Saturday, August 29, 2015

વાંદરો અને લાકડાનાં સફરજન


એક જંગલ હતું.તેમાં એક વાંદરો રહેતો હતો.મજાનું હતું એનું જીવન! સુખેથી અહિતહિ ભટકતા મન ફાવે ત્યારે તે સ્વાદિષ્ટ ફળો આરોગતો અને થાકી જાય ત્યારે ધરાઈને આરામ કરતો! એક દિવસ રખડતા રખડતા તે એક ઝૂંપડા પાસે આવી ચડ્યો. કુતૂહલવૃત્તિ તેને ઝૂંપડામાં અંદર દોરી ગઈ અને તેણે ત્યાં એક ટેબલ પર સરસ મજાના વાટકામાં અત્યાર સુધી ક્યારેય જોયા નહોતા એવા સુંદર લાલ સફરજન જોયાં! તેણે બંને હાથમાં એક-એક સફરજન ઉપાડ્યું અને જંગલમાં પોતાના ઘર ભણી દોટ મૂકી.

 હવે ઠીક ઠીક દૂર પહોંચી ગયા બાદ તેણે સફરજન સૂંઘવાનો પ્રયત્ન કર્યો પણ તેમાંથી જરાયે સુગંધ આવી નહિ, તેણે સફરજન ખાવાનો પ્રયત્ન કર્યો પણ એમ કરતાં તેના દાંત ને ઇજા પહોંચી પણ સફરજન તો તૂટ્યું નહિ! સફરજન લાકડાના બનેલા હતાં. ખુબ સુંદર દેખાતા હતાં.જ્યારે એણે અન્ય વાંદરાઓને  જોયા ત્યારે તેણે પોતાના હાથમાં રહેલા સફરજન પરની ભીંસ ઓર વધારી દીધી.

સૂંઘી કે ખાઈ શકતો હોવા છતાં તે પોતાના નવા ફળોને અભિમાનથી લઈ આખા જંગલમાં ફરતો હતો.તે તડકામાં ચળકતાં અને તેમનો લાલચટ્ટક રંગ જોઇ વાંદરો મનમાંને મનમાં પોરસાતો.તે લાકડાનાં સફરજન પાછળ એટલો મોહાંધ થઈ ગયો હતો કે તેને ભૂખતરસનું પણ ભાન રહ્યું નહિ.

રસ્તામાં એક સાચા ફળોથી લદાયેલું વૃક્ષ આવ્યું જેને જોઈ વાંદરાને ભૂખ લાગી છે એવી લાગણી થઈ પણ તેના બંને હાથમાં તો તેને મન અતિ મૂલ્યવાન એવા તેનાં પેલા બે લાકડાનાં સફરજન હતાં! નીચે મૂકીને સાચા ફળ તોડવા કઈ રીતે જવાય?હવે તે થાકી ગયો હતો,ભૂખને કારણે અશક્ત બની ગયો હતો પણ તે આરામ કરી કે પામી શક્યો નહિ કારણ તેણે સતત પોતાના પ્રાણપ્યારા નવા સફરજનોનું ધ્યાન રાખવાનું હતું ને?અભિમાની બનેલો વાંદરો ઓછો સુખી અને અજંપ બની જંગલમાં ભટકી રહ્યો હતો.

હવે સમય પસાર થતો ગયો તેમ તેમ તેને સફરજન ભારે લાગવા માંડ્યા અને એક સમયે તેને એવો વિચાર આવ્યો કે તે સફરજન છોડી દે.તે થાકી ગયો હતો,ભૂખ્યો થયો હતો અને અશક્તિને કારણે તેમજ બંને હાથમાં સફરજન પકડેલા હોવાથી ઝાડ પર સાચા ફળ તોડવા પણ જઈ શકતો નહોતો.જો સફરજન છોડી દે તો શું થાય? આવી મૂલ્યવાન વસ્તુઓ ત્યાગી દેવાનું તેને જરા પણ મન થતું નહોતું પણ હવે તેની ધીરજનો અંત આવી ગયો હતો.તેના થાકની ચરમસીમા આવી ગઈ હતી.જેવું ફરી એક સાચા ફળોનું ઝાડ દેખાયું કે તેણે લાકડાનાં સફરજનો ફેંકી દઈ ઝાડ ભણી દોટ મૂકી!તેણે ધરાઈને ફળો ખાધાં અને હવે તે ફરી સુખી થઈ ગયો હતો.

******

નાનકડા વાંદરાની જેમ જ આપણે મનુષ્યો પણ ઘણી બિનજરૂરી વસ્તુઓનો ભાર નથી વેંઢારતા? ચીજવસ્તુઓને - તેમના મોહને આપણે છોડી નથી શકતા. માણસ પોતાની જાતના આભાસી "ઉત્પાદક" ચિત્રનો ભાર હંમેશા લઈને ફરતો રહે છે, પેલા લાકડાનાં સફરજનની જેમ. પણ વાસ્તવિક રીતે તેની વ્યસ્તતા તેને થકવી નાંખે છે અને વધુ સારા જીવન માટે સદાયે ભૂખ્યો રાખે છે. 'જતું કરો'ની વૃત્તિ અપનાવી શકતો નથી. તેની ચિંતાઓ પણ લાકડાનાં સફરજન જેવી છે જેનો ભાર લઈને તે આખો દિવસ ફર્યા કરે છે.

('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. ‘ઇન્ટરનેટ કોર્નર’માં વાંદરા અને લાકડાના સફરજન વાળી વાર્તા વાંચવાની ખુબ મજા આવી. પાઠ શિખવા મળે એવી આ વાર્તા ખુબ સારી રહી.
    - અશોક દાસાણી , ચંદ્રેશ મહેતા

    ReplyDelete
  2. Namaste Vikasbhai !
    In the ‘Monkey and apple’ story, the turning point and lesson (moral) is wonderful ie: likewise little monkey majority people can't give up the greed of the things possessed and created by their selves. If they can be come little intro ward in their life they can be more happy in the material and spiritual world as well. Actually in majority percent like wise animal being ie: monkey, human beings also lives their life with full of illusion ie: 'Bhranti' and 'Janjwana Jal' that illusion makes them unhappy uncomfortable in this material world.
    Sent on my BlackBerry® from Vodafone
    - Labhshankar Oza

    ReplyDelete