Sunday, March 20, 2016

શ્રેષ્ઠ ધર્મ - દલાઈ લામા અને લિયોનાર્દો બોફ વચ્ચે સંવાદ

બ્રાઝિલિઅન ધર્મશાસ્ત્રના નિષ્ણાત લિયોનાર્દો બોફ લખે છે :
ધર્મ અને આઝાદી પર ચર્ચા માટે એક ગોળમેજી સત્રમાં હું અને દલાઈ લામા સાથે ભાગ લઈ રહ્યા હતાં ત્યારે મધ્યાંતર સમયે મેં મલિન ઇરાદા સાથે જાણી જોઈને તેમને પૂછ્યું,"શ્રીમાન, સર્વ શ્રેષ્ઠ ધર્મ કયો?"
મેં ધારેલું તેઓ  કહેશે ,"તિબેટીય બૌદ્ધ ધર્મ" અથવા "ખ્રિસ્તી ધ્રમ કરતા ઘણો પ્રાચીન એવો કોઈ એશિયાઈ ધર્મ". પણ દલાઈ લામા થોડો સમય શાંત રહ્યા બાદ મારી આંખોમાં આંખો મિલાવી અને ધીમું ધીમું મલકી રહ્યા. મને નવાઈ લાગી કારણ મારા પ્રશ્નમાં છૂપાયેલ મલિનતાનો ભાવ હું જાણતો હતો.
તેમણે જવાબ આપ્યો,"શ્રેષ્ઠ ધર્મ છે કે જે તમને ઇશ્વરની સૌથી સમીપ લઈ જાય. શ્રેષ્ઠ ધર્મ છે કે જે તમને વધુ સારા માણસ બનાવે.”
આવા ચતુરાઈભર્યાં જવાબને લીધે મારી જાતને ભોંઠપ માંથી બહાર લાવવા મેં પૂછ્યું,"એવું શું છે જે મને વધુ સારો માણસ બનાવે?"
તેમણે કહ્યું,"જે તમને વધુ કરુણા સભર, વધુ વિવેકી,વધુ તટસ્થ,વધુ પ્રેમાળ,વધુ માનવીય,વધુ જવાબદાર અને વધુ નિતીમાન બનાવે તે."
"જે ધર્મ તમને બધું કરતા શિખવે તે શ્રેષ્ઠ ધર્મ."
 હું બે ઘડી મૂંગોમંતર થઈ ગયો.તેમનો આવો વિદ્વત્તા ભર્યો ઉત્તર સાંભળી.
" મહત્વનું નથી કે તમે કયો દેખીતો ધર્મ પાળો છો કે તમે ધાર્મિક છો કે અધાર્મિક. મારે મન સૌથી અગત્યનું છે કે તમે તમારા સમકક્ષ સહકર્મચારીઓ,પરીવાર,કામ,સમાજ અને વિશ્વ સમક્ષ કઈ રીતે વર્તો છો. યાદ  રાખો,બ્રહ્માંડ આપણાં વિચારો અને ક્રિયાઓનો પડઘો છે. "
ક્રિયા અને પ્રતિક્રિયાના નિયમ માત્ર ભૌતિકશાસ્ત્ર સુધી સિમીત નથી. માનવ સંબંધો બાબતે પણ લાગુ પડે છે.જો હું સારપ ભર્યાં કર્મો કરીશ, તો હું પોતે પણ સારપ પામીશ.અને જો હું બૂરા કર્મો કરીશ તો બૂરાં ફળ પ્રાપ્ત કરીશ.
જે આપણાં વડવાઓએ કહ્યું હતું, શુદ્ધ સત્ય છે.તમે જે બીજાઓ માટે ઇચ્છશો તમારી પોતાની સાથે થશે.સુખી થવું નસીબની વાત નથી. તમે પસંદ કરેલા વિકલ્પો પર આધારીત છે.
છેલ્લે તેમણે કહ્યું:
તમારા વિચારો પર ધ્યાન આપો કારણ તમારા શબ્દો બને છે.
તમારા શબ્દો પર ધ્યાન આપો કારણ તમારા કર્મો બને છે.
તમારા કર્મો પર ધ્યાન આપો કારણ તમારી આદતો બને છે.
તમારી આદતો પર ધ્યાન આપો કારણ તમારું ચરીત્ર ઘડે છે.
તમારા ચરીત્ર પર ધ્યાન આપો કારણ તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવ શે.
અને તમારું ઉજ્જવળ ભવિષ્ય તમારૂં જીવન બની રહેશે.”

સત્ય કર્તા મોટો અન્ય કોઈ ધર્મ નથી.


('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. મહેક દોશીApril 3, 2016 at 2:04 AM

    ઇન્ટરનેટ કોર્નરમાં ગત સપ્તાહે છપાયેલી વાર્તા 'શ્રેષ્ઠ ધર્મ' નાની પણ ખુબ સરસ હતી.પણ ધર્મ ના નામ પર આજે જે થઈ રહ્યું છે એ શરમજનક છે.
    અમારા જૈન ધર્મમાં અહિંસા ને પરમો ધર્મ માનવામાં આવે છે

    ReplyDelete
  2. ધનજી ગાલાApril 3, 2016 at 2:04 AM

    ઇન્ટરનેટ કોર્નરમાં ધર્મની વાત વાંચી ખુબ સારું લાગ્યું.એમાં કહ્યા મુજબ માનવતા જ સાચો ધર્મ છે.આવી સારી વાત રજૂ કરવા બદલ તમારો આભાર.

    ReplyDelete