Saturday, March 5, 2016

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ : ખાસ ભારતીય મહિલાઓ માટે

આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે નિમિત્તે આજનો ઇન્ટરનેટ કોર્નરનો લેખ સમર્પિત છે સઘળી સ્ત્રીઓને! પ્રખ્યાત લેખક ચેતન ભગત દ્વારા મૂળ લખાયેલા અંગ્રેજી લેખના ભાષાંતર સાથે સર્વે મહિલાઓને મારા સલામ!!!

નેઈલસન દ્વારા હાથ ધરવામાં આવેલા એક તાજા સર્વેક્ષણ મુજબ આખા વિશ્વની બધી મહિલાઓમાં સૌથી વધુ તાણમાં જીવતી સ્ત્રીઓ ભારતીય મહિલાઓ છે. આપણા દેશની ૮૭% સ્ત્રીઓ મોટે ભાગે સતત તાણમાં રહેતી હોય છે. વર્કોહોલિક ગણાતા અમેરિકામાં પણ માત્ર ૫૩% સ્ત્રીઓ તાણમાં જીવે છે.
                આપણે આપણી સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ? ભલે તમે મને પક્ષપાતી ગણો પણ મારે મતે ભારતીય સ્ત્રીઓ વિશ્વમાં સૌથી સુંદર છે! માતા,બહેન,દિકરી,સહકર્મચારી,પત્ની અને સખી બધાં સ્વરૂપે આપણે તેમને ચાહીએ છીએ. બધી સ્ત્રીઓ વગર તમે તમારા જીવનની કલ્પના પણ કરી શકો ખરા?
 મારે ભારતીય સ્ત્રીઓને તાણની માત્રા ઘટાડવા પાંચ સૂચન કરવા છે :
એક. ક્યારેય એમ વિચારશો કે તમે અબળા છો. જો તમારી સાસુ તમને પસંદ કરતી હોય તો તેનો મત તેની પાસે રહેવા દો. તમે જે છો તે બની રહો, નહિ કે જે તમને બનાવવા ઇચ્છે છે તે. એને તમે ગમતા હોવ તો તેની સમસ્યા છે,તમારી નહિ.
 બે. જો તમે નોકરીમાં તમારાથી બનતું શ્રેષ્ઠ આપતા હોવ છતાં તમારો બોસ તમારી કિંમત કરતો હોય તો તેની સાથે ખુલાસો કરી લો અથવા નોકરી છોડી દો. આવડત ધરાવતા મહેનતુ લોકોની સર્વત્ર ભારે માગ હોય છે.
 ત્રણ. તમારી જાતને ખુબ શિક્ષિત બનાવો. નવુ કૌશલ્ય વિકસાવો. તમારી આગવી ઓળખ ઉભી કરો. સંપર્કો બનાવો, આર્થિક રીતે સ્વાવલંબી બનો. જેથી હવે પછી જ્યારે તમારો પતિ કહે કે તમે એક સારી પત્ની કે મા કે વહુ નથી ત્યારે તમે તેમને ડર્યા વગર યોગ્ય જવાબ આપી શકો.
                ચાર. કુટુંબ અને કામ બંનેની બેવડી જવાબદારી નિભાવવાની હોવાને કારણે ક્યારેય તાણ અનુભવશો નહિ. અઘરૂં હશે પણ અશક્ય નથી. યાદ રાખો જીવનમાં દરેક ક્ષેત્રે "A+" મેળવવો જરૂરી નથી. તમે કોઈ પરીક્ષા નથી આપી રહ્યા. જરૂરી નથી તમને સો ટકા પ્રાપ્ત થાય. ક્યારેક જમવામાં ચાર ની જગાએ ત્રણ વાનગી બની હશે તો એકાદ ઓછી વાનગી ખાવાથી ઘરવાળાને ઝાઝૂ નુકસાન નહિ થાય કે તમે અડધી રાત સુધી ઓફિસમાં ગદ્ધામજૂરી    કરી પ્રમોશન નહિ મેળવો તો કંઈ ખાટુમોળુ થઈ જવાનું નથી. મ્રુત્યુને દહાડે કોઈ પોતાના નોકરીના પદ ને યાદ કરતું નથી.
પાંચ. સૌથી અગત્યનું. બીજી સ્ત્રીઓ સાથે તમારી જાતની સરખામણી કરશો નહિ. કોઈક તમારા કરતા વધુ સારી સ્ક્રેપબુક પોતાના સ્કૂલ કે કોલેજના પ્રોજેક્ટ માટે બનાવી શક્તુ હશે કે કોઈ વધુ સારા આહારને લીધે તમારા થી વધુ વજન ઘટાડવામાં સફળ થયું હશે.  તમારી પાડોશણ તેના પતિ માટે ડબ્બા ભરેલું ટિફીન બનાવતી હશે.એમાં શું?
તમે તમારાથી બનતું શ્રેષ્ઠ કરો અને સતત તમારા દેખાવની સમીક્ષા કર્યા કરો કે સતત વર્ગમાં પ્રથમ આવવાની અપેક્ષા રાખશો નહિ. જગતમાં આદર્શ સ્ત્રી જેવું કંઈ છે નહિ,અને જો તમે બનવા પ્રયત્ન કરશો તો માત્ર એક ચીજ પેદા થશે - તાણ!
કોઈ જ્યારે તમને નાનપનો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરે ત્યારે તે એની ભૂલ છે,તમારી નહિ. તમે જગતમાં કંઈ બધાને ખુશ કરવા આવ્યા નથી. તમારા જગતમાં આવવા પાછળનો આશય છે તમારી પાસે જે કંઈ શ્રેષ્ઠ છે તે આપવાનો અને બદલામાં એક સરસ જીવન મેળવવાનો!
હવે પછીના સ્ત્રીઓ પરના સર્વેક્ષણ માં મારે ભારતની મહિલાઓને સૌથી તાણ યુક્ત જીવતી મહિઆઅઓ સ્વરૂપે નહિ પણ સૌથી સુખી સ્ત્રીઓ તરીકે જોવી છે!
સ્ત્રીત્વ ને માણો!
સ્ત્રીઓને નતમસ્તક સલામી!!



('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. I would like to invite you for visit my blog inspiredbyinfant.wordpress.com
    please come and share your experience.

    ReplyDelete