Monday, April 27, 2015

કોશિશ ન કર


{ તાજેતરમાં ઇન્ટરનેટ પર એક સુંદર હિન્દી કવિતા વાંચવામાં આવી.મૂળ કર્તાની તો જાણ નથી પણ જિંદગીની સચ્ચાઈ દર્શાવતી આ કવિતા ગુજરાતીમાં અનુવાદ કરી તમારા સૌ સાથે વહેંચવાનું મન થયું અને આજે એ ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ કરી છે. }
 

તુ જિંદગી જીવ

એને સમજવાની કોશિશ કર

સુંદર સપનાઓનાં તાણાવાણા ગૂંથ

એમાં ઉલઝાવાની કોશિશ કર

વહેતા સમય સાથે તુ પણ વહે

એમાં સમેટાવાની કોશિશ કર

હાથ ફેલાવ,ખુલીને શ્વાસ લે

અંદર અંદર ઘૂંટાવાની કોશિશ કર

મન માં ચાલી રહેલા યુદ્ધને વિરામ આપ

 ખોટેખોટું પોતાની જાત સાથે લડવાની કોશિશ કર

કેટલીક વાતો ઇશ્વર પર છોડી દે

 સઘળું પોતે સુલઝાવવાની કોશિશ કર

જે મળ્યું છે એમાં ખુશ રહે

જે શાંતિ હણીલે મેળવવાની કોશિશ કર

માર્ગની સુંદરતાનો લુત્ફ ઉઠાવ

 મંઝિલ પર જલ્દી પહોંચવાની કોશિશ કર...

 
('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 18, 2015

ગુડબાય કિસ


કોટ ખભા પર ઉલાળતા દોડીને દાદરા ઉતરતાં તેણે ઘાંટો પાડતા કહ્યું,"ઓફિસમાં એક અગત્યની મિટીંગ છે...મોડા પડાય એટલે હું ભાગું છું..." અને તે વાવાઝોડાની જેમ ઘરની બહાર ધસી ગયો!
                તે ગાડીમાં બેઠો અને તેણે ગાડી ચાલુ કરી હતી ત્યાં બે દાદરા એકી સાથે ઉતરતી દોડતી,હાંફતી ઘરની બહાર આવી અને બોલી "ઉભા રહો, ઉભા રહો..." પણ તેના પિતાએ ગાડી હંકારી મૂકી હતી.તેનું મુખ ડૂચા વાળેલા કાગળ જેવું ચિમળાઈ ગયું. તેના શબ્દો "આજે પપ્પા મને જતી વખતે રોજ આપે છે એવી ગુડ બાય કિસ આપવાનું ભૂલી ગયા..." તેની વેદનાના ભાર નીચે દબાઈ ગયાં.
                તે પિતાને ફોન કર્યા વગર રહી શકી "આજે તમે મને ગાલ પર પપ્પી કર્યા વગર જતા રહ્યા..." તેણે રોષપૂર્વક કહ્યું. પિતાએ તેને પસ્તાવા સાથે કહ્યું,"ઓહ વહાલી, હું ખુબ દિલગીર છું..." અને તેણે જાણે મોટી પરિપક્વ વ્યક્તિ બની જતાં કહ્યું ," કંઈ વાંધો નહિ..." અને ફોન કાપી નાંખ્યો.
                તેણે જેમ તેમ કરી ઉદાસીનતા પૂર્વક પોતાનો સવારનો નાસ્તો ગળે ઉતાર્યો અને સ્કૂલના બૂટ પહેરી,દફતર ખભે ટાંગી ઘર બહાર ડગ માંડ્યાં. હજી તે દરવાજો ખોલે છે ત્યાં ઝાંપા પાસે પિતાની ગાડી આવીને ઉભી રહી. તેને ખુબ આશ્ચર્ય થયું.પિતાને ગાડીમાંથી ઉતરી પોતાની તરફ આવતા જોઈ તેણે એમના તરફ દોટ મૂકી અને તે એમને વળગી પડી! તેનો ચહેરો ક્રિસ્મસ ટ્રીની જેમ ઝળકી રહ્યો હતો!
                પુત્રીને તેડતા  પિતાએ કહ્યું," હું ખરેખર દિલગીર છું બેટા ...આજે સાવ ભૂલી ગયો!" તે કંઈ   બોલી. મસમોટા સ્મિતને કારણે તેના જડબા દુખવા લાગ્યાં!
 પંદર વર્ષ બાદ કોઈ ને યાદ રહેત કે તે ઓફિસની એક મિટીંગમાં મોડો પહોંચ્યો હોત પણ તેની ફૂલ જેવી વહાલસોયી નાનકડી દિકરી ક્યારેય ભૂલશે નહિ કે તેના પિતા મોડા પડ્યા હોવા છતાં માત્ર તેને ગુડબાય કિસ કરવા અડધે રસ્તેથી ગાડી પાછી હંકારી ઘેર આવ્યા હતા!

 ('ઈન્ટરનેટ પરથી')

Saturday, April 11, 2015

અદભૂત માનવ શરીર


* વૈજ્ઞાનિકો માને છે કે તમારો IQ (બુદ્ધિ નો આંક) જેટલો ઉંચો તેટલા તમે વધુ સ્વપ્નો જુઓ છો.

* એક ડગલુ ભરવામાં તમારા ૨૦૦ સ્નાયુઓ ઉપયોગમાં લેવાય છે

* સરેરાશ ઉંચાઈ ધરાવતી સ્ત્રી સરેરાશ ઉંચાઈ ધરાવતા પુરુષ કરતા પાંચ ઇન્ચ નીચી હોય છે.

* પગનાં અંગૂઠામાં બે હાડકા હોય છે જ્યારે આંગળીઓમાં ત્રણ.

* માનવ શરીરમાં પગની જોડી ,૫૦,૦૦૦ પ્રસ્વેદ ગ્રંથિઓ ધરાવે છે

* તમારા પેટમાં રહેલું એસિડ એટલું જલદ હોય છે કે તેમાં દાઢી કરવાની બ્લેડ પણ ઓગળી જાય

* માનવ મગજનો એક કોષ આખી બ્રિટાનિકા એન્સાયક્લોપિડિયામાં સમાયેલી કુલ માહિતી કરતાં પાંચ ગણી માહિતી સમાવી શકે છે.

* તમારા મોઢાથી પેટ સુધી પહોંચવામાં ખોરાકને સાત સેકન્ડ જેટલો સમય લાગે છે

* માનવ સ્વપ્નની સરેરાશ લંબાઈ - સેકન્ડ હોય છે.

* જે પુરુષોની છાતી પર વાળ હોતા નથી તેમને લિવરનાં સાયરોસીસની બિમારી થવાની શક્યતા જે પુરુષોની છાતી પર વાળ હોય તેમના કરતા વધુ હોય છે.

* ગર્ભાધાન થાય ત્યારે તમે માત્ર એક કોષ તરીકે અડધો કલાક જેટલો સમય વિતાવો છો (પછી કોષોની સંખ્યા વધવા માંડે છે).

* તમારા દરેક પગ પર આશરે ત્રણ અબજ જેટલા જીવાણુઓ (બેક્ટેરીઆ) હોય છે.

* અડધા કલાકમાં તમારા શરીરમાંથી એટલી ગરમી બહાર ફેંકાય છે જે અડધા ગેલન પાણીને ઉકાળવા માટે પૂરતી હોય.

* તમારા દાંત નું બાહ્ય આવરણ તમારા શરીરનો સૌથી સખત ભાગ છે.

* તમે જન્મો તેના મહિના અગાઉ થી તમારાં દાંત ઉગવા માંડે છે.

* જ્યારે તમે જેને તમે પ્રેમ કરતા હોવ તેને જુઓ છો ત્યારે તમારી આંખની કીકી પહોળી થવા માંડે છે અને તમે જેને ધિક્કરતા હોવ તેને જ્યારે જુઓ ત્યારે પણ આમ બને છે.

* તમારા હાથનાં અંગૂઠાની લંબાઈ તમારા નાક જેટલી હોય છે.

('ઈન્ટરનેટ પરથી')

Wednesday, April 8, 2015

જાપાન અને સ્વચ્છતા


બ્રાઝીલના રીસાઈફ ખાતે આવેલા અરેના પેર્નામ્બુકો સ્ટેડિયમમાં ૨૦૧૪ ફીફા વર્લ્ડ કપની મેચ જાપાન ભલે ગ્રીસ સામે હારી ગયું પણ મેચ બાદ તેમણે જે ચેષ્ટા કરી તેનાથી તેમણે વિશ્વભરના લોકોનાં હ્રદય જીતી લીધાં.
        મેચમાં હારી જવા છતાં વરસાદ પડતો હોવાને લીધે રેનકોટ પહેરી બ્લુ સમુરાઈઝ એવા જાપાનનાં ખેલાડીઓ સાચી સ્પોર્ટ્સમેનશીપ અને ભલાઈ દાખવતા હાથોમાં કચરો ભરવાની થેલીઓ લઈ આખા સ્ટેડિયમમાં ફરી વળ્યાં.બીજાં દેશોનાં લોકો મેચ વખતે અને મેચ બાદ ખુશી કે નિરાશા બંને વ્યક્ત કરવા હિંસા,અશોભનીય વર્તન અને તોફાનનો આશરો લેતાં હોય છે જ્યારે બ્રાઝીલના મેદાનમાં ભેગા થયેલા ૧૫૦૦૦ જાપાનીઝ ચાહકોએ પણ તેમની સાંસ્કૃતિક પરંપરામાં વણાયેલી ઉત્કૃષ્ટ નાગરિકી ફરજ અને જવાબદારીભર્યાં વલણનું પ્રદર્શન કર્યું. જાપાનમાં જાહેર સમારંભો,રમતગમતનાં કાર્યક્રમો કે તહેવારો બાદ હાજર સૌ પોતે જ જગાની સફાઈ કરે એવી પ્રણાલી છે. હોટલમાં ખાવા જનાર પણ ખાઈ લીધા બાદ પોતે પોતાનું ટેબલ સાફ કરે અને જાહેર કાર્યક્રમો બાદ પણ લોકો કચરો નાંખવાની થેલી પોતાની સાથે ઘેર લઈ જાય છે જેથી કચરો અહિ-તહિ ફેલાવવાની જગાએ તેનો યોગ્ય નિકાલ કરી શકાય.
ફૂટબોલ મેચ બાદ એક જાપાનીઝ ફૂટબોલ ચાહકે નેશનલ પબ્લિક રેડિયોને કહ્યું : " અમે જે કોઈ યજમાન દેશમાં જઈએ ત્યાં થોડી ઘણી સાફસફાઈ કરી દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમારા જાપાનમાં સ્વચ્છતાનું કેટલું મહત્વ છે અને તેથી અમે અહિં પણ (સ્વચ્છતા જાળવી) એમ કર્યું છે."
મેચને અંતે હારી ગયેલી જાપાનની ટીમના ખેલાડીઓએ મેદાન પર માનવ સાંકળ રચી તેમના ચાહકો સામે તેમના સહકાર બદલ,  ઝૂકીને તેમનું અભિવાદન કર્યું.
પ્રસંગની તસવીરો ઇન્ટરનેટ પર વિજળી વેગે પ્રસરી ગઈ હતી અને તેમણે જાપાનને સાચી સ્પોર્ટ્સમેનશીપના જ્વલંત ઉદાહરણ તરીકે ખ્યાતિ અપાવી હતી.
મેચના યજમાન દેશ બ્રાઝીલે પણ ચેષ્ટા બદલ જાપાનની ભારોભાર પ્રશંસા કરી પોતાના દેશવાસીઓને એમાંથી મહામૂલા પાઠ શિખવા કહ્યું હતું.

('ઈન્ટરનેટ પરથી')