Tuesday, January 31, 2017

સુવિચારો

🔴આતો રંગ બદલતી દુનિયા છે દોસ્તો..તમારા દુઃખો તમને રડી રડીને પૂછે છે..અને બીજાને તે હસી હસીને બતાવે છે..!

🔴 મળેલા સમય ને જ યોગ્ય બનાવો સાહેબ..
યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જીંદગી ટૂંકી પડશે..!

🔴જીદંગી આ ન્યુઝપેપર જેવી છે..જો તમે આજ ના છો..તો કામ ના છો..જો જુના થઇ ગયા છો..તો ફરસાણ ના પડીકાબનશો..

🔴કીંમતી માેતી ની માળા તુટી જાય તાે માેતી વીંણવા માટે નીચે નમવા માં કઈ વાંધાે નથી.... બસ ! સંબંધાે નું પણ કંઈક એવું જ છે...

🔴હું નીકળ્યો સુખ ની શોધ માં રસ્તે ઉભા દુ:ખો બોલ્યા..
અમને સાથે લીધા વગર કોઇને સુખનુ સરનામુ મળતુ નથી..!

🔴કોઇકે પૂછ્યું..
તમે આટલા બધા ખુશ કેવી રીતે રહી શકો છો..?મે કહ્યું..
કેટલાકનું સાંભળી લઉં છું..
કેટલાકને સંભાળી લઉં છું..!

🔴ઘણીવાર સારું જીવન જીવવા માટે..
ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..!

🔴સમય ભલે દેખાતો નથી, પણ ઘણુંબધું દેખાડી જાય છે..
આપણ ને કેટલા ઓળખે છે એ મહત્વ નું નથી..
શા માટે ઓળખે છે એ મહત્વનું છે..!

🔴પ્રેમ ની જરૂરિયાત તો દરેક ને હોય છે..
પણ પ્રેમની કદર માત્ર કોઇક ને જ હોય છે..!

🔴જેને મળવાથી જીંદગીમાં ખુશી મળતી હોય છે.. 
તેવા લોકો, શા માટે જીવનમાં ઓછા મળતા હોય છે..?

🔴પોતાની જીંદગીમાં બધા એટલા મશગૂલ થઈ ગયા છીએ..કે કોને ભૂલી ગયા છીએ એ પણ યાદ નથી..!

🔴 નફરતોને બાળશો તો, પ્રેમની રોશની થશે..

🔴બચપન આખું ગણતા રહ્યા દાખલા ત્રિકોણ-ચતુષ્કોણના..કાશ..!
કોઇએ સમજાવ્યા હોત પ્રમેયો દ્રષ્ટિકોણના..!

🔴 જિંદગીમાં જ્યાં સુધી તમે યાદ રાખો છો,
ત્યાં સુધી ગઈકાલ જીવે છે..
અને જ્યાં સુધી તમે આશા રાખો છો,ત્યાં સુધી આવતીકાલ તમારી રાહ જુએ છે..!

🔴કોઇના સમય ઉપર હસવાની હીંમત ના કરતા..
સમય હંમેશા ચેહરો યાદ રાખે છે..!

🔴સમર્પણ નું ખાતર નાખ્યા વગર સબંધ નું વૃક્ષ મોટું થતું નથી..
ભૂલ તારી નથી , ભૂલ મારી છે એ સમજવું એ જ સાચો સબંધ છે..!

🔴નાના માણસોના હાથ પકડી રાખજો પછી
મોટા માણસના પગ પકડવાની જરૂર નહિ પડે..!

🔴કાશ, સડકોની જેમ જીંદગીના રસ્તાઓ પર પણ લખાયેલુ હોય કે,
"આગળ ભયજનક વળાંક છે.જરા સાચવીને.

🔴 જીંદગીમાંથી જેટલું સારું લઇ શકાય એટલું લઇ લેજો સાહેબ, કેમકે જીંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે.!

🔴તમારા અને મારા વચ્ચે કેટલી સમાનતા..
તમે અંતર રાખો છો અને હું અંતરમાં રાખુ છુ..!

🔴 ફળ પરિપક્વ થયા પછી પડી જાય છે..અને 
માણસ પડ્યા પછી પરિપક્વ થાય છે..!

🔴 હસતા માણસના ખિસ્સા ખાસ તપાસજો..
શક્ય છે રૂમાલ ભીના મળે..!

🔴જ્યારે પોતાના દોષો દેખાવા લાગે ને..
ત્યારે સમજવું કે પ્રગતિ ની શરુઆત થઇ ચુકી છે..!

🔴તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો..
કારણ કે એ તમારા કરતાં લાંબુ જીવવાની છે..!

🔴 જિદગી મા સુખી થવાની રીત,હસવું ,હસાવવું અને 
હસી કાઢવું.

🔴 યાદ કરશો તો યાદો માં મળશું.  નહિ તો ,  ફરિયાદો માં તો છું જ.

3 comments:

  1. ઘનશ્યામ એચ ભરુચા, ચંદ્રેશ મહેતા, અશોક દાસાણી, જિગ્નેશ શાહ, ડો.એચ.સયાણી, કૌશલ રાઠોડJanuary 31, 2017 at 9:33 AM

    ઇન્ટરનેટ કોર્નર માં ગત સપ્તાહે છાપેલા સુવિચારો ઘણાં ગમી ગયાં.આવા સુવિચારો માત્ર વાંચવા નહિ પણ જીવનમાં ઉતારવા યોગ્ય હોય છે.તે સૌને માટે મદદગાર સાબિત થાય છે.

    ReplyDelete
  2. મહેન્દ્ર પરીખJanuary 31, 2017 at 9:34 AM

    હું ૮૨ વર્ષનો વયસ્ક નાગરીક છું. જન્મભૂમિની યુવાભૂમિમાં આવતી ઇન્ટરનેટ કોર્નર દર સપ્તાહે ઘણાં રસથી વાંચું છું. પણ ગત સપ્તાહે તેમાં છપાયેલા સુવિચારો તો અદભૂત હતાં.અભિનંદન!

    ReplyDelete
  3. ઇન્ટરનેટ કોર્નર માં ગત સપ્તાહે છાપેલા સુવિચારો વાંચી માનવ જીવન વિશે વિચારતા થઈ જવાયું.

    ReplyDelete