Tuesday, September 8, 2015

શિક્ષક દિન વિશેષ - એક ખાસ શિક્ષિકા


વર્ષો પહેલા જોન હોપકિન્સના એક અધ્યાપકે સ્નાતક વિદ્યાર્થીઓને એક કામ સોંપ્યું : ઝૂંપડપટ્ટીમાં જવાનું. તેમણે ફરમાન કર્યું  - ૧૨ થી ૧૬ વર્ષના ૨૦૦ છોકરાઓને  લો અને તેમના પરિસર અને પશ્ચાદ્ભૂમિની તપાસ કરો. પછી એના આધારે તેમના ભવિષ્ય અંગે આગાહી કરો.
વિદ્યાર્થીઓએ ગહન અભ્યાસ અને બાળકો સાથે વાતચીત બાદ આંકડા તારવ્યા અને સૂચવ્યું કે ઝૂંપડપટ્ટીના ૯૦ ટકા બાળકો ઓછામાં ઓછી એક વાર જેલમાં જશે.
પચ્ચીસ વર્ષ બાદ વિદ્યાર્થીઓના અન્ય એક જૂથને અભ્યાસ અને આગાહી કેટલા સાચા પુરવાર થયા છે તેની ચકાસણી સોંપાઈ. તેઓ પાછા વિસ્તારમાં ગયાં. પેલા છોકરાઓમાંના મોટા ભાગના આધેડ વયના પુરુષ બની ચૂક્યાં હતાં. કેટલાક ત્યાં હતાં,કેટલાક મરી ગયા હતાં, કેટલાક બીજે ક્યાંક ચાલ્યા ગયા હતાં. પણ મૂળ ૨૦૦ માંથી ૧૮૦ નવા વિદ્યાર્થીઓના જૂથના સંપર્કમાં આવ્યાં. આશ્ચર્યની વાત એ જાણવા મળી કે તેમાંના માત્ર ચાર જેલમાં ગયાં હતાં.
આમ શા માટે બન્યું? ગુનાઓથી ખદબદતી વસ્તીમાં રહેવા છતાં બાળકોનો રેકોર્ડ આટલો સારો કઈ રીતે રહી શક્યો? સંશોધનના આધારે જાણવા મળ્યું કે આમ એક શિક્ષિકાના કારણે બનવા પામ્યું હતું. સઘન તપાસ કરતાં માલૂમ પડ્યું કે ૭૫ ટકા બાળકોના કેસમાં એક સામાન્ય શિક્ષિકા બાળકોના સારા રેકોર્ડ માટે જવાબદાર હતી. સંશોધકો નિવૃત્ત શિક્ષકો માટેના ગૃહમાં રહેતી શિક્ષિકા પાસે ગયાં. તેમણે તેને પૂછ્યું કે કઈ રીતે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો પર તે આટલો સારો નોંધનીય પ્રભાવ પાડી શકી? શું તે જાણતી હતી કે કયા કારણસર આટલા વર્ષો બાદ પણ બાળકોને પોતાની શિક્ષિકા યાદ હતી? તેણે જવાબ આપ્યો,"ના,મને ખરેખર એની ખબર નથી."
...અને પછી તે, બધાં પાછલાં વર્ષોની મધુર સ્મૃતિઓને વાગોળતી જાણે પ્રશ્નનો જવાબ આપવા કરતાં વધુ પોતાની જાતને કહી રહી ,"હું બાળકોને કેટલું બધું ચાહતી હતી..."

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. Vikasbhai on an auspicious occasion of Teacher's Day, appropriate story you have presented regarding a lady teacher. Today, Honorable Dr. Sarvpalli Radhakrushnan's birthday, our Bow Down Headed hats of to him. In real sense he was the Godfather ie: "Bhishma Pitamah" of all the teachers. Though he was first line scholar but very humble and down to earth, that's why once he had stated (quoted) in front of his student that, 'I have come to awaken you, not to teach you nor to preach you'. More than 16 years he was as a lecturer in Oxford University and his subject was "Purv na DharmShastro ane NitiShastro" accordingly his subject he was not only teacher but was preacher also.

    - Labhshankar Oza

    ReplyDelete