Saturday, January 30, 2016

પ્રધાનમંત્રી શા માટે વારંવાર વિદેશ યાત્રાએ જાય છે?

સંસદનાં પાછલાં એકાદ સત્રમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે શા માટે તેઓ વારંવાર વિદેશ યાત્રાએ જાય છે. તેમના આ વક્તવ્યને આજના ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ કર્યું છે.
“ પાછલા સત્રમાં અમારી ખુબ મજાક ઉડાવવામાં આવી. મને નથી ખબર જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરાયો ઉચિત છે કે નહિ. આટલે સુધી કહેવામાં આવ્યું કે તમને પાર્લામેન્ટમાં આવવાનો વિઝા આપવામાં આવે છે. પ્રકારની ભાષાનો ઉપયોગ કરનારા લોકોને હું બીજુ તો કંઈ કહેવા નથી ઇચ્છતો પણ એટલું જરૂર કહીશ કે આંતરરાષ્ટ્રીય સ્થળો પર કેટલાક કામો નિર્ધારીત કરેલા હોય છે જે કરવા પડે છે. બેઠકોમાં અગાઉ જે વડાપ્રધાનો થઈ ગયા તેમણે પણ જવું પડતુ હતું,મારે પણ જવું પડે છે અને ભવિષ્યમાં જે વડાપ્રધાન બનશે તેમણે પણ જવું પડશે. શું આપણી રાજનીતિ એટલી નીચા સ્તરે ઉતરી ગઈ છે કે મજાકનો વિષય બની જાય ?આવી વાતોની આપણે સંસદમાં ચર્ચા કરવી પડે છે. શું તમારી પાસે મારી આલોચના કરવા અન્ય કોઈ મુદ્દા બચ્યા નથી. પણ હું કહેવા ઇચ્છું છું કે જો તમને દેશની એટલી ચિંતા હોય તો આપ પ્રધાનમંત્રી વિદેશ ગયા, ત્યાં તેમણે કેટલો સમય ક્યાં અને કઈ રીતે વિતાવ્યો એની પણ તો તપાસ કરી લેવી હતી.
હું આજે કહેવા ઇચ્છું છું કે હું જાપાન ગયો ત્યાં એક કાર્યક્રમ  મેં ત્યાંના નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની યાકામાહોને મળવા જવાનો ગોઠવી દીધો. શા માટે? ફોટો પડાવવા માટે? હું એટલા માટે ત્યાં ગયો જેથી એમણે કરેલી સ્ટેમસેલની શોધ વિશે વધુ જાણી શકાય. આપણા દેશ માટે ખુબ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે.કારણ કે હું જાણું છું કે મારા દેશના આદિવાસીઓએ પરંપરા ગત એવી એક  ભયંકર બિમારી સામે ઝઝૂમવું પડે છે જે કેન્સરથી પણ ભયાનક હોય છે. જેમણે બિમારી વિશે જાણકારી મેળવી છે તેને પૂછો તો ખબર પડશે કે બિમારી કેટલી પીડાદાયક હોય છે.અત્યાર સુધી તેની કોઈ દવા નથી શોધાઈ.એક માત્ર આશા છે - જાપાનના વિજ્ઞાની દ્વારા શોધાયેલા સ્ટેમસેલથી આ બિમારી મટી શકે છે. અમે ગયા તો ત્યાં તેમને મળવા ગયા અને ત્યાં સ્ટેમસેલ વિશે ચર્ચા કરી જેને પરીણામે આપણા બેંગ્લોરના વૈજ્ઞાનિકો આજે દિશામાં કાર્ય કરી રહ્યા છે. સ્ટેમસેલ દ્વારા આપણા યુવા વૈજ્ઞાનિકો કંઈક શોધખોળ કરે અને આપણા આદિવાસી ભાઈબહેનો ને પેઢી દર પેઢી જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એમાંથી તેમને મુક્તિ મળે.
અમે ઓસ્ટ્રેલિયા ગયા. G-૨૭ માં ગયા , ત્યાં જઈ અમે શું કર્યું?  હું ત્યાંના કૃષિ વૈજ્ઞાનિકોની પ્રયોગશાળામાં ગયો.જેમણે પ્રતિ હેક્ટર વધુ ચણા ઉગાડવાનો અને સૌથી ખરાબ ધરતી પર ચણા ઉગાડવાનો સફળ પ્રયોગ કર્યો હતો.  મેં ક્યાંક વાંચ્યું હતું. હું તેમની પાસે ગયો. આપણા દેશમાં ધાન્ય ની ખુબ જરૂર છે અને તેના ઉત્પાદનમાં આપણો દેશ ઘણો પાછળ છે. ગરીબ માણસને પોષણ માટે પ્રોટીન ની જરૂર છે જે તેને દાળમાંથી મળે છે,ધાન્યમાંથી મળે છે. જો આપણો ખેડૂત સારા પ્રમાણમાં ધાન્ય પેદા કરી શકે તો તેને પણ સારી આવક પ્રાપ્ત થશે અને ગરીબ પ્રજાનું પણ ભલુ થશે. હું માટે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો પાસે ગયો હતો પાંચ કલાક મળવા માટે જેથી મારા દેશના ખેડૂતોને જાણકારી મળી શકે કે કઈ રીતે વધુમાં વધુ ધાન્ય પેદા કરી શકાય.ચણા વધુ પેદા કરવા માટે શો રસ્તો હોઈ શકે?દરેક આહાર વધુ પેદા કરવા માટે શો રસ્તો હોઈ શકે. એના માટે મેં ત્યાં સમય વિતાવ્યો હતો.
હું એક વૈજ્ઞાનિકને મળવા ગયો હતો. તેમણે કેળામાં કોઈક નવી શોધ કરી હતી.મને વિશે સંપૂર્ણ માહિતી નહોતી એટલે હું તેમને મળવા ચાલ્યો ગયો.તેમના પ્રયોગો જોયા.તેમણે કેળાનાં પોષક તત્વો વધારવામાં સફળતા મેળવી છે.કેળું અમીરો નું ફળ નથી. ગરીબોનું ફળ છે.કેળુ એક ગરીબ માં ગરીબ નાગરીકનું ફળ છે.જો કેળાના પોષક તત્વો વધે , વિટામીન જો વધુ પ્રમાણમાં મળે અને જો રીતે કરેલી શોધથી કેળુ મેળવવામાં આવે તો મારા દેશનો ગરીબ માં ગરીબ નાગરીક કેળુ ખાવા પામે અને તેને વધુ તાકાત મળશે.
વિદેશ જતી વખતે દેશનો ગરીબ નાગરીક મારા મગજમાં હોય છે.દેશનો આદિવાસી મારા મગજમાં હોય છે,દેશનો ખેડૂત મારા મગજમાં હોય છે.અને દુનિયામાં જે પણ સારૂ છે જે મારા દેશના ગરીબોને કામ આવે એ માટે તેને મારા દેશમાં લાવ​વાની તડપ હોય છે તડપથી પ્રેરાઈ અમે કોશિશ કરીએ છીએ અને માટે સમયનો સદુપયોગ કરીને અમે અમારા દેશને આગળ વધારવામાટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. “


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. યુવાભૂમિના ઇન્ટરનેટ કોર્નરનો લેખ 'વડાપ્રધાન શા માટે વારંવાર વિદેશ યાત્રાએ જાય છે?' વિપક્ષોને સણસણતા જવાબ સમાન હતો. ઇન્ટરનેટ કોર્નરના લગભગ બધાં લેખ હું વાંચુ છું. આવી સારી સારી માહિતી લખતા રહો.

    ReplyDelete