Saturday, December 5, 2015

જીવન જીવવાની ટીપ્સ

    તમે ગમે એટલા સુંદર કેમ દેખાતા હોવ પણ યાદ રાખજો કે વાંદરા કે માંકડાયે સહેલાણીઓને તો આકર્ષતા હોય છે! - ક્યારેય બડાઈ હાંકશો નહિ.

    તમે ગમે એટલા મોટા કે કદાવર કેમ હોવ તમારૂં શરીર તમારી સાથે પરમ ધામે આવશે નહિ,રાખમાં ભળી જશે - સદાયે નમ્ર રહો.

    તમે ગમે એટલા ઉંચા કેમ હોવ, આવતી કાલને જોઈ શકશો નહિ - ધીરજ રાખો.

    તમે ગમે એટલા ઉજળા કેમ હોવ, અંધારામાં તમને ઉજાશની જરૂર પડશે -  ગર્વ કરશો, ધ્યાન રાખો.

    તમે ગમે એટલા શ્રીમંત કેમ હોવ અને તમારી પાસે ગમે એટલી ગાડીઓ હોય પલંગ સુધી તમારે ચાલીને જવાનું છે - સંતોષ રાખો.

જીવન ને હળવાશ થી લો.

સેવા કરવી હોય તો સમય જુઓ.
પ્રસાદ ખાવો હોય તો સ્વાદ જુઓ.
સત્સંગ કરવો હોય તો જગા જુઓ.
વિનંતી કરવી હોય તો સ્વાર્થ જુઓ.
દાન કરવું હોય તો ખર્ચ સામુ જુઓ.

જીત કોના માટે હાર કોના માટે જિંદગીભર તકરાર કોના માટે
જે આવ્યું છે તે જવાનું છે ચોક્કસ એક દિવસ તો પછી, માણસ આટલો અહંકાર શેના માટે?


('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. દીપક ધનરાજ ભાટીયાDecember 12, 2015 at 5:42 AM

    જીવન જીવવાની ટીપ્સ બહુ જ સરસ હતી. માણસ ને અહમ સાચે બાળી નાખે છે. માણસ આ બધુ સમજે છે તો પણ અહમ રાખે છે શા માટે? ઇન્ટરનેટ કોર્નર થી આપણા સૌના જીવન માં બદલાવ આવે.

    ReplyDelete
  2. કમલેશ ભરવાડીયાDecember 21, 2015 at 11:23 AM

    જીવન જીવવાની ટીપ્સ ખુબ અસરકારક હતી.આમાંની એકાદ ટીપ પણ જો એકાદ જણ પણ પોતાના જીવનમાં ઉતારે તો તેનું જીવન સફળ થઈ જાય.

    ReplyDelete