Saturday, December 24, 2016

ક્રિસમસ સ્પેશિયલ



·         બીજાઓના જીવનને પ્રકાશિત કરવા, અન્યોનો બોજો હળવો કરવો, પારકાઓની સમસ્યાઓ ઉકેલવી અને ભગ્ન હ્રદયને તથા ઉદાસી ભર્યું જીવન જીવતા બદનસીબ લોકોના જીવનને ઉલ્લાસિત કરી દેવું અમારા માટે  ક્રિસમસ નો જાદુઇ મહિમા બની રહે છે. - ડબલ્યુ. સી. જોન્સ

·         ક્રિસમસ ટાણે અંધ માત્ર વ્યક્તિ છે જેના હ્રદયમાં ક્રિસમસ નથી. - હેલન કેલર

·         ક્રિસમસ વર્ષને અંતે ઉમંગપૂર્ણ ઉજવણી કરવાનો ,કોઈકને ખુશી આપવાનો એક દિવસ માત્ર નથી. પણ દરરોજ નિસ્વાર્થપણે કંઈક આપવાનું શિખવે છે. જો આમ થાય તો પૃથ્વી પરનો દરેક દિવસ આપણા માટે ક્રિસમસની ઉજવણી સમાન અને શાંતિપૂર્ણ બની રહે. ક્રિસમસ પ્રભુ દ્વારા આપણને જીવન કઈ રીતે જીવવું દાખવતો માર્ગ છે.   - અજ્ઞાત

·         રોજ નાતાલ
જો તમારું મન બધીજ સારપ અને મીઠાશ સંગ્રહી શકે એવું હોય તો તમારે માટે રોજ નાતાલ છે.
જ્યારે થોડા ઉત્સાહની લ્હાણી કરવા તમારે કોઈક પ્રસંગની રાહ જોવી પડતી હોય અને તમે રોજ થોડી થોડી જાત અન્યોને આપતા હોવ તો તમારે માટે રોજ નાતાલ છે.
જો તમે અન્યની આંખમાં મૈત્રી જોવાનું શિખ્યા હોવ તો તમારા માટે સુંદર આશ્ચર્યોની ભેટ સમાન રોજ નાતાલ છે.
જો તમે થોડી વધુ મહેનત અને થોડી ઓછી ફરીયાદ કરતા શિખી જાવ અને શ્રદ્ધાનો અખૂટ દીવડો અંતરમાં પ્રજ્વલિત રાખો તો તામરા માટે રોજ નાતાલ છે.
જો તમેહું’ અનેમારું’ ની જગાએતું’ અનેતમારું’ શબ્દોનો પ્રયોગ સભાન પણે વધારે કરતા હોવ તો તમારા માટે રોજ નાતાલ છે.
જ્યારે કોઈ પર ઉપકાર કરવો કે કોઈની મદદ કરવી તમને વધુ આનંદ આપતા હોય અને જ્યારે લોકો તમને વધુ સમજે કરતા તમે લોકોને વધુ સમજો તમારા માટે મહત્વનું બની રહે ત્યારે સમજો તમારે રોજ નાતાલ છે.
જ્યારે તમારા માટે તમે પ્રથમ હોવ કે છેલ્લા ગૌણ બાબત હોય, જ્યારે તમે તમારી વિવેકબુદ્ધિનો હસતા હસતા સામનો કરવાની સ્થિતીમાં હોવ અને પોતાની જાતથી ખુશ હોવ,ત્યારે તમારે રોજ નાતાલ છે, ખરી ગાઢ સુંદરતા ભરી નાતાલ જ્યાં નજીક અને દૂર સૌ તમારા મિત્રો છે!
- અજ્ઞાત

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ઘનશ્યામ એચ ભરુચાJanuary 14, 2017 at 5:07 AM

    ક્રિસમસ વિશેના મહાનુભાવોએ વ્યક્ત કરેલ વિચારો ગમી ગયા.

    ReplyDelete