Thursday, June 30, 2016

મૂલ્યનું મહત્વ

જે. આર. ડી. ટાટા ના એક મિત્ર તેમને મળ્યા અને તેમણે જે. આર. ડી.ને પોતે વારંવાર પેન ખોઈ બેસતા હોવાની ફરિયાદ કરી.
તે સાવ નજીવી કિંમત ની પેન ખરીદતા જેથી એ ખોવાઈ જાય તો તેનો વસવસો ન રહે. પણ તે પોતાની બેકાળજીપણાની આદત ને લઈ ને ચિંતિત હતા.
જે. આર. ડી. એ તે મિત્રને તેમને પરવડી શકે એટલી કિંમતમાં મળતી મોંઘામાં મોંઘી પેન ખરીદવા સૂચન કર્યું અને પછી જોવા કહ્યું કે શું ફેર પડે છે.
મિત્રે એ મુજબ કર્યું. તેમણે ૨૨ કેરેટ સોનાની એક કિંમતી પેન ખરીદી.
છ એક મહિના બાદ જ્યારે જે. આર. ડી. તેમને મળ્યા અને તેમણે એની પેન ગુમાવી બેસવાની આદત વિષે પૂછ્યું.
મિત્રે કહ્યું તે પોતાની મોંઘીદાટ પેનનું ખુબ ધ્યાન રાખે છે અને તેમને પોતાને આ પરીવર્તન જોઈ ખુબ નવાઈ લાગે છે!
જે. આર. ડી. એ સમજાવ્યું કે એ પરીવર્તન પેનની કિંમતે આણ્યું છે અને તેમના પોતાનામાં વ્યક્તિગત રીતે ક્યારેય કોઈ ખામી નહોતી.
આપણા જીવનનું પણ આવું જ છે.
આપણે જે વસ્તુને મૂલ્યવાન ગણતા હોઈએ તેનું આપણે સહજા જતન કરતા હોઈએ છીએ.
જો આપણે આરોગ્યને મહત્વનું ગણતા હોઈશું તો આપણે ખાવાપીવામાં ખુબ કાળજી રાખીશું.
જો આપણે મન, આપણા મિત્રોનું મૂલ્ય હશે તો આપણે તેમને આદર આપીશું.
જો આપણે પૈસાને કિંમતી ગણતા હોઈશું તો એ ખર્ચતી વેળા આપણે ખુબ સાવધ હોઈશું.
જો આપણને સમયનું મૂલ્ય સમજાતું હશે તો આપણે ક્યારેય તેને વેડફીશું નહિ.
જો આપણે આપણા સંબંધોને મહામૂલા ગણતા હોઈશું તો તેમને તૂટવા દઈશું નહિ.
કાળજી રાખવાની મૂળ વૃત્તિ આપણા સૌમાં રહેલી જ હોય છે, આપણને ખબર જ હોય છે ક્યારે સાવધાની રાખવાની હોય છે.
બેકાળજી કે લાપરવાહી માત્ર એ વાત નો જ નિર્દેશ કરે છે કે એ વસ્તુ,વ્યક્તિ કે બાબત ની આપણે મન કિંમત નથી.


('ઈન્ટરનેટ પરથી')

4 comments:

  1. રોહિત કાપડિયાJune 30, 2016 at 1:50 AM

    'ઇન્ટરનેટ કોર્નર' અંતર્ગત 'મૂલ્યનું મહત્વ' લેખ ખુબ ગમ્યો.ચોર્યાસી લાખ ફેરા પછી પ્રાપ્ત થયેલો આ મનુષ્ય અવતર પણ અમૂલ્ય છે.ખેર, આપણે એનું યોગ્ય મૂલ્યાંકન નથી કરતાં અને કદાચ એટલે જ જિંદગીને જીવંતતાથી જીવવાને બદલે અણસમજમાં ખોઈ નાખીએ છીએ.

    ReplyDelete
  2. ઇલા પુરોહીતJune 30, 2016 at 1:51 AM

    મૂલ્યની મૂલ્યવાન ગાથા ઘણી અસરકારક રહી. જય હો!

    ReplyDelete
  3. ઘનશ્યામ ભરૂચાJune 30, 2016 at 1:51 AM

    આજે જો સૌથી વધુ મૂલ્ય કોઈ વસ્તુનું હોય તો એ જીવનનું છે.ઇશ્વરે મનખાદેહ આપી આપણાં પર મોટો ઉપકાર કર્યો છે.જીવનને સારા વિચારો આપી તાજા પુષ્પોની જેમ ખિલાવી ઇશ્વરને શરણે સમર્પિત કરી દેવું જોઇએ.સમય,પૈસા,સંબંધો ટકાવી તેનાં મૂલ્યોનું જતન કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ.

    ReplyDelete
  4. દીપક ભાટીયાJune 30, 2016 at 1:52 AM

    'મૂલ્ય' વાર્તા અતિ સુંદર હતી. જીવનમાં દરેક વાતનું યોગ્ય મહત્વ હોય છે એ સમજવું જોઇએ.પછી ભલે એ મિત્ર હોય,પૈસા હોય,સમય હોય કે આરોગ્ય.મૂલ્યો આપણાં જીવનને ઘડે છે.એક દિશા સુધી પહોંચાડી સફળતા અપાવે છે.

    ReplyDelete