Saturday, August 8, 2015

એક પગે એવરેસ્ટ સર કરનાર અરુણિમા સિંહાનું પ્રેરણાત્મક વક્તવ્ય(ભાગ - 3)


 
તમે કદાચ ટી.વી.પર કે બીજે ક્યાંક માઉન્ટ એવરેસ્ટ પરના ભૂરા-લીલા બરફના સુંદર ચિત્ર જોયા હશે. પણ ભૂરો-લીલો બરફ દેખાતો ભલે ખુબ સુંદર હોય પણ હલાવી નાંખનાર - ખતરનાક સાબિત થાય છે. અમારા ગ્રુપમાં જણ હતાં. જ્યાં સુધી ખડકાળ વિસ્તાર હતો ત્યાં સુધી હું સૌથી આગળ રહેતી પણ જ્યારથી ભૂરો-લીલો બરફ શરૂ થયો ત્યારથી મારો પ્રોસ્થેટિક લેગ લપસી જવા માંડ્યો. હું સંભાળીને ચાલવાના અથાગ પ્રયત્નો કરતી પણ મારો કૃત્રિમ પગ જાણે મારા કહ્યામાં નહોતો રહેતો. એક વાર પ્રયત્ન કરું,બે વાર,ત્રણ વાર,ચાર વાર....જ્યાં બરફ પીગળ્યો હોય અને થોડી ખાંચા જેવી જગા બની ગઈ હોય ત્યાં પગ ભેરવી હું ઉપર ચડતી. ડાબા પગે દુખતું. જમણા પ્રોસ્થેટિક પગે તો લપસી જવાને કારણે, આખો પગ ફરી જવાને કારણે ચાલવું શક્ય નહોતું બનતું. શેરપા એક સમયે કહ્યું અરુણિમા તું ખોટું જોર કરીશ,તું હવે આગળ વધુ ઉપર નહિ ચડી શકે.પણ મેં તેને મક્કમતાપૂર્વક કહ્યું કે મારો પગ છે અને તેને નિયંત્રણ માં રાખવાનું કામ પણ મારૂં છે.એને હું ચલાવીશ.ખેર બરફ પીગળી જતો પગ મૂકતા અને હું ધીમે ધીમે આગળ વધતી.

ત્રીજા કેમ્પ સુધી ગાડું રીતે ચાલ્યું પણ પછી ખરી કપરી યાત્રા શરૂ થઈ. સાઉથ સમિટ પોલ ઘણો વિકટ પોઇન્ટ હતો. અત્યાર સુધી તો અહિં ના વિષમ વાતાવરણ સાથે એક્લિમટાઈઝ કર્યું પણ ભલભલા પર્વતારોહકોના હાંજા ગગડી જાય જ્યારે તેઓ કોઈને,સાથી પર્વતારોહકને નજર સામે મરતા જુએ.હાલત વધુ ખરાબ થાય જ્યારે ભાન થાય કે આસપાસ પડેલી લાશો કરવા જતા ઢળી પડી છે જે મારૂં પણ અત્યારે ધ્યેય છે.મોટા ભાગનું ચઢાણ રાતે થતું હોય છે જ્યારે વાતાવરણ સાનુકૂળ હોય. સમયે મારા માથે પહેરેલી હેડલાઈટ જ્યાં જ્યાં પડતી ત્યાં ત્યાં પર્વતારોહકોની લાશ પડેલી નજરે ચડતી.એક દ્રષ્ય મને હજી યાદ આવે છે ને મારા રૂંવાડા ઉભા થઈ જાય છે.એક બાંગ્લા દેશી પર્વતારોહકને મેં મારી નજર સામે છેલ્લા શ્વાસ લેતો જોયો.તેનું શરીર જરા જરા હલી રહ્યું હતું અને તેનો હાથ ધ્રુજી રહ્યો હતો.તેના મોઢા માંથી નિસહાયતા ભર્યા '............' એવા સ્વર નિકળી રહ્યા હતાં.તેનો ઓક્સિજન ખૂટી રહ્યો હતો અને હું લાચાર બની ભયાનક દ્રષ્ય જોઈ રહી હતી,કંઈ કરી શકવા સમર્થ નહોતી. હું કદાચ વર્ણવી નહિ શકું કે દ્રષ્ય જોઈ હું કેટલી ડરી ગઈ હતી. દસથી પંદર મિનિટ હું ત્યાં ઉભી રહી.મેં ત્યાં પડેલ દરેક લોકો તરફ દ્રષ્ટી નાંખી કહ્યું તમે તો શિખર સુધી પહોંચી શક્યા નહિ, પણ તમારા બધા વતી હું માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કરીશ.

જેવું આપણે વિચારીએ છીએ રીતે આપણું શરીર વર્તે છે. મેં લંગર પર લદાયેલા દોરડા પર લટકી લાશોને લાંઘી ફરી ઉપર તરફ ચઢવાનું શરૂ કર્યું. એમ કર્યા વગર છૂટકો નહોતો.ચોથા કેમ્પ પાસે પહોંચ્યા ત્યારે મારા શેરપાએ મને જોરથી ધબ્બો માર્યો અને કહ્યું કે અરુણિમા પાછા ફરીએ. તારો ઓક્સિજન પૂરો થવાની અણી પર છે.

હવે માઉન્ટ એવરેસ્ટનું શિખર હાથવેંતમાં હતું.તમે વિચાર કરો જ્યારે તમારી મંઝીલ એકદમ નજીક હોય અને કોઈ તમને કહે તમારે પાછા ફરવાનું છે તો તમે કેવી પ્રતિક્રિયા આપો? મેં કહ્યું સર હું કોઈ કાળે પાછી ફરવાની નથી.તેમણે કહ્યું અરુણિમા જિંદગી બચશે તો ફરી આવીને તું પર્વતારોહણ કરી શકશે.

જીવનમાં સુવર્ણ તકો વારંવાર આવતી નથી. તમારા પર નિર્ભર છે કે તમે એને પકડી લો છો કે છોડી દો છો.મારે સોનેરી અવસર કોઈ ભોગે ગુમાવવો નહોતો.હું જાણતી હતી કે મને મહા મહેનતે સ્પોન્સરશીપ મળી હતી જેં હું નિષ્ફળ જઈશ તો ફરી પ્રાપ્ત નહિ થાય.

 

(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment