Friday, November 21, 2014

દોસ્ત


ફેસબુક પર મળવા કરતા કોકદી ફેસ ટુ ફેસ

મળને દોસ્ત,

ટ્વીટર પર ટ્વિટ કરવા કરતા મળીને બાથ

ભરને દોસ્ત.

લોકોની ટીકા કરવા કરતા તારી બુરાઈ

સામે લડને દોસ્ત,

કોમ્પુટરને બદલે દિલથી કોઈ

છોકરીના પ્રેમમાં પડને દોસ્ત.

હળહળતું જુઠ્ઠું બોલતા પહેલા ક્યારેક

ઈશ્વરથી ડરને દોસ્ત,

પોતાનુંજ ઝુડ ઝુડ કરે છે ક્યારેક બીજાનુંય

સાંભળને દોસ્ત.

દરેક વખતે લીફ્ટને બદલે કોઈ વાર

પગથીયા ચડને દોસ્ત,

આવેલા મહેમાનોને ક્યારેકતો ઉભો થઈને

પાણી ધરને દોસ્ત.

હાથમાં હમેશા મોબાઈલને બદલે સારું પુસ્તક

પકડને દોસ્ત,

ઘરના બધા સાથે બેસીને કોઈ વાર

પ્રેમથી વાતો કરને દોસ્ત.

આખો દિવસ ગુગલ શું કરે છે? ઘરની બહાર

નિકળને દોસ્ત,

કુદરતમાં ખોવાઈને નવા સ્વરૂપે તું તનેજ

ફરીથી જડને દોસ્ત

-     ‘અજ્ઞાત’


('ઈન્ટરનેટ પરથી')

4 comments:

  1. 'દોસ્ત' દ્વારા આજના સમયનું સાવ યથા યોગ્ય ચિત્ર આલેખાયું.વ્હોટ્સ એપ વગેરે એ આપણને સાવ નજીક આણીને પણ ખૂબ દૂર કરી નાંખ્યા છે.હવે આપણે રૂબરૂ મળવાની જગાએ માત્ર ફોન દ્વારા જ એકબીજાના ખબર-અંઅતર પૂછી લઈએ છિએ જે એક સારી વાત નથી.
    - નયના ગાંધી

    ReplyDelete
  2. 'દોસ્ત' દ્વારા તમે મારા મનની વાત કહી દીધી.આજના સમયમાં ખૂબ લાગુ પડનારી સાવ સાચી એવી વાત આ કાવ્ય માં રજૂ થઈ.આવી સારી વાત શેર કરવા બદલ અભિનંદન
    - ચંદ્ર શાહ

    ReplyDelete
  3. 'દોસ્ત' વાંચવાની ખૂબ મજા આવી.
    - ઉમેશ શાહ

    ReplyDelete
  4. 'દોસ્ત' લેખ ખૂબ હકારાત્મક અને સારો રહ્યો.
    - લાભશંકર ઓઝા

    ReplyDelete