મને
બચેન્દ્રી મેડમે તેમજ મારી
માએ એક વાત શિખવાડી
હતી જે હું ક્યારેય
ભૂલીશ નહિ કે જીવનમાં
ઘણી વાર તમે સાવ
એકલા હોવ છો અને
તમારે જ એકલાએ મહત્વનો
નિર્ણય લેવો પડે છે.એવે સમયે એક
ડગલું પાછળ ફરી જોઇ
લેવું,તમને ખ્યાલ આવશે
કે કેટલા પગલાંની અથાગ
મહેનત બાદ તમે અહિ
સુધી પહોંચ્યા છો.માત્ર એક
ડગલું આગળ માંડજો અને
તમે તમારી મંજીલ પર
- ટોચ પર હશો.આ
બધી શિખામણ વિડીયો ફિલ્મની
જેમ મારા મગજમાં ઘૂમી
રહી હતી.મને માત્ર
એવરેસ્ટની ટોચ દેખાઈ રહી
હતી.મેં શેરપાને મનાવ્યો-પટાવ્યો કે ભાઈ ચલ...ભાઈ ચલ...એ
નહોતો માનતો પણ મેં
ફરી ચાલવા માંડ્યું અને
માત્ર એક-દોઢ કલાક
બાદ હું માઉન્ટ એવરેસ્ટની
ટોચ પર હતી.એ
ક્ષણે મેં જે અનુભવ
કર્યો તે યાદ કરતા
આજે પણ મારા રૂંવાડા
ઉભા થઈ જાય છે...મારે હાથ ઉંચા
કરી કરી લોકોને ચીસો
પાડી પાડી કહેવું હતું
કે જુઓ હું એવરેસ્ટની
ટોચ પર છું,હું
વિશ્વની ટોચ પર છું.મારે એ બધાં
લોકોને કહેવું હતું જેઓ
હારી ગયા હતાં,નિરાશ
થઈ ગયેલા હતાં કે
જુઓ મેં એક છોકરીએ,બીજું એક વિકલાંગે
અને ત્રીજું એક મધ્યમ વર્ગીય
વ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટ સર
કરી લીધો! વિકલાંગ, માણસ શરીરથી નહિ
પણ મનથી કે મગજથી
બનતો હોય છે.મનથી
વિકલાંગ વ્યક્તિ સામાન્ય પણ હોય તો
તે વિકલાંગ જ છે.મારે
લોકોને ચિલ્લાઈ ચિલ્લાઈને કહેવું હતું આ
બધું.
મેં
શેરપાને કહ્યું મારો એક
ફોટો પાડ! આપણે બહાર
હોઇએ ત્યારે આપણને આપણાં
રાષ્ટ્રધ્વજનું મહત્વ સમજાતું હોય
છે.મેં પણ ભારતનો
તિરંગો બંને હાથે ફેલાવી
શેરપાને કહ્યું મારા ફોટા
પાડ! તેણે કહ્યું “અરુણિમા
તુ ગાંડી થઈ ગઈ
છે... તારો ઓક્સીજન ગમે
તે ઘડીએ પૂરો થઈ
જાય એમ છે. હવે
નીચે ચાલ.” તેણે એક
ફોટો પાડ્યો. હવે તેના ક્રોધનો
પાર ન રહ્યો જ્યારે
મેં તેને કહ્યું કે
“તુ વિડીઓ પણ ઉતાર”!
૮૮૪૮ મીટરની ઉંચાઈ પર
જ્યારે ઓક્સીજન પૂરો થઈ જવાની
અણી પર હોય ત્યારે
કોઈ પણ શેરપાને ફોટા
પાડવા અને વિડીઓ ઉતારવા
કહે ત્યારે એ ગુસ્સે
થાય એ સ્વભાવિક છે.તેણે કહ્યું “તું
ગાંડી થઈ ગઈ છે...
મર અહિંયા...હું તને છોડીને
આ ચાલ્યો...” હું તો પૂરેપૂરી
તૈયારી સાથે ઉપર ગઈ
હતી. પાંચ-છ ડીસ્પોઝેબલ બેટરી વગેરે લઈ
જઈ ને જેથી એક
કામ ન કરે તો
બીજી વડે ફોટા પાડી
શકાય,વિડીઓ ઉતારી શકાય.
શેરપાને મેં જેમ તેમ
કરી મનાવ્યો.તેણે ફોટા પાડ્યા
બાદ મારો વિડીઓ પણ
ઉતાર્યો. કોઈને પણ પ્રશ્ન
થાય કે આ છોકરીએ
આવડું મોટું જોખમ શા
માટે ખેડ્યું હશે? કારણ મારા
મનમાં સ્પષ્ટ હતું. મને
વિચાર આવ્યો હતો કે
કદાચ હું ટોચ પર
પહોંચ્યા બાદ ફરી પાછી
નીચે હેમખેમ નહિ પહોંચી
શકું. જો એમ થાય
તો મારા ઉપર ટોચ
સુધી પહોંચ્યાની સાબિતી નીચે પહોંચવી
જરૂરી હતી. મેં શેરપાને
પણ કહી દીધું કે
એવું કંઈક બને તો
એ ફોટા અને વિડીઓ
મારા ભારત સુધી પહોંચાડી
દેવા.
૧૧
એપ્રિલ ૨૦૧૧ ને દિવસે
મારો અકસ્માત થયો હતો.૨૧
મે ૨૦૧૩ ને દિવસે
૧૦ વાગ્યાને ૫૫ મિનિટે હું
જગતની ટોચ પર હતી.લગભગ બે-એક વર્ષના
સમયગાળા બાદ હું એવરેસ્ટનું
શિખર સર કરી શકી.કઈ રીતે? મનથી...હ્રદયથી...કામયાબી મારા જીવનનું મકસદ
બની ચૂકી હતી,મારું
ઝનૂન,મારું પેશન બની
ચૂકી હતી.સૂતા,જાગતા,ઉઠતા,બેસતા મને
માત્ર માઉન્ટ એવરેસ્ટનું શિખર
જ દેખાતું હતું.મને લાગે
છે કોઈ પણ કાર્યમાં
જ્યાં સુધી પાગલપણું ન
ભળે ત્યાં સુધી એમાં
સાચી સફળતા મળતી નથી.
અંતે
શેરપાએ વિડીઓ પણ ઉતાર્યો!પણ હવે અમારે
ખરેખર ઉતાવળ કરવાની જરૂર
હતી.હું દસને પંચાવને
જ્યારે એવરેસ્ટના શિખર પર પહોંચી
ત્યારે અન્ય પણ કેટલાક
લોકો ત્યાં મોજૂદ હતાં
પણ જો કોઈ અગિયાર
વાગ્યા પછી ત્યાં જવા
પ્રયાસ કરે તો તેને
આત્મહત્યાના પ્રયાસ સમો ગણાય
છે.અમે નીચે ઉતરવું
શરૂ કર્યું. વધુ માં વધુ
મોત નીચે ઉતરાણ કરતી
વેળાએ નોંધાય છે.અમે
થોડા જ નીચે ઉતર્યાં
અને મારો ઓક્સીજન પૂર્ણપણે
ખલાસ થઈ ગયો.માત્ર
અંદાજ જ લગાવી શકો
કે ઓક્સીજન ન મળે ત્યારે
શી હાલત થાય છે.
હું નીચે પડી ગઈ
અને શેરપા એ કહ્યું,"મને લાગતું નહોતું
અરુણિમા કે તું એવરેસ્ટનું
શિખર
સર કરી શકીશ પણ
એ તે કર્યું હવે
તું નીચે ચાલ.ઉભી
થા...તારે ફરી નીચે
પહોંચવાનું જ છે.." તેણે
મને ઉભી કરવાના અનેક
પ્રયાસ કર્યાં. હું ઉભી જ
નહોતી થઈ શકતી.મારામાં
જાણે તાકાત જ બચી
નહોતી.પણ જેમ આપણા
નિયમો હોય છે તેમ
ઉપરવાળાના પણ ચોક્કસ નિયમો
હોય છે. એની યાદીમાં
હજી મારૂં નામ આવ્યું
નહોતું તેથી તે મને
પાછો ન લઈ જઈ
શકે.બીજું મારો વિચાર-અભિગમ એકદમ સ્પષ્ટ
હતો.જ્યારે હું રેલવેના
પાટા પર સાત કલાક
પડી રહી હતી,એ
દરમ્યાન ૪૯ ટ્રેન ત્યાંથી
પસાર થઈ હતી.પણ
હું બચી ગઈ હતી
એનો અર્થ એક જ
હતો કે કોઈક ઇતિહાસ
રચવા જ તેણે મને જીવતી
રાખી હતી.
હું
એવરેસ્ટ પર પડી ગઈ હતી એ
જ સમયે ત્યાં એક
બ્રિટીશ પર્વતારોહક આવી પહોંચ્યો. હવામાન
ખરાબ હોવાને કારણે તે
એ સ્થળેથી જ નીચે જવા પાછો
ફર્યો અને પાછો ફરતી વખતે
વજન ઓછું કરવા તેણે
પોતાની પાસે રહેલા બે
ઓક્સીજનના ટાંકા માંથી એક
ત્યાં જ ફેંકી નીચે
ઉતરવાની શરૂઆત કરી. મારા
શેરપાએ આ દ્રષ્ય જોયું
અને મને કહ્યુ,"અરુણિમા
તું ખરેખર ખુબ નસીબદાર
છે.આ પરિસ્થિતીમાં તને
ઓક્સીજન મળી જવો એ
કોઈક ચમત્કાર જ છે.ઇશ્વર
સાચે જ ઇચ્છે છે
કે તું જીવે" તેણે
પળનોયે વિલંબ કર્યા વગર
ઓક્સીજનની એ ટેન્ક મને
પહેરાવી દીધી.એ વારંવાર
મને લકી - લકી કહી
રહ્યો હતો.તમારામાંના ઘણાં
પણ લક કે નસીબ
કે ભાગ્ય જેવા શબ્દોમાં
વિશ્વાસ ધરાવતાં હશે.હું કોઈની
ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી
માગતી.પણ હું પોતે
નસીબ જેવા શબ્દમાં વિશ્વાસ
ધરાવતી નથી.મારૂં માનવું
એવું છે કે નસીબ
પણ એનોજ સાથ આપે
છે જેની અંદર જીતવાની
ધગશ છે. જો તમારામાં
જીતવાની ધગશ નહિ હોય
તો તમે ચારે બાજુથી
માત્ર બહાના બનાવ્યા કરશો.જો હું પણ
ધારત તો મારી યાત્રા
અધવચ્ચે અટકાવી એવરેસ્ટ ચઢ્યા
વગર જ ઓક્સીજન ખુટી
ગયો એવું બહાનું બનાવી
પાછી ફરી શકી હોત.કોઈ મને આગળ
કંઈ પૂછત નહિ.પણ
ત્યાર પછી હું મારી
જાતને શો જવાબ આપત,મારી જાતને કઈ
રીતે સમજાવત. છેવટે મારા સદનસીબે
હું નીચે પાછી ફરી
રહી હતી.હું ખુબ
ખુશ હતી.મારા સહભાગી
હતાં પર્વત,શેરપા અને
લાશો. હું મારી ખુશી
અન્ય કોઈ સાથે વહેંચી
પણ શકતી નહોતી કે
મેં એવરેસ્ટનું સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું!
હું પગને ઠેકા મારી
મારી નીચે આવી રહી
હતી અને એક સમયે
મારો આખો પ્રોસ્થેટીક લેગ
છૂટો પડી ગયો. તાપમાન “-૬૦”
ડીગ્રી
જેટલું નીચે ચાલી જતું
હોય છે એવરેસ્ટ પર.મારા હાથનાં આંગળા
હલી શકતા નહોતા.મારો
એક પગતો ખોટો હતો
જ, હવે જો મારો
હાથ પણ કાપવો પડે
એવી પરિસ્થિતી ઉભી થાય તો
શું? આવો વિચાર જ
મારૂં કાળજું કંપાવી જતો
હતો.ત્રણ અવસ્થા હોય
છે : લાલ,ભૂરો અને
કાળો - મારો હાથ લાલ
બાદ ભૂરો તો થઈ
જ ચૂક્યો હતો હવે
એ કાળો પડવાની તૈયારીમાં
હતો. હું વારંવાર શેરપાને
કહેતી “મારા હાથ ને
જુઓને...મારા આંગળા હલી
નથી રહ્યાં...” તે મને એક
જ જવાબ આપતો,"નીચે
ચાલ.જેટલા વધુ નીચે
જઈશું એટલું વધુ સારૂં
થશે." મારો પ્રોસ્થેટીક પગ
નિકળી ગયો છે, ઓક્સીજન
ખૂટી રહ્યો છે. હું
જો વધુ સમય રોકાઉ
તો શેરપા મને મૂકીને
આગળ ચાલ્યો જાય કારણ
તેણે પણ પોતાનો જીવ
બચાવવાનો હતો.એમાં એની
કોઈ ભૂલ ન ગણાત.છેલ્લે મારી આંખમાંથી
આંસુ સરવા માંડ્યા.મેં
વિચાર્યું કે હું શું
કરું? પણ બીજી જ
ક્ષણે મને જ્ઞાન લાધ્યું
કે રોવાધોવાથી કંઈ વળવાનું નથી.
મારી લાકડી ને સહારે
અને ખોટા પગને ઢસડતી
ઢસડતી હું આગળ ધપવા
માંડી.એમ કર્યા વગર
છૂટકો જ નહોતો.આગળ
એક જગાએ ખડક આવ્યો,તેના પર બેસી
મારો ખોટો નિકળી ગયેલો
પગ છૂટો કરી ફરી
તેને વ્ય્વસ્થિત રીતે બેસાડ્યો. કેમ્પ
ચાર, સાઉથ સમિટ જેને
અન્ય પર્વતારોહકો સામાન્ય રીતે પંદરથી સોળ
કલાકમાં સર કરી લેતા
હોય છે તેને સર
કરતાં મને પૂરા અઠ્ઠાવીસ
કલાક લાગ્યાં. જોકે દેશી-વિદેશી
દરેક પર્વતારોહકે એમ માની લીધું
હતું કે અરુણિમા પાછી
ફરી શકશે નહિ.પણ
હું પાછી ફરી. મને
સફળતાપૂર્વક પાછી ફરેલી જોઈ
અનેક લોકોને આશ્ચર્ય થયું
અને પછી તો અમે
બધાં એ મારા જીવતા
પાછા ફરવાની અને એવરેસ્ટ
સર કરવાની ખુશી પણ
મનાવી. મારૂં આ બધું
કહેવાનો આશય એટલો જ
છે કે એ સમજી
લો કે બધું જ
આપણી અંદર છે. આપણે
જે ઇચ્છીએ એમ કરી
શકીએ છીએ.
મારા
જીવનનો હવે પછીનો ધ્યેય
છે કે હું પૃથ્વી
પરના દરેક ખંડના સર્વોચ્ચ
શિખરો સર કરું.એમાંથી
એશિયાનો એવરેસ્ટ,આફ્રિકાનો કિલિમાન્જરો,યુરોપના એલ્બ્રૂસ થઈ ચૂક્યાં છે.
હજી બીજા શિખરો સર
કરવાનાં બાકી છે.તમારા
બધાંની શુભેચ્છા ઝંખું છું મારા
આ ધ્યેયને પૂરો પાડવા માટે.
છેવટે બે પંક્તિઓ સાથે
મારા આ વક્તવ્યનું સમાપન
કરીશ :
હજી
તો આ બાજનું ખરૂં
ઉડાણ બાકી છે...હજી
તો આ પારેવડાંની ખરી
કસોટી બાકી છે...
હજી
તો મેં લાંઘ્યો છે
આ સમુદ્રને ...હજી તો આખું
આકાશ બાકી છે...
(સંપૂર્ણ)
('ઈન્ટરનેટ પરથી')
અરુણિમાની હિંમત લાખોને હિંમતવાન બનવા પ્રેરશે.
ReplyDelete- ઇલા પુરોહીત