Sunday, February 28, 2016

પુરાણો વિશે જાણવા જેવું (ભાગ - ૨)

બ્રહ્મ પુરાણ
આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.

બ્રહ્માંડ પુરાણ
સમસ્ત મહાપુરાણોમાં બ્રહ્માંડ પુરાણ છેલ્લું હોવા છતાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમસ્ત બ્રહ્માંડનું વર્ણન તેમાં કરવામાં આવેલું હોવાને કારણે જ તેને બ્રહ્માંડ પુરાણ નામ આપવામાં આવ્યું છે. વિદ્વાનો આ પુરાણને વેદોના સમાન માને છે. આ પુરાણ પૂર્વ, મધ્ય અને ઉત્તર એમ ત્રણ ભાગમાં વિભાજિત છે.

બ્રહ્મ વૈવર્ત પુરાણ
આ પુરાણમાં શ્રીકૃષ્ણને જ ઈષ્ટ માનીને તેમને સૃષ્ટિનું કારણ દર્શાવ્યા છે. બ્રહ્મ વૈવર્તનો અર્થ થાય છે બ્રહ્મનું વિવર્તન એટલે કે બ્રહ્મની પ્રકૃતિ. આ પુરાણ અનુસાર બ્રહ્માંડમાં અસંખ્ય વિશ્વ વિદ્યમાન છે. પ્રત્યેક વિશ્વના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. આ બધાં જ વિશ્વોથી ઉપર ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ નિવાસ કરે છે. આ પુરાણના ચાર ખંડ છે- બ્રહ્મ, પ્રકૃતિ, ગણપતિ અને શ્રીકૃષ્ણ જન્મ ખંડ. આ ચારેય ખંડના બસો અઢાર અધ્યાય છે.

માર્કંડેય પુરાણ
માર્કંડેય ઋષિ દ્વારા તેનું કથન કરવામાં આવ્યું હોવાને કારણે આ પુરાણનું નામ માર્કંડેય પુરાણ પડયું છે. આ પુરાણ દુર્ગાચરિત્ર તથા દુર્ગા સપ્તશતીના વર્ણન માટે પ્રસિદ્ધ છે. તેથી તેને શાક્ત (શક્તિ) સંપ્રદાયનું પુરાણ પણ કહેવામાં આવે છે. તેના એકસો તેંતાલીસ અધ્યાયોમાં નવ હજાર શ્લોક છે.

ભવિષ્ય પુરાણ
ભવિષ્ય પુરાણમાં સૂર્યોપાસના અને તેના મહત્ત્વનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અન્ય કોઇ ગ્રંથ કે પુરાણમાં નથી. તેથી તેને સૌર ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર તેમાં શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે, પરંતુ હાલમાં આ સંખ્યા અઠ્ઠાવીસ હજાર છે. આ પુરાણના ચાર ભાગ છે - બ્રાહ્મ પર્વ, મધ્યમ પર્વ, પ્રતિસર્ગ પર્વ અને ઉત્તર પર્વ. આ પુરાણના વિષયવસ્તુમાં સૂર્ય દેવનો મહિમા, ઉપાસના વગેરે છે.

વામન પુરાણ
વામન પુરાણ નામથી તો વૈષ્ણવ પુરાણ લાગે છે, કારણ કે તેનું નામકરણ ભગવાન વિષ્ણુના વામન અવતારના આધારે કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આ એક શૈવ પુરાણ છે. તેના શ્લોકની સંખ્યા દસ હજાર હતી જે હાલમાં છ હજાર છે. આ પુરાણની ખાસ બાબત તો એ છે કે આ પુરાણનું નામકરણ જે રાજા બલિ અને વામન ચરિત્રને આધારે કરવામાં આવ્યું છે તેનું વર્ણન માત્ર બે જ વખત અને તે પણ સંક્ષિપ્તમાં કરવામાં આવ્યું છે.

શિવ પુરાણ
આ પુરાણમાં શિવભક્તિ અને શિવ મહિમાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. શિવ પુરાણમાં શિવજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુરાણમાં આઠ સંહિતાઓનો ઉલ્લેખ છે. જે મોક્ષ કારક છે. આ સંહિતાઓમાં વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયુ સંહિતાના પૂર્વ અને ઉત્તર ભાગનો સમાવેશ થાય છે.

લિંગ પુરાણ
લિંગ પુરાણ શૈવ સંપ્રદાયનું પુરાણ છે. અહીં લિંગનો અર્થ શિવજીનું ઓળખ ચિહ્ન છે. જે અજ્ઞાત તત્ત્વનો પરિચય આપે છે. આ પુરાણમાં લિંગનો અર્થ સવિસ્તર દર્શાવવામાં આવ્યો છે. આ પુરાણ પ્રધાન પ્રકૃતિને જ લિંગ રૂપ માને છે. અને પ્રકૃતિને જ લિંગ કહેવામાં આવ્યું છે જે ગંધ,વર્ણ, રસ, શબ્દ અને સ્પર્શથી તટસ્થ છે. આ પુરાણના કુલ એકસો ત્રેંસઠ અધ્યાય છે.

સ્કંદ પુરાણ
અગ્નિ પુરાણમાં બધી જ વિદ્યાઓનું વર્ણન છે. આકારમાં નાનું હોવા છતાં પણ તેમાં બધી જ વિદ્યાઓનું વિસ્તૃત વર્ણન છે. આ પુરાણમાં ત્રણસો ત્યાંસી અધ્યાય છે. તેમાં સૃષ્ટિ વર્ણન,સ્નાન, પૂજા, હોમ (હવન), ખગોળ શાસ્ત્ર, તીર્થ મહાત્મ્ય, જ્યોતિષ શાસ્ત્ર, વશીકરણ વિદ્યા,ઔષધિ જ્ઞાન, શુકન-અપશુકન, રત્ન પરીક્ષા, સિદ્ધિ મંત્ર, અર્થ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર વગેરેનું વર્ણન જોવા મળે છે.

અગ્નિ પુરાણ
આ પુરાણમાં સાકાર બ્રહ્મની ઉપાસનાનું વિધાન છે. તેમાં બ્રહ્મને જ સર્વોપરિ માનવામાં આવે છે. તેને કારણે આ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ નથી કે તે પ્રાચીન છે. તેની રચના ઘણાં સમય પછી થઇ છે. બ્રહ્મ પુરાણમાં બસો છેંતાલીસ અધ્યાય છે અને તેના શ્લોકની સંખ્યા લગભગ ચૌદ હજાર છે.

મત્સ્ય પુરાણ
મત્સ્ય પુરાણ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત છે. તેને બસો એકાણું અધ્યાયોમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં શ્લોકની સંખ્યા ચૌદ હજાર છે. પહેલા અધ્યાયમાં મત્સ્યાવતારની કથા છે તેને આધારે જ આ પુરાણનું નામ મત્સ્ય પુરાણ પડયું છે. વ્રત, પર્વ, તીર્થ, દાન, રાજધર્મ અને વાસ્તુકલાની દૃષ્ટિએ આ પુરાણ ઘણું મહત્ત્વનું છે.

કૂર્મ પુરાણ
કૂર્મ પુરાણનું નામ ભગવાન વિષ્ણુના કૂર્મવતાર પરથી પડયું છે. વિષ્ણુ ભગવાન કૂર્મવતાર એટલે કે કાચબા સ્વરૂપે સમુદ્રમંથન સમયે મન્દરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરવાના પ્રસંગમાં રાજા ઇન્દ્રદ્યુમ્નને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ઉપદેશ આપે છે. આ પુરાણમાં ચાર સંહિતા છે- બ્રાહ્મી સંહિતા, ભાગવતી સંહિતા, શૈરી સંહિતા અને વૈષ્ણવી સંહિતા. જેમાંથી આજે માત્ર બ્રાહ્મી સંહિતા જ ઉપલબ્ધ છે.

પુરાણમાં શ્લોકની સંખ્યા

બ્રહ્મ પુરાણદસ હજાર
પદ્મ પુરાણપંચાવન હજાર
વિષ્ણુપુરાણત્રેંસઠ હજાર
શિવ પુરાણચોવીસ હજાર
શ્રીંમદ્ ભાગવત પુરાણઅઢાર હજાર
નારદ પુરાણપચ્ચીસ હજાર
માર્કંડેય પુરાણનવ હજાર
અગ્નિ પુરાણપંદર હજાર
ભવિષ્ય પુરાણચૌદ હજાર પાંચસો
બ્રહ્મવૈવર્ત પુરાણઅઢાર હજાર
લિંગ પુરાણઅગિયાર હજાર
વારાહ પુરાણચોવીસ હજાર
સ્કન્ધ પુરાણએક્યાસી હજાર સો
કૂર્મ પુરાણસત્તર હજાર
મત્સ્ય પુરાણચૌદ હજાર
ગરુડ પુરાણઓગણીસ હજાર
મનુ પુરાણદસ હજાર
(વિવિધ ગ્રંથોમાં શ્લોકની સંખ્યા જૂદી-જૂદી હોઈ શકે છે.)
૧૬ ઉપ પુરાણ
* સનતકુમાર પુરાણ
* કપિલ પુરાણ
* સામ્બ પુરાણ
* આદિત્ય પુરાણ
* નૃસિંહ પુરાણ
* ઉશનઃ પુરાણ
* નંદી પુરાણ
* માહેશ્વર પુરાણ
* દુર્વાસા પુરાણ
* વરુણ પુરાણ
* સૌર પુરાણ
* ભાગવત પુરાણ
* મનુ પુરાણ
* કાલિ(ળિ) પુરાણ
* પરાશર પુરાણ
* વશિષ્ટ પુરાણ
- પ્રશાંત પટેલ

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment