Saturday, February 13, 2016

વેલેન્ટાઈન્સનું ૫૦ વર્ષ બાદ મિલન

કેટલીક  સાચી વાર્તાઓનો અંત ખરેખર સુખદ હોય છે!
કેન્ટુકીના એક માણસના કિસ્સામાં એમ બનવા પામ્યું છે - તેનું પોતાના પચાસ વર્ષ જૂના પ્રેમ - તેનાં પ્રથમ વેલેન્ટાઈન સાથે, સંજોગો દ્વારા યુવાનીમાં છૂટા પડી ગયા બાદ વૃદ્ધાવસ્થામાં મિલન થયું!
ડલાસ લાય્ન નામના ૭૨ વર્ષના વયસ્કે ૭૦ વર્ષના અર્લીન નામની તેમની પ્રેમિકા સાથે પચાસ વર્ષ  બાદ વેલેન્ટાઈન ડે ઉજવ્યો! અર્લીન સામે તેણે પ્રથમ વાર ૧૯૫૨માં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનો પ્રથમ પ્રેમ હતી. નિયતિ જુઓ! પચાસ વર્ષ બાદ તેમના ટેક્સાસના સેન માર્કોસ ખાતે સ્થળે લગ્ન લેવાયા જ્યાં તેઓ પ્રથમ વાર એકબીજાને મળ્યા હતાં.
અર્લીન કહે છે અમારા બંને માટે પ્રથમ પ્રેમ અને પ્રથમ લગ્નપ્રસ્તાવ હતો. ૧૯૫૨ની વસંત ઋતુમાં તેઓ મળ્યા હતા જ્યારે ડલાસ ૧૯ વર્ષનો તરવરીયો યુવાન હતો જેની ટેકસાસના સાન માર્કોસ ખાતે હવાઈ દળમાં વરણી થઈ હતી અને અર્લીન ટેક્સાસના જ્યોર્જ ટાઉન ની હાઈ સ્કૂલમાં ભણતી ૧૭ વર્ષની અલ્લડ યુવતિ. તેઓ મળ્યા તેના થોડા મહીના બાદ તેમની સગાઈ થઈ ગઈ.
અર્લીન જણાવે છે બધું થોડો સમય બરાબર ચાલ્યું પણ જેવું તેણે જાહેર કર્યું કે હવે તેઓ જલ્દી લગ્ન કરી લેશે અને તે પોતાનું ભણવાનું છેલ્લું વર્ષ સાન માર્કોસમાં પૂરું કરશે જ્યાં ડલાસ હતો કે તેની માતાએ તેની જાણ બહાર ડલાસ ને પત્ર લખ્યો અને સગાઈ તોડી નાંખવા જણાવ્યું. તેણે મારી માતાની લાગણી અને વિનંતીને માન આપ્યું અને બસ ત્યારે અમે છૂટા પડ્યાં.મને ૧૯૯૦ સુધી પત્ર વિષે કંઈ ખબર નહોતી. અમે લગભગ પચાસ વર્ષ એકમેક થી દૂર હતાં.અમારા બંનેના જુદા જુદા પાત્રો સાથે લગ્ન થઈ ગયા અને અમને બંનેને લગ્નથી બે પુત્ર અને એક પુત્રી હતાં.
પણ ડલાસ કબૂલ કરે છે કે લાંબા સમયગાળા દરમ્યાન તે અર્લીનને ભૂલ્યો નહોતો.૧૯૯૦માં બંને ફરી એકલા પડી ગયા , અર્લીન તેના પતિના મરણ બાદ અને ડલાસ ત્રણ છૂટાછેડા બાદ.
વર્ષો બાદ એક વાર ટેકસાસ જવાનું થયે ડલાસે જ્યોર્જીઆમાં અમસ્તા અર્લીનને ત્યાં ટેલિફોન જોડ્યો. તેઓ દિવસે તો મળ્યા નહિ પરંતુ ત્યાર બાદ તેમની વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો.પછી તો ડલાસ ફરી વાર ટેકસાસ ગયો અને તેમની વચ્ચે પ્રેમ ફરી પ્રજ્વલિત થયો!
ડલાસ કહે છે,” અર્લીન મારું ‘ Yellow Rose of Texas’ (ટેકસાસનું પીળું ગુલાબ) હતી! હું તેની આગળ (શબ્દો ધરાવતું એક પ્રખ્યાત અંગ્રેજી) ગીત ગાતો.”
તેઓ જ્યારે આટલા બધાં વર્ષો પછી મળ્યા ત્યારે તેમણે એકબીજાને ઓળખ્યા પણ નહોતા.
ડલાસ કહે છે,"…અને મેં જાજરમાન મહિલાને ખુરશીમાં બેઠેલી જોઈ જેના હાથમાં પીળા ગુલાબનું ફૂલ હતું.”
અર્લીન કહે છે,"મને ખબર હતી કે જો તે મારા હાથમાં પીળા ગુલાબનું ફૂલ જોશે તો મને તરત ઓળખી જશે!"


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment