ની આશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટ્ટાર થઇ ગયા.


એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબ હકારમાં જ હશે.


એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું,


“ના, હું મારા પતિથી સુખી નથી !”


આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ!


પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ!

એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે.


પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં કરતાં એ સ્ત્રી એ આગળ કહ્યું :

“ના, હું એમના-થી સુખી નથી, હું [જાતે] સુખી છું !”


હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારીત નથી , એ બાબત મારા પર આધાર રાખે છે!


“મારૂં સુખ ફક્ત મારા પર આધાર રાખે છે. ”

જિંદગીની દરેક પરિસ્થિતિમાં, દરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરૂં છું.


સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર, બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય તો તો હું મુશ્કેલીમાં મૂકી જઉં!

આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે : માણસો, સંપત્તિ, મારૂં શરીર, હવામાન, ખુશીઓ
આ તમામ પરિવર્તનશીલ છે..

મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું : હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું

બાકીની તમામ બાબતો “અનુભવો” યા તો “પરિસ્થિતિઓ” નો વિષય છે!

જેમ કે મદદરૂપ થવું, સમજવું, સ્વીકારવું, સાંભળવું, સધિયારો આપવો:


મારા પતિ સાથે હું આમ જ જીવું છું.

સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં અને તમારી જાતને ને બીજા બધાંને ચાહવામાં.


.....મને સુખી કરવાની જવાબદારી મારા પતિ ની નથી


એમની પાસે પણ એમના પોતાના “અનુભવો” કે “પરિસ્થિતિઓ” છે!
અમારા સંજોગો ગમે તે હોય , પણ હું એમને ચાહું છું, અને એ મને ચાહે છે
એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું.તમામ વસ્તુઓ બદલાતી રહે છે

ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય અને પરિવર્તનો તો હમેશા આવે જ છે એ જોયું હોય તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ.
જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ તો પરિવર્તનો એવા “અનુભવો યા પરિસ્થિતિઓ” બની રહેશે જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે.

એમ નહી થાય તો આપણે ફક્ત “ સાથે જીવન ગુજારનાર” બની રહેશું.


સાચો પ્રેમ કરવો કઠણ છે. સાચો પ્રેમ એટલે અપેક્ષારહિત્ ક્ષમા આપવી “અનુભવો યા પરિસ્થિતિઓ”ને છે એમ જ સ્વીકારવા અને એમને સાથે રહીને ઝીલવા.


('ઈન્ટરનેટ પરથી')

મહાત્મા ગાંધીજીની રત્નકણિકાઓ (ગાંધી જયંતિ સ્પેશિયલ)

* તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવવો જોઈએ નહિં. માણસાઈ એક મહાસાગર છે, જો મહાસાગરના એકાદ-બે ટીપાં ગંદા હોય તો આખો મહાસાગર ગંદો બની જતો નથી.



* ફક્ત એક હ્રદયની એકાદ કાર્ય દ્વારા જ સચ્ચાઈપૂર્વક કરેલી સેવા હજારો માણસોની પ્રાર્થના કરતાં પણ વધુ સારી છે.


* ચિંતા જેટલું વધુ નુકસાન શરીરને બીજું કંઈ જ પહોંચાડતું નથી અને જેને ઇશ્વરમાં વિશ્વાસ હોય તેણે કદી કોઈ પણ બાબતની ચિંતા કરતા શરમ અનુભવવી જોઈએ.


* પ્રાર્થનામાં હ્રદય વગર શબ્દો હોય એ કરતાં શબ્દો વગરનું હ્રદય હોય એ વધારે સારું છે.


* મિત્રો સાથે મિત્રાચારી તો સામાન્ય છે.પણ જે પોતાને તમારો શત્રુ ગણાવતો હોય તેના પ્રત્યે મિત્રાચારી દાખવવી એ સાચા ધર્મનો મૂળ સાર છે.


* મારા માટે એ સદાય રહસ્ય રહ્યું છે કે કઈ રીતે બીજાને શરમજનક પરિસ્થિતીમાં મૂકી કે બીજાની અવહેલના કરી કોઈ મનુષ્ય પોતાની જાતને માન આપી શક્તા હશે?


* મનુષ્યની જરૂરિયાતને પહોંચી વળે એટલું આ જગતમાં પ્રાપ્ય છે પણ મનુષ્યના લોભને પહોંચી વળે એટલું નહિં.


* હું મનુષ્યના સારા ગુણો પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરું છું.હું પોતે પણ ક્ષતિરહિત નથી તો હું બીજાઓમાં કઈ રીતે દોષ જોઈ શકું?


* જો આપણે જગતને સાચે જ શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધ વિરુદ્ધ જંગ છેડવો હોય તો શરૂઆત બાળકોને શિખવવાથી કરવી જોઈએ.


* જ્યારે તમે જે વિચારો છો, તમે જે બોલો છો અને તમે જે કરો છો તેમાં સુસંગતતા હોય ત્યારે જ તમે સુખી થઈ શકો છો.


* જ્યારે હું સૂર્યાસ્તની અદભૂતતાની કે ચંદ્રની સુંદરતાની પ્રશંસા કરતો હોઉં છું ત્યારે મારો આત્મા પરમાત્માની પૂજા-પ્રાર્થનામાં વધુ વિસ્તાર પામતો હોય છે.


* ક્યારેક ઇશ્વર જેના પર તે પોતાની ખરી કૃપા વરસાવવા ઇચ્છતો હોય તેની સૌથી વધુ કસોટી કરતો હોય છે.


* તમારી જાતની સાચી ઓળખ મેળવવા તમારે તમારી જાતને બીજાઓની સેવામાં ડૂબાડી દેવી જોઈએ.


('ઈન્ટરનેટ પરથી')

Wednesday, September 29, 2010

આરોગ્યના સુભાષિતો...

(૧) આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ

(૨) ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા,
ચોમાસે અજમો-લસણ ભલા, ત્રિફલા જાણી જો બારે માસ

(૩) ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ રોગીનું,
મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું

(૪) બાજરીના રોટલા ને મૂળાના ખાય જો પાન,
હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન

(૫) રોટલા,કઠોળને ભાજી, ખાનારની તબીઅત તાજી
મૂળો, મોગરી,ગાજર, બોર રાતે ખાય તે રહે ન રાજી

(૬) ફણગાવેલા કઠોળ જે ખાય, લાંબો, પોહળો, તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય

(૭) મધ ,આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર
શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર

(૮) ખાંડ,મીઠું અને સોડા એ સફેદ ત્રણ ઝેર કહેવાય,
નિત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિથી જ લેવાય

(૯) કજીયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી

(૧૦) હિંગ,મરચું ને આમલી ને સોપારી ને તેલ
જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ

(૧૧) લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો,
મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો

(૧૨) ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય,
ભીના દાળ ને ગોળ ખાય, તે ઘોડા જેવો થાય

(૧૩) મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ,
બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું માંદુ

(૧૪) આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ
લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પુરા વીસ

(૧૫) કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી,
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી

(૧૬) સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ
ન હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ

('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 18, 2010

ભગવાનનો પત્ર

[ગયા અઠવાડિયે ઇન્ટરનેટ કોર્નરમાં એક બાળકનો 'ભગવાનને પત્ર' વાંચ્યો હતો ને? તો આજે સમગ્ર માનવ જાતને સંબોધીને લખાયેલો 'ભગવાનનો પત્ર' વાંચીએ.]
તારીખ : આજની જ.


પ્રતિ : તમોને જ

વિષય : જિંદગી અને તમે !

ભાઈશ્રી/બહેનશ્રી,

હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય.. જે સાવ બેકાર હોય.

[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે….

હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,

ભગવાનના આશિષ..

Monday, September 6, 2010

ભગવાનને પત્ર

પ્રિય મિત્ર ભગવાન,



જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭માં ધોરણમાં ભણુ છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.


’હું શું કામ ભણું છું’ એની મારા માં-બાપને ખબર નથી. કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે મોકલે છે. ભગવાન, બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!


પ્રશ્ન-૧. હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે, આ મને સમજાતુ નથી…!


પ્રશ્ન-૨. તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મ ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…! આવું કેમ…?


પ્રશ્ન-૩. મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવાનવાં વાઘા…! સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!


પ્રશ્ન-૪.તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશ ભક્તિગીત રજું કરુ છું ત્યારે, સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ આવતા નથી…!


છેલ્લો પ્રશ્ન

પ્રશ્ન-૫. તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે’ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો’ય અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?


શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે…! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માં-બાપ પાસે ફિના કે ટ્યૂશનના પૈસા નથી…તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું…વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.

પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના રૂ.પાંચના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે…! ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ…પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…! જલ્દી કરજે ભગવાન…સમય બહું ઓછો છે તારી પાસે…અને મારી પાસે પણ…!


લી.

એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી

અથવા

ભારતના એક ભાવિ મજૂરના વંદેમાતરમ્‌

('ઈન્ટરનેટ પરથી')

Sunday, August 29, 2010

ત્રણ કાવ્યો

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

કવિ : 'અજ્ઞાત'

**********************************************************************

તું છોડાવી આંગળી મારી ઉડવાને આતુર.
ઉંબર,આંગણ ઓળંગીને જવા દુર સુદૂર.

અમે જ ખોલી'તી બારી,અમે બારણા પણ ખોલીશું.
આવ્યા ત્યારે આવો કીધું, આવજો પણ બોલીશું.

જીવતાં જીવતાં જે સમજાયું ,એ કહેવું છે મારે.
હું જાણું છું તારું જીવન જીવવાનું છે તારે.

બેટા, આવ બેસ પાસે.
સાંભળ. જે કહું છું આજે .

કદીક લાગશે જીવન તો છે મનગમતો તહેવાર,
કદીક લાગશે જીવન તો છે અણગમતો વહેવાર.

જીવનપથ પર મળશે હોટલ, કદીક મળશે ઘર.
શું છે સગવડ? શેમાં સુખ છે?જાણવાનો અવસર.

હોઠ ભીંજવતું પીણું શું? શું તરસ છીપવું , પાણી
શું છે જળ અને શું મૃગજળ એ ભેદ લેવો ને જાણી.

અહંકાર અને અધિકારની મનડું ગૂંથે જાળ.
ઉડતા શીખવી,ઉડવા પણ દઈ, રાખીશું સંભાળ

માંગતા ભૂલી, આપતા શીખો ,પામશો આપોઆપ.
આજ નહીતો કાલે મળશે, વાટ જુઓ ચુપચાપ.

જીવન મળ્યું છે જીવવા માટે લાગણીભીનું જીવો.
તૂટે ત્યાંથી તરત જોડજો, ફાટે ત્યાંથી સીવો.

સડી જાય એ કાપવું પડશે એટલું લેજો જાણી
જાગ્યા ત્યાંથી સવાર સમજો, જીવન બને ઉજાણી.

કોઈને ગમતી રાતરાણી ને કોઈને પારીજાત,
કોઈને ઢળતી રાત ગમે ને કોઈને ગમે પ્રભાત .

પોતપોતાની પસંદમાંહે સહુ કોઈ રહેતા મસ્ત,
સુરજ પાસે શીખવા જેવું : ઉગે તેનો અસ્ત.

સંપતિને, સમૃદ્ધિને, વૈભવ તો છે વહેમ.
"જીવન જીવવા જેવું છે" એના કારણમાં છે પ્રેમ.

બાળપણમાં લન્ચબોક્ષમાં મમ્મી નાસ્તો ભરતી.
કદીક ભાવતું, કદીક તને ના ભાવતુંએ પણ મૂકતી.

ભાવતું જોઇને હરખાતી, નાભાવતું એ ખાતી.
હાથ નહિ રોકાતો, જયારે ભૂખ લાગતી સાચી.

ગમતું ,અણગમતું, સઘળું જે કામનું લાગ્યું મને,
બેટા, એનું જીવનભાથું મેં બંધાવ્યું તને.

આભે ઉડતા જોઈ તને બસ ! અમે રાજી રહેશું
અમારી છે આ દીકરી એમ ગૌરવથી અમે કહેશું.

બેટા, ઊડ હવે તું આગળ !
લખજે તું કદીક કાગળ !

કવિ : 'અજ્ઞાત'

***************************************************************************

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

કવિ : 'અજ્ઞાત'

Saturday, August 28, 2010

'ઇન્ટરનેટ કોર્નર' શ્રેણીનું પાંચમું નવું પુસ્તક 'ઝરૂખો'


જન્મભૂમિમાં છેલ્લા સાત વર્ષ કરતાં પણ વધુ સમયથી નિયમિત રીતે દર શનિવારે 'મહેક' પૂર્તિમાં આવતી વિકાસ ઘનશ્યામ નાયકની લોકપ્રિય કટાર 'ઇન્ટરનેટ કોર્નર' પર આધારિત પાંચમું નવું પુસ્તક 'ઝરૂખો' તાજેતરમાં ગૂર્જર ગ્રંથ કાર્યાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. અગાઉ 'ઇન્ટરનેટ કોર્નર' શ્રેણી હેઠળ જ લેખકના ચાર પુસ્તકો કથાકોર્નર, મહેક, કરંડિયો અને આભૂષણ પ્રકાશિત થઈ ચૂક્યા છે જેમની સારી એવી લોકચાહના મેળવી અત્યાર સુધીમાં ત્રણ આવ્રુતિઓ બહાર પડી ચૂકી છે. આ પુસ્તકોની સફળતા જન્મભૂમિ માટે અને યુવા-લેખક વિકાસ જી. નાયક માટે ગૌરવની વાત છે.આ દરેક પુસ્તકની કિંમત ૭૦ રૂપિયા છે અને જેમણે આ પુસ્તકો ખરીદવાની ઇચ્છા હોય તેઓ વિકાસ નાયકનો તેમના ઇમેલ આઈડી vikas.nayak@gmail.com પર અથવા તેમના મોબાઈલ 9870017704 પર સંપર્ક કરી શકે છે.

Sunday, August 22, 2010

મળવા જેવા માણસ - ડો. દેવી શેટ્ટી

ઘણાં વખત પહેલા ઇન્ટરનેટ કોર્નરમાં આપણે બેંગ્લોરના નારાયણ હ્રદયાલયના સુવિખ્યાત સર્જન-ડોક્ટર દેવી શેટ્ટી સાથેનો 'હ્રદયની કાળજી કેવી રીતે રાખવી' એ વિશે પ્રશ્નોત્તરી ધરાવતો વાર્તાલાપ વાંચ્યો હતો.આજે આપણે આ મહાન હસ્તી વિશેની બીજી એક રસપ્રદ પ્રેરણાત્મક ઉમદા બાબત વાંચીશું.


જો તમે ડો. દેવી શેટ્ટીના પ્રખ્યાત નારાયણ હ્રદયાલયની મુલાકાત લો તો સૌ પ્રથમ તેમાં પ્રવેશતા જ મુખ્ય હોસ્પિટલના બિલ્ડીંગ તરફ દોરી જતા થાંભલાઓ વચ્ચે છાપરા નીચે વચ્ચોવચ્ચ તમને એક નાનકડું ચાર બાજુઓ ધરાવતું દેવસ્થાન જોવા મળશે.તેમાં એક બાજુ મંદિર, બીજી બાજુ ચર્ચ, ત્રીજી બાજુ મસ્જિદ અને ચોથી બાજુ ગુરુદ્વારા બનાવાયેલ છે. નારાયણ હ્રદયાલયના ડોક્ટર્સ તમને કહેશે કે આ એ દેવસ્થળ છે જ્યાંથી કોઈ પણ ઇલાજ સાચા અર્થમાં શરૂ થાય છે - ભગવાન દ્વારા ડોક્ટર્સના હસ્તે.

અહિંથી થોડા આગળ વધો એટલે મુખ્ય હોસ્પિટલના બિલ્ડીંગમાં તમને એક અતિ સુવ્યવસ્થિત સ્વાગતકક્ષ (રીસેપ્શન) જોવા મળશે.થોડું ધ્યાનથી નિરીક્ષણ કરશો તો સ્વાગતખંડના ટેબલપર એક ખૂણે એક નાનકડું પાટિયું મૂકેલું જોવા મળશે જેના પર લખ્યું છે - 'અહિં બંગાળીમાં વાતચીત કરી શકાશે'.

સાહજિક પ્રશ્ન થાય કે આવડી મોટી હોસ્પિટલમાં સ્વાગત કક્ષમાં એક ખૂણે અલાયદી સુવિધા ખાસ બંગાળી દર્દીઓ માટે શીદ ને ?પણ એની પાછળ એક ખાસ કારણ છે.આ હોસ્પિટલમાં અત્યાર સુધીના કેસોનાં સત્તાવાર આંકડા દર્શાવે છે કે અહિં આવનારા દર્દીઓમાં સૌથી વધુ લોકો પશ્ચિમ બંગાળના કે બાંગ્લાદેશના હોય છે.આ દર્દીઓ સાથે આવનાર ગામડાનો કોઈ રહેવાસી કે દર્દીનો પતિ કે પત્ની કે સંબંધી કે મિત્ર આવેલ હોય તેના માટે આ શહેર અણજાણ હોય અને તેમને મુખ્યત્વે બંગાળી ભાષા જ આવડતી હોઈ હોસ્પિટલમાં અંગ્રેજી કે હિન્દીભાષી સ્ટાફ જ સ્વાગતકક્ષ પર પ્રાપ્ય હોય તો તેઓ માટે દર્દીને લઈ આવ્યા હોય એવા કપરા સમયે મુશ્કેલી ઉભી થાય.

ડો. શેટ્ટીએ પોતાની હોસ્પિટલ મોજૂદ માહિતી અને તેમના મુલાકાતી દર્દીઓ કેવું અનુભવે છે એ સમજી તે જ્ઞાનના આધારે બનાવી છે. લાંબા થાકભર્યા દિવસને અંતે ડો. શેટ્ટી પોતાની ઓફિસમાં બેસે છે અને દર્દીઓને પ્રત્યક્ષ ચકાસે છે.તેઓ હંમેશા દર્દી સાથે તેની માતૃભાષામાં થોડી વાતચીત કરે છે.આથી જ તેઓ એ તમામ દર્દીઓનો પ્રેમ સંપાદિત કરે છે અને તેમને આરામદાયી અને સારું મહેસૂસ કરાવે છે.દર્દીના સી.ટી. સ્કેન, રીપોર્ટ્સ વગેરે સઘળી માહિતી તેમજ દર્દીનો સંપૂર્ણ સ્વાસ્થ્ય ઇતિહાસ તેમની પાસે મોજૂદ હોવા છતાં તેઓ એક અતિ બિનજરૂરી અને જૂનવાણી પ્રક્રિયા કરે છે - દર્દીને સ્ટેથોસ્કોપથી ચકાસવાની.પણ તેમના આમ કરવા પાછળ એક ચોક્કસ કારણ છે.તેમની પાસે આવનારા મોટા ભાગના દર્દીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે અને તેમના મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ હોય છે કે જો ડોક્ટર તેમના હ્રદયના ધબકારા સ્ટેથોસ્કોપથી ન સાંભળે તો ડોક્ટરે તેમને બરાબર ચકાસ્યા નથી,તેમના પર બરાબર ધ્યાન આપ્યું નથી.એ તો ઠીક પણ ડો.શેટ્ટી તેમના દર્દીને ચકાસણી દરમ્યાન ઓછામાં ઓછી એક વાર અચૂક સ્પર્શે છે. આજકાલ ડોક્ટર્સ માનવીય સ્પર્શનું મહત્વ,તેની તાકાત સમજતા નથી.સ્પર્શ વગર રોગનું નિવારણ મુશ્કેલ બની જાય છે.સ્પર્શની અસર જાદૂઈ હોય છે.દર્દીને સંપૂર્ણપણે ચકાસ્યા બાદ બિલકુલ શાંતિથી ડો. શેટ્ટી તેમના દર્દીને પૂછે છે 'હવે તમારે મને કંઈ પૂછવું છે?'તેમના જેવી વ્યસ્ત અને મોટી હસ્તી માટે આ જોખમી ગણાય કારણ દર્દીઓને લાંબી લાંબી વાતો કરવી ગમતી હોય છે.પણ ડો. શેટ્ટી માટે આમ કરવું ખૂબ અગત્યની બાબત છે.તેઓ એક સાચા પ્રોફેશનલ છે અને સારા ડોક્ટર પણ.તમે લોકો સાથે કેવી વર્તણૂંક કરો છો તે તેમને યાદ રહે છે.

૧૫ ઓગષ્ટ(આઝાદી દિન) સ્પેશિયલ

ભારત વિષે કેટલાક મહાનુભાવોના વિચારો / ઉક્તિઓ

ભારતીયોના આપણે સૌ રૂણી છીએ કારણ તેમણે જ જગતને (સંખ્યાઓ) ગણતાં શિખવાડ્યું જેના વગર કોઈ મહત્વની વૈગ્નાનિક શોધ સંભવી શકી ન હોત.


- આલ્બર્ટ આઈનસ્ટાઈન

ભારત માનવ જાતનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થળ, ઇતિહાસની માતા, વારસાની નાની અને પરંપરાની પરનાની છે.

- માર્ક ટ્વેન


જ્યારે માનવજાતે અસ્તિત્વનું સ્વપ્ન જોયું તે વખતથી જો કોઈ એક એવી જગા હોય જ્યાં જીવતા માનવીઓના દરેક સ્વપ્નને ઘર મળ્યું હોય તો તે ભારત છે

- ફ્રેન્ચ સ્કોલર રોમે ઈન રોનાલ્ડ


૨૦ સદીઓથી ભારતે સરહદ પાર એક પણ સૈનિક મોકલ્યા વગર ચીન પર જીત મેળવી પ્રભુત્વ હાંસલ કરેલું છે.

- હુ શી (ચીનના ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત)



નીચેનામાંના કેટલાક સત્યો કદાચ તમે જાણતા હશો. થોડા સમય અગાઉ તે એક જર્મન સામયિકમાં છપાયા હતા જે ભારત વિષેના ઐતિહાસિક સત્યો ઉપર આધારિત છે.

૧. ભારતે છેલ્લા ૧૦૦૦ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કે અતિક્રમણ નથી કર્યું.

૨. ભારતમાં સૌ પ્રથમ આંકડા પદ્ધતિ (ગણવા)ની શરૂઆત થઈ હતી. સંખ્યા શૂન્ય (૦) ની શોધ પણ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.

૩. સૌ પ્રથમ યુનિવર્સીટીની સ્થાપના ઈ.સ. પૂર્વે ૭૦૦માં ભારતનાં તક્ષશીલા ખાતે થઈ હતી.અહિં દુનિયાભરના ૧૦,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ૬૦ કરતા વધુ અલગ અલગ વિષયોનો અભ્યાસ કરતા હતાં.ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં ભારતમાં સ્થપાયેલી નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની શિક્ષણ ક્ષેત્રે મેળવેલી એક મહાન સિદ્ધી છે.

૪. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે, ભારતની સંસ્કૃત કમ્પ્યુટર સોફ્ટવેર માટે સૌથી વધુ યોગ્ય ભાષા છે.

૫.આયુર્વેદ માનવજાતને જાણ હોય એવું જુનામાં જુનું ઔષધશાસ્ત્ર છે.

૬. ભલે પશ્ચિમ જગતનાં પ્રસાર માધ્યમો ભારતને એક ગરીબ અને રાજકીય ભ્રષ્ટાચારથી ખદબદતો અલ્પવિક્સીત દેશ ચિતરે પણ એક સમયે ભારત દુનિયાનો સૌથી વધુ શ્રીમંત દેશ હતો.

૭. 'નેવિગેશન'(નદી કે સમુદ્રમાં માર્ગ શોધવાની રીત/પદ્ધતિ)ની શોધ ૫૦૦૦ વર્ષ પહેલા સિંધ નદીમાં થઈ હતી.શબ્દ 'નેવિગેશન' પોતે પણ સંસ્કૃત શબ્દ 'નવગતિ' પરથી બનાવવામાં આવ્યો છે.

Tuesday, August 3, 2010

હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

હું તારો સાચો મિત્ર નથી જો...


તારે મારી સમક્ષ કં પણ બોલતા પહેલા વિચાર કરવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

મારી હાજરીમાં તું જરા જેટલો પણ સંકોચ અનુભવતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

હું તારા માટે કંઈ પણ કરું તેનો તારે આભાર માનવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તારે મને વિનંતી કરવી પડતી હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું વિચારતો હોય કે હું તારા જીવનની નવી ફિલોસોફી જાણવા ઉત્સુક નથી!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું હું જે કહું તે જ સમજે પણ હું જે ન કહું તે ન સમજતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તારા સ્વપ્નો વિષે સાંભળતા મને ઉંઘ આવી જશે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તને દુ:ખમાં જોઈને મારી આંખમાં આંસુ નહિં આવે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે આપણી પ્રથમ મુલાકાત ક્યારે થઈ હતી એ મને યાદ નહિં હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને એ ન દેખાતું હોય કે કઈ રીતે હું તને ખુશ કરવાના હજારો પ્રયત્ન કરતો રહું છું!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને ખ્યાલ ન આવતો હોય કે કઈ રીતે ફક્ત તારું એક સ્મિત મારો દિવસ સાર્થક કરી નાંખે છે!

હું તારો સાચો મિત્ર નથી જો...

જ્યારે તને ખરેખર ખૂબ વાત કરવાની ઇચ્છા હોય પણ તું મારી સામે ચૂપ રહેતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને જ્યારે એવી ઇચ્છા થતી હોય કે આપણે સાથે રહેવું જોઇએ પણ છતાં તું મને એમ કહેતા ખચકાતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું મને હું તારા માટે શું છું એ કહેવામાં ખૂબ વધારે સમય લેતો હોય! શું હું ખરેખર તારો મિત્ર છું?

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



તમારું હ્રદય તમારો પ્રેમ છે...

તમારો પ્રેમ તમારું કુટુંબ છે...

તમારું કુટુંબ તમારું ભવિષ્ય છે...

તમારું ભવિષ્ય તમારું નસીબ છે...

તમારું નસીબ તમારી મહત્વકાંક્ષા છે...

તમારી મહત્વકાંક્ષા તમારી આશા છે...

તમારી આશા તમારો પ્રેરણાસ્ત્રોત છે...

તમારો પ્રેરણાસ્ત્રોત તમારી શ્રદ્ધા છે

તમારી શ્રદ્ધા તમારી શાંતિ છે...

તમારી શાંતિ તમારું લક્ષ્ય છે...

તમારું લક્ષ્ય તમારા મિત્રો છે..

જીવન મિત્રો વગર રસહીન છે...

હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

મિત્રતાની ભાષા શબ્દોની નહિં,અર્થની છે.

જીવન અડધું આપણે તેને જે બનાવીએ તે છે અને બાકીનું અડધું આપણે જે મિત્રો પસંદ કરીએ છીએ તેના દ્વારા બને છે.

દરેક મનુષ્ય જીવનમાં સાચા મિત્ર શોધતો હોય છે.

મિત્ર બનવું એ ખૂબ ઝડપથી થઈ શકે છે,પણ મિત્રતા એ ધીરે ધીરે પાકતું ફળ છે.

મિત્ર એ છે જે તમને સંપૂર્ણપણે જાણે છે અને છતાં તમને પસંદ કરે છે.

જેનો એકાદ મિત્ર હોય એવો કોઈ જ માણસ નકામો હોતો નથી.

પ્રેમ કોઈક મહાન માણસ કરતાં પણ મહાન હોય છે,મિત્રતા પ્રેમ કરતાં પણ મહાન હોય છે.
ભગવાન કરે તમને ખૂબ બધાં મિત્રો મળે અને એ પણ સાચા મિત્રો!

('ઈન્ટરનેટ પરથી')

Sunday, July 25, 2010

સ્વાદિષ્ટ વાનગી અને મોટામાં મોટો વિરોધાભાસનો કેસ

એક કપ નમ્રતા


અડધો કપ ધીરજ

પા કપ ક્ષમા

બે કપ સમજણ

એક કપ પ્રોત્સાહન

બે ચમચી નિસ્વાર્થપણું ભેગા કરી

તેમને ખૂબ બધા વખાણમાં મિશ્ર કરી હલાવો

અને તેમાં ચપટી ચતુરાઈ અને રમૂજ ભભરાવો.

હવે આ મિશ્રણમાં શ્રદ્ધા અને વિશ્વાસરૂપી કાઢો ઉમેરો

અને તેને ૨૪ X ૭ ના પાત્રમાં મૂકી ૩૬૫ ના તાપે રાંધો

અને તૈયાર થયેલ સ્વાદિષ્ટ વાનગી-થાળનો આસ્વાદ જીવનભર માણતા રહો

અને તમારા સગાસ્નેહી સૌ કોઈને પ્રેમપૂર્વક સ્મિતસહિત પીરસતા રહો..!



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સૈકાઓ પહેલાંની વાત છે.એક કાયદાશાસ્ત્રના નિષ્ણાત પાસે એક ગરીબ, પણ ભણીને કાયદાશાસ્ત્રનું જ્ઞાન લેવા ઉત્સુક એવો વિદ્યાર્થી આવી ચડ્યો.

વિદ્યાર્થીએ શિક્ષકને, તે જે દિવસે કોર્ટમાં પોતાનો પહેલો કેસ જીતી જશે એ દિવસે તેમની ફીના પૈસા ચૂકવી દેશે એવી બાંહેધરી આપી, પોતાને કાયદાશાસ્ત્રનું શિક્ષણ આપવા મનાવી લીધા. શિક્ષકેતો પેલા જિજ્ઞાસુ વિદ્યાર્થીને ભણાવવાનું શરૂ કરી દીધું.

વિદ્યાભ્યાસ પૂર્ણ થયા બાદ શિક્ષકે પોતાની ફી યાદ દેવડાવી. વિદ્યાર્થીએ પોતે હજી પહેલો કેસ જીત્યો નથી એવું બહાનુ બતાવી વાત ટાળ્યા કરી.આમ ઘણાં દિવસો પસાર થઈ ગયા. આખરે લાંબો સમય નિકળી જતાં,શિક્ષકે વિદ્યાર્થી પર કેસ કરી આ બાબત અંગે કોર્ટમાં લડી લેવાનો નિર્ણય કર્યો. બંને જણ પોતપોતાનો કેસ જાતે લડી રહ્યા હતા. શિક્ષકે એવી દલીલ કરી કે જો એ આ કેસ જીતે તો કોર્ટના ફરમાન મુજબ હારી ગયેલા વિદ્યાર્થીએ તેની ફીના પૈસા ચૂકવવા પડશે અને જો એ હારી જાય તો વિદ્યાર્થીએ પોતાની શરત મુજબ તેનો પહેલો કેસ જીતી ગયા બાદ ફી ચૂકવીને તેની શરત પૂરી કરવી પડશે.આમ બંને સંજોગોમાં તેને તેના પૈસા મળી જશે.

વિદ્યાર્થી પણ જરાય પાછો પડે એવો નહોતો.આખરે પોતે એ શિક્ષક્નો જ વિદ્યાર્થી હતો ને! તેણે બુદ્ધિમત્તાપૂર્વક સામી દલીલ કરી : "જો હું આ કેસ જીતી જાઉં તો કોર્ટ મારી તરફેણમાં ચુકાદો આપશે જે મુજબ મારે શિક્ષકને કંઈ જ આપવાનું રહેશે નહિં અને જો હું મારો આ પહેલો કેસ હારી જઈશ તો મારી શરત મુજબ મારે શિક્ષકને કંઈ ચૂકવવાનું રહેશે નહિં..!"

આ કેસ આજ સુધીમાં નોંધાયેલ મોટામાં મોટો વિરોધાભાસનો કેસ છે.

('ઈન્ટરનેટ પરથી')

Tuesday, July 20, 2010

સાવધ રહેતા શીખો

એક શિકારી પાસે એક વિશેષ ખાસિયત ધરાવતો કૂતરો હતો.તે પાણી પર ચાલી શકતો હતો.એક દિવસ શિકારીએ પોતાના આ ખાસ કૂતરા અને તેના કૌશલ્યનું પ્રદર્શન કરવા એક મિત્રને પોતાના ઘેર આવવા આમંત્રણ આપ્યું.મિત્ર આવ્યો એટલે તેઓ બંને જંગલમાં ગયા અને તેમણે કેટલાક પંખીઓનો શિકાર એ રીતે કર્યો કે ઉડતા પંખી તેમના તીરથી વિંધાઈ નદીમાં પડી ગયા.તરત શિકારીએ પોતાના કૂતરાને નદીના પાણી પર દોડી જઈ એ પંખીઓના શરીર લઈ આવવા આદેશ આપ્યો.કૂતરાએ તેમ કરી બતાવ્યું.




શિકારીના મનમાં હતું કે તેનો મિત્ર કૂતરાના આ અદભૂત પરાક્રમ અને કૌશલ્ય બદલ પ્રશંસાના પુલ બાંધશે પણ એમ ન બન્યું. તેના મિત્રે કોઈ પ્રતિભાવ જ ન આપ્યો.આખરે ન રહેવાતા શિકારીએ જાતે તેના મિત્રને પૂછ્યું,"તે મારા કૂતરાની અસાધારણ સિદ્ધીની નોંધ લીધી કે નહિં?"પેલા એ ઉડતો જવાબ આપ્યો,"અસાધારણ? ના રે! ઉલટું મેં નોંધ્યું કે તારો કૂતરો ભલે પાણી પર દોડતો હશે પણ તેને પાણીમાં તરતા આવડતું લાગતું નથી."



આપણે જેમના સંપર્કમાં આવીએ છીએ તેમાંના ૯૦ ટકા લોકો નકારાત્મક અભિગમ ધરાવનારા હોય છે.મેંદુવડાના સરસ સ્વાદને ધ્યાનમાં ન લેતા આવા લોકો તેના કાણા પર વધુ ધ્યાન આપે છે.આવા લોકો પાસેથી પ્રેરણા, પ્રશંસા કે પ્રોત્સાહનની અપેક્ષા ન રાખશો.તેઓ તમને તમે કોઈ વિકટ પરિસ્થિતીમાં ફસાયા હશો તો તેમાંથી બહાર કાઢી શકશે નહિં.ઉલટું એ તમને એ વિકટ પરિસ્થિતીમાં વધુ ઉંડા ખૂંપવશે.આથી આવા લોકોથી સાવધ રહેતા શીખો,તેમની સાથે વધુ સમય ન વિતાવો અને તેમને તમારા સપના વિખેરી નાંખવાનો મોકો ન આપશો.
 
('ઈન્ટરનેટ પરથી')

Sunday, July 11, 2010

અનોખી સિદ્ધિ

[કોલકાતામાં પ્રકાશિત થતાં સામાયિક 'સાંવરી' માં છપાયેલ એક અતિ પ્રેરણાત્મક લેખ ગુજરાતી વેબસાઈટ 'રીડ ગુજરાતી' (www.readgujarati.com) પર ચંદ્રિકા થાનકીએ રજૂ કર્યો હતો જે આજે ઇન્ટરનેટ કોર્નરમાં આવરી લીધો છે.વાંચવા અને વંચાવવા લાયક આ લેખ તમને સૌને ગમશે એવી આશા છે.]


નાનપણથી સંઘર્ષ કરીને જેણે ઉંમરના આઠ દાયકા વિતાવ્યા હોય એવી મહિલા 81મા વર્ષે શું કરતી હોય, એવો પ્રશ્ન જો કોઈને પૂછીએ તો એવો જવાબ મળે કે આ ઉંમરે મહિલા બહુબહુ તો પ્રભુભજનમાં સમય વ્યતિત કરતી હોય, સવારસાંજ દેવદર્શને જતી હોય, પોતાનાં પૌત્રો-દૌહિત્રોને રમાડતી હોય અને એ રીતે સમય પસાર કરતી હોય – પણ જો વાત મંદાકિનીબેન દ્રવિડની હોય તો તેમને આ બધું બહુ ઓછું લાગુ પડે છે. સામાન્યપણે 81મા વર્ષે સ્ત્રી જે કંઈ કરતી હોય કે કરી શકતી હોય તેના કરતાં તેઓ કંઈક જુદું જ કરી રહ્યાં છે અને તેઓ જે કંઈ કરી રહ્યાં છે અને કરી શક્યાં છે એ જોઈને માત્ર તેમની ઉંમરની જ નહિ, તેમનાથી ઘણી નાની ઉંમરની મહિલાઓને પણ તેમની ભારોભાર ઈર્ષ્યા આવે તેવું છે. ગયા વર્ષે મંદાકિની દ્રવિડને પૂણે યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે.





આ ઉંમરે પી.એચ.ડી. થવું એનો અર્થ શો એ ભાગ્યે જ કોઈને સમજાવવું પડે તેમ છે. તેઓ પોતે આ સિદ્ધિને એક જંગ જીતવા સમાન ગણાવે છે. કારણ કે આ ઉંમરે પી.એચ.ડી. થવું કેટલું મુશ્કેલ હોઈ શકે એ કહાણી તેમની પાસેથી સાંભળીએ તો જ ખ્યાલ આવે. તેઓ આ થિસિસ તૈયાર કરતાં હતાં એ દરમ્યાન જ તેમના એકમાત્ર પુત્રનું અવસાન થયું હતું. થિસિસ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા પછી વાઈવા આપ્યા બાદ પણ જાણે એવું લાગતું હતું કે યુનિવર્સિટીનો નિર્ણય આવતાં જાણે યુગો સુધી રાહ જોવી પડશે. મંદાકિનીના કહેવા મુજબ તેમણે 2006માં પોતાનો થિસિસ સબમિટ કર્યો હતો અને 2008ની 8 એપ્રિલે વાઈવા લેવાયો હતો. એ પછી બે માસ વીતી જવા છતાં યુનિવર્સિટી તરફથી કોઈ હિલચાલ ન થતાં ગયા 2008ના જૂનના અંતે તેમણે કંટાળીને બૉર્ડ ઑફ કૉલેજ ઍન્ડ યુનિવર્સિટી ડેવલપમેન્ટના ડિરેક્ટરને એક પત્ર લખ્યો. પછી તેમને જાણવા મળ્યું હતું કે યુનિવર્સિટીમાં સંબંધિત કલાર્કની આળસને કારણે તેમનું કામ ખોરંભે પડ્યું હતું. ડિરેક્ટરને જેવો પત્ર મળ્યો કે તરત આદેશો છૂટ્યા અને મંદાકિની દ્રવિડના થિસિસને માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાઈ ગયો.


મંદાકિની દ્રવિડે તેમનાં ગાઈડ સુનંદા કૌશિકના માર્ગદર્શન હેઠળ ‘મેડિકલ ઍન્ડ સાઈકિયાટ્રિક સોશિયલ પ્રેક્ટિશનર્સ પ્રોસેસ ઍન્ડ એનાલિસિસ’ વિષય પર થિસિસ લખ્યો છે અને વધુ મહત્વની વાત એ છે કે આખો થિસિસ તેમના અંગત અનુભવો પર આધારિત છે અને તેમાંનો એક ફકરો પણ કોઈ સંદર્ભ સામગ્રીમાંથી લેવાયો નથી. આજે પૂણે સ્થિત એન્જિનિયરિંગ અને એનર્જી કંપની ‘થર્મેક્સ’ સાથે કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતાં મંદાકિની કહે છે, ‘મારા ચાલીસ વર્ષના અનુભવોને કારણે થિસિસ પૂરો થઈ શક્યો. મેં જે કંઈ કામ કર્યું છે એ સંપૂર્ણ અધિકૃત છે અને મારાં ગાઈડના સતત પ્રોત્સાહનને કારણે એ બધું શક્ય બની શક્યું છે. તેમણે જ મને કહ્યું કે મારી પાસે જે અનુભવો છે તે કાગળ પર ઊતરવા જોઈએ, જેથી નવી પેઢીને તે કામમાં આવી શકે અને તેમના માટે માર્ગદર્શન રૂપ બની શકે. એટલે આ કામ કરતી વખતે મારી ઉંમર તેમાં જરાય અવરોધક બની નહોતી કારણ કે મારી પાસે જે અનુભવોનું ભાથું છે અને જે કંઈ મારા દિમાગમાં છે એ બધું જ કાગળ પર અવતર્યું છે.’

આફત અને ઉંમર દઢ સંકલ્પને કશું કરી શકતાં નથી એનું મંદાકિની દ્રવિડ જીવંત ઉદાહરણ બની ગયાં છે. પરિસ્થિતિને આધિન કે નસીબમાં માંડ્યું છે તેમ માનીને જીવવાનું તેમણે કદી મંજૂર રાખ્યું નહિ. તેમણે ક્યા સંજોગોમાંથી પસાર થઈને આ સિદ્ધિ મેળવી અને કેવો કેવો સંઘર્ષ કર્યો એ જાણ્યા પછી આ વાત વધુ સારી રીતે સમજી શકાય.

મંદાકિની માત્ર તેર વર્ષનાં હતાં ત્યારે પિતાનું અવસાન થતાં એમને માથે ઘણી મોટી જવાબદારી આવી પડી હતી. લગભગ સાતેક દાયકા પહેલાંના સમાજમાં એક ગરીબ પરિવારની કિશોરીની કલ્પના કરી જુઓ. માતા, બે નાના ભાઈઓ, દાદી અને કાકી એ બધાંનો આધાર આ તેર વર્ષની છોકરી હતી. એ કમાય તો કુટુંબ ખાઈ શકે એવી સ્થિતિ હતી. આથી એણે સ્થાનિક જિલ્લા કલેકટરની કચેરીમાં નોકરી કરવાનું શરૂ કર્યું. ભણવાનું ચાલુ રાખવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેણે શાળાને તિલાંજલિ આપવી પડી. એકાદ વર્ષ તો મહિનાના 25 રૂપિયાના પગારે એણે નોકરી કરી. તેની મહેનત જોઈને તેના મામા પ્રભાવિત થયા. તેમણે થોડી આર્થિક મદદ કરવા માંડી એટલે મંદાકિનીએ ફરી ભણવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. 1945નું એ વર્ષ હતું. તેઓ 16 વર્ષનાં થઈ ચૂક્યાં હતાં એટલે તેમનાં લગ્ન કરી દેવાયાં. તેમનો પતિ હથિયારોની ફેકટરીમાં કામ કરતો હતો. આ લગ્નજીવનના પરિપાક રૂપે 1949માં તેઓ એક પુત્રનાં માતા બન્યાં. તેનું નામ દિલીપ રખાયું. દરમ્યાનમાં તેમના લગ્નજીવનની નાવ સતત હાલકડોલક થતી રહેતી હતી. પુત્રની માતા બન્યા પછી પણ લગ્નજીવનનું ગાડું કોઈ રીતે થાળે પડે એવું ન લાગતાં છૂટાછેડા લઈ લીધા.

1949ના એ વર્ષે જ તેમણે પૂણેની સાસુન હોસ્પિટલમાં જુનિયર કારકુનની નોકરી મેળવી લીધી. તેઓ નોકરીએ જતાં ત્યારે બાળકની સંભાળ દાદી અને માતા રાખતાં. હોસ્પિટલમાં દર્દીઓની પથારીની વ્યવસ્થા સંભાળવાનું કામ કરવા સાથે તેમણે ફરી ભણવાનું ચાલુ કર્યું અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે સ્થાતક થયાં. હોસ્પિટલમાં પોતાના કામ દરમ્યાન તેઓ દર્દીઓની વેદના અને એકલતાના જગતમાં વધુ ઊંડા ઊતર્યાં. તેને એમ થતું કે આ દર્દીઓની માનસિક સ્થિતિનો વિચાર કરવો જોઈએ. માત્ર એમના માટે એલોપથી દવાઓ જ પૂરતી નથી. એ પછી એમણે માનસિક બીમારીથી પીડાતા દર્દીઓના જીવનમાં રસ લેવા માંડ્યો. 1959માં તેમણે બે વર્ષની રજા લીધી અને મુંબઈમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સીઝમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી. 1962માં ફરી પાછાં દર્દીઓની વચ્ચે આવેલાં મંદાકિનીને લાગ્યું કે માનસિક રીતે બીમાર દર્દીઓના કિસ્સાઓમાં પશ્ચિમના સિદ્ધાંતો ભારતીય પ્રશ્નોનો પૂરી રીતે ઉકેલ આપી શકે તેમ નથી. એથી તેમણે માનસિક રીતે બીમાર દર્દીઓને કેવી સારવાર આપવી જોઈએ એ વિષે સંશોધન શરૂ કર્યું. તેમના સંપર્કમાં જે દર્દીઓ આવતા તેમની સામાજિક અને પારિવારિક સ્થિતિઓનો પણ તેઓ અભ્યાસ કરતાં ગયાં. તેમના ધ્યાનમાં એવી ઘણી બાબતો આવતી ગઈ જે દર્દીની જે તે બીમારી સાથે દેખીતી રીતે સીધી સંકળાયેલી ન લાગતી હોય પણ કોઈક સ્તરે તે માટે જવાબદાર તો હોય જ.

મંદાકિનીએ 1964માં ગરીબ દર્દીઓને બ્લડ ડોનેશન અને આર્થિક તથા દવાઓની મદદ કરી શકાય તે માટે ‘સોસાયટી ઑફ ધ ફ્રેન્ડઝ ઑફ સાસુન હોસ્પિટલ’ની સ્થાપના કરી. હોસ્પિટલે તેના માટે જરૂરી જગ્યાની વ્યવસ્થા કરી આપી અને કેટલાક સામાજિક કાર્યકરોએ તેને માટે ફંડ ઊભું કરવા ચેરિટી કાર્યક્રમોનું આયોજન કર્યું અને દાતાઓ પાસે ટહેલ નાંખી. 1965માં ફુલબ્રાઈટ સ્કોલરશિપ મળતાં મંદાકિની છ મહિના અમેરિકા ગયાં. ત્યાં કેલિફોર્નિયામાં ખૂબ સારા પગારે તેમને નોકરીની ઓફર થઈ, પણ તેનો ઈન્કાર કરીને તેઓ સાસુન હોસ્પિટલમાં પરત આવી ગયાં. હોસ્પિટલમાં નવજાત બાળકોને તરછોડી જવાના કિસ્સા વધી રહ્યા છે એ ધ્યાન પર આવતાં 1974માં એક અનાથાલય અને દત્તક કેન્દ્ર ‘શ્રી વત્સ’ શરૂ કરવા તેમણે હોસ્પિટલના સત્તાવાળાઓને સમજાવ્યા. સાસુન હોસ્પિટલમાં મંદાકિની દ્રવિડની સેવાઓની અને પ્રવૃત્તિઓની એવી સુવાસ ફેલાયલી છે કે તેમના વિચારને તરત અમલમાં મૂકી દેવાય છે. આજે ‘શ્રીવત્સ’ પૂણેનું એક અગ્રણી દત્તક કેન્દ્ર બની ગયું છે.

સાસુન હોસ્પિટલમાંથી 1985માં તેઓ નિવૃત્ત થયાં પછી પાર્ટ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે થર્મેક્સમાં જોડાયાં. કંપનીનાં ચેરપર્સન અનુ આગાએ તેમને કહી દીધું છે કે જ્યાં સુધી તેમની ઈચ્છા હોય ત્યાં સુધી તેઓ તેમનું આ કામ ચાલુ રાખી શકે છે. આજે આ કામ કરતાં પણ તેમને લગભગ અઢી દાયકા થવા આવ્યા છે. થર્મેક્સમાં પાર્ટ ટાઈમ જોડાવા સાથે મંદાકિની મુક્તાંગન રિહેબિલિટેશન સેન્ટર ફોર ડ્રગ એડિક્સ, કોઢવા, લેપ્રસી હોસ્પિટલ અને સંજીવની હોસ્પિટલ સાથે પણ કામ કરતાં રહ્યાં. એ દરમ્યાન કંપનીના સેંકડો કર્મચારીઓના દારૂની લતથી માંડીને અનેકવિધ પ્રશ્નો ઉકેલવામાં તેઓ મદદરૂપ થતાં રહ્યાં છે. સુનંદા કૌશિક મંદાકિનીનાં સહાધ્યાયી રહી ચૂક્યાં છે. મંદાકિની 40 વર્ષનો જે અનુભવ ધરાવે છે તેનો ભાવિ પેઢીને પણ લાભ મળે તે માટે થિસિસ લખવા તેમને પ્રેર્યાં. પોતાનું કામ ચાલુ રાખવા સાથે આ નવું કામ પણ શરૂ કરી દીધું. એ દરમ્યાન 2002માં તેમના પુત્રનો કેન્સરે ભોગ લીધો. પુત્રના કસમયના મોતે તેમને હચમચાવી દીધાં, પણ થોડા જ સમયમાં સ્વસ્થ થઈ ફરી દિવસે થર્મેક્સનું કામ અને રાત્રે થિસિસનું કામ કરવામાં લાગી ગયાં.

તેમનાં ગાઈડ સુનંદા કહે છે, ’81 વર્ષની ઉંમરે કોઈ આવું થકવી નાખનારું કામ કઈ રીતે કરી શકે એ ખરેખર નવાઈની વાત છે, પણ મંદાકિની દ્રવિડ આ કામ કરીને અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયાં છે. આ થિસિસમાં માનસિક રીતે બીમાર દર્દીઓની સંભાળના સંદર્ભમાં બાબતો તેમણે આવરી લીધી છે તે એટલી મહત્વની છે કે એક દિવસ એવો પણ આવશે કે આ થિસિસનું વાચન વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવી દેવાશે.’

આજે તેમની પુત્રવધૂ અને બે દૌહિત્રી 24 વર્ષીય સોનિયા અને 20 વર્ષીય મિતાલી મુંબઈમાં રહે છે. જીવનભર બીજાઓને ઉપયોગી થનારી આ મહિલા મંદાકિની દ્રવિડને 81 વર્ષની ઉંમરે એકલતા સાલે છે ખરી ? – જવાબમાં તેઓ કહે છે, જરાય નહિ. મને મારી જ કંપની પૂરતી છે.

Monday, July 5, 2010

ર3 દિવસમાં તંદુરસ્તી

ર3 આધ્યાત્મિક ગોળીઓ ર3 દિવસની શક્તિ માટે ...

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.
* સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.
* સમય ન વેડફો – મહામૂલી જણસ છે.
* અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
* દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.
* શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.
* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
* વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.
* ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.
* મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.

Thursday, July 1, 2010

ભગવાન અને એક પ્યાલું દૂધ

આ વાર્તા વાંચી,જો તમે શ્રદ્ધાળુ હશો તો તમને એક અનેરા રોમાંચની લાગણીનો અનુભવ થશે અને તમે બોલી ઉઠશો આપણો ભગવાન ખરેખર ગજબનો છે!

એક શ્રદ્ધાળુ યુવક કોઈક મહાત્માનું પ્રવચન સાંભળી પાછો પોતાને ઘેર જઈ રહ્યો હતો.માર્ગમાં તે મહાત્માએ કરેલા પ્રવચનનો સાર પોતાનાં મિત્રો સાથે ચર્ચી રહ્યો હતો.મહાત્મા એ કહ્યું હતું તમે ભગવાનનો અવાજ સાંભળો અને તેને અનુસરો.યુવકે તેના મિત્રો સમક્ષ પોતાની શંકા વ્યક્ત કરી શું આજના યુગમાંયે ઇશ્વર મનુષ્ય સાથે વાત કરતો હશે?
તેઓ એક ધાબામાં વાળુ કરવા ગયા અને ત્યાં તેના મિત્રોએ પોતપોતાના અનુભવોની અને કઈ રીતે ભગવાને તેમને સાચો માર્ગ સૂઝાડી તેમની મદદ કરી હતી તે વિષે ચર્ચા કરી. રાતે દસેક વાગે તેઓ છૂટા પડ્યા અને યુવકે ગાડી પોતાના ઘર તરફ હંકારી.રસ્તામાં તેણે મનોમન પ્રાર્થના કરી,"હે ભગવાન,જો તું ખરેખર લોકો સાથે વાત કરતો હોય તો આજે મારી સાથે પણ વાત કર.હું તને સાંભળીશ અને તું જે કરવા કહીશ તે હું કરીશ. "
જેવો તે થોડે દૂર પહોંચ્યો ત્યાં તેને એક વિચિત્ર સ્ફૂરણા થઈ અને તે ગાડી અટકાવી પોતાને થયેલા આદેશાનુસાર એક પ્યાલુ દૂધ ખરીદવા ઉતરી પડ્યો. તે હજી અવઢવમાં હતો શું આ ખરેખર ઇશ્વરનો સંદેશ હતો જેને અનુસરી તે દૂધ વેચાતું લેવા આમ અચાનક રસ્તા પર પોતાની ગાડી બાજુએ મૂકી ઉતરી પડ્યો હતો?
તેણે વિચાર્યું જો એમ ન પણ હોય તો લીધેલું દૂધ કંઈ નકામું તો જવાનું નથી. એ દૂધ તે ઘેર લઈ જશે અને માને આપી દેશે.આમ વિચારતો હતો ત્યાં જ સામે દૂધની દુકાન દેખાઈ.તેણે એક પાવલુ દૂધ ખરીદ્યુ અને ગાડીમાં બેસી તે થોડો આગળ વધ્યો. જેવો તે થોડો વધુ આગળ ગયો ત્યાં સાતમી ગલી પાસે ફરી તેને એવી અદમ્ય ઇચ્છા થઈ આવી કે તેણે ડાબી તરફ આગળ વધવું જોઇએ.તેના ઘરનો રસ્તો જમણી તરફ હતો.આમ છતાં તેને ડાબી બાજુ જવાનો વિચાર આવ્યો એ વાતનું આશ્ચર્ય તો તેને હતું જ પણ ડાબી બાજુ જવાની ઇચ્છા એટલી પ્રબળ હતી કે તેણે ગાડી એ બાજુ હંકારી. તેને પોતાને પોતાના આ વર્તનથી નવાઈ લાગી રહી હતી.તેણે કહ્યું,"ભગવાન આ પણ તારો જ સંકેત લાગે છે.આજે હું તારી દરેક વાત સાંભળી તને અનુસરવાનો છું."
થોડે આગળ વધ્યા બાદ એક ચોક્કસ જગાએ તેને એવી લાગણી થઈ કે હવે તેણે અટકી જવું જોઇએ.તેણે ગાડી થોભાવી અને આજુબાજુ નજર ફેરવી. સોપો પડી ગયો હતો અને કોઈ કહેતા કોઈ નજરે ચડતુ નહોતું.બધા ઘરોમાં બંધ થઈ સૂઈ ગયા હશે એમ તેને લાગ્યું. ત્યાં તેનું ધ્યાન ગાડી ઉભી રાખી હતી તેની બરાબર સામે એક ઘર પર ગયું અને તેને જાણે એવો આદેશ મળ્યો કે તેણે એ ઘરમાં જઈ દૂધ આપી દેવું જોઇએ.તેણે વિચાર્યું:"આ ઘરમાં કોણ કોણ હશે? તેઓ સુઈ ગયા હશે અને હું અડધી રાતે તેમનું બારણું ખખડાવીશ અને તેમને દૂધ આપીશ તો હું ગાંડામાં જ ખપીશ." પણ પાછો તરત તેને બીજો વિચાર આવ્યો કે આ તો ભગવાનનો આદેશ હતો. એ કઈ રીતે ખોટો હોઈ જ શકે?ભલે પછી હું ગાંડામાં ખપુ.પ્રભુની જો એવી જ ઇચ્છા હોય તો એમ ખરું.
તેણે ગાડીમાંથી બહાર આવી તે ઘરનું બારણું ખખડાવ્યું. તેને ઘરની અંદર ગણગણાટ સંભળાયો.
એક પુરુષે અંદરથી બૂમ પાડી,"કોણ છે?શું જોઇએ છે?" અને તરત બારણું ઉઘડ્યું.પેલો પુરુષ ઉંઘમાંથી ઉઠીને આવ્યો હોય તેવો લઘરવઘર દેખાતો હતો અને તેના ચહેરા પર વિચિત્ર હાવભાવ ઉપસી આવ્યા હતાં.એક અજાણ્યા માણસને અડધી રાતે પોતાને બારણે ઉભેલો જોઈ તેને ખુશી થઈ હોય તેવું જણાતુ નહોતું. તે વધુ કંઈ બોલે એ પહેલા યુવકે દૂધ ભરેલું પ્યાલુ તે પુરુષ સમક્ષ ધરી કહ્યું "આ દૂધ તમારા માટે."
પેલા પુરુષે તરત દૂધનું પ્યાલુ લઈ લીધું અને તે મોટેથી કંઈક બબડતો ઘરની અંદર દોડી ગયો. યુવકે નોંધ્યુ કે ઘરમાં એક સ્ત્રી અને રડી રહેલું એક બાળક પણ હતાં.થોડી જ વારમાં બાળકના રડવાનો અવાજ બંધ થઈ ગયો હતો અને પેલો પુરુષ તેની પત્નિ સાથે બહાર આવ્યો.તેની આંખોમાં આંસુ હતાં.તે બોલ્યો,"અમે ભગવાનને પ્રાર્થના જ કરતા હતાં.મસમોટા બિલ ભરવાને કારણે આ મહિને મારી પાસે બિલકુલ પૈસા બચ્યા નહોતા અને બે દિવસથી તો પરિસ્થિતી એટલી વણસી ચૂકી હતી કે મારી પાસે મારા બાળક્ને પીવડાવવાના દૂધના પણ પૈસા નહોતા.
હવે પેલા પુરુષની પત્નિ રડતા રડતા બોલી, "મેં થોડી ક્ષણો પહેલાં જ ભગવાનને કહ્યું કે મારા આંગણે કોઈ દેવદૂત મોકલી આપો જે મારા બાળક માટે દૂધ લઈ આવ્યો હોય.શું સાચે જ તમે દેવદૂત છો?"
યુવકે તરત પોતાના ખિસ્સામાં હાથ નાંખી જેટલા પૈસા હાથમાં આવ્યા તે બધાં પેલા પુરુષના હાથમાં મૂકી દીધા અને તે પોતાની ગાડી તરફ દોડ્યો અને ગળગળો થઈ ચોધાર આંસુએ રડી પડ્યો.તેને ખાતરી થઈ ચૂકી હતી કે ભગવાન હજી તમારી સાથે વાતચીત કરે છે, તમારી પ્રાર્થના સાંભળે છે.

ભગવાનને કહેવાનું બંધ કરો કે તમારી આફતો કેવડી મોટી છે,બલ્કે આફતોનો સામનો કરતાં, તેમને જણાવો કે તમારો ભગવાન કેટલો મોટો છે.

મારે જાવું છે...

મારે જાવું છે જીવનના એ સમયખંડમાં પાછા...

જયારે નિર્દોષતા કુદરતી અને સહજ હતી,
કૃત્રિમ અને બનાવટી નહિં....

જ્યારે ઉંચા જવાનો અર્થ થતો હતો ઝૂલે બેઠા બેઠા
અને નહિં કે ઓફિસમાં મળતી બઢતીના સંદર્ભમાં...

જ્યારે 'પીવા' નો અર્થ થતો હતો રસના ઓરેન્જ,
નહિં કે બીયર કે વ્હિસ્કી...

જ્યારે મારા પિતા જ મારા માટે એકમાત્ર હીરો હતા,
નહિં કે શાહરુખ કે હ્રિતિક...

જ્યારે મારા માટે પ્રેમ એટલે માતાનું આલિંગન હતું,
નહિં કે મારી ગર્લફ્રેન્ડ્ઝ નું..

જ્યારે પિતાનો ખભો મારા માટે ધરતી પરનું સર્વોચ્ચ સ્થળ હતું,
મારું ઓફિસનું પદ નહિં...

જ્યારે મારા મોટામાં મોટા શત્રુઓ હતાં મારા ભાઈ-બહેન-સમવયસ્ક મિત્રો,
નહિં કે મારા મેનેજર અને ઉપરીઓ...

જ્યારે જખમ પહોંચાડનારી વસ્તુ હતી રમતા રમતા ઘાયલ થઈ છોલાઈ ગયેલા કોણી અને ઘૂંટણ,
નહિં કે કોઈના કડવા શબ્દબાણથી વિંધાયેલ હ્રદયને લીધે ગાલને ભીના કરનાર આંખમાંથી વહેતી અશ્રુઓની ધાર...

જ્યારે તૂટનાર એકમાત્ર ચીજ હતી રમકડા
અને નહિં કે મરી રહેલા હ્રદય...

અને જ્યારે 'ગૂડ બાય' નો અર્થ થતો હતો આવતી કાલ સુધી...
નહિં કે વર્ષો ના વર્ષ...

ક્યારેય તમારા જીવનમાં ચાર વસ્તુઓ તોડશો નહિં - વિશ્વાસ, વચન, સંબંધ અને હ્રદય...
કારણ જ્યારે આમાંથી કોઈ પણ એક તૂટે છે ત્યારે અવાજ થતો નથી પણ પારાવાર વેદનાનો અનુભવ થાય છે...

Saturday, June 12, 2010

જીવનયાત્રાનો સાચો માર્ગ

૧. જ્યાં બે કે તેથી વધુ રસ્તા અલગ અલગ દિશામાં જતા હોય,ત્યાંથી જ એક નવા માર્ગની શરૂઆત થતી હોય છે.ત્યાં થોડી વાર ઉભા રહી,થોડું વિચારી તમે નિર્ણય લઈ શકો છો કે તમારે કઈ દિશામાં જવું છે.પણ ત્યાં ઉભા રહીને વિચારવામાં એટલો લાંબો સમય પણ ન લગાડશો કે તમે ત્યાં જ ઉભા રહી જાવ અને યોગ્ય સમય અને તક ચાલ્યા જાય.તમારી જાતને સાચા માર્ગની પસંદગી વેળાએ કાર્લોસ કાસ્ટાનેડા વાળો ક્લાસિક પ્રશ્ન પૂછો:આ બધા માર્ગો પૈકી કયા માર્ગ પાસે/સાથે હ્રદય છે?

૨. કોઈ પણ માર્ગ શાશ્વત નથી.સારા માર્ગ પર થોડા સમય માટે ચાલવું આશિર્વાદ સમાન હોઈ શકે છે પણ એક દિવસ ચોક્કસ તે માર્ગનો અંત આવવાનો છે આથી એ કોઈ પણ ઘડીએ છોડવાની તમારી તૈયારી હોવી જોઇએ.

૩. તમારા માર્ગને સન્માન આપો.એ તમારી પસંદગી હતી,તમારો નિર્ણય હતો અને જો તમે જે ભૂમિ પર તમારા પગ છે તેનું માન રાખશો તો એ ભૂમિ પણ તમારા પગનું સન્માન રાખશે.હંમેશા તમારા માર્ગને સારામાં સારી રીતે જાળવવા પ્રયત્નશીલ રહો તો એ તમને જાળવશે.

૪. જરૂરી સાધનસામગ્રી થી સુસજ્જ રહો.યાત્રા માટે હંમેશા પોતાની સાથે એક ચટાઈ,ચાકુ,નાનો ભાલો વગેરે રાખો.કયુ શસ્ત્ર ક્યારે વાપરવું તેનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે.ચાકુથી તમે સુકા પાંદડા કાપી શકો નહિં અને ઉંડા મૂળિયા ધરાવતી ઔષધિય વનસ્પતિ માટે તમે નાનકડા ભાલાનો ઉપયોગ કરી શકો નહિં.તમારા શસ્ત્રોને સદાયે ધારદાર અને સજ્જ રાખો કારણ યાત્રા દરમ્યાન તે તમારા શ્રેષ્ઠ મિત્રો છે.

૫.માર્ગ આગળપાછળ થયા કરે છે.ક્યારેક તમારે પાછા ફરવું પડે,તમારી કોઈક ખોવાઈ ગયેલી કે પાછળ રહી ગયેલી વસ્તુ પાછી મેળવવા માટે અથવા કોઈકને આપવાના સંદેશનો પત્ર તમારા ખિસ્સામાં જ રહી જવા પામ્યો હોય તે યોગ્ય વ્યક્તિને પહોંચાડવા માટે. તમે કરેલા સાચા અને સારા માર્ગની પસંદગી આવે વખતે પાછા ફરવાને કારણે તમારા માટે કોઈ મોટી મુસીબત ઉભી કરતી નથી.

૬. તમારી આસપાસની બીજી બધી વસ્તુઓનું ધ્યાન રાખતા પહેલા તમારા પસંદ કરેલા માર્ગનું ધ્યાન રાખો.સજાગતા અને ધ્યાન ખૂબ મહત્વના છે.માર્ગની બાજુમાં પડેલા સૂકા પાંદડા પર ધ્યાન આપી ગુમરાહ ન થતા.તમારા પગલા જે માર્ગે સ્વીકાર્યા છે તે માર્ગનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે તમારી શક્તિ વાપરો.

૭. ધૈર્યવાન બનો.કેટલીક વાર તમારે એક નું એક કાર્ય વારંવાર કરવું પડશે જેમ કે માર્ગમાં વચ્ચે આવતા ઝાંખરા કાપી ને દૂર કરવા કે અણધાર્યા વરસાદથી સર્જાયેલા ગાબડા ભરી આગળ વધવું.એનાથી તમે અકળાઈ ન જશો.આ યાત્રાનો જ એક ભાગ છે.તમે થાકી પણ ગયા હોવ કે કોઈક કામ વારંવાર કરવું પડે તે છતાં ધીરજ જાળવી રાખો.

૮. માર્ગમાં ફાંટાઓ આવશે.લોકો તમને માહિતી આપી શકશે કે આગળ હવામાન કેવું છે.બધાની સલાહ સાંભળો.પણ નિર્ણય તમે પોતે જ લો.જે માર્ગ તમે પસંદ કર્યો છે તેની સંપૂર્ણ જવાબદારી તમારી પોતાની છે.

૯. પ્રકૃતિ તેના પોતાના નિયમો અનુસરે છે.તમારે માર્ગમાં અચાનક આવી શકનાર હિમવર્ષા કે વંટોળ માટે તૈયાર રહેવું પડશે.વસંતમાં ફૂલોનું લોભામણું સૌંદર્ય કે ઉનાળામાં બપોરની સૂકી તીવ્ર તરસ તમને માર્ગ ભૂલાવી ન દે એ વાતનું તમારે ધ્યાન રાખવું પડશે.આ બધી ઋતુઓનો બને એટલો તમારા ફાયદા માટે લાભ લઈ લો અને તેમના ગુણો વિષે ફરિયાદ કરવાનું ટાળો.

૧૦. તમારા માર્ગને તમારી આરસી બની જવા દો.બીજાઓ તેમના માર્ગને કઈ રીતે અનુસરે છે તેનો બિલકુલ પ્રભાવ તમારા પર પડવા દેશો નહિં.તમારી પાસે તમારો પોતાનો અંતરાત્મા છે જેને તમે સાંભળી શકો છો અને માર્ગમાં તમારો આત્મા શું કહી રહ્યો છે તેનો અનુવાદ પક્ષીઓ તેમના કલરવ દ્વારા તમને કરી સંભળાવશે, એ સાંભળી સમજતા શીખો.

૧૧.તમારા માર્ગને પ્રેમ કરો.એથી વિશેષ મહત્વનું બીજુ કંઈ નથી.

Monday, June 7, 2010

સંપત્તિ, સફળતા અને પ્રેમ

એક સ્ત્રી પોતાના ઘેર પાછી આવી ત્યારે તેણે ત્રણ વૃદ્ધ માણસોને તેના આંગણે બેઠેલા જોયા.તેને તેમની ઓળખાણ પડી નહિં છતા જમવાનો સમય થયો હોઈ, તેણે તેમને પોતાના ઘરમાં અંદર જમવા આવવા આમંત્રણ આપ્યું.
તેમણે પૂછ્યું:'શું તમારા પતિ ઘરમાં છે?'
સ્ત્રીએ જવાબ આપ્યો,'ના તે બહાર ગયા છે.'
તેઓ બોલ્યા,'તો હમણા અમે તમારા ઘરમાં આવી શકીએ નહિં.'
જ્યારે પેલી સ્ત્રીનો પતિ ઘેર પરત ફર્યો ત્યારે તેણે તેને સમગ્ર ઘટના કહી સંભળાવી.તેઓ બન્ને સાથે પેલા ત્રણ પુરુષોને પોતાના ઘરમાં આમંત્રવા બહાર આવ્યા.
હવે તેમના પૈકી સૌથી વૃદ્ધ જણાતા પુરુષે કહ્યું:'અમે ત્રણે સાથે તમારા ઘરમાં પ્રવેશી શકીશું નહિં.આનું નામ સંપત્તિ છે' એક તરફ આંગળી ચીંધતા તેણે કહ્યું, 'અને પેલો સફળતા છે' બીજાની ઓળખાણ આપતા તેણે જણાવ્યું અને પોતાનું નામ પ્રેમ છે એવી માહિતી તેણે પેલા દંપતિને આપી. 'હવે તમે બન્ને ચર્ચા કરી લો અને અમને જણાવો કે અમારામાંથી કોણ તમારા ઘરમાં પ્રવેશે?'
દંપતિએ ચર્ચા કરી.પતિ સંપત્તિને ઘરમાં બોલાવવા ઇચ્છતો હતો જેથી તેનું ઘર સુખસાહ્યબીથી છલકાઈ જાય.પત્નિ સફળતાને ઘરમાં લઈ આવવા ઇચ્છતી હતી.તેમની ચર્ચા સાંભળી તેમની નાનકડી દિકરી બીજા ઓરડામાંથી તેમની પાસે દોડી આવી અને તેણે પ્રેમને ઘરમાં લઈ આવવાનું સૂચન કર્યું જેથી તેમનું ઘર આ અદભૂત લાગણીની મહેકથી ભરાઈ જાય.
છેવટે દંપતિએ તેમની દિકરીની સલાહને અનુસરવાનું નક્કી કર્યું.પત્નિ જઈને પ્રેમને આમંત્રી આવી.
પ્રેમ તેમના ઘરમાં પ્રવેશ્યો.બીજા બે પુરુષો પણ ઉભા થયા અને પ્રેમને અનુસરી તેની પાછળ પાછળ દંપતિના ઘરમાં પ્રવેશ્યા.
આશ્ચર્યચકિત થતા સ્ત્રીએ પૂછ્યુ: 'મેં તો ફક્ત પ્રેમને આમંત્રણ આપ્યું હતું.તો પછી તમે બન્ને પણ શા માટે અંદર આવ્યા?'
ત્રણે પુરુષોએ સાથે જવાબ આપ્યો:'જો તમે સંપત્તિ અથવા સફળતાને જ અંદર આવવા આમંત્રણ આપ્યું હોત તો બાકીના બે બહાર જ રહ્યા હોત પણ જ્યાં પ્રેમ જાય છે ત્યાં અમે બાકીના બન્ને તેની પાછળ પાછળ જઈએ છીએ.જ્યાં પ્રેમનું અસ્તિત્વ હોય છે ત્યાં સંપત્તિ અને સફળતા આપોઆપ પહોંચી જાય છે.'

Sunday, May 23, 2010

પ્રોફેશનાલિઝમ અને જાપાન (ભાગ - ૨)

[ગયા અઠવાડિયે સુબ્રોતો બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ' માંથી જાપાન અને તેના પ્રોફેશનાલિઝમના લેખકને થયેલા બે અનુભવો વિશે આપણે વાંચ્યું. આજ પુસ્તકમાંથી, જાપાન અને ત્યાંના પ્રોફેશનાલિઝમ વિષે હજી થોડા વધુ વિચારો આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ.]

મારી જાપાનની મુલાકાત બાદ થોડા વર્ષો પછી હું એક વાર નારાયણ મૂર્તિને મળ્યો અને તેમની સાથે હું જાપાનીઓના પ્રોફેશનાલિઝમ વિષે ચર્ચા કરી રહ્યો હતો.મૂર્તિ સાહેબ પાસે પણ તેમના જાપાનના અનુભવનો એક કિસ્સો હતો જે તેમણે મારી સાથે શેર કર્યો.તેઓ એક વાર જાપાનના ગિંઝા નામના શહેરમાં દસ માળના મોલમાં માત્સુઝકાયા નામના ડિપાર્ટમેન્ટલ સ્ટોર જોવા ગયા હતા.તેઓ જાપાનમાં જે મિત્રને ત્યાં ઉતર્યા હતા તે તેમને આ સ્ટોર બતાવવા લઈ આવ્યો હતો.જેવા તેઓ બન્ને લિફ્ટમાંથી ઉતર્યા કે માત્સુઝકાયા સ્ટોરની પરંપરા મુજબ એક જાપાનીઝ યુવતિએ તેમને પોતાના સ્ટોરમાં અંદર આવવા આમંત્રણ આપ્યું.મૂર્તિએ ઉતાવળમાં અંગ્રેજીમાં બોલી નાંખ્યું કે આ તેના માટે એક અતિ કંટાળાજનક નોકરી સાબિત થતી હશે.યુવતિને અંગ્રેજી આવડતું નહોતું પણ તેણે આ વાતનું ભાષાંતર મૂર્તિના મિત્ર પાસેથી ધ્યાનપૂર્વક સાંભળ્યું.
યુવતિએ પ્રતિક્રિયામાં સ્મિત આપતા, જાપાનીઝ પરંપરા મુજબ ઝૂકીને જાપાનીઝ ભાષામાં જવાબ આપ્યો જેનું ભાષાંતર મૂર્તિના મિત્રએ ફરજ્પૂર્વક મૂર્તિને કરી સંભળાવ્યું. તે બોલી હતી : મારી કંપની મને અમારા ગ્રાહકોને સત્કારવા માટે, તેમને સારું લાગે એવું વર્તન કરવાનો પગાર આપે છે.હું મારી આ જવાબદારી ખૂબ મહેનત અને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરું છું.અને મને તેનો ગર્વ છે. મૂર્તિ આ સાંભળી અતિ છોભીલા પડી ગયા અને તેમણે પોતાની એ ટિપ્પણીને મૂર્ખતાભરી,વિચાર વગરની ગણાવી અતિ ક્ષોભ અનુભવ્યો.

* * * * * * * * * * * * * * * * * * * * *

એક જાપાનીઝ રાહદારી એક જાપાનીઝ સાધુને બગીચામાં કંઈક કામ કરતો જોઈ ઉભો રહી ગયો.સવારનો એ સાધુ બગીચામાંથી સૂકા તણખલાં અને નકામા સળી-કચરો વગેરે એક પછી એક ઉપાડી બાજુ પર ટોપલીમાં નાખતો હતો.પેલા રાહદારીએ ઘણાં સમય સુધી નિરીક્ષણ કર્યા બાદ અંતે પૂછ્યું ,'હે મહાત્મા, તમે આ કામ ક્યાં સુધી કર્યા કરશો?'
સાધુએ ઉંચુ જોયા વગર જવાબ આપ્યો,'જ્યાં સુધી આખો આ બાગ કચરા રહિત સંપૂર્ણ સ્વચ્છ ન થઈ જાય ત્યાં સુધી.'
જાપાનીઓ માટે કામ એક જીવંત અનુભવ છે. તેઓ સદાયે વિચારે છે પોતાનાની આસપાસના લોકોનું જીવન,આસપાસની પરિસ્થિતી કઈ રીતે સારામાં સારાં બનાવી શકાય?
મને વિચાર આવે છે : મનુષ્યનો એક સાચા અને સારા પ્રોફેશનલ બનવાનો પ્રયત્ન ક્યાં સુધી ટકી શકે? જવાબ છે: જ્યાં સુધી કામના બગીચામાંથી, બગીચો લીલોછમ અને જીવંત હોય અને એક પણ સુકું તણખલું કે કચરો તેમાં બચવા ન પામે ત્યાં સુધી ઝઝૂમતા રહીને માણસ સાચો અને સારો પ્રોફેશનલ બની શકે.

પ્રોફેશનાલિઝમ અને જાપાન

મડદાં દાટનાર એક સાચા પ્રોફેશનલ - મહાદેવની વાત આપણે ઇન્ટરનેટ કોર્નરમાં થોડા સમય અગાઉ વાંચેલી.સુબ્રોતો બાગ્ચી નામના ભારતના એક નાનકડા ગામડાંથી જીવનની શરૂઆત કરી કોર્પોરેટ વર્લ્ડના શિખર પોતાની કંપની 'માઈન્ડ ટ્રી' દ્વારા સર કરનાર મહાન વ્યક્તિની ગાથા પણ ઘણા સમય અગાઉ આપણે ઇન્ટરનેટ કોર્નરમાં સમાવી હતી.એ મહાનુભાવ શ્રી બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ'માંથી જ 'મહાદેવ - એક સાચા પ્રોફેશનલ'ની પ્રેરણાત્મક વાત લેવામાં આવી હતી.એ જ પુસ્તકમાંથી બીજા કેટલાક અંશો આજે અને આવતા અઠવાડિયે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીશું.

જે દેશોની તેમના પ્રોફેશનાલિઝમ માટે હું ભારોભાર પ્રશંસા કરું છું તેમાંનો એક દેશ છે જાપાન.મેં જાપાનની યાત્રા ઘણી વાર કરી છે પણ હું જાપાનીઝ લોકોના ખૂબ નજીકથી પરિચયમાં આવ્યો ૧૯૯૬ની મારી ત્યાં TQM (Total Quality Management) ની ટ્રેઇનિંગ દરમ્યાન.આજે જાપાન જે કંઈ પણ છે તે એ કોર્પોરેશન્સ ને કારણે જે જાપાનીઝ લોકો એ સર્જ્યા છે અને તેમની પાછળ હાથ છે એ દરેક લોકોનો જેમણે આ સંસ્થાઓ બનાવી છે. મને જાપાનના પ્રોફેશનાલિઝમનો અનુભવ પહેલીજ વાર મેં જ્યારે જાપાનની મુલાકાત લીધી હતી ત્યારે થયેલો.

મારી હોટલ સુધી મને લઈ જનાર ટેક્સી ડ્રાઈવર એ હોટલ સુધીનો રસ્તો જાણતો નહોતો (એ દિવસોમાં હજી કારોમાં આજકાલ જોવા મળતી નેવિગેશન સિસ્ટમ્સ શોધાઈ નહોતી.) તે મારી હોટલ જે રસ્તા પર હતી ત્યાં સુધી પહોંચી જ ગયો હતો છતાં રસ્તો ખબર ન હોવાને લીધે તેમજ ખોટી ગલીમાં વળી જતા અને ત્યારબાદ વન-વે હોવાને લીધે તેણે મારી હોટલ સુધી પહોંચતા પહેલા વધારાના બીજા ૫-૬ ચક્કર કાપવા પડ્યા.મારે મોડું થતું નહોતું અને તેનો વાંક પણ નહોતો આથી મને ખરાબ લાગ્યુ નહિં કે મેં તેના પર ગુસ્સો પણ કર્યો નહિં.છેવટે જ્યારે મેં તેને મીટર પ્રમાણેનું ભાડુ ચૂકવ્યું,તેણે મને થોડા પૈસા પાછા આપ્યા.મને ખૂબ આશ્ચર્ય થયું કારણ મેં તેને મીટર પ્રમાણે ચોક્કસ રકમ ચૂકવી હતી એટલે પૈસા પાછા આપવાનો સવાલ ઉભો થતો નહોતો.મને જાપાનીઝ ભાષા આવડતી નહોતી અને તેને અંગ્રેજી આવડતું નહોતું આથી મહા પરિશ્રમ બાદ હું તેની ભાંગીતૂટી ભાષા પરથી એટલું સમજી શક્યો કે છેલ્લે હોટલના રસ્તા પાસે પહોંચી ગયા બાદ જે વધારાના ચક્કર લગાવ્યા તે ભૂલની જવાબદારી પોતાને શિરે લઈ તે મને પૈસા પાછા આપી રહ્યો હતો.ડ્રાઈવર હતો એટલે તેના મતે તેને રસ્તાઓનું જ્ઞાન હોવું જરૂરી હતું અને આથી તેની ભૂલ માટે તે મારી પાસેથી શી રીતે વધારાના/પૂરા પૈસા વસૂલી શકે એમ તેને લાગતું હતું!

જેવો હું હોટલમાં પ્રવેશ્યો કે તરત મને બીજો એક પાઠ શિખવા મળ્યો.હું હજી પેલા ટેક્સી ડ્રાઈવરના પૈસા પાછા આપવાવાળી ઘટનાના સુખદ અને આશ્ચર્યકારક ઝટકામાંથી બહાર નહોતો આવ્યો ત્યાં આ બીજી ઘટના બની.હોટલનો એક કૂલી મારો સામાન મારી રૂમમાં લઈ આવ્યો.મેં તેને ટીપ આપવાનો પ્રયત્ન કર્યો.તે તો ગુસ્સે થઈ ગયો!તે બે ચાર ડગલા પાછો ખસી જઈ બબડવા લાગ્યો:'ના. સર. ટીપ નહિં. આ જાપાન છે...'

પછી તો મારે અનેક વાર જાપાન જવાનું થયું અને હું જાણવા પામ્યો કે પ્રોફેશનાલિઝમ શબ્દને કઈ રીતે આ આખું રાષ્ટ્ર જીવી જાણે છે અને કેટલી હદે તેનો એકે એક નાગરિક તેનું કેટલી સાહજિકતા અને પ્રમાણિકતાથી પાલન કરે છે.જાપાનમાં પ્રોફેશનાલિઝમ સાથે બીજા ત્રણ ગુણો પણ લોકોમાં ખૂબ સારી રીતે વણાયેલા છે:રાષ્ટ્રિય ગૌરવ, એકલતાવાદ કરતા જૂથવાદને પ્રાધાન્ય અને આધ્યાત્મિકતા.

Wednesday, May 19, 2010

એક નિબંધ

પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ તેના વર્ગના બધા વિદ્યાર્થીઓને એક નિબંધ લખવા કહ્યું. નિબંધનો વિષય હતો - 'ભગવાન પાસે તમારે કંઈક માંગવાનું હોય તો તમે શું માંગો?'
દિવસને અંતે જ્યારે શિક્ષિકા બધા વિદ્યાર્થીઓએ લખેલા નિબંધો ચકાસવા બેઠી ત્યારે એક નિબંધ વાંચી તે અતિ સંવેદનશીલ બની ગઈ. તેના પતિએ એ વેળાએ જ ઘરમાં પ્રવેશ કર્યો.પત્નીની આંખોમાં આંસુ જોઈ તેણે એનું કારણ પૂછ્યું. તેણે પતિના હાથમાં પેલો નિબંધ મૂકી એ વાંચી જવા કહ્યું.
નિબંધ આ પ્રમાણે હતો: હે ભગવાન,હું આજે તારી પાસે કંઈક ખાસ માંગી રહ્યો છું,આજે રાતે મને મહેરબાની કરીને ટી.વી. બનાવી દે.મારે તેની જગા લઈ લેવી છે.મારે મારા ઘરમાં ટી.વી. જેવું જીવન જીવવું છે,મારું એક ખાસ સ્થાન-માનપાન ભોગવવું છે અને મારા કુટુંબને મારી આસપાસ ગોઠવાઈ ગયેલું જોવું છે.હું ઇચ્છુ છું કે જ્યારે હું બોલું ત્યારે તેઓ મને ગંભીરતાથી લે,ધ્યાનથી સાંભળે.મારે બધાના ધ્યાનનું કેન્દ્ર બનવું છે અને કોઈ જાતના પ્રશ્નો કે અવરોધો વગર મારે મારી વાણીનો પ્રવાહ અસ્ખલિત ચાલુ રાખવો છે.ટી.વી. જ્યારે બંધ પડી જાય ત્યારે તેને જે વિશેષ મહત્વ આપવામાં આવે છે,તેની જે ખાસ કાળજી લઈ તેને તરત રીપેર કરાવવામાં આવે છે, તે મહત્વ અને કાળજી મને મળે એમ હું ઇચ્છુ છું.મારા પિતા કામેથી થાકીને પણ ઘેર આવ્યા હોય ત્યારે ટી.વી. સાથે સમય ગાળવાનુ તે ચૂકતા નથી, એ સમય હું મને મળે એમ ઇચ્છુ છું.મારી માતા દુ:ખી અને ઉદાસ હોય ત્યારે મને દૂર રાખી ટી.વી. સામે કલાકો પસાર કરી નાંખે છે,એ સમય પણ હું મને મળે એમ ઇચ્છુ છું.મારા ભાઈઓ ટી.વી. ને બદલે મારી સાથે રહેવા માટે ઝગડે એવી મારી ઇચ્છા છે.હું એ લાગણીનો અનુભવ કરવા ઇચ્છુ છું જ્યારે મારું આખું કુટુંબ પોતાની સઘળી પ્રવ્રુત્તિ છોડી ફક્ત મારી સાથે તેમનો થોડો સમય ગાળે.અને છેલ્લે હું ટી.વી. ની જેમજ તેમને ખુશ કરી તેમનું મનોરંજન કરવા ઇચ્છુ છું. હે ભગવાન આનાથી વધારે મારે તારી પાસેથી કંઈ નથી માગવું, બસ મને ટી.વી જેવું જીવન જીવવાની ઇચ્છા છે જેથી હું મારા કુટુંબીજનોનો થોડો સમય અને ધ્યાન મેળવી શકું...
આ નિબંધ વાંચી શિક્ષિકાનો પતિ બોલ્યો : હે ભગવાન,કેટલું બિચારુ બાળક અને કેવા ભયંકર માતાપિતા...!
શિક્ષિકા એ તેની સામે જોયું અને નિબંધ લખેલા પાનાને ઉલટાવી પાછળ લખેલું એ નિબંધ લખનાર બાળકનું નામ વાંચવા કહી જણાવ્યું. એ નિબંધ તેમના સૌથી નાના પુત્રે લખ્યો હતો.

Sunday, May 9, 2010

અરબસ્તાનમાં કોકા-કોલા

કોકાકોલાનો એક સેલ્સમેન તેના અરબસ્તાનના અસાઈનમેન્ટ પરથી નિરાશ થઈ પાછો ફર્યો.

તેના એક મિત્રે પૂછ્યું : તુ આરબો વચ્ચે શા માટે સફળ થઈ શક્યો નહિં?

સેલ્સમેને જવાબ આપ્યો : જ્યારે મને અરબસ્તાનમાં અસાઈનમેન્ટ આપી મોકલવામાં આવ્યો ત્યારે હું ખૂબ ખુશ થઈ ગયો હતો કારણ મને લાગ્યું કે કોલા ત્યાં બિલકુલ જાણીતું

નથી તેથી હું ચોક્કસ એક નવા પ્રોડક્ટ તરીકે તેનું ખૂબ સારુ વેચાણ કરી શકીશ.પણ એક મોટી મુશ્કેલી એ સર્જાઈ કે મને અરબી ભાષા બિલકુલ આવડતી નહોતી.આથી મેં મારા

વિચારો અને સંદેશ ત્રણ પોસ્ટર્સ દ્વારા વ્યક્ત કરવાનું નક્કી કર્યુ.

પ્રથમ પોસ્ટર : સૂક્કા ભઠ અને બળબળતા ગરમ રણની રેતીમાં એક માણસ તદ્દન થાકેલી , અશક્ત અને હાંફતી અવસ્થામાં પડેલો છે...



બીજું પોસ્ટર : તે માણસ કોકા કોલા પી રહ્યો છે.



ત્રીજું પોસ્ટર : તે માણસ હવે એક્દમ તાજોમાજો અને સ્વસ્થ દેખાય છે.



આ પોસ્ટર્સ એ પ્રદેશમાં ઠેર ઠેર ચોંટાડી દેવામાં આવ્યા.

પેલા મિત્રે કહ્યું : તો તો આ યુક્તિ કામ કરવી જોઈતી હતી.

સેલ્સમેને જવાબ આપ્યો : તારી જેમજ મને પણ ખ્યાલ નહોતો કે અરબી ભાષા ઉંધી એટલે કે જમણે થી ડાબે વંચાય છે...




અને ત્યાં મારા પોસ્ટર્સ પણ લોકો એ ઉંધા ક્રમમાં (એટલે પહેલા ત્રીજું, પછી બીજું અને છેલ્લે પહેલું) જોયા - સમજ્યા અને અર્થ નો અનર્થ થઈ ગયો...(!!!)

Sunday, April 25, 2010

ઇન્ટરવ્યુના અજબ ગજબ સવાલ જવાબ

આપણામાંના ઘણાંએ જીવનમાં ક્યારેક ને ક્યારેક 'ઈન્ટરવ્યુ'નો સામનો કર્યો હશે.મોટે ભાગે આવા 'ઈન્ટરવ્યુ'માં એકસરખા પ્રશ્નો પૂછાતા હોય છે અને તેમના બીબાઢાળ જવાબો અપાતા હોય છે.પણ આજના 'ઇન્ટરનેટ કોર્નર'માં 'ઈન્ટરવ્યુ'માં પૂછાતા સામાન્ય પ્રશ્નોના અસામાન્ય ઉત્તરો વાંચવાની તમને ચોક્કસ મજા પડશે.વાસ્તવિક 'ઇન્ટરવ્યુ'માં આ જ કે આવા ઉત્તરો આપતા નોકરી મળે કે ન મળે પણ આ જવાબો તમારા મોઢા પર સ્મિત પણ લાવી દેશે એ નક્કી!

૧.તમે આ નોકરી/પદ માટે શા કારણથી અરજી કરી રહ્યા છો?
જવાબ : મેં તો અહિંની સાથે બીજી અનેક જગાએ અરજી કરી છે પણ તમારે ત્યાંથી મને અત્યારે બોલાવવામાં આવ્યો છે તેથી હું અહિં છું.

૨. તમારે અમારી કંપનીમાં શા માટે જોડાવું છે?
જવાબ : મારે તમારી કંપનીમાં જ જોડાવું છે એવું નથી. મારે તો નોકરી કરવી છે, જે કંપની સારું કામ અને સારો પગાર આપે તેમાં જોડાવા હું તૈયાર છું.

૩. મારે તમને શા માટે નોકરીએ રાખવા જોઇએ?
જવાબ : તમારે કોઈકને તો નોકરી આપવાની જ છે.તો પછી મને શા માટે નહિં?

૪. જો તમને આ નોકરી મળી જાય તો તમે શું કરશો?
જવાબ : સાચુ કહું તો હું ખૂબ મૂડી છું. આથી મને જો આ નોકરી મળી જાય તો મારા તે સમયના મૂડ અને પરિસ્થિતી પર હું શું કરીશ તેનો આધાર રાખે છે.

૫. તમારી મોટામાં મોટી લાયકાત કે તાકાત કઈ?
જવાબ : સાચુ કહું તો જે કંપની મને ખૂબ ઉંચો પગાર આપે તે કંપનીના ભવિષ્યનો વિચાર કર્યા વગર તેમાં જોડાઈ જવાની તાકાત...

૬.તમારી સૌથી મોટી નબળાઈ?
જવાબ : છોકરીઓ.

૭. તમારી સૌથી મોટી ભૂલ તમે કઈ કરેલી અને તેમાંથી તમે શું શીખ્યા?
જવાબ : મારી પાછલી કંપનીમાં જોડાયો એ અને શીખ્યો કે મારે વધારે ઉંચો પગાર મેળવવા બીજી નવી જગાએ જોડાવું પડશે અને તેથી જ આજે અહિં 'ઇન્ટરવ્યુ' માટે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું.

૮. તમારી છેલ્લી નોકરીમાં મેળવેલી કઈ કઈ સિદ્ધીઓ બદલ તમે ગૌરવ અનુભવો છો?
જવાબ : જો એવી કોઈ સિદ્ધી મેળવી હોત તો મારે નવી નોકરી શોધવા શીદને નીકળવુ પડત?પગાર વધારો માગી ત્યાં જ ન ટક્યો હોત?

૯.એક પડકારભરી પરિસ્થિતીનું વર્ણન કરો જેનો તમે સામનો કર્યો હોય અને તમે એમાંથી કઈ રીતે બહાર આવ્યા તે જણાવો.
જવાબ : સૌથી મોટો પડકાર છે "તમે શા માટે નવી નોકરી શોધી રહ્યા છો" એ પ્રશ્નનો જવાબ આપવામાં. અને તેનો સામનો મેં વ્યર્થનો બડબડાટ કરીને સામે વાળાને ગૂંચવી મારી કર્યો હતો.

૧૦. તમે શા માટે તમારી પાછલી નોકરી છોડી દીધી/ છોડવા જઈ રહ્યા છો?
જવાબ : એજ કારણથી જેને લીધે તમે તમારી પાછલી નોકરી છોડી દીધી હતી.

૧૧. તમને આ નવી નોકરી પાસેથી શી શી અપેક્ષાઓ છે?
જવાબ : ઓછામાં ઓછા કામ અને વધારેમાં વધારે પગાર અને નિયમિત પગારબઢતીઓની.

૧૨. તમારા કારકિર્દી ધ્યેય કયા કયા છે અને તમે તે કઈ રીતે હાંસલ કરવા ઇચ્છો છો?
જવાબ : વધુ માં વધુ પૈસા કમાવા અને એ માટે દર બે વર્ષે નોકરીઓ બદલ્યા કરવી.

૧૩. તમે અમારી કંપની વિષે સાંભળ્યુ છે?તમે અમારા વિષે શું જાણો છો?
જવાબ : હા, હું જાણતો જ હતો કે તમે આ પ્રશ્ન પૂછશો.એટલે જ અહિં આવતા પહેલા હું તમારી વેબસાઈટ ખૂંદી વળ્યો હતો.

૧૪. તમને કેટલા પગારની અપેક્ષા છે અને તમે તેને કઈ રીતે યથાર્થ લેખાવશો?
જવાબ : કોઈ પોતાની પહેલી નોકરી જેટલા જ પગાર માટે નોકરી બદલે નહિં, આથી હું ઓછા માં ઓછા ૨૦% ઉંચા પગાર સાથે જોડાવા ઇચ્છીશ. (મને ખબર જ છે હું ગમે એટલો પગાર વધારવા કહીશ,તમે એ સંદર્ભે ભાવતાલ કરવાના જ છો.તેથી મેં મારી હાલની નોકરીમાં મેળવુ છું એ કરતાં ૩૦% ઉંચો પગાર જ તમને જણાવ્યો છે!)


('ઈન્ટરનેટ પરથી')

Wednesday, April 21, 2010

ભગવાનનું કામ ભગવાનને કરવા દો...

એક પરિવાર છે... આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે.
આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું. તેણે સરસ વાત કરી.
એ વડીલે કહ્યું કે, અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે:
એક - નાના હોય તેને પ્રેમ કરવો.
બે - મોટા હોય તેનો આદર કરવો.
તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે.
આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ.
આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ.

કોઈ કામ નાનું નથી. કોઈ કામ મોટું નથી.

સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે.
દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે..

એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે.
બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ બે વસ્તુને જોડી રાખવાનું છે..
આપણે એ બોલ્ટની એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ?

તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છે
એ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે?

ઘર હોય, નોકરી- ધંધો હોય કે સમાજ હોય, બે વાત યાદ રાખવી જોઈએ:
એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો.
સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે..

અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક વાત સરસ
રીતે લખીને ઇ- મેલથી મોકલી હતી જે વાંચ્યાનું યાદ છે..
આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે.
ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો.

ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે.
બિમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી.
એવો ડર હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે.
ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતાં હતાં.
રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા.

ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો આવવાની રાહ જોતા હતા.

એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો.
તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં. તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે?
બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી.

તું પાછો આવી ગયો? ચાલ બહાર નીકળ.

તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે.
બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો.

ભરતભાઈએ એ બાળકને પૂછ્યું, તને આટલી ખરાબ રીતે ખખડાવે છે
તો પણ તું શા માટે અહીં આવે છે?
અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી.
બાળકે કહ્યું કે, હું મારું કામ કરું છું અને એ તેનું કામ કરે છે.
મારું કામ છે અગરબત્તી વેચવાનું, એટલે હું અગરબત્તી વેચું છું.
તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે..
બાળકે વાત આગળ વધારી. તેણે કહ્યું કે હું અપંગ છું.
ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું. ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી.
મેં તેને પૂછ્યું તો કહ્યું કે, તારી ચિંતા થતી હતી. તને કંઈ થઈ જાય તો?
બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી.
તું ઘરનું ઘ્યાન રાખે છે, બધા માટે જમવાનું બનાવે છે.
તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે? ના ગમે ને?
મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે. ને.
ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે!
ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો
પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો.
હું સાવ હળવો થઈ ગયો. મને વિચાર આવ્યો કે
હું દીકરાની ચિંતા ખોટી કરું છું.. એ મારું કામ નથી.
મારું કામ તો છે તેને બેસ્ટ ટ્રીટમેન્ટ અપાવવાનું,
તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું.
હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉ.
ભગવાને તેનું કામ કર્યું.
ભરતભાઈ અને જાગૃતિબહેન કહે છે કે એ બાળકની વાત અમને જીવનનાં ડગલે અને પગલે કામ લાગી છે.
કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે.
કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે.
સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે
અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે.
તમારા કામને ઓળખો. તમારા કામને એન્જોય કરો.

બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં?

છેલ્લો સીન ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું, એમાં જ તમારું ગૌરવ છે.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 3, 2010

બે કાવ્યો

[અમેરિકામાં વસતાં એક એન.આર.આઈ (બિનનિવાસી ભારતીય) વડીલે પ્રથમ કાવ્ય લખ્યું છે. તેના અનુસંધાનમાં બીજા એક એન.આર.આઈ એ બીજા કાવ્ય દ્વારા સરસ જવાબ પાછો વાળ્યો છે.મજેદાર છે! વાંચો અને વંચાવો...]

સારી રીત નથી
----------------------------
એવુંય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણું છુ કે અમેરીકા રહેવામા મારું હીત નથી

ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખું તમને
શું લખું ? અહિં સંસ્કાર કે સંસ્કૃતિ સંકલિત નથી.

મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને 'સ્નો'ના ઢગલા મેળવવામા કાંઈ જીત નથી.

અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એંઠા કરવાના
અહિં નરસિંહ અને મીરા ના પ્રભાતિયા કે ભજન સંગીત નથી.

સંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહિં ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી

બદલાતી ફેશનના નખરા અહિં હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરિક સૌદર્ય ચકચકિત નથી.

પ્રેમ , વિશ્વાસ અને અનુકૂલન આધારિત સંબંધો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહિં વ્યવસ્થિત નથી

દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયામાં હે પ્રભુ
મનને મારીને જીવ્યા કરવુ એ સારી રીત નથી

* * * * * * * * * * * * * * * * * * * * *

મગરનાં આંસુ!!
-----------------------
જે દેશનો રોટલો ખાવો ,તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા,હવે રોદડાં રડવા ઠીક નથી.

વિચિત્ર અને વિદેશી વસ્ત્ર પરિધાન ગુજરાતમાં જોયા પછી અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.

શાળા કોલેજોમાં, જયાં ઘણી વખત વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.

બોલિવુડના બિભત્સ નૃત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.

જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતીય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.

મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ અને “ભાઇ”ઓ નો.
દેશ છોડી આવ્યા પછી હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.

જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગરના આ આંસુ ઠીક નથી.