Saturday, October 31, 2015

એક માતાના આઠ જૂઠ


વાર્તાની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે હું નાનો હતો.મારો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો.ઘણી વાર અમે કંઈ ખાવા પામતા નહિ.જ્યારે થોડા ઘણા ભાત મળતા ત્યારે માતા તેના હિસ્સાના ભાત મારા ભાણામાં મૂકી દેતી અને કહેતી "મને જરાય ભૂખ નથી..બેટા તુ ખાઈ લે..." તેનું પ્રથમ જૂઠ હતું.

જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મારી માતા તેને મળતી થોડી નવરાશની પળો અમારા ઘર નજીક આવેલી એક નદીમાંથી માછલી પકડવામાં ગાળવા લાગી,એવી આશાએ કે તે દ્વારા મને મારા ઝડપી અને સારા શારીરિક વિકાસ માટે માટે વધુ સારો પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકશે. ઘણી વાર તે એકાદ-બે માછલી પકડી અને એનો સૂપ બનાવતી. જ્યારે હું ખાતો ત્યારે આખો વખત મારી બાજુમાં બેસતી અને પછી મારા ખાઈ લીધા બાદ માછલીના હાડકા પર જે કંઈ વધ્યુ-ઘટ્યુ ચોંટેલું બચ્યું હોય તે ખાઈ લેતી. જ્યારે મેં જાણ્યું ત્યારે મારું હ્રદય દ્રવી ઉઠ્યું. પછી એક વાર મેં અડધી માછલી તેને ખાવા આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું તેને માછલી જરાયે ભાવતી નથી. મારી માતાએ બોલેલું બીજું જૂઠ હતું.

મારા ભણતરના ખર્ચને પહોંચી વળવા તેણે એક માચીસના કારખાનામાં જઈ ત્યાંથી માચીસના ખાલી ખોખા ઘેર લઈ આવી તેમાં દિવાસળી ભરવાનું કામ શરૂ કર્યું. આમ કરી તેણે પૈસા કમાવા શરૂ કર્યું. એક શિયાળાની રાતે મીણબત્તીનાં ઝાંખા પ્રકાશમાં મેં તેને માચીસના ખોખામાં દિવાસળી ભરતાં જોઈ અને પૂછ્યું કે તે થાકી ગઈ નથી. મેં તેને ખુબ મોડી રાત થઈ ગઈ હોવાથી સૂઈ જવા કહ્યું અને સૂચન કર્યું કે તેણે બાકીનું કામ સવારે ઉઠીને પતાવવું જોઇએ. તેણે કહ્યું તેને થાક લાગ્યો નથી. તેનું ત્રીજું જૂઠ હતું.

જ્યારે મારે વાર્ષિક પરીક્ષામાં બેસવાનું હતું ત્યારે મા મારી સાથે પરીક્ષાકેન્દ્ર આવી હતી. બપોરના ભર તડકામાં મારી પરીક્ષા પૂરી થઈ ત્યાં સુધી મારી રાહ જોતી ઉભી રહી.પરીક્ષા પૂરી થયે હું દોડી બહાર આવ્યો અને તેને ભેટી પડ્યો.તેણે મને થર્મોસમાં ભરી રાખેલી ગરમ ચા પીવડાવી. કદાચ મારી માના સ્નેહ જેટલી કડક નહોતી પણ મારી માને પસીને તરબતર થયેલી જોઈ મેં તેને ચાનો પ્યાલો ધર્યો અને તેને ચા પીવા કહ્યું. તે ચોક્કસ તરસી હોવા છતાં તેણે જવાબ આપ્યો કે તેને તરસ લાગી નથી અને તેને ચા પીવાની ઇચ્છા નથી. તેનું ચોથું જૂઠ હતું.

મારા પિતાના અવસાન બાદ મારી માતાએ માબાપની બેવડી ભૂમિકા ભજવી. તેણે પોતાની જૂની નોકરી તો ચાલુ રાખી.તેણે હવે અમારી જરૂરિયાતો પૂરી કરવા વધારે કમાવાની ફરજ પડી.અમારા પરીવારનું  જીવન અતિ વિકટ બની ગયું અને એક તબક્કે અમને ખાવાના પણ સાંસાં પડવા લાગ્યાં.

અમારી નબળી આર્થિક સ્થિતી જોઈ મારા ઘર નજીક રહેતા અમારા એક કાકાએ અમને અમારા નાનામોટા પ્રશ્નો ઉકેલવા મદદ કરવા માંડી.અમારા પાડોશીઓ પણ અમને વચ્ચે વચ્ચે મદદ કરતાં અને તેઓ મારી માને સલાહ આપતા કે તેની ઉંમર હજી નાની હતી અને તેને પ્રેમની તેમજ સહારાની જરૂરત છે અને તેણે બીજા લગ્ન કરી  લેવા જોઇએ.પણ મારી માએ મક્કમતા પૂર્વક જવાબ આપ્યો કે તેને પ્રેમની જરૂર નથી. તેનું પાંચમું જૂઠ હતું.

મારો અભ્યાસ પૂરો થયા બાદ નોકરી અર્થે મારે બીજે  શહેર  જવાનું થયું.હવે તેનો નિવૃત્ત થવાનો વારો હતો પણ તેણે તો રોજ સવારે વહેલી ઉઠી બજારમાં શાકભાજી વેચવા જવાનું ચાલુ રાખ્યું.હું તેને થોડઘણાં પૈસા મોકલી આપતો ત્યારે તે એવા જવાબ સાથે પાછા મોકલી આપતી કે તેને એની જરૂર નથી. તેનું છઠ્ઠુ જૂઠ હતું.

મેં અનુસ્નાતકની પદવી માટેનો અભ્યાસ મારી નોકરી સાથે ચાલુ રાખ્યો.ભણવાનો બધો ખર્ચ હું જેને માટે કામ કરતો હતો અમેરિકન કંપનીએ ઉપાડ્યો.અભ્યાસમાં સફળતા સાથે મારો પગાર પણ ખુબ સારો વધ્યો.હું અમેરિકા રહેવા ગયો અને માને પણ ખુબ સુખસાહેબી ભરી જિંદગી આપવા મેં તેને મારી સાથે લઈ જવા નિર્ણય કર્યો પણ દિકરા પર બોજ બનવા તેણે કહ્યું તે આવા ઉચ્ચ  જીવનથી ટેવાયેલી નથી અને તેથી તેને અમેરિકા નહિ ફાવે. તેનું સાતમું જૂઠ હતું.

વ્રુદ્ધાવસ્થામાં મા કેન્સરનો ભોગ બની અને તેણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.ઓપરેશન બાદ પથારીવશ માને મળવા હું દરીયા પારથી આવી પહોંચ્યો પણ તેની દુર્બળ અને કૃશ:કાય હાલત જોઈ હું ખુબ ખુબ દુ:ખી થઈ ગયો.આવી પરિસ્થિતીમાં પણ તેણે મુખ પર સ્મિત લાવી કહ્યું કે તેને પીડા થઈ રહી નથી. તેનું આઠમું જૂઠ હતું. આઠમું અને અંતિમ કારણ પછી એક પણ વધુ જૂઠ બોલવા તે હયાત રહી નહિ. મારી મા દેવદૂત હતી.

મા ને અંગ્રેજીમાં મધર(Mother) કહે છે. તેના એક એક અક્ષરનો અર્થ પ્રમાણે થાય છે -

"M" મને મિલિયન એટલે કે લાખો વસ્તુઓ આપનાર

"O" અર્થાત મને સુખો અને સગવડો આપતા આપતા તે સદાયે Old એટલે કે વૃદ્ધ થતી જાય છે

"T" તેણે મારા માટે સારેલા ટીઅર્સ એટલે કે અશ્રુઓ

"H" તેના સોનાથી બનેલા Heart એટલે કે હૈયા માટે

"E" તેની પ્રેમ અને મમતા નિતરતી Eyes એટલે કે આંખો માટે

"R" એટલે Right, સાચી જે તે હંમેશા હતી

 મારી માતા મારૂં સમગ્ર વિશ્વ હતી...


('ઈન્ટરનેટ પરથી')

Wednesday, October 28, 2015

જાપાન પાસેથી શિખવા જેવું


૧ જાપાનનાં બાળકો રોજ પંદર મિનિટ માટે પોતાના શિક્ષક સાથે મળીને શાળાની સફાઈ કરે છે જેનાથી આજે જાપાનમાં એક એવી પેઢીનું ઘડતર થયું છે જે નમ્ર અને સ્વચ્છતાપ્રેમી છે.

૨ જાપાનનાં જે નાગરિક કૂતરાને લઈ જાહેર રસ્તા પર ફરવા નિકળે છે તેમણે કૂતરો રસ્તો ખરાબ ન કરે એ માટે ખાસ થેલી સાથે લઈને જ નીકળવું પડે છે.આરોગ્ય અને સ્વચ્છતા માટે તેમનાં આગ્રહ અને ઉત્સાહ જાપાનીઝ આદર્શનાં ભાગ છે.

૩ જાપાનમાં સફાઈ કામદાર 'હેલ્થ એન્જિનિયર' કહેવાય છે અને તે મહિને ૫ થી ૮ હજાર અમેરિકી ડોલર જેટલો પગાર માગી શકે છે.તેણે આ પદ માટે વરણી પામવા મૌખિક અને લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે.

જાપાન પાસે પોતાના કુદરતી સ્રોતો નથી અને ત્યાં વર્ષે સેંકડો ભૂકંપો તારાજી સર્જે છે તેમ છતાં તેને કોઈ વિશ્વની બીજા ક્રમની આર્થિક સત્તા બનતા રોકી શક્યું નથી.

અણુબોમ્બથી ધ્વસ્ત થયા બાદ જાપાનના હિરોશીમાને ફરી સંપૂર્ણ બેઠું અને આર્થિક રીતે ધબક્તું થવામાં માત્ર દસ વર્ષ લાગ્યાં.

તમને જાણીને નવાઈ લાગશે કે જાપાનમાં ટ્રેનમાં,રેસ્ટોરેન્ટ્સમાં અને તમે ઓફિસમાં કે કોઈ સ્થળે અંદર હોવ ત્યાં મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ છે.

જાપાનની શાળાઓમાં ધોરણ એક થી છના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણમાં લોકો સાથે કઈ રીતે નીતિમત્તાથી વર્તવું તેના પાઠ શિખવાય છે.

જાપાનનાં લોકો વિશ્વના સૌથી વધુ શ્રીમંતોમાંના એક હોવા છતાં,તેમના ઘરે નોકર રાખતા નથી.તેઓ પોતે પોતાના ઘર અને બાળકોના ઉછેરની જવાબદારી નિભાવે છે.

જાપાનની શાળાઓમાં પહેલાથી ત્રીજા ધોરણ સુધીના પ્રાથમિક શિક્ષણના વર્ગોમાં પરીક્ષા થતી નથી.તેમના શિક્ષણના ધ્યેય કૌશલ્ય, પાયા તેમજ ચરિત્ર ઘડતર છે; માત્ર પરીક્ષા અને ગોખણિયું જ્ઞાન આપવાના નહિ.

૧૦  જાપાનમાં બુફે પદ્ધતિથી ભોજન પીરસતી હોટલમાં જાવ તો ત્યાં લોકો પોતાને જોઇએ એટલું ભોજન લેતા જોવા મળશે.અન્નાનો બિલકુલ બગાડ તમને જોવા મળશે નહિ.

૧૧  જાપાનમાં ટ્રેન મોડી પડવાનો દર વાર્ષિક ધોરણે માત્ર સાત સેકન્ડ છે! તેઓ સમયના મૂલ્યને ખૂબ સારી રીતે સમજે છે. તેઓ મિનિટ અને સેકન્ડ લેખે સમયની બાબતમાં અતિ ચુસ્ત છે.

૧૨  જાપાનની શાળાઓમાં બાળકો ભોજન/નાસ્તા બાદ પોતાના દાંત બ્રશ કરી સ્વચ્છ કરે છે. નાનપણથી તેઓ પોતાના આરોગ્યની ખૂબ સારી જાળવણી કરે છે.

૧૩  જાપાનમાં વિદ્યાર્થીઓ જમવામાં અડધો કલાક જેટલો સમય આપી બરાબર ચાવી ને ખાય છે જેથી ખોરાકનું પાચન સારી રીતે થાય.વિદ્યાર્થીઓ જાપાનનું ભવિષ્ય છે આથી બાબત તેમને ખાસ શિખવવામાં આવે છે. 

('ઈન્ટરનેટ પરથી')