Sunday, September 24, 2017

કેટલાક મનોવૈજ્ઞાનિક તથ્યો


કોઈ ને આપેલું આલિંગન ૨૦ સેકન્ડ સુધી લંબાય તો ઓક્સિટોસીન નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે જેનાથી વ્યક્તિ નો તમારા પ્રત્યે વિશ્વાસ વધે છે

હતાશામાં જીવતા લોકો હતાશામાં હોય તેવા લોકો કરતાં ત્રણ ગણાં વધુ સ્વપ્નો જુએ છે

જે સ્ત્રી - પુરુષો વધુ સંગીત સાંભળતા હોય છે તેઓ વધુ સારું વાતચીત કરવાનું કૌશલ્ય ધરાવતાં હોય છે

મગજ નાં જે ભાગમાં શારીરિક પીડાનો અનુભવ કરાવતું કેન્દ્ર હોય છે ત્યાંજ એકલતાની અનુભૂતિનો અહેસાસ કરાવતું કેન્દ્ર હોય છે

ભૂરો રંગ શાંતિનો અનુભવ કરાવતાં હોર્મોન્સનો મગજ માં સ્ત્રાવ પેદા કરે છે અને શાંતિની અસર પેદા કરે છે

જ્યારે તમે પીડા માં હોવ ત્યારે ગાળો ભાંડવા થી કે ગુસ્સો ઠાલવી દેવાથી પીડા ઓછી થાય છે

ટોણા મારતા લોકોને કે આડમાં બોલતાં લોકોને રોજ સાંભળવાથી તમારી સર્જનાત્મકતામાં વધારો થાય છે

તમારો બુદ્ધિ આંક જેટલો વધુ ઊંચો એટલા તમે વધુ મહત્વકાંક્ષી

જ્યારે તમારું નામ કોઈ બોલ્યું હોય તેમ છતાં તમને સંભળાય તંદુરસ્ત દિમાગની નિશાની છે

માનસિક પીડા માત્ર ૧૨ મિનિટ સુધી અનુભવાય છે, એનાથી વધુ જે કંઈ અનુભવો તમે પોતે ઉભું કરેલું હોય છે

૮૦ % સમયે, તમે મૂળ કોઈ વ્યક્તિને યાદ કરતાં હોતાં નથી પણ વ્યક્તિ સાથે તમે સર્જેલી યાદગાર પળો ને મમળાવતા હોવ છો

ખોટે ખોટે કરેલું સ્મિત પણ તમારાં મૂડ માં સુધારો કરે છે

પુરુષો રમૂજી સ્ત્રીઓ થી ગભરાતાં હોય છે

માણસો ની જેમ કીડીઓ પણ યુદ્ધો કરે છે. તેમની એક રસપ્રદ વ્યૂહનીતિ મુજબ તેઓ નબળી કીડીઓ ને પહેલા લડવા મોકલે છે
સરેરાશ મહિલા તેની પેટીમાં ૨૬ વસ્તુઓ એવી મૂકશે જેની તેને ક્યારેય જરૂર નહી પડવાની હોય

જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે તેની શ્રવણ શક્તિ સૌથી છેલ્લી જાય છે

તમારી સર્જનાત્મકતા મોડી રાત્રે સૌથી વધારે અને બપોરે સૌથી ઓછી હોય છે

ચુંબન તમારી પાચન શક્તિ ઝડપી બનાવે છે. જે યુગલ દિવસમાં 3 થી ચુંબન કરે છે તે મોટે ભાગે વધારે વજન ધરાવતું નહિ જોવા મળે

અભ્યાસ દર્શાવે છે કે જે બાળકો સારી રીતે જુઠ્ઠુ બોલતાં હોય છે તે મોટા થઈ ને વધુ સફળ વયસ્ક બનતાં હોય છે

સંગીત સાંભળવું એવી કેટલીક જૂજ પ્રક્રિયાઓમાંની એક છે જેમાં સંપૂર્ણ મગજ કાર્યરત થાય છે

અસુરક્ષિત લોકો એવા લોકો ને વધુ ધિક્કારતા જોવા મળે છે જેમને તેઓ બરાબર ઓળખતા પણ હોતા નથી

કોઈ બાબત વિશે વધુ પડતું વિચારવાથી તમારું મગજ ધીરુ પડે છે

એક કરતાં વધુ ભાષા બોલવાથી તમારું મગજ વધુ તેજ બને છે, તમારો બુદ્ધિ આંક પણ વધુ ઉંચો લઈ જાય છે

ગોસિપ (છૂપી છૂપી વાત કરવી) સ્ત્રીઓ ના મગજ નાં એવાં ભાગ ને ઉત્તેજીત કરે છે જે આનંદ અને સુખ સાથે સંકળાયેલો છે

સ્ત્રીઓ રમૂજવૃત્તિ ધરાવતા પુરુષો ને વધુ પસંદ કરે છે કારણ બુદ્ધિ અને પ્રમાણિકતા સાથે સંકળાયેલી છે

પીડા માણસનો દ્રષ્ટિકોણ અને અભિગમ સંપૂર્ણ રીતે બદલવા સક્ષમ છે

ડર તમારી દ્રશ્ય ક્ષમતા અને નિર્ણય શક્તિમાં ક્ષણિક સુધારો કરે છે

જાત સાથે વાત તમને વધુ હોંશિયાર બનાવે છે

મગજ અતિ શક્તિશાળી વસ્તુ છે. માંદા પડવાની ચિંતા તમને વાસ્તવમાં માંદા પાડી દે છે

ગાવાથી માનવ મન હતાશા અને બેચેનીથી દૂર રહી શકે છે

જયારે તમે કોઈની સાથે ચાલતાં ચાલતાં વાતચીત કરો છો ત્યારે તમારાં પગલાં આપોઆપ એકમેક સાથે એકસંગતતા ધારણ કરે છે.

૭૦ટકા લોકો રાતે પથારી માં પડ્યા પડ્યા વિચાર કરતાં હોય છે કે દિવસ દરમ્યાન વાતચીત માં તેમણે આમ નહીં તેમ કહેવું જોઈતું હતું

જે બાળકો સંગીત શીખે છે તેમનો બુદ્ધિ આંક વધુ ઉંચો હોય છે

ચોકલેટ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, તાણ માંથી મુક્તિ અપાવે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ઉચાટ ઓછો કરે છે

સ્મિત ચેપી હોય છે. તે વધુ ને વધુ ફેલાવો

જે યુવતિઓનાં યુવતિ મિત્રો કરતાં યુવક મિત્રો વધુ હોય છે તે ઓછી હતાશા અને મૂંઝવણ અનુભવતી હોય છે

કઇંક નવું શિખ્યા પછી સૂઈ જવાથી શિખેલી બાબત કાયમ માટે મનમાં યાદ રહી જાય છે

• 70 ટકા લોકો સ્વપ્નમાં વસ્તુઓ જૂએ છે અને પછી ક્યારેક તેમનાં જીવનમાં વસ્તુઓ વાસ્તવમાં જૂએ છે

મનોચિકીત્સક અભ્યાસ દર્શાવે છે કે જ્યારે તમે કોઈક ના વિશે વિચારવાનું બંધ કરી શકતા હોવ ત્યારે એમ થવાનું કારણ પણ હોઈ શકે છે કે તેઓ પણ સતત તમારા વિશે વિચારી રહ્યા હોય.




(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment