Thursday, November 13, 2014

કાશ્મીર કોનું ?


સારા વક્તવ્ય અને રાજકારણના સમન્વય સમુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ થોડા સમય અગાઉ સંયુક્ત રાષ્ટ્રસંઘની સભા દરમ્યાન જોવા મળ્યું. પ્રસંગે સભાના દરેક સભ્યના મોં પર હાસ્ય લાવી દીધું!

ભારતના એક પ્રતિનિધિએ પોતાના વક્તવ્યની શરૂઆત રીતે કરી : "મારા વક્તવ્યની શરૂઆત કરતા પહેલા મારે તમને કાશ્મીરના એક ઋષિ કશ્યપ વિષે વાત કરવી છે જેમના નામ પરથી કાશ્મીર નામ પડ્યું.

એક વાર તેઓ લાંબા ભ્રમણ પર ગયા હતા ત્યારે તેમના માર્ગમાં ખડક આવ્યો જેના પર થઈને પાણી વહી રહ્યું હતું. તેમને વિચાર આવ્યો કે સ્નાન કરવાનો લહાવો તો અહિ લેવો જોઇએ. તેમણે પોતાના વસ્ત્રો ઉતારી ખડક પર એક બાજુએ મૂક્યાં અને તે પાણીમાં નહાવા કૂદી પડ્યા.

જ્યારે તે સ્નાન કરી પાણીની બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમના વસ્ત્રો તેમણે જ્યાં ઉતાર્યા હતાં ત્યાંથી ગાયબ થઈ ગયા હતાં. એક પાકિસ્તાનીએ તે ચોરી લીધા હતાં."

સાંભળી સભામાં હાજર પાકિસ્તાની પ્રતિનિધિ ઉછળી પડ્યો અને કહેવા લાગ્યો,"શું બકવાસ કરો છો? ત્યારે પાકિસ્તાનનું અસ્તિત્વ નહોતું."

વક્તવ્ય આપી રહેલા ભારતીય પ્રતિનિધિએ સસ્મિત કહ્યું,"હવે જ્યારે હકીકત સ્પષ્ટ થઈ ગઈ છે, હું મારા વક્તવ્યની શરૂઆત કરું છું. પાકિસ્તાનનું અસ્તિત્વ પણ નહોતું હકીકત હોવા છતાં તેઓ દાવો માંડે છે કે કાશ્મીર તેમની માલિકીનું છે!!!"

...અને પછી તેમણે પોતાનું વક્તવ્ય શરુ કર્યું!

 

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. 'ઇન્ટરનેટ કોર્નર' માં ગત સપ્તાહે કાશ્મીરની રમૂજી વાર્તા વાંચવાની મજા આવી.
    - ચંદ્રેશ મહેતા

    ReplyDelete