Wednesday, April 11, 2018

ચા ના કપમાં ઘર (ભાગ - ર)


યૌવનનાં વીસીના વર્ષોમાં હું ભોમિયણ બની રહી,એક પ્રવાસ વર્ણનો લખતી લેખિકા પછી એક કલાકાર પણ બની રહી. મારા બાળપણમાં જેટલું ફરી હતી તેનાથી ઘણું વધારે હું ફરી...એક વાર મેં પશ્ચિમ કેનેડાના એક ગ્રામીણ ટાપુ પર એક યુર્ટ (મોંગોલિયા,સાઇબિરિયા,કેનેડા કે તુર્કી જેવા પ્રદેશોમાં ભટકતા વણઝારાઓ દ્વારા તૈયાર કરાતું ગોળાકર તંબુનું ઘરત્રણ મહિના માટે ભાડે રાખ્યું જ્યાં મને વર્તુળાકારે ઘૂમવું  તરત બેહદ ગમવા માંડ્યું. મારા કાપડના છાપરા પર પડતા વરસાદના ટીપાંનો રવ કે પછી જંગલમાં દૂરથી સંભળાતો ઘુવડના ટહુકા કે પછી યુર્ટોમાંથી આવતો ચૂલામાં લાકડા બળતી વખતે થતો તડ તડ અવાજ મને ખુબ ગમતાં.

રોજ સવારે અગ્નિ પેટાવ્યા બાદ હું મારા લખવાના ખાસ ટેબલ પર બેસતી અને લખતી કે ચિત્રો દોરતી જ્યાં સુધી બપોરે રેતી-કાંકરાની મારા ઝાંપાની પગદંડી પર મારા પાડોશીની દિકરી ૩ વર્ષની ઝાયાહ ની નાનકડી પગલીઓની અવાજ મારા કાને ન પડતો ત્યાં સુધી.
તે ધીમેથી યુર્ટમાં આવી જતી,મોટે ભાગે ડાબો બૂટ જમણાં અને જમણો બૂટ ડાબા એમ ખોટા પગે પહેરેલા તેના સુંદર જાંબલી વરસાદમાં પહેરવાના બૂટ ફગાવી દેતી અને મારી પાસે આવી કહેતી,"કેમ છો કેન્ડેસ,મને થોડી દૂધ વાળી ચાઇ પીવા આપશો?"મેં તેને સમજાવ્યું હતું કે ચાને ભારતમાં ચાઇ કહે છે.
ચાઈની ફ્લેવર વાળી અહિની સુપર માર્કેટમાંથી આણેલી ટી-બેગ્સ નો સ્વાદ ભારતના એ મસાલા મિશ્રીત સ્વાદિષ્ટ પીણાના સ્વાદ કરતાં ક્યાંયે જુદો હતો જેના હું પ્રેમમાં પડી હતી,છતાં તેમણે મને એ દેશ સાથે જોડી રાખી.
એક બપોરે જ્યારે કિટલીમાં ચા માટેનું પાણી ઉકળી રહે તેની અમે વાટ જોઇ રહ્યા હતા ત્યારે મેં નાનકડી ઝાયાહને ચા કઈ રીતે તૈયાર થાય છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો."આપણે ટી બેગને પાણીમાં થોડી વાર સુધી રહેવા દેવી પડે છે જેથી ચા એ પાણીમાં વધુ ને વધુ ભળી જાય અને કડક બને."
બીજે દિવસે મેં તેને પૂછ્યું કે “શું તને યાદ છે આપણે ટી બેગને પાણીમાંથી કાઢી લેતા પહેલા રાહ શા માટે જોવાની હોય છે?” તેણે જવાબ આપ્યો,"જેથી તે વધુ ઘેરી બને!" અને ત્રણ વર્ષના બાળક પાસેથી અપેક્ષા રાખી શકાય એટલો એ શ્રેષ્ઠ જવાબ હતો. જ્યારે અમારી ચાઈ પૂરતી કડક કે 'ઘેરી' બની જતી ત્યારે અમે અમારા ચાના મગ્સ ટકરાવતા અને 'ચિયર્સ' ની જગાએ ઝાયાહ 'ક્લન્ક' એમ બોલતી.
દરેક વખતે અમારી એ ચાઈની બેઠક જ્યારે પૂરી થતી ત્યારે હું ઝાયાહનો મારી મુલાકાત લેવા બદલ આભાર માનતી."ઝાયાહ, તું આવી એ મને ખુબ ગમ્યું"
તેનો દરેક વેળાએ જવાબ એક જ રહેતો,"મિત્રોને મળવું હંમેશા સારું લાગે છે."
જ્યારે મારા ત્રણ મહિના યુર્ટમાં પૂરા થયાં મેં મારું ટેબલ સાફ કર્યું ,ચૂલામાંથી રાખ દૂર કરી અને ઝાયાહને હું મારી માથે તોળાઈ રહેલી વિદાય અંગે શું કહીશ એ વિશે મેં વિચાર કરવા માંડ્યો.
અને એક બપોરે મેં અમારા મગ્સમાં દૂધનું છેલ્લું ખોખું ખાલી કર્યું અને ખાલી થયેલું ખોખું કચરાપેટીમાં નાખી દીધું. અમે ચિયર્સ અને ક્લન્ક કર્યું અને અમારી સાથે લેવાઈ રહેલી છેલ્લી ચાઈનો પહેલી ઘૂંટડો ભરતાં મેં ઝાયાહને કહ્યું કે એ પછીના દિવસે હું ત્યાંથી જતી રહેવાની છું.
તે મૌન થઈ ગઈ. મને નવાઈ લાગી કે તેણે મને સાંભળી જ નથી કે પછી તે મારી વાત સામે આંખ આડા કાન કરી રહી છે. છેવટે તેણે મારી સામે જોયું અને મને કહ્યું,"કંઈ વાંધો નહિ,પણ હવે તું જ્યારે પાછી આવે ત્યારે તારે વધારે દૂધ ખરીદવું પડશે."
(ક્રમશ:)

* * * * * * * * * * * * * * * * * * * * *
ઉરુગ્વેના મોન્ટેવિડીઓ ખાતે વસતા સ્કેચ આર્ટિસ્ટ અને લેખિકા એવા કેન્ડસ રોઝ રાર્ડન ની મૂળ અંગ્રેજીમાં લખાયેલ કૃતિ તમે  "https://longreads.com/2017/07/03/home-is-a-cup-of-tea"  વેબ એડ્રેસ પર જઈ વાંચી શકશો.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 1, 2018

ચા ના કપમાં ઘર (ભાગ - ૧)

ઉરુગ્વેના મોન્ટેવિડીઓ ખાતે વસતા સ્કેચ આર્ટિસ્ટ અને લેખિકા એવા કેન્ડસ રોઝ રાર્ડનનું સર્જન નૅશનલ જ્યોગ્રાફીક ની ઇન્ટેલિજન્ટ ટ્રાવેલ સાઈટ, વર્લ્ડ હમ્, BBC ટ્રાવેલ અને લોનલી પ્લેનેટ ટ્રાવેલ એન્થોલૉજીસ વગેરે પર પ્રશંસા પામ્યું છે. તે મોમેન્ટ સ્કેચર્સ નામની સંસ્થાના પણ સ્થાપક છે જે કલા અને પ્રવાસનો બ્લોગ અને કલાકારોની એક વૈશ્વિક કમ્યુનિટી છે.
 પોતાના વિશ્વભ્રમણ દરમ્યાન તેમણે માણેલી જુદી જુદી ચાના સ્વાદમાં પોતે આદરેલી ઘરની શોધનું રસપ્રદ વર્ણન  ‘Home is a cup of Tea’ મૂળ અંગ્રેજીમાં લખાયેલ પદ્યાત્મક ગદ્યમાં કર્યું છે. તેનો રસાસ્વાદ આજે ઇન્ટરનેટ કોર્નરમાં માણીએ. મૂળ કૃતિ તમે  "https://longreads.com/2017/07/03/home-is-a-cup-of-tea"  વેબ એડ્રેસ પર જઈ વાંચી શકશો.

* * * * * * * * * * * * * * * * * * * * *
ચાલો એક રમત રમીએ. એને આપણે કહીશુ 'Being You, Right Now'
કદાચ તમે કામે જતી વખતે રસ્તામાં વાંચી રહ્યા હશો, તમારી કોણી ટ્રેનની બારીના ખૂણે ટેકવીને. કે પછી તમે ઘરે છો? જો એમ હોય તો ઉભા થાવ અને ચાની કીટલી ગેસ પર મૂકો.
હા, હમણાં . હું તમે એમ કરી રહો ત્યાં સુધી રાહ જોઇશ.
એનું કારણ છે કે મારી વાત ચા સાથે ખૂબ સારી જામશે. પછી ભલે આદુ વાળી હોય કે મોરક્કોના ફૂદીના વાળી કે પછી આસામની.


ચાલો,આવી ગયા પાછા ચા બનાવી? શરૂ કરીએ?
પહેલા તો તમારી આસપાસ એક લાંબી નજર ધીમે ધીમે ફેરવો. શું તમે તમારા માટે જેવા ઘરની કલ્પના કરી હતી એવા ઘરમાં તમે છો? કદાચ સવાલ તમને થોડો અઘરો લાગશે,ગૂઢ લાગશે. તો હજી આપણે શરૂઆત કરી છે.ચાલો આગળ વધીએ થોડા સહેલા પ્રશ્ન સાથે - જેમકે પુસ્તકોની અભરાઈ કે ખાનું. શું તમારા ઘરમાં પુસ્તકોની અભરાઈ કે ખાનું છે? અને બારી?
શું તમારા ઘરમાં લાકડાનું ઇંધણ વાપરતા ચૂલામાં અગ્નિના તણખાં ઝરે છે? મને હંમેશા મારા ઘરમાં આવા એક ચૂલાની ઝંખના રહી છે. ચૂલા પરની ચિમનીમાંથી નીકળતા દેવદાર કે અન્ય સુગંધીદાર લાકડાના ધુમાડાની સુવાસની સરખામણી અન્ય કોઈ પદાર્થ સાથે થઈ શકે ભલા?
વાત જે તમે અત્યારે વાંચી રહ્યા છો વાર્તા છે મારી ઘરની શોધની અને કઈ રીતે મારી તેના માટેની વ્યાખ્યા બદલાઈ ગઈ તે વિશેની.
હવે જ્યારે તમે ટ્રેનમાં કે ઘેર બેઠાં હાથમાં ચા ના કપ સાથે વાંચી રહ્યા છો ત્યારે હું આશા રાખું છું કે તમને પણ તમારું સાચું ઘર શોધવાની તલપની લાગણી અનુભવાય.
હવે પછીની થોડી ક્ષણો માટે અત્યાર સુધી જેને તમે ઘર ગણતા હતા તેની વ્યાખ્યા કે તમારી તેના વિશેની જે કલ્પના હતી તેને પકડી રાખો.
પરીણામ તમારા માટે આશ્ચર્યકારક હશે.

* * *
મારો જન્મ વર્જિનીઆ માં થયો હતો જ્યાં મારા માતાપિતા પણ બાળપણથી ઉછરી મોટા થયા હતા. હું સાત વર્ષ ની હતી ત્યારે માત્ર એક વાર અમે મારા પિતાએ બાંધેલા પોતાના ઘરમાં રહેવા જવા ઘર બદલ્યું હતું. દેવદારના વૃક્ષની ગલીમાં આવેલ મકાનમાં અમારા માટે તૂટેલા ફૂટેલા રસોડાનાં ટેબલ પર બેસી સપરિવાર માણેલ રાત્રિના ભોજનનો અર્થ ઘર એવો થતો હતો. દીવાન ખાનામાં લાકડું બાળીને ખંડ ને ગરમ રાખતી ભઠ્ઠી અમારે માટે ઘરની પરિભાષા હતી. મારી માતા સદાયે જેમાં સવારની બ્રિટિશ ઇંગ્લિશ ચા ઉકાળતી ચાની કીટલી અને તેની બાજુમાં મૂકેલ ચાનાં પડીકાં ભરેલી સુંદર રંગીન પેટી અમારાં માટે ઘરની વ્યાખ્યા સમાન હતાં. મને ત્યારે મારા પોતાના ઘરનું સ્વપ્ન જોવું ખૂબ ગમતું જેમાં હું યજમાન બની મારાં પરિવારજનોને ભોજન પીરસું અને કપમાં રેડી ચા પાઉં!
પણ સમયે મારું બીજું મન વિશ્વ ભ્રમણ કરવા તલપાપડ થતું!
આથી સ્નાતક થયા બાદ મેં થોડો સમય વિદેશ જવાનું નક્કી કર્યું અને શરૂઆત મહિના ઈંગ્લેન્ડમાં રહીને કરી.
મને હંમેશા દૂધ નાખેલી ચા ભાવતી આથી અહિં જ્યાં ચામાં દૂધ નાખીને પીવાની પરંપરાની શરૂઆત થયેલી દેશમાં રહેવાનું આવ્યું ત્યારે મને ઘરે આવ્યાની લાગણી અનુભવાઈ.
પછી હું ન્યુઝીલેન્ડ ગઈ જ્યાં ઇંગ્લેન્ડ કરતા પણ વધુ ગહન ચાની સંસ્કૃતિએ મને સુખદ આશ્ચર્ય આપ્યું! ઈલેક્ટ્રીક ચાની કીટલી અથવા "જગ" જે મેં તેમને સંબોધાતા સાંભળ્યું દરેક કિવિઓના ઘેર જોવા મળતું સર્વસામાન્ય ઉપકરણ હતું. અને ક્રાઈસ્ટચર્ચ ખાતેની મારી નવી નોકરી દરમ્યાન સવાર અને બપોરના 'ટી બ્રેક્સ' મારા માટે અતિ સુખદ અને આનંદદાયી હતાં! દિવસમાં બે વાર અમને 'ચા ઉકળી ગઈ છે!' શબ્દો સાથે વિરામખંડમાં બોલાવવામાં આવતાં.
છેવટે થોડાં વર્ષો બાદ હું ભારત ગઈ જ્યાં મને મસાલા ચાઇ શું છે તેની જાણ થઈ. અત્યાર સુધી મેં ક્યારેય   ચાખેલી ચા હતી. ભારતની ઉકળતી ચાની પ્યાલીઓ નાનકડી હતી જે અત્યાર સુધી મેં જે મગમાં ચા પીધી હતી તેના કરતાં સાવ નાના કદની હતી. પણ અહિં ચા સીધી દૂધ સાથે ઉકાળવામાં આવતી અને તેનો રંગ ધીરે ધીરે કેરેમલ જેવો થતો જોવા મળતો.

   જો કે સૌથી તીવ્ર સ્મરણ છે નાનકડી પ્યાલીઓ માં પીધેલી વિવિધ ચા ના આસ્વાદનું જે દરેકને પોતાના આગવા પોત અને ફોરમ હતાં, હજાર પડળ ઈલાયચી અને લવિંગના, તજ અને આદુ ના, ચક્ર ફૂલ અને કાળા મરી સાથે ઘૂમી મિશ્ર થઈ ભાત ભાતનાં સ્વાદ મારી ચા માં ભળ્યાનું !
જેમ જેમ હું વધુ ને વધુ ફરતી ગઈ તેમ તેમ મારી ચા ના રંગ રુપ બદલાતા ગયા અને સાથે મારા પોતાના ઘર વિશે ના વિચારો પણ...

* * *


 (ક્રમશ:)