Sunday, November 3, 2013

શાંતિ પ્રાપ્ત કરવાની કળા


રામકૃષ્ણ પરમહંસના કેટલાક શિષ્યો તેમને મળવા ગયા. તેમણે રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે, અમને કંઈક ઉપદેશ આપો.
વખતે રામકૃષ્ણ પરમહંસ બહાર ખુલ્લી જગ્યામાં બેઠા હતા. તેઓ શિષ્યોને બદલે આકાશ તરફ જોઈને બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે સમડી પાસેથી તમે બોધ મેળવી શકો છો.
શિષ્યોએ ઉપર જોયું તો એક સમડી મોંમાં માછલી પકડીને ઊડી રહી હતી. એની પાછળ બીજી સમડીઓ અને કાગડાઓ ઊડી રહ્યા હતા. તેઓ માછલીને ચાંચમાં લઈને ઊડી રહેલી સમડીને ઘેરી રહ્યા હતા.
કાગડાઓ અને બીજી સમડીઓથી ઘેરાઈ ગયેલી પેલી સમડીએ ચાંચમાંથી માછલી છોડી દીધી. એની ચાંચમાંથી માછલી છૂટી સાથે સમડીથી થોડે નીચે ઊડી રહેલી સમડીએ માછલી પોતાની ચાંચમાં ઝડપી લીધી અને બધાથી દૂર ભાગવા માંડી.
હવે બધા કાગડાઓ અને સમડીઓ એની પાછળ પડી ગયા. બીજી બાજુ જે સમડીએ ચાંચમાંથી માછલી છોડી દીધી હતી સમડી એક વૃક્ષ પર જઈને શાંતિથી બેસી ગઈ અને જે સમડીએ માછલી પકડી હતી એની પાછળ પડેલા બીજા પક્ષીઓને જોઈ રહી.
રામકૃષ્ણ પરમહંસે શિષ્યોને કહ્યું કે, ‘ વૃક્ષ પર બેઠેલી સમડીને જુઓ. સમડીએ માછલીને પડતી મૂકી સાથે એને શાંતિ મળી ગઈ. હવે નિરાંતે બેઠા બેઠા આખો તાલ જોઈ રહી છે. તમારે પણ શાંતિ જોઈતી હોય તો સમડીની જેમ જીવતા શીખવું જોઈએ.
સાંસારિક ઉપાધિઓ બધી આફત લાવે છે. જે આવી ચીજો છોડી દે છે એને શાંતિ મળી જાય છે. જે માણસ બધું છોડી દેતા શીખી જાય એની પાસે કંઈ રહેતું નથી એટલે તેની પાસેથી કંઈ પડાવી લેવા કોઈ તેને હેરાન કરતું નથી. જે માણસો બધી જંજાળ લઈને ફરે છે તેમને ચિંતા રહે છે કે કોઈ તેમની ચીજ ઝૂંટવી જશે. મેં આવી રીતે વર્ષો અગાઉ આવી એક ઘટના પરથી પ્રેરણા લઈને સંસારની ઉપાધિઓ છોડી દીધી પછી મને શાંતિ પ્રાપ્ત થઈ ગઈ..

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment