Friday, April 22, 2016

ચાણક્યની દ્રષ્ટીએ ઝેર,ભય,ઇર્ષ્યા, ક્રોધ અને નફરત

કોઈકે આચાર્ય ચાણક્યને પૂછ્યું :

- ઝેર શું છે?
તેમણે સુંદર જ​વાબ આપ્યો "જરૂર કરતા વધારે એવી કોઈ પણ વસ્તુ ઝેર છે.
એ સત્તા, સંપત્તિ, ભૂખ, અહમ્, લોભ, આળસ, મહત્વકાંક્ષા, નફરત કે પછી કંઈ પણ હોઈ શકે છે.

- ભય શું છે?
અનિશ્ચિતતાનો અસ્વીકાર. જો આપણે અનિશ્ચિતતા સ્વીકાર કરી લ​ઈએ તો એ સાહસ બની જાય!

- ઇર્ષ્યા શું છે?
બીજાઓમાં રહેલી સારપ નો અસ્વીકાર. જો એ સારાઈ આપણે સ્વીકારી લ​ઈએ તો એ પ્રેરણા બની જાય!

- ક્રોધ શું છે?
જે આપણા કાબૂમાં નથી તેનો અસ્વીકાર.જો એ સ્વીકારી લ​ઈએ તો એ સહનશક્તિ બની જાય!

- નફરત શું છે?
સામેની વ્યક્તિ જેવી છે એનો તેવા જ સ્વરૂપે અસ્વીકાર. જો આપણે તેનો બિનશરતી સ્વીકાર કરી લ​ઈએ તો એ પ્રેમ બની જાય!

બધો સ્વીકાર નો ખેલ છે!
અસ્વીકાર કે વિરોધ તાણ પેદા કરે છે. સ્વીકાર તાણનો નાશ કરે છે.



(‘ઇન્ટરનેટ પરથી)

1 comment:

  1. ઇલા પુરોહીત, અનસૂયા નાનીApril 22, 2016 at 11:48 AM

    ઇન્ટરનેટ કોર્નર નિયમિત વાંચુ છું. ખુબ સારું લાગે છે. ચાણક્યનીતિની વાતો વાંચવી રસપ્રદ રહી.

    ReplyDelete