Monday, March 14, 2016

હોડીમાં સુરક્ષિત રીતે બેસવાનું મહત્વ

એક રાજા પોતાના લશ્કર સાથે હોડીમાં બેસી પરત પોતાના રાજ્ય તરફ આવી રહ્યો હતો.રાજા કેટલાક ગુલામ ખરીદ્યા હતા જે હોડીમાં રાજા સાથે મુસાફરી કરી રહ્યાં હતાં.જેવી હોડી ચાલવા લાગી કે એક ગુલામે બૂમાબૂમ કરી મૂકી કારણ તે પહેલા ક્યારેય હોડીમાં બેઠો નહોતો.પરેશાન થયેલા રાજાએ વજીરને તે ગુલામને ચૂપ કરાવવા કહ્યું.

રાજાની વાત સાંભળી વજીરે તે ગુલામને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ગુલામ ચૂપ થયો આથી વજીરે તેને પાણીમાં ધકેલી દીધો.થોડી વાર બાદ વજીરે સૈનિકો દ્વારા તે ગુલામને પાણીમાંથી બચાવી ફરી હોડી પર ચડાવી એક બાજુ બેસાડી દીધો.ત્યાર બાદ તે ગુલામ ચૂપચાપ હોડીમાં બેસી રહ્યો. તેણે ચૂં કે ચાં કરી.
રાજાએ સાશ્ચર્ય વજીરને પૂછ્યું કે તે ગુલામ હવે એકદમ ચૂપ કેવી રીતે બેસી ગયો?

વજીરે કહ્યું જહાંપનાહ તે ગુલામ હોડીમાં સુરક્ષિત રીતે બેસવાનો આરામ અને પાણીમાં ડૂબવાની તકલીફ નહોતો જાણતો. જ્યારે તેને પાણીમાં ધક્કો મારી દેવામાં આવ્યો ત્યારે તેને જાણ થઈ કે હોડીમાં સુરક્ષિત રીતે બેસવાનું મહત્વ શું છે.


('ઈન્ટરનેટ પરથી')

3 comments:

  1. જયસિંહ સંપટMarch 20, 2016 at 2:54 AM

    'ઈન્ટરનેટ કૉર્નર'નો 'હોડીમાં સુરક્ષિત રીતે બેસવાનું મહત્વ' પ્રસંગ નેત્રદીપક છે. જે બાળકો માતાપિતાની છત્રછાયામાં જ સુખમાં ઊછરે છે, તેમને જિંદગીમાં અનુભવવી પડતી તકલીફોની સમજ/કદર નથી હોતી. એ જ્યારે પુખ્ત બની સમાજની વચ્ચે આવે છે અને કોઈ નાનીમોટી તકલીફો આવે છે, ત્યારે હાંફી જાય છે. એમનો સામનો કરવાની સમજ નથી હોતી. મારા બંને બાળકોને દસ-બાર વર્ષની ઉંમરે મુંબઈથી કચ્છ માંડવી બે ત્રણ વાર મોકલેલા. ઉપરાંત શાળામાંથી જતી લગભગ બધી ટૂરમાં મોકલતો હતો. એમની જિંદગીને લગતા નિર્ણયો પહેલાં એમની પાસેથી જાણતો અને પછી હું નિર્ણય લેતો.
    જો વાચકો આ કથાનું હાર્દ સમજશે, તો પસ્તાવાનો સમય ઓછો આવશે.

    ReplyDelete
  2. દુર્ગેશ ઓઝાMarch 20, 2016 at 2:56 AM

    ઇન્ટરનેટ કોર્નરમાં સરસ હકારાત્મક વિચારો પ્રગટ થાય છે.હોડી વાળી વાર્તા ગમી.

    ReplyDelete
  3. લાભશંકર ઓઝાMarch 20, 2016 at 2:56 AM

    ઇન્ટરનેટ કોર્નરના વાચકો સાથે ઇન્ટરનેટ પરથી લીધેલી વાર્તા 'હોડીમાં સુરક્ષિત રીતે બેસવાનું મહત્વ' શેર કરવા બદલ તમારો આભાર! આ વાર્તાનો સાર ખરેખર અદભૂત છે જે દર્શાવે છે કે 'લાતો ના ભૂત વાતો થી નથી માનતા'. બીજો દ્રષ્ટીકોણ : દરેકના જીવનમાં શિસ્ત અતિ અગત્યની છે. કહ્યું છે ને 'સોટી વાગે છમ છમ વિદ્યા આવે રમ ઝમ'. શિસ્તથી અથવા સજાના ડરથી માનવમાત્ર નો વિકાસ થાય છે, અને પોતાના ધ્યેય પર ધ્યાન કેન્દ્રીત કરીને જ તે, લક્ષ્યાંક હાંસલ કરી શકે છે.

    ReplyDelete