એક
શાણા માણસે પ્રેક્ષકો સમક્ષ
એક રમૂજી ટૂચકો કહ્યો
અને બધાં એ સાંભળી
ખૂબ હસ્યાં.થોડી વાર
રહીને તેણે ફરી પાછો
એ જ ટૂચકો કહી
સંભળાવ્યો.આ વખતે થોડાં
જ લોકો એ સાંભળી
હસ્યાં.ફરી પાછો એ
જ ટૂચકો તેણે કહ્યો
અને આ વખતે સાવ
ઓછા લોકો એ સાંભળી
હસ્યાં.છેવટે એક વખત
એવો આવ્યો જ્યારે તેણે
ફરી વાર એ જ
ટૂચકો કહી સંભળાવ્યો અને
આ વખતે કોઈ જ
તેના એ ટૂચકા પર
હસ્યું નહિ.તેણે સ્મિત
કર્યું અને કહ્યું,"જો
તમે એક નો એક
ટૂચકો સાંભળી વારંવાર હસી
શકતા નથી તો પછી
કોઈ એક જ સમસ્યા
પર શા માટે વારંવાર
રડવું જોઇએ?ભૂતકાળ ને
ભૂલી જવો જોઇએ અને
સતત આગળ વધતા રહેવું
જોઇએ."
('ઈન્ટરનેટ પરથી')
No comments:
Post a Comment