Saturday, June 28, 2014

યુબુન્ટુ


માનવશાસ્ત્રનો અભ્યાસ કરનાર એક યુવકે આફ્રિકાના આદિવાસી બાળકોના જૂથને એક રમત રમવા આપી. તેણે એક ટોપલીમાં ફળો ભર્યાં અને તેને દૂર એક ઝાડ નીચે મૂકી બાળકોને સૂચન કર્યું કે જે દોડીને ઝાડ સુધી સૌથી પહેલા પહોંચી જશે તેને આખી ટોપલી ભેટ તરીકે ઇનામમાં મળશે.

જ્યારે તેણે રમતની શરૂઆત કરી બાળકોને દોડવા કહ્યું ત્યારે બધાં બાળકોએ એકબીજાનો હાથ પકડી સાથે દોડવા માંડ્યું. ઝાડ પાસે પહોંચી તેમણે સમૂહમાં બેસી ફળોની ઉજાણી કરી!

જ્યારે યુવકે બાળકોને પૂછ્યું કે તેઓ શા માટે એક સાથે દોડ્યા જ્યારે કોઈ એક જણ દોડમાં પ્રથમ આવી આખી ફળોની ટોપલી એકલો જીતી ને ખાઈ શકે તેમ હતું.

બાળકોએ જવાબ આપ્યો "યુબુન્ટુ" !

 "અમારામાંનો કોઈ પણ એક બાળક કઈ રીતે ખુશ હોઈ શકે જ્યારે બીજા બધાં બાળકો દુ:ખી હોય?"

 'યુબુન્ટુ' ક્સોઝા(XHOSA) ભાષાનો એક શબ્દ છે જેનો અર્થ છે "હું છું, કારણ કે અમે છીએ."

 

('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. 'ઇન્ટરનેટ કોર્નર' માં ગયા સપ્તાહે છપાયેલ વાર્તા 'યુબુન્ટુ' ખૂબ સારી અને બોધદાયક હતી. બસ આવી સારી સારી વાતો આ માધ્યમથી શેર કરતાં રહો.
    - ભારતી જોશી, વિલે પાર્લે (મુંબઈ)

    ReplyDelete
  2. 'હું છું કારણકે અમે છીએ' આ ખુબ સરસ સંદેશો 'યુબુન્ટુ' વાર્તા દ્વારા સમાજને પહોંચાડ્યો છે તમે.આપણે સ્વાર્થી ન બનતા પરમાર્થી બનવું જોઇએ આટલી સારી વાત આફ્રિકાના આદિવાસી બાળકોએ અસરકારક રીતે સમજાવી.આપણે સૌએ પરમાર્થી બનવા જરૂર પ્રયત્ન કરવા જોઇએ.તમને અભિનંદન.
    - રાજન પ્રતાપ, વડોદરા (ગુજરાત)

    ReplyDelete