Wednesday, December 30, 2015

કરી બતાવો તમે!

કુદરતની અમૂલ્ય ભેટ પુષ્પના સૌન્દર્ય જેવું જીવી બતાવો તમે
 જીવન છે અનમોલ ભેટ સુગંધિત રીતે જીવી બતાવો તમે

ઝરમર વરસતા વરસાદની સુરાવલી ના વાજિંત્રો સાંભળી
 પ્રેમનો આલાપ ગુનગુનાવી મદમસ્ત બની બતાવો તમે

સાગરમાં પૂનમની ભરતીના મસ્તી ભર્યા મોજાની ઘેઘૂરતા
 જેવી ભીનાશભરી આ મન ની લચકતા સમજી બતાવો તમે

ધરતીની ગોદે આ મખમલી ચાદર જેવા લીલાછમ ઘાસ માં
 ઝાકળના આ બિંદુને પારખી નઝર થી ઓળખી બતાવો તમે

ગુલ ગુલશન ના બાગમાં ઉગતી આ નિર્દોષ કુમળી કુંપણ માં
 ફુલ બની રહેલ કળીની સુગંધિતતાને પારખી બતાવો તમે

અરમાનોના ઓઢણાં ઓઢાડીને પાલવડે બાંધી રાખેલ પ્રીતને
 પ્રીતિના છુંદણા છુંદી લોહીની ટસરો ને ભૂસી બતાવો તમે..

  • આરતી ત્રિવેદી

(‘ઇન્ટરનેટ પરથી)

1 comment:

  1. જયસિંહ સંપટ, નેહલ ગાલાDecember 30, 2015 at 6:31 PM

    ઇન્ટરનેટ કોર્નરમાં 'કરી બતાવો તમે!' કવિતા વાંચવી ખુબ ગમી.રચયિતાને અભિનંદન અને તમારો આભાર!

    ReplyDelete