Friday, November 22, 2013

સુવિચારો


* પ્રાર્થના "સ્પેર વ્હીલ" નથી જેને તમે મુશ્કેલીમાં બહાર કાઢો છો પણ "સ્ટીયરીંગ વ્હીલ" છે જે તમને સદાયે સાચા માર્ગે દોર્યા કરે છે.

* શું તમે જાણો છો કારનું વિન્ડશિલ્ડ આટલું મોટું શા માટે હોય છે અને તેનો રેરવ્યુ મિરર ઘણો નાનો શા કારણે હોય છે?  કારણકે ભૂતકાળ ભવિષ્યકાળ જેટલો મહત્વનો હોતો નથી.હંમેશા આગળ નજર રાખો અને આગળ વધતા રહો.

* મિત્રતા એક પુસ્તક જેવી છે.તેને બળી જતાં માત્ર થોડી ક્ષણો લાગશે પણ લખાતા વર્ષો લાગી જાય છે.

* જીવનમાં દરેક વસ્તુ હંગામી છે.જો સારી જઈ રહી હોય તો તેને માણી લો,તે કાયમી નથી.જો ખરાબ પરિસ્થિતી હોય તો પણ તે સદાયે ટકવાની નથી.

* જૂના મિત્રો સોના જેવા છે. નવા મિત્રો હીરા જેવા છે.જો તમને હીરો મળશે તો સોનાને ભૂલી નહિ જતા.કારણકે હીરાને પકડી રાખવા નીચે સોનાના આધારની જરૂર પડે છે.

* ઘણી વાર જ્યારે આપણે હિંમત ખોઈ બેસીએ છીએ અને વિચારીએ છીએ કે બસ અંત છે ત્યારે ઇશ્વર ઉપરથી હસીને કહે છે,"શાંત થા પ્રિય, માત્ર એક વળાંક છે,અંત નથી."

* જ્યારે ઇશ્વર તમારી સમસ્યાઓ હલ કરે છે ત્યારે તમને તેની ક્ષમતાઓમાં વિશ્વાસ બેસે છે પણ જ્યારે તમારી સમસ્યાઓ ઉકેલતો નથી ત્યારે તેને તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ હોય છે.

* એક અંધ વ્યક્તિએ સ્વામી વિવેકાનંદને પૂછ્યું : "તમારી આંખોની રોશની ગુમાવવાથી વધુ ખરાબ બીજું કંઈ હોઈ શકે?" તેમણે જવાબ આપ્યો:"હા... તમારી દ્રષ્ટી(વિઝન) ગુમાવવી તે..."

* જ્યારે તમે બીજાઓ માટે પ્રાર્થના કરો છો ત્યારે ભગવાન તમને સાંભળે છે અને તેમને આશિર્વાદ આપે છે અને ક્યારેક જ્યારે તમે સુરક્ષિત અને સુખી હોવ છો ત્યારે યાદ રાખો કે અન્ય કોઈકે તમારા માટે પ્રાર્થના કરી છે.

* ચિંતા કરવાથી આવતી કાલની મુશ્કેલીઓ જતી નથી રહેતી પણ આજની શાંતિ ચાલી જાય છે.                
 
  ('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. 'ઇન્ટરનેટ કોર્નર'માં સુવિચારો ખરેખર સારા રહ્યાં. મને એમાંથી પ્રેરણા મળી. બસ આમજ સારૂં સારૂં લખતા રહો. ઇશ્વરના આશિષ પામો.
    - ચંદુભાઈ આઝાદ,સાયન (એસ.એમ.એસ. દ્વારા)

    ReplyDelete