Thursday, April 27, 2017

નાનકડી આંખો ઘણું બધુ જુએ છે

સંદેશ દરેક વયસ્કે વાંચવા જેવો છે કારણ બાળકો તમને જોતા હોય છે અને તેઓ કરે છે જે તમે કરો છો, નહિ કે એ, જે તમે એમને કરવા કહો છો.
બાળકના શબ્દોમાં :
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને મારું પહેલું ચિત્ર આપણા રેફ્રિજરેટર પર ટીંગાડતા જોયા અને મને તરત બીજું ચિત્ર દોરવાની પ્રેરણા મળી.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને પંખીઓને ચણ નાખતા જોયા અને મને સમજાયું કે પશુપંખીઓ અને અન્ય જીવો પ્રત્યે ઉદાર બનવું એક સારો ગુણ છે.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને મારા માટે મારી મનપસંદ કેક બનાવતા જોયા અને મને સમજાયું કે નાની નાની બાબતો પણ જીવનમાં ખાસ હોઈ શકે છે.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને તમારા બિમાર મિત્ર માટે ખાવાનું બનાવીને લઈ જતા જોયા ત્યારે મને સમજાયું કે આપણે સૌએ એકબીજાની કાળજી રાખવી જોઇએ, એક બીજાને મદદ કરવી જોઇએ.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને આપણા ઘરની અને તેમાં વસતા દરેક સભ્યની કાળજી રાખતા જોયા અને મને સમજાયું કે આપણને પ્રભુએ જે કંઈ આપ્યું છે તેની આપણે કદર કરવી જોઇએ , કાળજી રાખવી જોઇએ.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં તમને બિમાર હોવા છતા તમારી જવાબદારી નિભાવતા જોયા ત્યારે મેં નિર્ણય કર્યો કે હું પણ મોટા થઈ મારી જવાબદારી દરેક સંજોગોમાં નિભાવવીશ.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં જોયું કે તમે બહાર અન્યો માટે તેઓ બહાર નિકળી જાય ત્યાં સુધી દરવાજો પકડી રાખો છો અને વારંવાર 'થેન્ક યુ' અને 'યુ આર વેલ્કમ' જેવા શબ્દો ઉચ્ચારો છો ત્યારે મને સમજાયું કે અન્યો ને આદર આપતા શિખવું જીવવાની સાચી રીત છે.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં જોયું કે તમારી આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા અને મને સમજાયું કે ક્યારેક કેટલીક વસ્તુઓ આપણને દુખ પહોંચાડે છે પણ ત્યારે રડી લેવું જોઇએ.એમાં કંઈ ખોટુ નથી.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... મેં જોયું કે તમે કાળજી રાખો છો અને મને શ્રેષ્ઠ બનવાની પ્રેરણા મળી. સારા અને ઉપયોગી બનવા માટે જરૂરી મોટા ભાગના પાઠ મેં ઉંમરમાં મોટા થતી વખતે શિખ્યા છે.
જ્યારે તમે વિચારતા હતા કે મેં જોયું નહોતું ... હું તમારી સામે જોતો હતો કારણ મારે તમને કહેવું હતું કે તમે તમારી જાણ વગર મને જે જે દેખાડ્યું, શિખવ્યું   બદલ તમારો ખુબ ખુબ આભાર.
નાનકડી આંખો ઘણું બધુ જુએ છે.
આપણે બધાં (માતા, પિતા, દાદા, દાદી, કાકા, કાકી, માસા, માસી, ફોઈ, ફુઆ, શિક્ષક કે મિત્ર તરીકે) એક બાળકના જીવન ને પ્રભાવિત કરતા હોઇએ છીએ.
સાદાઈથી જીવો.
ઉદારતાથી પ્રેમ કરો.
ઉંડી કાળજી કરો.
સારી વાણી બોલો.


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. રોહિત કાપડિયાApril 27, 2017 at 9:49 AM

    ઈન્ટરનેટ કોર્નરની મહામૂલી માળામાં ૬૫૦ મોતીઓ પોરવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખેર !એક બહુ જ લાંબા સમય સુધીની કટારમાં આ શૃંખલા સ્થાન પામે તે માટે ગણતરી થાય તે બરાબર છે. પણ અમે તો આવાં અગણિત પ્રેરણા પુષ્પોથી આ શૃંખલા સદાયે મહેકતી રહે એમ જ ચાહીશું. જેણે બેહિસાબ આપ્યું છે તેની ગણીને માળા શાને માટે ગણવી, બસ એ જ વિચારે મૌલવીએ માળા તોડી નાખી. અમે પણ આપની પાસેથી બેહિસાબ પ્રેરણા પુષ્પોની આશા રાખીએ છીએ. ' નાનકડી આંખો બધું જ જુએ છે' લેખ સરસ અને પ્રેરણાત્મક .સાચે જ બાળકોમાં આપણે એને જે કહીએ તેનાં કરતાં વધુ અસર આપણે જે કરીએ તેની પડતી હોય છે.

    ReplyDelete