Saturday, January 14, 2017

હાથી અને ડુક્કરની વાર્તા

એક હાથી નદીમાં સ્નાન કર્યા બાદ પોતાના રહેઠાણ તરફ પાછો ફરી રહ્યો હતો. માર્ગમાં એક સાંકડો પુલ આવ્યો જેના પર સામેથી તેણે એક કાદવમાં રગદોળાયેલા મેલા-ગંદા શરીર વાળા ડુક્કરને આવતું જોયું. હાથી શાંતિથી રસ્તાની એક બાજુએ ખસી ગયો અને તેણે ગંધાતા ડુક્કરને પસાર વા દીધું. તેના પસાર ગયા બાદ શાંતિથી હાથી પોતે આગળ વધ્યો.
અસ્વચ્છ ડુક્કરે પછી પોતાના મિત્રો સમક્ષ ઉદ્ધતાઈથી બડાઈ હાંકતા કહ્યું,"જોયું હું કેટલું પ્રભાવશાળી છું, હાથી જેવો હાથી પણ મારાથી ડરે છે! તે મને માર્ગ કરી આપવા પોતે કેવો ખસી ગયો! "
સાંભળી જતા, હાથીના કેટલાક મિત્રોએ તેને પ્રશ્ન કર્યો કે તેણે આવું વર્તન શા માટે કર્યું. શું તે ભૂંડથી ખરેખર ડરી ગયો હતો? હાથીએ સ્મિત કર્યું અને વાબ આપ્યો,"હું ડુક્કરને સહેલાઈથી મારા એક પગ નીચે કચડી નાંખી શક્યો હોત, પણ હું સ્વચ્છ હતો અને તે ગંધરો-ગોબરો! એને કચડી નાંખવા જતા મારો પગ ખરાબ થયો હોત અને મારે એમ વા દેવું નહોતું. આથી હું એક બાજુએ ખસી ગયો હતો."

વાર્તા નો સાર:
જ્ઞાની લોકો પોતાના આત્માને નકારાત્મકતાથી દૂર રાખે છે. તેઓ અપવિત્રતાની ગંદકીને આસાનીથી કચડી નાંખવા સક્ષમ હોય છે પરંતુ તેઓ એનાથી આઘા રહે છે. તમારે જીવનમાં દરેક મંતવ્ય​, ટીપ્પણી કે સ્થિતી સામે પ્રતિક્રીયા આપવાની જરૂર હોતી નથી. બિનજરૂરી કકળાટથી દૂર રહો અને આગળ ધપતા રહો!


No comments:

Post a Comment