Sunday, June 12, 2016

સંજય ઘોષ

સંજય ઘોષનો જન્મ ૧૯૫૯માં ૭મી ડીસેમ્બરે નાગપુર ખાતે થયો હતો. તેમણે મુંબઈની જયહિન્દ કોલેજમાંથી રૂરલ મેનેજમેન્ટ (ગ્રામીણ વ્યવસ્થાપન) માં સ્નાતકની ડીગ્રી મેળવી. સમયે માત્ર બે વિદ્યાર્થીઓએ વિષય પસંદ કર્યો હતો. ત્યાર બાદ તેમણે આણંદ ખાતે આવેલ ઇન્ડિઅન ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ સંસ્થામાંથી અનુસ્નાતકની ડીગ્રી હાંસલ કરી.તેમની IIM માં પણ પસંદગી થઈ હતી,પણ સંજયે ત્યાં ભણવું પસંદ કર્યું નહિ.આટલી નાની ઉંમરે પણ તેમનામાં ગરીબ અને શોષિત વર્ગ પ્રત્યે સેવાની ભાવના અતિ બળવત્તર હતી. તેમણે રાજસ્થાનના ગરીબ ગામમાં અતિ ગરમ હવામાનમાં એક ઓરડીની ઓફિસમાં બેસી કામ કર્યું. તેમણે દૂધની સહકારી મંડળની સ્થાપના કરી.પછી તે પોતાની પત્ની સુનિતા સાથે આસામના માજુલી ગામમાં જઈ વસ્યા.
ત્યાં તેમણે સ્થાનિક લોકોને બ્રહ્મપુત્રા નદીમાં આવતા પૂરથી બચાવવા એક મજબૂત બંધ બાંધ્યો.
૧૯૯૭ની ૪થી જુલાઈએ તેમને 'યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) જૂથ તરફથી એક સંદેશ મળ્યો.ULFA એક લશ્કરી કે અંત્યવાદી જૂથ છે જે આસામને ભારતથી છૂટ્ટું પાડી સ્વતંત્ર દેશનો દરજ્જો અપાવવા ઇચ્છે છે. તેમને સંજય ઘોષ સાથે બેઠક યોજવી હતી. તે એક બહાદુર માણસ હતા. તે એકલા પોતાની સાયકલ ચલાવી ઉગ્રવાદીઓને મળવા ગયા. તેમને લાગ્યું કે પોતે ઉગ્રવાદીઓને રક્ત સંગ્રામ બંધ કરી દઈ શાંતિથી રહેવા સમજાવી શકશે.
પણ તે ત્યાંથી ક્યારેય પાછા ફર્યા નહિ.એમ મનાય છે કે ઉગ્રવાદીઓએ તેમની હત્યા કરી નાંખી.
તે યુવા વયે શહીદ થઈ ગયા,લોકોની સેવા કરતા કરતા.
વાત આપણને જીવન નો એક અતિ મૂલ્યવાન પાઠ શિખવે છે.સમાજની સેવા કરવા માટે ખુબ હિંમતની જરૂર છે. ત્યાગ કરવા માટે ખુબ મોટું હ્રદય જોઇએ.


 ('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ઘનશ્યામ એચ ભરુચાJune 19, 2016 at 3:01 AM

    શાંતિદૂત સંજય ઘોષની વાત ઇન્ટરનેટ કોર્નરમાં વાંચવા મળી. આજે શહેરમાં રહેતા યુવાનેા અનેક પ્રકારની ડિગ્રી લઇને સ્નાતક બને છે.ગામડાંઓમાં આવા યુવાનેાની જરુર છે. અનુભવી અને કુશળ ડોક્ટરો તેમજ ખેતીવાડીની આઘુનિક જાણકારી ધરાવતા યુવાનેા દેશના ગામડાંમાં આવીને સેવા કરે એ જરુરી છે.

    ReplyDelete