Thursday, April 27, 2017

'ઇન્ટરનેટ કોર્નર'ના ૬૫૦ હપ્તા પુરા

પ્રિય વાચકમિત્રો,

આજે આ કટાર 'ઇન્ટરનેટ કોર્નર'ના ૬૫૦ હપ્તા પુરા થયા છે. ઇન્ટરનેટ પર થી લીધેલા સારા વિચારો તમારા બધા સુધી પહોંચાડવાના શુભાશય સાથે શરુ કરેલી આ કટાર દ્વારા આજે બારેક વર્ષ કરતા પણ વધુ સમયથી સતત વિષય વૈવિધ્ય સાથે દર અઠવાડિયે તમને કઈંક ને કઈંક નવું જ પિરસવાનો મારો હંમેશા પ્રયત્ન રહ્યો છે. સાહિત્યના નવેનવ રસ આવરી લેતા મારા ભાષાંતરિત લેખો વિષે તમારા પત્રો, ઈમેલ કે ફોન સંદેશ દ્વારા ફીડબેક મળતો રહે છે અને મને સતત આ કટારમાં નવું નવું સારું સારું હકારાત્મક અને પ્રેરણાત્મક લખવા પ્રેરતો રહે છે.

ગૂર્જર ગ્રંથ રત્ન દ્વારા  પ્રકાશિત અને પુન:પ્રકાશિત આ કટાર પર આધારિત આઠ પુસ્તકો કથાકોર્નર, મહેક, કરંડિયો, આભૂષણ, ઝરૂખો, કથાકળશ, સ્પર્શ અને ઉપહાર તમે વાંચી અને તમારા મિત્રો-સ્વજનોને ભેટમાં આપી વંચાવી સારા વિચારો વહેતા કરવામાં સહભાગી બને શકો છો. આ પુસ્તકો ઓનલાઈન તેમજ મોટા ભાગના ગુજરાતી પુસ્તકવિક્રેતાઓ પાસે પ્રાપ્ય છે.

જન્મભૂમિ અને ગૂર્જર ગ્રંથ રત્ન પરિવારનો તથા તમારા સહુ વાચકમિત્રોનો અંત:કરણ પૂર્વક આભાર. ઇશ્વરને આભાર-સહ પ્રાર્થના કે મને આ કટારના માધ્યમથી હજી વધુ સારા વિચારો પ્રસરાવવાની શક્તિ અર્પે!

- વિકાસ ઘનશ્યામ નાયક

2 comments:

  1. ઘનશ્યામ એચ ભરુચા, ધનજી ગાલા, ઇલા પુરોહીત અને ‘ઇન્ટરનેટ કોર્નર ફેન્સ’ વોટ્સએપ ગ્રુપનાબધાં જ સભ્યો.April 27, 2017 at 9:48 AM

    યુવાભૂમિમાં આવતી કોલમ ‘ઈન્ટરનેટ કોર્નર’ના ૬૫૦ હપ્તા થઇ ગયાં એ બદલ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ ! આજે આ કોલમ મારફત કેવળ યુવાનોને નહિ બલ્કે સિનિયર સિટીઝન્સને પણ દેશ- વિદેશની માહિતી મળતી રહે છે. આ કોલમ સતત ચાલુ રહે અને તેના ૧૦૦૦ અને તેથી પણ વધુ હપ્તા વાંચવા મળતા રહે એ જ આશા.

    ReplyDelete
  2. અભિનંદન...સર
    તમારા આ પ્રેરણાદાયી તથા રસપ્રદ લેખોથી જીવનમાં એક પ્રકારનો ઉત્સાહ પ્રાપ્ત થાય છે. તથા જીવન અને આપણી આસપાસની દુનિયાનું મૂલ્ય સમજી જિંદગી ને વધુને વધુ આનંદમય બનાવવાની પ્રેરણા મળે છે. વધુ ને વધુ સમય અમારી સાથે બની રહો એવી પ્રાર્થના સહ.....

    ReplyDelete