Thursday, June 2, 2016

સમર વેકેશન છેલ્લાં થોડા વર્ષોમાં કેટલું બદલાયું છે?

                      પહેલાંનું સમર વેકેશન એટલે અગાશી પર ચોખ્ખાચટ આકાશમાં ટમટમટતાં અગણિત તારાઓને ગણતાં-ગણતાં, છેક સાંજથી પાથરીનેઠંડી કરેલીપથારીમાં સવારે તડકો આવીને ના જગાડે ત્યાં સુધી ઊંઘવાની મોસમ.
અને હવે? ટીવી અને .સી.ના રીમોટ માટે ઝગડતાં-ઝગડતાં, ઊંઘના ભારથી અધખુલ્લી આંખોમાં ચમકતા વોટ્સએપમાં ચેટ કરતાં-કરતાં ગમે ત્યારે ઢબી જવાની મોસમ.
પહેલાનું વેકેશન એટલે ઢગલાંબાજી, નેપોલિયન, કાચું ફૂલ, કાળી તીરી, મંગૂશ, ચારસો વીસબ્લફ, રમી, બ્રીજ, દો-તીન-પાંચ, સત્તી-અઠ્ઠી, વેપાર, મોનોપોલી, સાપ સીડી, લૂડો, ચેસ, સ્ક્રેબલ....! અને હવેનું વેકેશન એટલે ટેબ્લેટમાં એકલા એકલા રમ્યા કરો!
પહેલાંનું વેકેશન એટલે ઘરના આંગણામાં સાંજે પાણી છાંટીને ભીની માટીની ખુશ્બુ માણવાની મજા! હવેના વેકેશનમાં કેફેના ટેબલ પર ફ્લેવર્ડ કોફીની સ્મેલ મનને મહેકાવે છે.
પહેલાં તો બસ... ફ્રેન્ડની એક બૂમ પડતી અને કોઈ જાત ની ચિંતા વગર આપણે નીકળી પડતાં. હવે ફોન આવે છે અને .સી. વાળા રૂમ માં બેઠા બેઠા લૂ અને કાળા પડી જવાની બીક થી પ્લાન કેન્સલ કરીએ છીએ!
પહેલાંના વેકેશનમાં મળેલા પોકેટ મની Mango BYTE માં ખર્ચ થતાં, અને હવે 3Gમાં Giga BYTE વાપરવા માટે ખર્ચ થાય છે!             
              

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ઘનશ્યામ ભરૂચાJune 2, 2016 at 3:48 AM

    આજે વેકેશન પસાર કરવાની રીતમાં ઘણો બદલાવ આવી ગયો છે.આનું મુખ્ય કારણ છે મોબાઈલનો વધતો જતો વપરાશ. તેના કારણે વેકેશન પણ યાંત્રિક બને જાય છે. વેકેશન નો સદુપયોગ રમતગમતમાં, સારું સાહિત્ય વાંચવામાં અને એકબીજાને મદદરૂપ થઈ કરવો જોઇએ.

    ReplyDelete