Sunday, June 19, 2016

ગેંડા વિષે ૧૫ તથ્યો

ગેંડો એક નોખું અને મજાનું પ્રાણી છેઆવો આજે તેના વિષે ૧૫ તથ્યો જાણીએ.

) ગેંડાની પાંચ જાત છે.

) ગેંડાને અંગ્રેજીમાં 'Rhino' કહે છે જે 'Rhinoceros' શબ્દનું ટુંકુ રૂપ છે. નામ મૂળ બે ગ્રીક શબ્દો પરથી લેવામાં આવ્યું છે. 'Rhino' નો અર્થ થાય છે નાક અને 'ceros' નો અર્થ થાય છે શિંગડુ

) સફેદ ગેંડો તેની સઘળી જાતિઓમાં સૌથી મોટું કદ ધરાવે છે.તેનું વજન ૩૫૦૦ કિલોથી વધુ હોય છે જે તેને જમીન પરનું  બીજા  નંબરનું  સૌથી  મોટું  સસ્તન  પ્રાણી  બનાવે  છે. પહેલો નંબર કોનો કહેવાની જરૂર ખરી? હાથીભાઈ જેમનું વજન ૭૦૦૦કિલો જેટલું હોય છે.

)પ્રવાસીઓને જંગલ સફારી દરમ્યાન સૌથી વધુ જોવા ગમતાં પાંચ પ્રાણીઓ છે : સિંહ, દીપડો, જંગલી ભેંસ, હાથી અને ગેંડો

)ગેંડાના શિંગડા હાડકાના બનેલા હોતા નથી, તે કેરટીન નામના તત્વ માંથી બનેલા હોય છે જેમાંથી મનુષ્યના નખ અને વાળ બને છે.

) અંગ્રેજીમાં નર, માદા અને બાળ ગેંડા માટે વપરાતા શબ્દો છે બુલ, કાવ અને કાફ જે અનુક્રમે બળદ, ગાય અને વાછરડા માટે પણ વપરાય છે અને ગેંડાના ટોળા ને પણ 'હર્ડ' અથવા 'ક્રેશ' કહે છે.

) ગેંડાને દરેક પગ પર ત્રણ આંગળા હોય છે.

) ગેંડાની પાંચ જાતિ પૈકી સુમાત્રામાં જોવા મળતા ગેંડા કદમાં સૌથી નાના હોય છે. તેના શરીર પર સૌથી વધુ વાળ જોવા મળે છે. તે હિમયુગ દરમ્યાન જોવા મળતા પ્રાચીન ઉન વાળા ગેંડાના સૌથી નજીકના જીવંત સગા છે.

) ગેંડા માંસ ખાતા નથી. તેઓ માત્ર ઘાસચારો ખાય છે.

૧૦) સફેદ ગેંડા અને કાળા ગેંડાની ત્વચાનો મૂળ રંગ એક સરખો ઘેરો રાખોડી હોય છે. કેટલીક વાર કાદવમાં આળોટવા ને લીધે તેઓ તપખીરીયા રંગના દેખાય છે.

૧૧)ગેંડાની ત્વચા સંવેદનશીલ હોય છે. કાદવમાં આળોટવાને લીધે તેમની ત્વચા ઠંડી રહે છે,તેનું સૂર્યથી રક્ષણ થાય છે અને તે જંતુઓને દૂર રાખવા સક્ષમ બને છે.

૧૨) પક્ષીઓ  જીવાત અને પેટે ઘસડીને ચાલનારા જીવોથી ગેંડાને દૂર રાખવાને કારણે તેમના સાચા મિત્રો પુરવાર થાય છે.ઓક્સપેકર્સ નામના પંખીડા માત્ર ગેંડાની પીઠ પર બેસી જંતુઓને નથી ખાતા પણ ભયજનક પરિસ્થિતી આવ્યે કલશોર કરી તેમને ચેતવી પણ દે છે.કેવા સારા મિત્રો!

૧૩)એક શિંગડુ ધરાવનાર ગેંડા માત્ર કાદવમાં આળોટવા માટે નહિ,પરંતુ સારી રીતે તરવા માટે અને ખોરાક માટે પાણીમાં કૂદકો મારી તળીયા સુધી જઈ ખોરાક પકડવા માટે પણ પંકાયેલા છે.

૧૪) માદા ગેંડાની ગર્ભાવસ્થા મનુષ્ય કરતા ઘણી વધુ લાંબી અવધિ સુધી ચાલે છે.લગભગ ૧૫ થી ૧૬ મહિના સુધીની!

૧૫) ગેંડા તેમની વિષ્ટાનો ઉપયોગ સંદેશવ્યવહાર માટે કરે છે.તેઓ પોતાની વિષ્ટાના ઢગલા દ્વારા પોતાના વિસ્તારની સીમા આંકે છે.


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ઘનશ્યામ એચ. ભરુચાJune 30, 2016 at 1:48 AM

    ગેંડા માટેની માહિતી માટે આભાર.

    ReplyDelete