Saturday, June 7, 2014

પતિના આકસ્મિક મૃત્યુ બાદ એક પત્નીએ લખેલો પત્ર (ભાગ - ૧)


જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. પત્ર ઘણો મહત્વનો, નોંધીને અમલમાં મૂકવા લાયક સંદેશ આપે છે.
એક પત્નીએ અકસ્માતમાં અચાનક મૃત્યુ પામેલા તેના યુવાન પતિની સાવ અણધારી વિદાય બાદ લખ્યું કે પ્રસંગે તેનું જીવન બદલી નાંખ્યુ અને તેને ઘણાં પાઠ શિખવાડ્યા છે. તે લખે છે :
 " આપણે સૌ એમ માની જીવીએ છીએ કે આપણે સદાયે માટે જીવિત રહેવાના છીએ.ખરાબ વસ્તુઓ કે ઘટનાઓ બીજા સાથે બને છે. જ્યારે બદનસીબે કોઈ વજ્રાઘાત સમી દુર્ઘટના તમારી પોતાની સાથે બને ત્યારે તમને જાણ થાય છે કે જીવન કેટલું અનિશ્ચિત છે.
મારા પતિ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં નોકરી કરતા હતા.તે પૂરેપૂરા 'ટેકી' હતા.અને હું એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છું.તમને લાગશે એક સરસ જોડું નહિ?
 'ટેકી ગાય' એટલે એમનું બધું લેપટોપ પર.તેમનું 'ટુ ડુ' લિસ્ટ,તેમના -બિલ્સ અને તેમના બેન્ક સ્ટેટમેન્ટ્સ પણ તેમના ઇમેલમાં મળતાં.તેમણે એક ફોલ્ડર બનાવ્યું હતું અને  IMPWDS  નામનાં ફોલ્ડરમાં તેમના બધા ઓનલાઈન અકાઉન્ટ્સના લોગ ઇન આઈડી અને પાસવર્ડ સ્ટોર કર્યાં હતાં.તેમના લેપટોપને પણ પાસવર્ડ સેટ કરેલો હતો.’ટેકી’ હોવાને લીધે તેમના બધાં પાસવર્ડ પણ અઘરા અને આસાનીથી ક્રેક કરી શકાય એવાં હતાં.ઓફિસનું લેપટોપ એટલે સુરક્ષિતતા પોલિસી હેઠળ પાસવર્ડ પણ દર ૩૦ દિવસે બદલવો પડે.હું જ્યારે જ્યારે તેમનું લેપટોપ વાપરતી ત્યારે પાસવર્ડ યાદ રાખવાને બદલે તેમને પૂછીને લેપટોપ પર કામ કરી લેતી.દર મહિને અટપટો નવો પાસવર્ડ યાદ રાખવું અઘરૂં છે.
તમને લાગશે સી.. હોવાને લીધે મારા બધાં અગત્યના દસ્તાવેજો યોગ્ય રીતે ફાઈલ કરેલાં અને સુવ્યવસ્થિત રીતે સચવાયેલાં હશે.પણ મારા ઘણાં અન્ય સી.. મિત્રો મારી સાથે સહમત થશે કે અમે ઓફિસમાં જે ચોકસાઈ રાખતા હોઇએ છીએ ઘરે રોજેરોજ કાગળો અને દસ્તાવેજો જાળવતી વખતે દાખવતા નથી.ઓફિસમાં તમારે વિશ્વાસપાત્ર,સક્ષમ,ખંતીલા વગેરે વગેરેના આદર્શ દાખલારૂપ બનવું પડતું હોય છે પણ ઘરે થોડી આઝાદી મળી રહેતી હોય છે.આવતી કાલ આવવાની છે ને એમ આપણે સદાયે વિચારતાં હોઇએ છીએ.
એક ગોઝારા દિવસે મારા પતિ ઓફિસેથી ઘેર પાછા ફરતી વખતે તેમના બાઈકને અકસ્માત નડતાં મૃત્યુ પામ્યા.તે માત્ર ૩૩ વર્ષના હતા.તેમના બધા ડેટા સાથે તેમનું લેપટોપ પણ ક્રેશ થઈ ગયું અને લેપટોપની હાર્ડડિસ્ક પરની બધી માહિતી પણ ભૂંસાઈ ગઈ. IMPWDS  નામનું કોઈ ફોલ્ડર બચ્યું નહોતું.તેમનો મોબાઈલ જેમાં બધાં સંપર્કો સંગ્રહાયેલાં હતાં પણ નાશ પામ્યો હતો.અને તો હજી શરૂઆત હતી.મારે ઘણું ઘણું શિખવાનું હતું.
વર્ષ સુધી હું એક ખુબ સારા મનુષ્ય સાથે સહજીવન વિતાવી રહી હતી.અમારે કોઈ સંતાન નહોતું અને અમે બંને એકબીજાનો સહારો હતાં.પણ હવે કંઈ બચ્યું નહોતું.હું એકલી હતી...સાવ એકલી અટૂલી...
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવાને લીધે કામ થોડું સરળ બન્યું પણ માત્ર એટલું પૂરતું નહોતું.મને મદદ ની જરૂર હતી.તેમના પગારના અને અન્ય બેન્ક ખાતાઓમાં નોમિનીની નોંધણી નહોતી.તેમના વિમાના અકાઉન્ટમાં તેમની માતા નોમિની તરીકે હતા પણ તેમનું તો બે વર્ષ અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું હતું.આટલું નહિ પણ અમારા બધાં બિલ તેમના ઇમેલ અકાઉન્ટમાં આવતાં હતાં.તેમણે કયા પેમેન્ટ માટે .સી.એસ. કે સ્ટેન્ડિંન્ગ ઇન્સ્ટ્ર કશન નોંધાવ્યાં હતાં તેની પણ મને જાણ નહોતી.
તેમની ઓફિસ બાબતે પણ મુશ્કેલીઓ ઓછી નહોતી.તેમની થોડા સમય અગાઉ નવા ખાતામાં બદલી થઈ હતી.મને ખબર નહોતી કે તે કોના હેઠળ કામ કરતા હતા.મને પણ જાણ નહોતી કે તેમણે ક્યારે તેમનું મોબાઈલ રિઇમ્બર્સ્મેન્ટ કે શિફ્ટ અલાવન્સ ક્લેમ કર્યું હતું.
અમારૂં પોતાનું નવું ઘર અમે બંનેના સંયુક્ત પગારની લોન પર ખરીદ્યુ હતું એમ વિચારી કે બંને સાથે મળી મોટો .એમ.આઈ નો હપ્તો સરળતાથી ભરી શકીશું.એજન્ટે સલાહ આપી હતી કે લોન પર વીમો લઈ લો ત્યારે અમે વિચાર્યું હતું શા માટે વધુ પ્રિમીયમ ભરી લોન વધુ ચલાવવી?તેના કરતા વિમો લઈ બચતી રકમ લોન પેટે ભરી લોનની મુદ્દત ઘટાડીશું.અમે ક્યારેય વિચાર્યું નહોતું કે જો કદાચ એક જણના પગાર પર જીવવાનો વારો આવશે તો શી સ્થિતી થશે.હવે મસમોટા .એમ.આઈનો મારે સામનો કરવાનો હતો.
મને ખ્યાલ આવી ગયો હતો કે મારે કેટલી મોટી મુસીબતોનો સામનો કરવાનો છે.રોડ અકસ્માતનો કેસ. બધે ઠેકાણે મારે ડેથ સર્ટીફીકેટ,એફ.આઈ.આર. રિપોર્ટ,પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બધું રજૂ કરવું પડતું.દરેક ઠેકાણે લાંબા લચક પાનાઓના પાના ભરી ફોર્મ્સ ભરવા પડતાં.ઇન્ડેમ્નિટી બોન્ડ્સ. નોટરી.તમારા માટે ઉભો રહે એવો સ્યોર્ટી.તમારાં અન્ય વારસદારો પાસેથી નો-ઓબ્જેક્ષન સર્ટીફિકેટ....વગેરે વગેરે...
મને શિખવા મળ્યું કે ઘર સિવાય તમારી જમીન,તમારી ગાડી,તમારૂં બાઈક વગેરે પણ તમારી સંપત્તિ ગણાય.તમે ઘરના સંયુક્ત માલિક હોવ તેથી શું?તમારા પતિનું મૃત્યુ થતા તમે એકલા ઘરના માલિક બની જતા નથી.તમારા પતિનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયુ હોય અને તમે નોમિની હોવ તેથી શું?જો બાઈક મરામત થઈ શકે તેવી સ્થિતીમાં હોય તો વિમાની રકમ મેળવવા તમારે પહેલા તેને તમારા નામે ટ્રાન્સ્ફર કરાવવું પડે છે.અને પણ લાગે છે એટલું સરળ નથી.બાઈકને તમારા નામે ટ્રાન્સ્ફર કરાવવા માટે પણ તમારે અનેક સરકારી દસ્તાવેજ તૈયાર કરાવવા પડે છે.વારસાનું સર્ટીફિકેટ મેળવવું પણ એક બીજા યુદ્ધ સમાન છે.
પછી સમય આવે છે જ્યારે તમને ભાન થાય છે કે હજી તમારે બધા બિલ અને અન્ય મૂડી-અસ્કયામતો-સંપત્તિ તમારા નામે કરાવવાના છે.તમારૂં ગેસ કને કશન,વિજળીનું મીટર,તમારૂં પોતાનું ઘર,તમારી કાર,તમારી પરચૂરણ વસ્તુઓ,તમારા રોકાણો સઘળું તમારે તમારા નામે કરાવવું પડે છે.અને તમારે બધામાં ફરી તાજુ નોમિનેશન નોંધાવવું પડે છે. બધા માટે જરૂરી પેપર વર્કનું પૂછવું શું?
સાચું કહું તો હું ધ્રુજી ઉઠી હતી.મારૂં સમગ્ર જીવન ધરમૂળથી બદલાઈ ગયું હતું કે મારે માથે આભ તૂટી પડ્યું એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય.તમે જેની સાથે તમારા જીવનની કેટલીક શ્રેષ્ઠ પળો માણી હતી તે વ્યક્તિની ખોટ બાદ તમને તેનો શોક કરવાનો કે રડવાનો પણ સમય નથી મળતો એવું ભાન તમને થાય છે.કારણ તમે બધા પેપર વર્કની પળોજણમાં પડ્યા હોવ છો.મને ભાન થયું કે મેં જિંદગી પ્રત્યે અને જીવનમાં કેટલી બધી બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું.મને વિચાર આવ્યો કે હું તો એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છું અને મારી હાલત છે તો કાયદાની આંટી ઘૂંટીને જરા પણ જાણનાર સીધી સાદી ગૃહિણીની શી હાલત થાય જો આવી પરિસ્થિતીનો સામનો તેને કરવાનો વારો આવે તો.
 (ક્રમશ:)
 
('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment