Sunday, July 17, 2016

પ્રિન્સ ડાન્સ ગ્રુપની પ્રેરણાત્મક કહાણી (ભાગ - 3)

બેહરામપુરથી તેમનું ટોળું પહેલા હૈદરાબાદ ગયું અને ત્યાંથી તેમણે મુંબઈ આવવા ટ્રેન પકડી.
ત્યારે કૃષ્ણાના મનમાં એવા ભાવ ચાલી રહ્યા હતા કે આટલા વખતથી તે ડાન્સના ક્ષેત્રમાં હોવા છતાં તેને કંઈ હાંસલ થયું નથી. વખતે કંઈ પણ થાય, સ્પર્ધા તો તેણે જીતીને બતાવવી પડશે.
ગાડીમાં તેણે એક પોલીસને પૂછ્યું દાદર ક્યારે આવશે (જ્યાં તેમને ઉતરવાનું હતું)?પોલીસે જવાબ આપ્યો "સવારે વાગે.ચિંતા કરો.સૂઈ જાઓ."
પણ કૃષ્ણાને ઉંઘ આવતી નહોતી.ટ્રેન સવારે ચારેક વાગે એક આંચકા સાથે અટકી.તેણે બારી બહાર જોયું તો ટ્રેન દાદર સ્ટેશન પર હતી!
પછી તો ધમાલ મચી ગઈ અને તેમાં તેનું અડધું ટોળું સ્ટેશન પર ઉતરી શક્યું અને અડધું ટ્રેનમાં રહી ગયું. કૃષ્ણા દોડી દોડી બધાંને ટ્રેનમાંથી નીચે ઉતારી રહ્યો હતો.તેઓ ચાલુ ગાડીમાંથી સામાન નીચે ફેંકી રહ્યા હતા અને કૂદકો મારી નીચે ઉતરી રહ્યા હતાં.છેવટે તે પોતે ટ્રેનમાંથી એમ વિચારી કૂદી પડ્યો કે બધાં ઉતરી ગયા છે. પણ જ્યારે તેણે બધાં માથા ગણ્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે બે જણ ગાયબ હતાં.ટ્રેને હવે ગતિ પકડી લીધી હતી.તેણે જોયું કે રહી ગયા હતા તેમાંનો એક છોકરો ટ્રેનનાં દરવાજા પાસેથી નીચે ઉતરવા પ્રયત્ન કરી રહ્યો હતો.બધાંએ બૂમો પાડી તેને નીચે ઉતરવા સૂચન કર્યું પણ તો કૂદી પડ્યો અને બૂરી રીતે ઘવાયો.
એક છોકરો હજી આગળ ઉપડી ગયેલી ટ્રેનમાં હતો. કૃષ્ણા બધાં ને તેઓ જ્યાં ઉભા હતાં ત્યાં રહેવાની સૂચના આપી દિશામાં જઈ રહેલી બીજી ટ્રેનમાં ચડી ગયો. સી.એસ.ટી. સ્ટેશને અન્ય બારેક ટ્રેનો ઉભી હતી.પણ જેમ તેમ કરી તે ટ્રેનમાં રહી ગયેલા તેના ડાન્સગ્રુપનાં  મેમ્બરને શોધી કાઢવામાં સફળ રહ્યો.
તેઓ જ્યારે દાદર પાછા આવ્યાં, તેનું આખું ડાન્સ ગ્રુપ ગાયબ હતું! અન્ય મુસાફરોને પૂછતાં ખબર પડી તેમને પોલીસ લઈ ગઈ હતી.
જુલાઈ ૨૦૦૬માં મુંબઈ લોકલ ટ્રેનમાં ઘટેલી બોમ્બ-વિસ્ફોટની દુર્ઘટનાને એક મહિનો થયો હોવાને લીધે બધાં સ્ટેશનો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હતો. રેલવે પોલીસે પૂછ્યું કે તેઓ ક્યાંથી આવતા હતાં અને તેમના આઈ.ડી.કાર્ડ તેમની પાસે છે કે નહિ. કૃષ્ણા પાસે કોઈ દસ્તાવેજ હતા નહિ જેથી તે પોલીસ અધિકારીઓને સંતોષકારક ઉત્તર આપી શકે.તેણે બુગી-વુગીના આયોજકોને ફોન કરવા પ્રયત્ન કર્યાં પણ સામે છેડેથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. છેવટે તેણે પોતાને ગામ બહેરામપુરમાં એક મિત્ર ને ફોન જોડ્યો અને પૂછ્યું કે શું તે મુંબઈમાં કોઈને જાણે છે જે તેમને મુસીબતમાંથી ઉગારી શકે?
મિત્રે પોતાની ઓળખાણ કામે લગાડી અને એક વ્યક્તિને પોલીસ સ્ટેશને મોકલી જેણે કૃષ્ણા ના ગ્રુપની સાચી ઓળખાણ આપી અને તેમને છોડાવ્યાં. પણ હજી મુસીબતો ક્યાં તેમનો પીછો છોડતી હતી?
જેમતેમ કરી તેઓ બુગીવુગીની ઓફિસ સુધી પહોંચી તો ગયા પણ તેમના રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી.આયોજકો દ્વારા જે હોટલ બુક કરવામાં આવી હતી તે ખુબ મોંઘી હતી -એક વ્યક્તિ દીઠ એક દિવસનું ભાડું ૫૦૦ રૂપિયા. કૃષ્ણાએ અન્ય જગાએ સસ્તી હોટલ શોધવાના પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. કૃષ્ણાએ  પહેલી વાર એક બસ્તી જોઈ. ત્યાં લોકોફૂટપાથ પર સૂતા હતાં, ફૂટપાથ પર જ ખાતા હતાં. કૃષ્ણા આ બધું જોઈ ભારે ડરી ગયો. તેને લાગ્યું આના કરતા તો પોતાનું ગામ વધુ સારું હતું જ્યાં દરેક જણ પાસે પોતાની માલિકીનું ઘર તો હતું.
તેને એક એવા ઓરડામાં લઈ જવાયો જ્યાં દોઢસો માણસો એકબીજાને અડોઅડ સૂતા હતાં.અહિં તો કેમ રહેવાય? રાતના દસ વાગ્યા સુધી કૃષ્ણા પગે ચાલીને અહિ-તહિં ભટકતો રહ્યો સારી હોટલની શોધમાં. છેવટે તેણે હાર માની લીધી.
તેને લાગ્યું હવે પછી જે ટ્રેન ફરી તેના ગામ લઈ જતી હોય તેમાં પાછા ચાલ્યા જવું.પણ જ્યારે તેણે પોતાના આ વિચાર વિશે બુગીવુગીના આયોજકોને જાણ કરી ત્યારે તેમણે કહ્યું કે માત્ર તેના કારણે બુગીવુગી કાર્યક્રમનું નામ ખરાબ થઈ જશે.શું તેને એ સારું લાગશે?
ભારે હૈયે આખરે તેણે પાંચસો રૂપિયા એક જણ ના એક દિવસના ભાડા વાળો રૂમ ભાડે રાખ્યો - આખા ડાન્સગ્રુપનું એક દિવસ નું ભાડું ૮૦૦૦ રૂપિયા! આઠ દિવસ માટે!
તેઓ પૈસા બચાવવા દિવસમાં એક જ વાર જમતા.પણ ડાન્સ અને જીતવાનાં ઝનૂનને કારણે તેમણે પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી બુગીવુગીના ફાઈનલ માં સ્થાન મેળવી લીધું.
 ફરી એક સમસ્યા ઉભી થઈ.તેમના ડાન્સ કોસ્ચ્યુમ્સ અને સી.ડી. જેના પર તેમણે ડાન્સ પ્રેક્ટીસ કરી હતી એ ધરાવતી પેટી ટ્રેનમાં રહી ગઈ હતી.
સ્પર્ધાની ફાઈનલને દિવસે સવારે કે એ બીજો એક સંગીતનો ટ્રેક તૈયાર કર્યો.કોસ્ચ્યુમની કમી પૂરી કરવા તેણે બધા ડાન્સર્સના શરીર પર સિલ્વર પેઈન્ટ ચોપડવાનું નક્કી કર્યું અને તેઓ આ નવા જ પ્રકારના વેશમાં ડાન્સ કરવા સ્ટેજ પર ગયાં.
હવે કૃષ્ણાની સ્થિતી અતિ ખરાબ હતી.તેની પાસે હોટલનું બાકી રહેલ બિલ ભરવાના કે ખાવાના પણ પૈસ બચ્યા નહોતા.
(ક્રમશ:)
(રશ્મિ બન્સલ લિખિત પુસ્તક Connect The Dotsમાંથી સાભાર)


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ઘનશ્યામ એચ ભરુચાJuly 17, 2016 at 1:09 AM

    છેલ્લાં ત્રણ અંકથી ઇન્ટરનેટ કોર્નર મારફત હરકોઇને ગમી જાય તેવી પ્રિન્સ ડાન્સ ગુપના કૃષ્ણાની અને તેમના ગુપની વાતેા વાંચવા મળે છે જેમાં પુરુષાર્થ અને ઉત્સાહ જોવા મળે છે.દરેક કાર્યમાં સફળતા મેળવવા મહેનત અને લગન હોવા જરુરી છે. આભાર અને શુભેચ્છા.

    ReplyDelete