Sunday, February 7, 2016

તમારા ઘરમાં તમારા ઘરમાં હકારાત્મક ઉર્જા કઈ રીતે વધારશો?

)            બધીજ બારીઓ ખોલી ઘરમાં તાજી હવા અને સૂર્યપ્રકાશને પ્રવેશવા દો. છૂટથી ફરતી હવા અને સૂર્યપ્રકાશ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.

)            ઘરમાં પડેલી બધી બિનજરૂરી જૂની ચીજવસ્તુઓનો તરત નિકાલ કરીદો. ભંગાર નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, નકારાત્મક ઉર્જા માટે ચુંબક સમાન છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા નો ભરાવો કરે છે.

)           ઘરમાં ઉઘાડા પગે ચાલવાથી બધી નકારાત્મક ઉર્જા જમીનમાં ઉતરી જાય છે.વિજળીના અર્થીંગની જેમ પ્રકારે ગ્રાઉન્ડીંગ શરીરમાં ઉર્જાને સંતુલિત કરે છે.

)           જૂના સમયમાં જૂતા ઘરની બહાર મૂકવામાં આવતા હતાં. લોકો ઘરમાં પગ પાણીથી ધોયા બાદ પ્રવેશ કરતાં. આમ કરવાથી બધી નકારાત્મક ઉર્જા ઘરની બહાર રહી જવા પામે છે અને ઘરમાં પ્રવેશતી નથી. હવેના સમયમાં લોકો ચપ્પલ ઘરની બહાર રાખતા કે રાખી શકતા નથી તો એટલું તો કરવું જોઇએ કે ચપ્પલ ઘરના પ્રવેશ દ્વાર પાસે ઉતારીએ, રાખીએ.

)           ખુલ્લી હવામાં બહાર જાવ. બગીચામાં કે ખુલ્લા મેદાનમાં ચાલવા જાવ. નિસર્ગના સાન્નિધ્યમાં રહેવાથી તમે ઉર્જાથી સભર રહો છો.

)           ઝાડૂ મારીને ઘર ચોખ્ખૂ રાખવાથી પણ ઘરના કચરા ભેગી નકારાત્મક ઉર્જા બહાર ફેંકાઈ જાય છે.

)           આખું મીઠુ નકારાત્મક ઉર્જા નાશક છે. ઘરમાં ભીનું પોતું ફેરવતી વખતે પાણી ભરેલી બાલ્દીમાં ચપટી આખું મીઠુ નાખી દો.આનાથી ઘરનાં ખૂણે ખૂણે ભરાયેલી નકારાત્મક ઉર્જા નાશ પામશે.

)           કૂંડામાંના છોડ કે ઘરની આસપાસના કે સોસાયટીના પરીસરમાં વાવેલા ઝાડ ઘરમાં અને ઘરની આસપાસ વધુ હકારાત્મક ઉર્જા પેદા કરે છે, જાળવી રાખે છે.

)           ક્યારેક ક્યારેક આખા મીઠાવાળા પાણીમાં નાહવાથી અથવા હાથ-પગ બોળવાથી તમારા શરીરમાંથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને તમારી આભા સ્વચ્છ બને છે.

૧૦)         પ્રાર્થના વારંવાર અને નિયમિત કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.

૧૧)          તમારા વાણી,વિચાર અને આચાર હકારાત્મક રાખો. નકારાત્મક વિચારો નકારાત્મક લાગણીઓ અને કંપનો પેદા કરે છે. આથી બધાં પ્રકારના નકારાત્મક વાણી,વિચાર અને આચાર થી દૂર રહો.

૧૨)         તમારા ઘરને પૂરતું પ્રકાશિત રાખો. પ્રકાશ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.

૧૩)         તમારી જાતમાં અને ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખો.
તમે તમારા ભાગ્યના ઘડવૈયા છો, તમે જીવનમાં જે વિકલ્પો પસંદ કરો છો તેના આધારે ઘડાય છે.
ખુશ રહો.

ભગવાન તમારા પર સદાયે અમી દ્રષ્ટી રાખે.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment