Saturday, January 14, 2017

નોટબુકનું છેલ્લું પાનું…

મારી નોટબુકનું છેલ્લું પાનું...
જ્યાં હું મારી પેન ચાલે છે કે નહિ એની ચકાસણી કરતો,
જ્યાં મને પરીક્ષામાં મળેલા માર્ક્સ ના આધારે ટકાની ગણતરી કરતો,
જેના પર હું મારા છૂપા પ્રથમ પ્રેમનું નામ લખી રમત રમતો અને પછી છેકી નાંખતો જેથી કોઈ વાંચી જાય,
અને મારા મિત્રોને નામ સાથે મને ચિડવાનો મોકો મળે!

મારી નોટબુકનું છેલ્લું પાનું...
જ્યાં વારથી શરૂ થયેલા કંટાળાજનક લેકચર દરમ્યાન ચાલુ ક્લાસે હું મારા મિત્રો સાથે લખી-લખીને વાત કરતો,
જ્યાં મેં આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા મહત્વના (આઈ.એમ્.પી.!) પ્રશ્નો ટપકાવ્યા હતાં...
જગા જ્યાં મેં ઘણું સમજાય એવું લખ્યું હતું,ચિતર્યું હતું - જેમાં મારા ટીચરનો રમૂજી ચહેરો પણ સામેલ હતો!

મારી નોટબુકનું છેલ્લું પાનું...
જેના પર મેં મારા મનપસંદ ગીતના શબ્દો લખ્યા હતાં...
જેના પર મેં અને મારા મિત્રે અનેક વાર શૂનચોકડી,ટપકાં જોડો અને અન્ય અનેક રમત રમી હતી...

આપણી નોટબુક્સ ના છેલ્લા પાનાં...
માત્ર પાનાં નહોતા,એનાથી કંઈક વિશેષ હતાં...
આપણી મૂલ્યવાન ડાયરી સમાન હતાં જેના પર આપણે તરુણાવસ્થામાં સુમધુર સ્મ્રુતિઓ  માણી હતી - સર્જી હતી...!


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. રોહિત કાપડિયાJanuary 14, 2017 at 5:04 AM

    'નોટબુકનું છેલ્લું પાનું ' લેખ શૈશવની સ્મૃતિઓને જગાડી ગયો. નોટબુકનાં છેલ્લાં પાના પર કામનું, નકામનું, ગમતું, નાગમતું, યાદ રાખવા જેવું, ભૂલી જવા જેવું, એવું ઘણું બધું લખતાં. વર્ષનાં અંતે જ્યારે ઉપલા ધોરણમાં જવાનું થાય ત્યારે એક નજર એ છેલ્લાં પાનાં પર નાખી હળવેથી ફાડી નાખતાં.અને પછી નવાં ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસથી આગળ વધતા. જિંદગીની કિતાબમાં પણ આપણે રોજ રોજ મનનાં એક અગોચર ખૂણે (છેલ્લાં પાને) ઘણું બધું સંઘરી રાખતાં હોઈએ છીએ.એ બધી જ મીઠી,સુખદ,કડવી ને દુઃખદ પળોને આ જગત છોડીને જવાનું થાય ત્યારે હળવે હાથે ખંખેરી નાખવી જોઈએ.ને પરમ તરફના આપણા પ્રયાણને મહોત્સવ બનાવી દેવું જોઈએ.

    ReplyDelete