Wednesday, April 30, 2014

પરિવર્તન


[ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલી આ લેખનાં મૂળ લેખકની તો જાણ નથી પણ એ રસપ્રદ લાગ્યો એટલે તમારા સૌ સાથે આજે 'ઇન્ટરનેટ કોર્નર' થકી શેર કરું છું.આશા છે વડીલ વાંચકોને તો એ વિશેષ ગમશે!]

જગતનું સૌથી ઘરડું વિધાન પ્રમાણે છેઃ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.’
આજકાલ બધું બદલાઈ રહ્યું છે.

આજકાલ બધું બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે.
પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે.

ઘડપણની વ્યાખ્યા શી? ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ.
માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી.

પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે.
પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.

છાશ પીવાનું ઘટતું જાય છે અને બિયર પીવાનું વધતું જાય છે. ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે  અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે.
ગાય પાળવાનું ઘટતું જાય છે અને કૂતરા પાળવાનું વધતું જાય છે. ચાલવાનું ઘટતું જાય છે અનેસ્કૂટરવાનુંવધતું જાય છે.

વિચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું જાય છે. લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે અને મનમેળના માનપાન વધતાં જાય છે.
માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે.

ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાની જગ્યાએ પિઝાનું ચલણ વધતું જાય છે.
લીંબુનું શરબત એકાએક લિમકા બની જાય છે.

યુગલ હોય એવા કપરકાબીની જગ્યાએ વાંઢોમગ’ આવી જાય છે.
ઘરે ઘરે ગૃહિણીઓ કહેતી થઈ છેઃ આજે બહાર જમી આવીએ.’

સ્કૂટર નારીમુક્તિનું વાહન બની રહ્યું છે.
જૂની આંખે નવા તમાશા જોવાની પણ એક મજા હોય છે.

 આવી મજા માણી શકે તેવી અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે.
ઘડપણ મનની અવસ્થા છે.

 નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ હોતી નથી.
કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા રહે છે.

બાથરૂમમાં દિવસે પૂરતું અજવાળું હોય તોય લાઈટ ચાલુ કરીને સ્નાન કરવાનું નવી પેઢીના યુવકયુવતીઓને ગમે છે.
ઓછા પાવરનો બલ્બ એમને બિલકુલ ગમતો નથી.

શિયાળામાં પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું એમને ગમે છે.
શિયાળામાં પણ પંખો ચાલુ રાખીને સૂઈ જવાનું વ્યસન કેળવાતું જાય છે.

પૈસા વધારે ખર્ચાઈ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે.
જૂની પેઢીને બગાડ પજવે છે, નવી પેઢીને બગાડ પજવતો નથી. 

જમાઈઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઈ જેવા થતા જાય છે.
એક મિત્રે કહેલુઃટીવીને કારણે મારી નવ વર્ષની છોકરી રાતોરાત અઢાર વર્ષની થઈ ગઈ!’

હનીમૂન પર જઈ આવ્યા પછી તરત છૂટાછેડા લેવાય તેવા બનાવો વધતા રહેવાના છે.
આવું બધું વાંચીને મોટરાઓએ અકળાવાની જરૂર નથી.

જીંદગીભર કણસતા રહીને પતિપત્ની સંસાર વેંઢારે તેના કરતાં છૂટાં પડી જાય તેમાં કશું ખોટું નથી.
પવન, ઝરણું અને વાદળ તો વહેતાં રહેવાના છે.

ટીવીની સિરિયલ જોઈએ, રીતે પરીવર્તનને નીરખવાની મજા માણવા જેવી છે.
સરતિ ઈતિ સંસારઃ !

 જે સરતો રહે છે તેનું નામ સંસાર.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 19, 2014

રેતીના કિલ્લા


ઉનાળાની એક સમી સાંજે હું દરિયા કિનારે લટાર મારી રહ્યો હતો ત્યાં મારી નજર બે સુંદર બાળકો પર પડી.એક છોકરો અને એક છોકરી જે રેતીમાં રમી રહ્યાં હતાં.તેઓ દરિયાના પાણીથી થોડે દૂર, થોડી પલળેલી રેતી હોય ત્યાં એક સરસ મજાનો મોટો રેતીનો કિલ્લો બનાવવામાં મશગૂલ હતાં.કિલ્લામાં તેમણે અનેક દાદરા,દરવાજા,બારીઓ અને બૂરજો બનાવ્યાં હતાં.કિલ્લો હજી પૂરેપૂરો બન્યો નહોતો પણ ખૂબ ભવ્ય અને સુંદર દેખાતો હતો.હું તેમની રમત જોવા ત્યાં ઉભો રહી ગયો.

તેમનો કિલ્લો પૂર્ણ બનવાના આરે હતો ત્યાં અચાનક દરિયાનું એક મોટું મોજું આવ્યું અને તેમની કલાકોની મહેનત પર તેણે પાણી ફેરવી દઈ કિલ્લો રેતી ભેગો કરી દીધો.મેં ધારેલું કે તે બે બાળકો રડી પડશે અને તેમની બધી મહેનત પાણીમાં જતાં, નિરાશ થઈ લમણે હાથ દઈ બેસી જશે.

પણ તેમણે મને આશ્ચર્યમાં મૂકી દીધો! નાસીપાસ થવાને બદલે તેઓ હસતાં,રમતાં એક બીજાનો હાથ પકડી દરિયાના પાણી થી થોડે દૂર ગયાં અને નવી જગાએ બેસી ફરી કિલ્લો બનાવવા લાગ્યાં! તેમણે મને એક અતિ મહત્વનો પાઠ શિખવ્યો.

આપણાં જીવનમાં પણ દરેક વસ્તુઓ,ઘણો સમય અને શક્તિ વાપરીને આપણે બનાવેલા સંકુલ માળખાં રેતી પર બનેલાં હોય છે.માત્ર અન્ય લોકો સાથે બાંધેલાં અને જાળવેલાં સંબંધો લાંબા ટકે છે.

મોડા કે વહેલા,મોજું આવી આપણી બધી મહેનત પર પાણી ફેરવી દેવાનું છે.આવે વખતે જેને કોઈનો સહારો આપતો હાથ અને સ્મિત પ્રાપ્ત થાય છે,તેજ વ્યક્તિ હસીને જીવનમાં આગળ વધી શકે છે ફરી નવો કિલ્લો બાંધવા...

('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 12, 2014

ગોડ તૂસી ગ્રેટ હો…


"ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર"

આંખરૂપી કૅમરા ગોઠવ્યા,

કાનરૂપી રિસીવર આપ્યા,

હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં,

હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ,

લોહીને બનાવ્યુ ઈંધણ, 

ને ઍન્જિન ટાંકી ઈંધણની,

ને પછી લાંબી પાઈપલાઈન,

હાડમાંસથી બૉડી બનાવી,

કવર ચઢાવ્યુ ચામડીનુ,

કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ,

હવાની લેવડદેવડ માટે ફેફસા, 

જે ઇનપુટની લાઈન મૂકી

તે આગળ જઈ આઉટપુટની લાઈન,

વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,

અને શરીરની બધીજ ક્રીયાઓ માટે

કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા,

લાખ લાખ વંદન છે તમને ! 

બધુ તો માણસ શીખી ગયો ઈશ્વરથી, પણ

લાગણી કેવી રીતે બનાવવી,

પ્રેમ કેવી રીતે બનાવવો,

આત્મા ક્યાંથી લાવવી,

અમુક વસ્તુઓમાં હજુ

મોનોપોલી છે ઈશ્વરની

અને રહેશે સદા...!!!

આટલું સાંભળ્યા પછી એટલું જકહીશ,

"ગોડ તૂસી ગ્રેટ હો"   

('ઈન્ટરનેટ પરથી')