Saturday, February 23, 2013

થોડી રમૂજ!

[૧] નિયમિત ઝોકા ખાવાની આદત તમને ઘરડા થતા અટકાવે છે,ખાસ કરીને જો એ તમે ડ્રાઈવ કરતી વખતે ખાધાં હોય!

[૨] બાળક એક હોય તો તે તમને માતા કે પિતા બનાવે છે જ્યારે બે બાળકો તમને રેફરી બનાવે છે!

[૩] લગ્ન એવો એક સંબંધ છે જેમાં એક પક્ષ હંમેશા સાચો હોય છે અને બીજો પક્ષ પતિ!

[૪] હું માનું છું કે આપણે બધાએ ટેક્સ સ્મિતથી ભરવો જોઇએ.મેં એમ કરવા પ્રયત્ન પણ કર્યો, પણ તેમને એ રોકડા રૂપિયામાં જ જોઈતો હતો!

[૫] બાળકનો સૌથી વધુ શારીરિક વિકાસ એ પછીના એક મહિનામાં જ થાય છે જ્યારે તમે તેના માટે નવો યુનિફોર્મ સિવડાવ્યો હોય!

[૬] ખરાબ ન લગાડશો,(તમે જ નહિ)ઘણાં બધાં (અન્ય )લોકો (પણ) કોઈ જ પ્રકારની આવડત વગર જીવતા હોય છે!

[૭] એવી વ્યક્તિ સાથે પરણશો નહિં જેની સાથે તમારે જીવન વ્યતિત કરવું હોય.પણ એવી વ્યક્તિ સાથે લગ્ન કરજો જેના વગર તમે જીવન વ્યતિત ન કરી શકો.જો કે એમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરો, બાદમાં તો તમારે પસ્તાવાનું જ છે!

[૮] તમે પ્રેમ ક્યારેય ખરીદી શકો નહિં પણ તેની ભારે કિંમત તમારે જરૂર ચૂકવવી પડે છે!

[૯] ખરાબ અધિકારીઓ, એવા સારા નાગરિકો દ્વારા ચૂંટાઈ આવે છે જેઓ મતદાન કરતાં નથી!

[૧૦] આળસ એટલે બીજું કંઈ નહિ પણ તમે થાકી જવાના હોવ એ પહેલા આરામ કરી લેવાની આદત!

[૧૧] લગ્ન એક પ્રકારની આપલે છે. પતિએ બિચારો માની જઈને શાંતિથી આપી દે તો ઠીક નહિતર પત્ની ગમે તેમ કરીને જે જોઇએ તે લઈ જ લે છે!

[૧૨] મારી પત્ની અને મારી વચ્ચે હંમેશા સહમતિ સધાઈ જતી હોય છે.હું માની લઉં છું કે હું ખોટો છું અને તે મારી સાથે સહમત થઈ જતી હોય છે!

[૧૩] જેઓ પોતાના પર હસી શક્તા નથી તેઓ તે કામ અન્યોને સોંપી દે છે!

[૧૪] મહિલાઓ પ્રથમ. સુંદર મહિલાઓ તો પ્રથમથીયે આગળ!

[૧૫] એક લગ્ન સફળ બની રહે એ માટે તમારે વારંવાર પ્રેમમાં પડવું પડે,એકની એક વ્યક્તિ સાથે.

[૧૬] જ્યારે વસ્તુઓ કરવા કરતાં તમને એ યાદ રાખવી વધુ ગમવા માંડે ત્યારે સમજવું કે તમે ઘરડાં થવા માંડ્યા છો!

[૧૭] એ મહત્વનું નથી કે પરિણીત પુરૂષ કેટલી વાર નોકરી બદલે છે,તેનો બોસ તો એ નો એ જ રહે છે! (કહેવાની જરૂર ખરી એ બોસ એટલે તેની પત્ની!)

[૧૮] સાચા મિત્રો એ છે જેમના નામ અને સંપર્ક વિગતો ,જૂની એડ્રેસ બુકમાંથી નવી એડ્રેસ બુકમાં કોપી થયા કરે!

[૧૯] બચત સૌથી સારી વસ્તુ છે.ખાસ કરીને જ્યારે તમારા માબાપે એ તમારે માટે કરેલી હોય!

[૨૦] શાણા માણસો બોલે છે કારણકે તેમની પાસે બોલવા માટે કંઈક હોય છે.મૂર્ખાઓ બોલે છે કારણકે તેમને (સદાયે) કંઈક કહેવું હોય છે.

[૨૧] આપણી ભાષાને માત્રુભાષા કહેવામાં આવે છે કારણકે પિતા બિચારા ભાગ્યે જ બોલવા પામે છે.

[૨૨] માણસ : લાંબુ જીવવાનો કોઈ માર્ગ?

ડોક્ટર : પરણી જાઓ.

માણસ શું એનાથી ફાયદો થશે?

ડોક્ટર : ના, પણ પછી ક્યારેય લાંબુ જીવવાના વિચાર નહિ આવે!

[૨૩] લગ્ન કરતી વેળાએ પતિ પત્ની એકમેકનો હાથ શા માટે પકડે છે?આ એક વ્યવહાર છે જેમ બે બોક્સર્સ બોક્સિંગની લડત પહેલા એકમેક સાથે હાથ મેળવે છે.

[૨૪] પત્ની : ડાર્લિંગ આજે આપણા લગ્નની વર્ષગાંઠ છે.આપણે શું કરવું જોઇએ?

પતિ : ચાલો બે મિનિટનું મૌન પાળીએ.

[૨૫] લોકો લવમેરેજ અને અરેન્જ્ડ મેરેજ ની સરખામણી કરી ચર્ચાઓ કરે તે ખૂબ રમૂજી બાબત છે.આતો એવી વાત થઈ જાણે નક્કી કરવું કે આત્મહત્યા સારી કે ખૂન થઈને મરી જવું સારૂં?

[૨૬] જગતમાં એક અને માત્ર એક જ આદર્શ બાળક હોય છે અને તે દરેક માતાનું હોય છે!

[૨૭] જગતમાં એક અને માત્ર એક જ આદર્શ પત્ની હોય છે અને તે પાડોશીની હોય છે!

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment