Sunday, April 10, 2016

“હું … છું” નો જાદુઇ મંત્ર

“હું … છું” એક જાદુઇ મંત્ર છે. તેની અગાધ શક્તિ વિશે તમે જાણશો તો અચંબામાં પડી જશો.
“હું … છું” આ બે શબ્દોની વચ્ચે તમે જે શબ્દ મૂકશો એ તમે કેવું જીવન જીવશો એ નક્કી કરશે. "હું તંદુરસ્ત છું.” “હું તાકાતવાન છું.” “હું નસીબદાર છું." કે પછી "હું મૂર્ખ છું.” “હું ધીમો છું.” “હું અનાકર્ષક છું." તમે “હું … છું” આ બે શબ્દોની વચ્ચે જે શબ્દ મૂકશો એ જ તમને સફળતા કે નિષ્ફળતા અપાવશે. આખો દિવસ “હું … છું” નો જાદુઈ મંત્ર તમારા મગજમાં કાર્યરત હોય છે .ઘણી વાર આપણે આ મંત્રની તાકાત આપણા જ વિરોધમાં વાપરીએ છીએ. આપણે જાણતા નથી એ આપણા ભવિષ્ય પર કેટલી મોટી અસર કરે છે.
આ મંત્રનું રહસ્ય કંઈક આ પ્રમાણે છે. તમે જે શબ્દ “હું … છું” આ બે શબ્દોની વચ્ચે મૂકશો તે તમને ગોતતું આવશે. સારી બાબત એ છે કે આ બે શબ્દોની વચ્ચે કયો શબ્દ મૂકવો તેની પસંદગી તમારા હાથમાં છે. જ્યારે તમે આખો દિવસ બોલશો "હું નસીબદાર છું", સદનસીબ તમને શોધતું આવે છે. જ્યારે તમે બોલો છો "હું ટેલેન્ટેડ છું", ટેલેન્ટ તમને શોધતી આવે છે. તમને કદાચ થોડું સારૂં ન લાગતુ હોય પણ તમે રટ્યા કરો " હું તંદુરસ્ત છું" તો તમારી તબિયત ચોક્કસ સુધરવા માંડશે. "હું તાકાતવાન છું" બોલશો તો તાકાત તમને સામેથી આવીને મળશે. આ બધી હકારાત્મક બાબતોને “હું … છું” નો મંત્ર આમંત્રણ આપે છે. રોજ સવારે ઉઠતાની સાથે જ બધી સારી બાબતોને આમંત્રણ આપો.
સવારે જાગતાની સાથે જ બોલો "હું નસીબદાર છું. હું તાકાતવાન છું. હું શિસ્તનો આગ્રહી છું. હું મારા લક્ષ્ય સિદ્ધ કરવા એકાગ્ર છું. હું સમૃદ્ધ છું." અને તમે જોશો કે ઇશ્વર તમારી આ આસ્થાને સત્યમાં પરિવર્તીત કરશે.
"હું ... છું" બ્રહ્માંડનો આકર્ષણનો નિયમ છે જે તમે ઇચ્છો તેને તમારી તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે.

('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. રોહિત કાપડિયાApril 22, 2016 at 11:49 AM

    'હું ... છું નો જાદુઈ મંત્ર' બહુ જ સુંદર પ્રેરણાત્મક લેખ. જો માનવી હું .....છું ના આ મંત્રમાં ' હું પરમાત્માનો અંશ છું ' એ વાતને સદાયે કેન્દ્રમાં રાખે તો જિંદગી જીવંતતાથી ભરપૂર રહે.

    ReplyDelete
  2. પુષ્પા ગાલા , હરીશ પટેલApril 22, 2016 at 11:50 AM

    'હું ... છું નો જાદુઈ મંત્ર' લેખનાં દરેક વાક્ય સુંદર અને અર્થસભર હતાં.

    ReplyDelete