Saturday, January 30, 2016

ક્રોધ અને ખાલી હોડી

એક સાધુએ એક વાર એકાંતમાં તેના મઠથી દૂર ધ્યાન ધરવાનું નક્કી કર્યું. મઠ નજીક આવેલા એક તળાવમાં તે પોતાની નાવ હંકારી, તળાવના મધ્ય ભાગ સુધી પહોંચી ગયા અને ત્યાં તેમણે નાવને લાંગરી આંખો બંધ કરી ધ્યાન ધરવાની શરૂઆત કરી.
                થોડા કલાક બિલકુલ હેરાનગતિ વગર ધ્યાનમાં વિતાવ્યા બાદ અચાનક અન્ય એક હોડી તેમની નાવ સાથે ટકરાતા સાધુએ ઝટકો અનુભવ્યો. આંખો બંધ હોવા છતાં સાધુએ અંદર ક્રોધ ઉત્પન્ન થતો અને વધતો અનુભવ્યો. અને આંખ ખોલતા સુધીમાં તો તેમની ધ્યાન મગ્ન અવસ્થામાં ખલેલ પહોંચાડનારને ઘાંટા પાડી ધમકાવવા તૈયાર થઈ ગયા.
                પણ આંખો ખુલી ત્યારે એમણે જોયું કે તેમની નાવને ભટકાનાર હોડી તો ખાલી હતી,તેમાં કોઈ બેઠુ નહોતું. લંગારાયેલી હોવાને કારણે તે હવા ના વહેણ સાથે તળાવના મધ્ય સુધી આવી પહોંચી હશે અને પછી સાધુની નાવને અનાયાસે ભટકાઈ પડી હશે. પણ જોઈ ક્ષણે સાધુને સત્યનું જ્ઞાન લાધ્યું કે ક્રોધ તો તેની પોતાની અંદર હતો; એને માત્ર જરૂર હતી કોઈ બાહ્ય પદાર્થની જે સામો ટકરાઈ તેને બહાર લાવી શકે.
  ઘડીથી જ્યારે જ્યારે કોઈ તેમને ભડકાવવાનો , ચિડવવાનો કે ખિજવવાનો પ્રયત્ન કરતું ત્યારે તેઓ પોતાની જાતને યાદ અપાવતા "સામો માણસ માત્ર ખાલી હોડી સમાન છે.ક્રોધ તો મારી અંદર છે, જેને મારે બહાર આવવા દેવાનો નથી."
('ઈન્ટરનેટ પરથી')                  

2 comments:

  1. ઇલેશ પટેલ,વડોદરાJanuary 30, 2016 at 2:07 AM

    હું ઇન્ટરનેટ કોર્નરનો નિયમિત વાચક છું.આ કટાર વાંચવી ગમે છે.

    ReplyDelete
  2. રોહીત કાપડિયાJanuary 30, 2016 at 2:08 AM

    ‘કથા કોર્નર’ની પાંચમી આવૃત્તિ બદલ ધન્યવાદ. કથા કુસુમોથી મહેકતાં પુષ્પગુચ્છમાં વધુ ને વધુ પુષ્પો ઉમેરાતાં રહે અને એની સુવાસ ફેલાવતાં રહે એ જ શુભેચ્છા.
    ક્રોધ અને ખાલી હોડીનો નાનો પ્રસંગ પણ માનસપટ પર કોતરી રાખવા જેવો છે. ઈન્ટરનેટ પર જ વાંચ્યંણ હતું કે સંતરાને નીચોવો તો સંતરાનો જ રસ મળે. કેરીને નીચોવો તો કેરીનો જ રસ મળે. જે અંદર હોય તે જ બહાર આવે. ક્રોધ પણ આપણી અંદર ભરેલો હોય તો જ બહાર આવે. આપણી અંદર કરુણા ભરી હોય તો કરુણા જ બહાર આવે.
    આવાં નાનાં પણ મનનીય લેખ જીવનમાં કટોકટીને સમયે સંકટ સમયની સાંકળનું કામ કરતાં હોય છે. ધન્યવાદ.

    ReplyDelete