* તમારા
પ્રથમ વિજય પછી આરામ ન
કરવા માંડતા કારણ જો બીજા પ્રયત્ને
તમે નિષ્ફળ ગયા તો તમારો પ્રથમ
વિજય માત્ર સદનસીબને આભારી હતો એમ કહેનારા વધુ
લોકો રાહ જોઇને જ બેઠા હશે.
* બધાં જ પક્ષીઓ વરસાદ
દરમ્યાન પોતાનો આશરો શોધી લેતા હોય છે પણ ગરુડ
વાદળોની પણ ઉપર ઉડે
છે અને તેને વરસાદનો સામનો જ કરવો પડતો
નથી.
* જો મારી સફળતાની
વ્યાખ્યા જોઇએ એટલી મજબૂત હશે તો નિષ્ફળતા ક્યારેય
મને અતિક્રમી જઈ શકશે નહિ.
* માનવી ના જીવનમાં મુશ્કેલીઓ
જરૂરી છે કારણ એ
હોય તો જ તે
સફળતાનો સાચો આનંદ માણી શકશે.
* જો તમારે સૂર્યની
માફક ઝળકવું હોય તો પહેલા એની
જેમ બળતા શીખો.
* કોઈને
હરાવવું સહેલું છે પણ કોઈને
જીતી લેવાનું ખુબ અઘરૂં છું.
* આપણામાંના બધાં પાસે સરખી આવડત હોતી નથી પણ આપણી આવડતને
વિકસાવવાની તક દરેકને સરખી
મળતી હોય છે.
* ઝડપી પણ અકુદરતી ખુશી
પાછળ દોડવા કરતા નક્કર સિદ્ધિઓ મેળવવા માટે વધુ સમર્પિત બનો.
* જીવનમાં ગમે એવા ચડ-ઉતર આવે,વિચારશીલતાને તમારી મૂડી બનાવજો.
* તમારા ઇન્વોલ્વમેન્ટ વગર તમે સફળ થઈ શકો નહિ
અને તમારા ઇન્વોલ્વમેન્ટ સાથે તમે નિષ્ફળ જઈ શકો નહિ.
('ઈન્ટરનેટ
પરથી')
એ.પી.જે.કલામ દ્વારા કહેવાયેલી વાતો ખુબ સરસ રહી.દરેકે જીવનમાં ઉતારવા જેવી.
ReplyDeleteઇન્ટરનેટ કોર્નરમાં રજૂ થયેલી 'કેટલીક માર્મિક વાતો' ખુબ રસપ્રદ હતી.
ReplyDeleteખૂબ જ સરસ...
ReplyDeleteઇન્ટરનેટ કોર્નરમાં તમે લીધેલાં અબ્દુલ કલામ નાં ક્વોટ્સ ખૂબ સરસ હતાં.
ReplyDeleteઇમામ અલી ના જીવન,સફળતા અને માનવતા વિષેના ટાંચણો પણ વાંચવા લાયક છે.