Sunday, November 16, 2014

શોલેના ગબ્બર પાસેથી શીખવા જેવા ૯ મેનેજમેન્ટના પાઠ


સૌથી વધારે પ્રખ્યાત ફિલ્મી વિલનોમાં એક શોલેનો ગબ્બ્બર હશે! ગબ્બર માત્ર એક નિર્દયી ડાકુ નહોતો પરંતુ એક મેનેજમેન્ટ અને માર્કેટીંગ જિનિયસ હતો!

સલીમ-જાવેદની જોડી દ્વારા લખાયેલ એક ખૂબ સશક્ત પટકથા ‘શોલે’ના પાત્ર ગબ્બ્બર પાસેથી મેનેજમેન્ટના કેટલાક અતિ મૂલ્યવાન પાઠ શિખવા મળી શકે એમ છે જે આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ:

. जो डर गया समझो मर गया !!

શાશ્વતી સત્ય ગબ્બર સિવાય બીજું કોણ આટલી સારી રીતે સમજાવી શકે? હિંમત અને સાહસ વ્યવસાય કે સુખી જીવન બંને ક્ષેત્રે સફળતા માટે પાયાની જરૂરિયાત સમા છે.

. कितने आदमी थे ?

વ્યવસાયમાં વ્યૂહ-રચનાની ખૂબ અગત્યતા છે. ગબ્બરે જોયું કે માત્ર બે જણની ટીમે તેની ફોજને હરાવી હતી અને આમ તે સત્ય બરાબર સમજી શક્યો કે નાનકડી હોય તો પણ પણ એક સારી અને સાચી ટીમ કેટલો મોટો ભેદ સર્જી શકે છે.

. अरे सांभा, कितना ईनाम रखे हैं सरकार हम पर ?

ગબ્બર પોતાની 'બ્રાન્ડ'નું અને તેનો યોગ્ય પ્રચાર કરવાનું મહત્વ બરાબર સમજતો હતો. તેણે ખુબ સારી રીતે કર્યું પણ હતું.જ્યારે માતાઓ પોતાના બચ્ચાઓને સૂવડાવતી વખતે કહેતી કે "સો જાઓ નહિ તો ગબ્બર જાયેગા..." જોઇને તમને ખ્યાલ આવે છે કે કેટલા બેશરમ થઈને તમારે તમારા બિઝનેસને પ્રમોટ કરવો જોઇએ.

. गोली और आदमी बहुत नाइंसाफी है !!

ગબ્બર સિંઘ કટાક્ષ અને પરપીડન ખુબ સારી રીતે કરી જાણતો.તેણે એવો ભ્રમ ઉભો કર્યો હતો કે તેના માણસોને બચવાની તક છે.પણ બીજા દ્રષ્યમાં તેમને મારી નાંખે છે.

શીખ : સારો દેખાવ /મહેનત કરો નહિતો તમે બચશો નહિ.

. ले अब गोली खा !!

કેટલીક વાર વ્યવસાયમાં તમારે સખત નિર્ણયો લેવા પડતા હોય છે.ગબ્બર હંમેશા પોતાના ધંધાના હિત ને સ્વના હિત કરતાં વધુ પ્રાધાન્ય આપતો હતો. આથી તેણે ઘણી વાર પોતાની ટોળકીમાં કામ કરતા ડાકુઓને રુખસદ આપી દીધી હતી.

. बहुत याराना लगता है !!

ગબ્બર લાગણીઓને ખુબ સારી રીતે સમજતો હતો અને તેનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ પણ કરી જાણતો હતો. બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ તે જાણી ગયો હતો કે વીરુ અને બસંતી એકબીજાનાં પ્રેમમાં પાગલ હતાં. આથી તેણે બસંતીને એવી ધમકી આપી નાચવા મજબૂર કરી હતી કેजब तक तेरे पैर चलेंगे, इसकी साँसे चलेंगी ’.ગાજર અને લાકડીની મોટીવેશન થિયરીનો સમયાનુસાર ઉપયોગ ગબ્બર ખુબ સારી રીતે કરી જાણતો.

તેને સંગીત અને નૃત્ય પણ ખુબ ગમતાં.મહેબૂબા મહેબૂબા તેનું મનપસંદ બોનફાયર સોન્ગ હતું.

. बहुत पछताओगे ठाकुर !!

ગબ્બરે ક્યારેય છીછરા નિર્ણયો લીધા નહોતાં. ઠાકુરે તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો. ગબ્બરે મનમાં ગાંઠ વાળી અને કહ્યું,"બહોત પછતાઓગે ઠાકુર" અને તેણે એમ કર્યું. જેલમાંથી બહાર નિકળી તેણે ઠાકુરના પરિવારનું નામોનિશાન મિટાવી દીધું અને ઠાકુરના જે હાથે પોતાને જેલમાં પૂર્યો હતો તે હાથ તેણે કાપી નાંખ્યા.

તેની દ્રઢ નિર્ણયશક્તિ દર્શાવે છે જે સફળતા માટે અતિ જરૂરી છે.

. तेरा क्या होगा रे कालिया ??

વિધાન દર્શાવે છે કે ગમે તેટલો ફીડબેક કર્મચારીઓ આપે તેમ છતાં અંતિમ નિર્ણય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવાય છે.

. तू क्या लड़ेगा मुझसे ठाकुर ?

અંતિમ પાઠ. તમારા હરીફ તરફથી તમારી સાથે થતી સ્પર્ધાને ક્યારેય ઓછી આંકશો. ગબ્બરે ઠાકુરના બંને હાથ ભલે કાપી નાંક્યા પણ તેના આત્મવિશ્વાસ અને બુદ્ધિપ્રતિભાને તે ડગાવી શક્યો નહિ. ઠાકુર અંતે ગબ્બરને તેના ચરણોમાં લાવે છે અને તેના સામ્રાજ્યનો અંત આણે છે.

 
('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. 'મેનેજમેન્ટ'ના પાઠ સારા રહ્યાં.
    - નરોત્તમભાઈ મહેતા

    ReplyDelete
  2. 'મેનેજમેન્ટ' સંદર્ભે કહેવાનું કે જીવનમાં સમય સૌથી મોટો શિક્ષક છે. જે સમયને અનુસરે છે તેને ચોક્કસ સમય પણ અનુસરે છે.કહ્યું છે ને સમયને સાચવો તો સમય તમને સાચવશે.
    - ચંદ્રેશ મહેતા

    ReplyDelete