Saturday, January 30, 2016

એ.પી.જે.અબ્દુલ કલામ દ્વારા કહેવાયેલી કેટલીક માર્મિક વાતો

* તમારા પ્રથમ વિજય પછી આરામ  કરવા માંડતા કારણ જો બીજા પ્રયત્ને તમે નિષ્ફળ ગયા તો તમારો પ્રથમ વિજય માત્ર સદનસીબને આભારી હતો એમ કહેનારા વધુ લોકો રાહ જોઇને બેઠા હશે.

 * બધાં પક્ષીઓ વરસાદ દરમ્યાન પોતાનો આશરો શોધી લેતા હોય છે પણ ગરુડ વાદળોની પણ ઉપર ઉડે છે અને તેને વરસાદનો સામનો કરવો પડતો નથી.

 * જો મારી સફળતાની વ્યાખ્યા જોઇએ એટલી મજબૂત હશે તો નિષ્ફળતા ક્યારેય મને અતિક્રમી જઈ શકશે નહિ.

 * માનવી ના જીવનમાં મુશ્કેલીઓ જરૂરી છે કારણ હોય તો તે સફળતાનો સાચો આનંદ માણી શકશે.

 * જો તમારે સૂર્યની માફક ઝળકવું હોય તો પહેલા એની જેમ બળતા શીખો.

* કોઈને હરાવવું સહેલું છે પણ કોઈને જીતી લેવાનું ખુબ અઘરૂં છું.

 * આપણામાંના બધાં પાસે સરખી આવડત હોતી નથી પણ આપણી આવડતને વિકસાવવાની તક દરેકને સરખી મળતી હોય છે.

 * ઝડપી પણ અકુદરતી ખુશી પાછળ દોડવા કરતા નક્કર સિદ્ધિઓ મેળવવા માટે વધુ સમર્પિત બનો.

 * જીવનમાં ગમે એવા ચડ-ઉતર આવે,વિચારશીલતાને તમારી મૂડી બનાવજો.

 * તમારા ઇન્વોલ્વમેન્ટ વગર તમે સફળ થઈ શકો નહિ અને તમારા ઇન્વોલ્વમેન્ટ સાથે તમે નિષ્ફળ જઈ શકો નહિ.


('ઈન્ટરનેટ પરથી')

4 comments:

  1. દીપક ભાટીયા, મુંબઈJanuary 30, 2016 at 1:59 AM

    એ.પી.જે.કલામ દ્વારા કહેવાયેલી વાતો ખુબ સરસ રહી.દરેકે જીવનમાં ઉતારવા જેવી.

    ReplyDelete
  2. દિનેશ પરમાર, અમદાવાદJanuary 30, 2016 at 2:01 AM

    ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ થયેલી 'કેટલીક માર્મિક વાતો' ખુબ રસપ્રદ હતી.

    ReplyDelete
  3. અલવી સહબApril 3, 2016 at 2:05 AM

    ઇન્ટરનેટ કોર્નરમાં તમે લીધેલાં અબ્દુલ કલામ નાં ક્વોટ્સ ખૂબ સરસ હતાં.
    ઇમામ અલી ના જીવન,સફળતા અને માનવતા વિષેના ટાંચણો પણ વાંચવા લાયક છે.

    ReplyDelete